SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ભારતીય પ્રાચીન શિલ્પકલા ૪. બુદ્ધ-જન્મ અને સપ્તપદી–રાણી માયાદેવી કુસુમિત શાલ વૃક્ષ નીચે ઊભાં છે. ડાબી બાજુએ ચામર અને પાણીની ઝારી છે, જે પ્રથમ અભિષેક માટેની છે. જમણી બાજુએ છત્રપ્રાહિણી સ્ત્રી અને બે ચામર અદશ્ય બુદ્ધ માટે છે. ચાર લોકપાળો બુદ્ધના સપ્તપદી- ચિહ્ન અંકિત કરેલાં ઉત્તરીય વસ્ત્રો લઈને ઊભા છે. અસિતનું આગમન–બુદ્ધ–જન્મનો ત્રયત્રિંશ સ્વર્ગમાં અને કપિલવસ્તુના રાજપ્રાસાદમાં મોટો ઉત્સવ થાય છે. બ્રાહ્મણ અસિત બુદ્ધના જન્મના સમાચાર જાણી રાજપ્રાસાદમાં આવે છે અને રાજાની પ્રાર્થનાથી તે જન્મકુંડળી બનાવે છે અને ભવિષ્ય-ફળનું કથન કરે છે. બાળક સિદ્ધાર્થને લઈ માતા-પિતા કપિલવસ્તુની બહાર આવેલ શાક્ય ચૈિત્યની પૂજા અર્થે જાય છે. ચૈત્યના અધિષ્ઠાતા યક્ષદેવ સ્વયં પ્રગટ થઈ બાળકને અંજલિ મુદ્રામાં પ્રણામ કરે છે. બુદ્ધનાં પદ-ચિન કપડાં પર અંકિત કરેલાં છે. ચામરગ્રાહી તેની બંને બાજુએ છે. જમણી બાજુ મંડપ નીચે તોરણયુકત આસન પર રાજા શુદ્ધોદન બેઠા છે. તેની પાછળ માયાદેવી છે. તેમની સામે જટાધારી ઋષિ છે. તે પોતાના ખોળામાં બુદ્ધને લઈને બેઠા છે, જે તેના વસ્ત્ર પર અંકિત પદચિહ્ન દ્વારા દેખાડવામાં આવેલ છે. ૬. મહાભિનિષ્ક્રમણનો પ્રસંગ અંકિત છે. ૭. ગૌતમના ઉષ્ણીષને દેવે સ્વર્ગમાં લઈ જતા દર્શાવ્યા છે. ૮. મારઘર્ષણ અને સંબોધિપ્રાપ્તિ–આ પટ્ટ પર મારા પિતાની બે પુત્રીઓ દ્વારા ઉદ્ધને વિચલિત કરવા પ્રયાસ કરી રહેલ છે, તેની જમણી બાજુએ તેના અનુચરો છે. મધ્યમાં બેધવૃક્ષ છાયામંડલ નીચે પદ્માસનમાં બેઠેલા બુદ્ધ છે. આ જ પટ્ટ પર એક બાજુએ મુચલિન્દ નાગ છત્ર બનીને બુદ્ધને વૃષ્ટિથી સંરક્ષી રહ્યા છે. બુદ્ધનું ધર્મચક્રપ્રવર્તન પૂર્વેનું મંથન દર્શાવ્યું છે. બોધિ પ્રાપ્તિ પછી બુદ્ધ ૪૯ દિવસ સુધી બોધિવૃક્ષ નીચે સમાધિમાં રહે છે. આ દશ્ય ગંધાર કલામાં કંકાલ દશ્ય તરીકે જાણીતું છે. સુજાતાની ખીરનું ભક્ષણ, દેવોની પ્રાર્થનાથી માનવોને ઉપદેશ આપવાનો બુદ્ધનો સંકલ્પ વગેરે દર્શાવેલ છે. ૧૦. પ્રથમ ધર્મોપદેશને પ્રસંગ અંકિત થયો છે. એમાં વારાણસીના મૃગદાવ ઉદ્યાનમાં પાંચ સાથીઓને બુદ્ધ ઉપદેશ આપી રહ્યા છે. બુદ્ધ ઊંચા આસન
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy