SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ ભારતીય પ્રાચીન શિ૯૫કલા હાથ જમણા-ડાબામાં અનુક્રમે ગદા અને ચક્ર છે, જમણો નીચલો હાથ અભયમુદ્રામાં તથા લક્ષ્મીને આલિંગન આપતા ડાબા નીચલા હાથમાં સનાળ કમળ છે. પરિવાર દેવમાં ઉપલા અનુક્રમે પદ્માસનસ્થ ગણેશ અને શિવ છે જે અનુક્રમે જમણી અને ડાબી બાજુ આવેલા છે. નીચલી બંને બાજુએ દ્વિભુજ પરિચારિકાઓનાં શિલ્પ છે. તે પૈકીની જમણી બાજુની પરિચારિકાના હસ્તમાં ચક્ર (કે ગદા) અને ડાબી બાજુની પરિચારિકાના હસ્તમાં દંડ છે. પરિકરની બંને બાજુએ વ્યાલ અને તે પર મકરમુખનાં શિલ્પ છે. વિષ્ણુનું પ્રભામંડળ કમળદાંકિત છે. મદ્રાસ મ્યુઝિયમમાં ચિમકુર્તિ માંથી પ્રાપ્ત થયેલ પૂવી ચાલુકય અથવા કાકતીય ધારાનાં ધાતુશિલ્પો રક્ષાયાં છે. આમાં વેણુગોપાલ અને તેની બંને બાજુએ દેવી રુકિમણી અને સત્યભામાનાં શિલ્પ ઉત્તમ કોટિનાં છે. તામિલ શૈલી પર ચાલુકય શૈલીની સ્પષ્ટ અસર આ શિલ્પો પ્રકટાવે છે. ગજુર, કૃષ્ણા અને ગોદાવરી જિલ્લામાં મધ્યકાલીન હાયસાળ શૈલીનાં (પાષાણ) શિલ્પો મળે છે તેના કરતાં આ કાકતીય ધારાનાં શિલ્પોની દેહલતા પાતળી ને ઊંચી, અલંકારોનું આછાપણું, સાદી છતાં માર્દવભરી છટા તેમને ભિન્નત્વ બક્ષે છે. દિલ્હીના નેશનલ મ્યુઝિયમમાં કાકતીય શૈલીની એક દીપલક્ષ્મીનું સુંદર શિલ૫ છે. તેની સાથે આ શિલ્પો સામ્ય ધરાવે છે. તેમના મસ્તક પરનું વેષ્ટા સાવ સાદુ છે. કાનમાં મોટા કદનાં કુંડળ ધારણ કરેલાં છે. ચિદંબરમૂના નટરાજનું શિલ્પ ચેળ શૈલીનું સર્વોત્તમ શિલ્પ છે. તે જ રીતે શિયાલીમાંથી પ્રાપ્ત થતું આ જ પ્રકારનું શિલ્પ પણ ભવ્ય અને ઉત્તમ છે. પરંતુ આ બધામાં મદ્રાસ મ્યુઝિયમમાં સુરક્ષિત તિરુવલનગડુમાંથી પ્રાપ્ત થયેલું નટરાજનું શિલ્પ(આકૃતિ ૫૦) અલૈકિક છે. વિખ્યાત શિલ્પકાર રોડીને(Rodin) અને સંવાદિત ગતિ(rhythemic movement)ની દષ્ટિએ વિશ્વનું એક ઉત્તમ શિલ્પ તરીકે બિરદાવ્યું છે. તાંજોર જિલ્લામાં નટરાજનાં અસંખ્ય શિલ્પો પ્રાચીન મંદિરોમાં આવેલાં છે, પરંતુ તે બધામાં “ભુજંગ પ્રસીત” મુદ્રામાં સ્થિત આ શિલ્પ ઉત્તમ છે. દક્ષિણ કિસીટનના વિકટોરિયા એન્ડ આલબર્ટ મ્યુઝિયમમાં આ જ શૈલીની એક સુંદર નટરાજની મૂર્તિ સુરક્ષિત છે. નટરાજ ભારતમાં શિવ અનેક સ્વરૂપે પૂજાય છે. એમાંનું એક સ્વરૂપ નટરાજ ઉત્તર કાલમાં સુવિખ્યાત બન્યું છે. આ સ્વરૂપ ઉત્તર ભારતની સરખામણીએ દક્ષિણ ભારતમાં ખૂબ લોકપ્રિય થયેલું જણાય છે. શિવને નૃત્યના આચાર્ય અને ઈષ્ટદેવ માનવામાં આવે છે. ભારતીય પરંપરામાં શિવનાં સર્જક, પોષક કે પાલક અને સંહારક શકિતનાં
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy