SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ ભારતીય પ્રાચીન શિલ્પકલા મેરઠમાં, શ્રીકઠ જનપદની રાજધાની રોપડમાં, ચેદી રાજધાની તરફ જવાના મહા માર્ગ પર સાંચીનો સ્તૂપની બાજુમાં, કોશલ જનપદની રાજધાની શ્રાવસ્તીમાં, વસે જનપદની રાજધાની કૌશામ્બીમાં તથા કાશી જનપદની રાજધાની વારાણસીમાં તેણે આ શિલાતંભો ઊભા કરાવ્યા હતા. " અશોક પિતાની પ્રજા ધર્માભિમુખ બને તેમ ઈચ્છતો હતો. ધર્મવિષયક વિવિધ ભાવનાઓ તેના મનમાં નિરંતર સર્યા કરતી. અને ધર્મચક્ર વિશ્વ વ્યાપી નિયમોનું પ્રતીક છે તેમ તે દઢ પણે માનતો. એને ભારતીય માનસે બ્રહ્મચક્ર બ્રહ્માડ ચક્ર, ભવચક્ર, કાલચક્ર, સહસારચક્ર એમ અનેક નામે ઓળખ્યું છે. બુદ્ધનું મહાધર્મચક્ર તેનું જ એક નામ છે. તે માનવજીવન, સમાજ અને વિશ્વને તરફથી આવરી લે છે. આ કલ્પનામાંથી અનવતપ્ત સરોવર અને તેની ચાર ધારાઓ–મુખને સંરક્ષતાં ચાર પશુઓ-સિંહ, વૃષભ, હાથી, અશ્વ-ને લગતી કથાનું નિર્માણ થયું. આ ચાર પશુઓને ધાર્મિક સંકેત ભારતમાં છેક સિંધુ ખીણની સભ્યતાથી ચાલ્યો આવ્યો છે. તેની પૂજા લોકવ્યાપક હતી. અશોકે પણ તે જ લોકવ્યાપી પ્રતીકોને સ્વીકાર્યા. અશોકે પરંપરા તથા પોતાની મૌલિક સૂઝના સંમિશ્રણમાંથી સંભશીર્વકનું નવીનતમ રૂપનિર્માણ પ્રયોજ્યુ. એકાશ્મ સંભની પરંપરા જૂની તે હતી જે પણ તેના પર સુશોભિત અને સાંકેતિક સ્તંભશીર્ષની કલપના અશોકની પોતાની મૌલિક હતી. યુએન-શવાંગે અશોક દ્વારા સ્થાપિત કરેલા જે પંદર શિલા સ્તંભ જોયા હતા તે નીચે પ્રમાણે હતા : ૧) “કપિત્થસ્તંભ” નામને શિલા સ્તંભ. એ “સકાશ્યમાં આવેલ હતો. તેના પર સિંહનું શીર્ષ હતું. (પણ વસ્તુતઃ ખોદકામમાં એનું હાથીનું શીર્ષ મળી આવ્યું છે). સ્તંભની સાથે સ્તૂપ પણ હતો અને બંનેની રચના અશોકે કરી હતી. સ્તંભની મધ્યયષ્ટિની ચારે બાજુએ વેદિકા એટલે કે હર્મિકા હતી. ૨-૩) જેતવન વિહારના પૂર્વારે બે શિલાતંભ હતા જે ૭૦ ફૂટ ઊંચા હતા. ડાબી બાજુના સ્તંભ પર ચક્ર અને જમણી બાજુના સ્તંભ પર વૃષભ હતો. ૪) કપિલવસ્તુને ૩૦ ફૂટ ઊંચો સાંભ. આ સ્તંભ પરના અભિલેખમાં બુદ્ધના પરિનિર્વાણની કથા આલેખાયેલી હતી. ૫) કપિલવસ્તુ નગરમાં કનકમુનિ બુદ્ધનો સ્મારક સ્તંભ. તેની ઊંચાઈ ૨૦ ફૂટ હતી (નિશ્લિવા ગામનો જે છે તે આ જ છે). તેના પર સિંહશીર્ષક હતું. તેના લેખમાં જણાવ્યું છે કે કનકમુનિ તૂપને બે ગણો વિસ્તાર કર્યો અને આ શિલાસ્થભની સ્થાપના અશોકે પોતાના રાજ્ય કાલના ૨૦મા વર્ષમાં કરી હતી.
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy