SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ. ૨ઃ ધાતુશિલ ૨૧૫ ત્રણ નૃત્યો મનાય છે. આ નૃત્યો અનુક્રમે સંધ્યાનૃત્ય, નાદન અને તાંડવ કહેવાય છે. આ પૈકી છેલ્લાં બે નૃત્યો સૂચવતાં પાષાણ અને ધાતુનાં સંખ્યાબંધ શિલ્પ મળી આવ્યાં છે. આમાં શિવનું નાદા-નૃત્ય દક્ષિણ ભારતમાં ખૂબ ખ્યાતિ પામ્યું હોવાનું જણાય છે. ઉપરોકત મદ્રાસ મ્યુઝિયમનું નટરાજનું શિલ્પ(આકૃતિ ૫૦) આ પ્રકારના નૃત્યને વ્યકત કરતો સર્વોત્તમ નમૂનો ગણાય છે. શિવ વર્તુળાકાર પીઠ પર મધ્યમાં અપસ્માર પુરુષની ઉપર નૃત્ય કરી રહ્યા છે. તેમના મસ્તક પર મુકતામણિથી શોભતો જટામુકુટ છે. નૃત્યની ગતિને લઈને તેમની અલક લટો હવામાં ફરફરતી જોવા મળે છે. તેમની જટા સર્પ, ગંગા અને ખોપરીથી વિભૂષિત છે. જટામાં અર્ધચંદ્રનું આલેખન મનહર છે. શિવનું આ નૃત્ય લાસ્ય અને તાંડવથી યુકત હોવાથી અધું અંગ પાર્વતીનું અને અધું અંગ શિવનું બતાવેલું છે. તેમના ડાબા કાનમાં સ્ત્રીનું કુંડળ દષ્ટિગોચર થાય છે. જમણા કાનનું કુંડળ તૂટી ગયું છે, પરંતુ એ પુરુષનું કુંડળ હશે એમ અનુમાન થઈ શકે છે. તેમણે યજ્ઞોપવીત અને સર્પને ઉદરબંધ બાંધ્યો છે. તેમણે અધોવસ્ત્ર તરીકે વ્યાદાચર્મ પહેર્યું છે. તેમના ચાર પૈકી જમણી બાજુને આગળને હાથ અભય મુદ્રામાં અને પાછળના હાથમાં ડમરૂ છે, જ્યારે ડાબી બાજુના પાછળના હાથમાં અગ્નિજ્વાલા અને આગળનો હાથ ગજહસ્તમુદ્રામાં (દક્ષિણી શૈલીએ વરદમુદ્રામાં) છે. જમણો પગ અપસ્માર પુરુષ(મોહપુરુષ)ને કચડી રહ્યો છે, જ્યારે ડાબે પગ નૃત્યમુદ્રામાં ઊંચો કરેલો બતાવ્યો છે. શિવને ફરતું જવાલાઓનું ચક્ર તૂટી ગયું છે. શિવના આ નૃત્યમાં તેમની પાંચ શકિતએ ૧) સૃષ્ટિ(સર્જન), ૨) સ્થિતિ (પાષાણ,) ૩) સંહાર(નાશ), ૪) તિરોભાવ (પુન: ઉત્ક્રમ) અને ૫) અનુગ્રહ(મેલ)નો સમન્વય સૂચવાતો હોવાનું આનંદકુમાર સ્વામીનું મંતવ્ય છે. ડમરૂ સર્જકનું પ્રતીક છે. તેનો નાદ જ્યારે દિગંતમાં ધ્વનિત થાય છે, ત્યારે સૃષ્ટિ થાય છે. તેથી એને “નાદા’ નૃત્ય કહે છે. અભયમુદ્રા જડ અને ચેતનની રક્ષા અને તેમનું પષણ સૂચવે છે. અગ્નિજવાળાઓ સંહારનું પ્રતીક છે. ઊંચો કરેલો ડાબે પગ પોતાની માયા દ્વારા થતા તિભાવનું પ્રતિક છે, જ્યારે પગ નીચે કચડાયેલા દત્ય તરફ નિર્દેશ કરતો ગજ હસ્તમુદ્રાવાળો હાથ મોક્ષનું પ્રતીક છે. અન્ય પ્રતીકેમાં મસ્તક પરનો ચંદ્ર મહા આનંદ અને મહા ઉન્માદનું, જટામુકુટમાંનું ખૂ-કપાલ સંહારક કાળનું અને અપસ્માર પુરુષ ભૌતિક વાસના અને અજ્ઞાનનું પ્રતીક છે. પરાજિત અસુર(અપસ્માર)ની સમસ્ત શકિત શિવના નુત્યાંદોલનમાં પ્રગટ થાય છે, પણ એ શકિત શિવદ્વારા સંપૂર્ણ પણે અધિકૃત અને નિયંત્રિત છે.
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy