SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય પ્રાચીન શિલ્પકલા વડોદરા મ્યુઝિયમમાં સંગૃહીત કાર્ત્તિ કેય, રોડાનાં મંદિર પરનાં દેવાંગનાઓ, ગણેશ સિંહવાહિની દુર્ગા વગેરેનાં મનેાહર શિલ્પા, ઢાંક પાસે આવેલી જૈન ગુફાઓ પરના તીર્થંકરોનાં અ ંશમ્ શિલ્પા, અકોટા અને વલભીમાંથી મળેલી ધાતુપ્રતિમાઓ વગેરે આ કલાશૈલીનાં પ્રસિદ્ધ શિલ્પા છે. આમાં કલાની દષ્ટિએ કેટલાંક વિશેષ નોંધપાત્ર છે. ૧૪૨ શામળાજીના નાગધરા પાસેથી એક દેરીમાં સ્થાનિક આદિવાસીઓ દ્વારા “કળશી છેાકરાંની મા”ના નામે પૂજાતી વિશ્વરૂપ વિષ્ણુની પ્રતિમામાં દેવ અનંત નાગ ઉપર વીરાસનમાં ઊભડક બેઠા છે. અષ્ટભુજ વિષ્ણુનાં ઘણાંખરાં આયુધા ખંડિત થયાં છે. તેમની પાછળના ભાગમાંથી ૨૩ અન્ય આકૃતિઓ આવિર્ભૂત થતી ષ્ટિગાચર થાય છે. એમાં બ્રહ્મા, શિવ, બલરામ, સૂર્ય, ચંદ્ર, વરાહ, હયગ્રીવ વગેરે ઓળખી શકાય છે. વિષ્ણુનાં ત્રણ મુખ એલિફન્ટાની મહેશમૂર્તિના ત્રિમુખ ને મળતાં આવે છે. કાટષ માંથી મળી આવેલ માતા અને શિશુના શિલ્પ (આકૃતિ ૩૮)માં ડાબી બાજુએ કેડ પર બાળક તેડીને બાળકના ડાબા પગને પોતાના હાથ વડે ટેકો આપતી દ્રિભંગમાં ઊભેલી સ્ત્રીની અંગભંગ, મસ્તક પરની આકર્ષક કેશરચના, કાન, કંઠ અને કર પર ભારે આભૂષણા, અધાવસ્રના છેડે બનતા ગામુત્રિકાઘાટ અને પેાતાના ડાબા કાનના મેાટા કુંડળને ખેંચી રહેલા બાળકને અટકાવતી, મુખ પર વાત્સલ્ય ભાવ ધરાવતી સુંદર મૂર્તિ સ્વરૂપે પોતાની કલ્પનાને સાકાર કરવામાં ગુજરાતના શિલ્પીને ભારે સફળતા મળી છે. આ જ સ્થળેથી મળેલ સ્ક ́દમાતાના શિલ્પમાં એક અનુચરી કન્યાના ખભા પર બેઠેલા સ્કંદને પાર્વતી લાડ કરી રહેલાં જોવા મળે છે. ત્રણેયના મુખ પર આહ્લાદક ભાવ નિતરે છે. કારવણમાંથી મળેલ નૃત્ય કરતી કૌમારી કે સ્કંદમાતાની પ્રતિમા એમાં વ્યકત થયેલ અંગભંગ, ઉલ્લાસ અને સ્ફૂર્તિને લઈને તત્કાલીન કલાને જીવંત નમૂ ના ગણાય છે. વડોદરા પાસે કપુરાઈ ગામેથી મળેલું અને હાલ વડોદરા મ્યુઝિયમમાં સુરક્ષિત ઊભાં ઉમા-મહેશ્વરનુ ખંડિત શિલ્પ પણ ગુજરાતની આ કાલની કલાના શ્રેષ્ઠ નમૂ ને ગણાય છે. આમાં બેઠા ઘાટનાં અંગાને બદલે લાંબી પાતળી કાયા અને પગ દષ્ટિગોચર થાય છે, જે તત્કાલીન દખ્ખણની શિલ્પકલાના પ્રભાવને કારણે સંભવે છે. વડાવલ ગામેથી મળેલ માતૃકાશિલ્પા ખંપૈકી વારાહી અને પાર્વતી વિશેષ કલાત્મક છે. બંને દેવીઓ ચતુર્ભુજ સ્વરૂપની, સુંદર કેશરચના, તત્કાલીન પ્રચલિત
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy