________________
પરિ. ૧ઃ માટીનાં પકવેલાં શિક
પ્રતિબિંબિત થતા. આમાં ગરીબ લોકો પણ માટીનાં ઘરેણાં પહેરી સંતોષ માનતા. માટીની ઈમારતમાં પકવેલી માટીનાં શિલ્પ-સુશોભન મૂકી ઈમારતની ભારેખમ સાદાઈને હળવી બનાવાતી.
આદ્ય-તિહાસિક કાલનાં માટીનાં પકવેલાં શિલ્પોનું વર્ણન અગાઉ કરવામાં આવેલું છે. એતિહાસિક કાલની માટીનાં પકવેલાં શિલ્પોની કલા આદ્ય-તિહાસિક કાલના એના સ્વરૂપથી આકારની ચોકસાઈ અને રચનાપદ્ધતિની બાબતમાં જુદી પડવા છતાં એ કાલની ચાલી આવેલી લોકકલા તરીકે તેનું સાતત્ય છેઅત્યાર સુધી જળવાઈ રહેલું જોવા મળે છે. એથી કલા વિવેચક સ્ટેલા કેમરિશે આ પ્રકારનાં માટીનાં શિલ્પને કાલાતીત(ageless) તરીકે વર્ણ વ્યાં છે. પણ એ ઉપરાંત સમયની માગ પ્રમાણે ઘડાયેલાં શિલ્પને પ્રકાર પણ વિકસ્યો છે જેને સ્ટેલા કેમરિશે કાલાધીન કે કાલાનુક્રમી (Timed variation) કહ્યાં છે.
લોકકલાને પ્રથમ પ્રકાર ભારતીય કલાના ઇતિહાસના અભ્યાસમાં બીજા પ્રકારના જેટલો જ મહત્ત્વનું છે, કારણ કે તે પાયાની સામગ્રી પૂરી પાડે છે. લોકકલાનાં આ શિલ્પોમાં શારીરિક રચના પર ધડ, માથું, હાથ અને પગ જેવાં શરીરનાં મહત્ત્વનાં અંગ પર ધ્યાન કેન્દ્રિત કરેલું જણાય છે. માટીના લોંદાને સાહજિકતા પૂર્વક હાથ વડે દબાવી ધડનું નિર્માણ કરી, તે પર અલગ અલગ બનાવેલા માથુ, હાથ, પગ, વગેરે ચોંટાડી આખે દેહ રચવામાં આવે છે. અંગ, હોઠ, કાન, નાક, નાભિ, વાળ વગેરે ઉપાંગોની રચના તે પર કાપા પાડીને કે નાની નાની ટીકડીઓ ચુંટાડીને રચવામાં આવે છે. એ જ રીતે દેહ પર આભૂષણોની સજાવટ પણ દર્શાવવામાં આવે છે. આ રચના-પદ્ધતિને “મૂર્તન-પદ્ધતિ” (Modeling) પણ કહેવામાં આવે છે. આવા મૂર્તનમાં કલાકારની કલ્પના, પ્રતિભા અને સૌંદર્યબોધ બધું એની ક્ષમતા અનુસાર વ્યકત થાય છે. તેથી આ પ્રકારે બનેલી દરેક મતિ પોતાની વિશેષતા ધરાવતી હોય છે. આ પ્રકારનાં શિલ્પમાં સ્ત્રી-દેહનાં શિલ્પની વિપૂલતા જોવા મળે છે. એમાં સ્ત્રીઓનાં નિતંબ ભારે, સ્તનભાગ ઉન્નત અને સંપૂર્ણ ગોળ, તથા ઉદર પરની વિલ્લિ તેમજ નાભિનું આલેખન આદ્ય-તિહાસિક કાલની માતૃદેવીને મળતું આવે છે. લોકકલાના આ પ્રકારે કરેલાં પ્રાણીશિલ્પોમાં અશ્વ, ગજ, બકરા તથા ઘેટાનું બાહુલ્ય જોવા મળે છે. તેમના દેહના અવયવોના નિર્માણમાં બહુધા નળાકાર, શંકુઆકાર અને ભૌમિતિક આકૃતિઓના ઘાટનો ઉપયોગ થતો જણાય છે. એમનું રચના-વિધાન માનવ શિલ્પોના જેવું જ હોય છે. આ પ્રાણી શિલ્પોનો દેવને અર્પણ કરવા બાધા તરીકે પણ ઉપયોગ થતો.