SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય પ્રાચીન શિલ્પલા વિહારો મૂર્તિ શિલ્પ અને સુશોભનશિલ્પોની બાબતમાં સુંદર છે. એમાંના પહેલા વિહારના ગર્ભગૃહમાં કંડારેલી બુદ્ધની મોટી પ્રતિમાની પાસે બે ઉપાસક યુગલે પગે પડતાં જણાય છે. તેમના મુખ પર ભકિતભાવ છવાયેલો છેગુફા નં. ૩ અને - નં. ૭ના સ્તંભ પરના ઘટપલ્લવના ઘાટ આકર્ષક છે. ઔરંગાબાદની શિલ્પકલા પર અજંટાની શિલ્પકલાની સ્પષ્ટ અસર રહેલી : છે, છતાં એમાં સપ્રમાણતા, સમતુલા અને અંતર્મુખતાની છાપ ઊઠતી નથી. ( ૭) દક્ષિણ ભારત દક્ષિણ ભારતમાં આ કાલ દરમ્યાન વિષ્ણુકુંડીઓ, પૂવ ચાલુકો અને પલ્લવોએ સ્થાપત્યની સાથે શિલ્પકલાને પ્રોત્સાહન આપ્યું. આશ્વ પ્રદેશમાં કૃષ્ણા નદીના કાંઠે વિષકુંડી વંશનું નાનું રાજ્ય હતું. આ વંશના ૬ઠ્ઠી-૭મી સદી દરમ્યાન થયેલા માધવવર્મા ૧૯, વિક્રમેન્દ્રવર્મા રજો અને તેને પુત્ર ઇન્દ્રવર્મા કલાના ચાહક હતા. એમણે કેટલાંક સુંદર શૈલગૃહો કરાવ્યાં. એમાં વિજયવાડા પાસે આવેલ ઉડવલી અને મેગલરાજપુરમની ગુફાઓ સુપ્રસિદ્ધ - છે. આમાંની બીજી ગુફાઓનાં શિલ્પ સારી રીતે સચવાયાં છે. આમાં અપસ્માર પુરુષ પર નૃત્ય કરતા શિવ આઠ હાથ ધરાવે છે. અપસ્મારનું સ્વરૂપ દક્ષિણી છે, જ્યારે " શિવનું સ્વરૂપ ઉત્તરી છે. આ ગુફાઓના સ્તંભ પર ગોવર્ધનધારી કૃષણ, સાગરમાંથી પૃથ્વીને ઉદ્ધાર કરતા વરાહ અવતાર, હિરણ્યકશિપુને સંહાર કરતા નૃસિંહ, બલિનું માન ઉતારતા ત્રિવિક્રમ, લિંગભવ શિવ વગેરેનાં મૂર્તિ શિલ્પ સુંદર રીતે કંડાર્યા છે. આ શિલ્પો પર પલ્લવ કલાને પ્રભાવ જણાય છે. જો કે પલવ શૈલીમાં ગોવર્ધનધારી કૃણનું આલેખન માનુષસ્વરૂપે થયું છે, જ્યારે અહીં અને ઉત્તરકાલમાં કંડારાયેલી એલારાની બ્રાહ્મણ ગુફાઓમાં એમનું દિવ્ય સ્વરૂપ વ્યકત થતું દષ્ટિગોચર થાય છે. વિષ્ણુકું ડીઓની બાજુમાં પશ્ચિમી ચાલુકયોની એક શાખા આન્ધના વંગીમાં કુછજવિષ્ણુવર્ધને સ્થાપી ને આ રીતે ત્યાં પૂવ ચાલુકોનો રાજવંશ સ્થપાયો. પશ્ચિમી ચાલુકયોની જેમ આ પૂવી ચાલુકયો પણ ધર્મ અને કલાના પ્રેમી હતા. કુંજવિષ્ણુવર્ધને એક શિવાલય બંધાવેલું, જ્યારે એની રાણી અનમાહદેવીએ વિજયવાડામાં જૈન મંદિર કરાવેલું. આ શરૂઆતના તબક્કાનાં શિલ્પ લાંબાં, કદાવર અને પશ્ચિમી ચાલુકય શૈલીથી પ્રભાવિત જણાય છે. વિજયવાડામાંથી એક 'શિલામાંથી કંડારેલાં આ પૂવી ચાલુક્ય શૈલીનાં કેટલાંક સરસ શિલ્પ મળી આવ્યાં છે. આમાં દ્વારપાલોની એક જોડી કલાની દષ્ટિએ અનુપમ છે. ખૂબ ઊંચા -કદનાં આ કદાવર મૂર્તિશિલ્પો પૈકી એકે કમલ અને લીલી પુષ્પનું યજ્ઞોપવીત
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy