SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૩. કા–શિલ્પો શિલ્પમાં કાષ્ઠને પ્રયોગ ઘણા પ્રાચીનકાળથી થતો હોવાનું જણાય છે, પણ લાકડું જલદી નાશ પામતું હોવાથી તેના એટલા જૂના નમૂના પ્રાપ્ત થતા નથી. વળી આ કારણે પથ્થર, માટી અને ધાતુના મુકાબલે તેને પ્રયોગ પણ ઓછો થયો છે. ભારતમાં કાષ્ઠ-લાકડા પર કોતરણી કરવાની પ્રથા વેદ જેટલી પ્રાચીન જણાય છે. ઋગ્વદમાં સૂર્યને રથ સુંદર કેરણીવાળા હજાર સ્તંભન હોવાને ઉલ્લેખ છે. યજ્ઞ-યજ્ઞાદિને લગતાં તમામ ઉપકરણો લાકડામાંથી બનાવવામાં આવતાં. મહાભારત, રામાયણ, ગૃહત્સંહિતા, બૌદ્ધ જાતકો વગેરે અનેક પ્રાચીન ગ્રંથોમાં તથા પરદેશીઓનાં વૃત્તાંતોમાં કાષ્ઠના સિંહાસનાદિના ઉલ્લેખ મળે છે બૃહત્સંહિતાના વનપ્રવેશાધ્યાયમાં પ્રતિમા માટેના કાષ્ઠનું વર્ણન આપ્યું છે. એક જાતકમાં ઉદ્બરના લાકડામાંથી પૂરા માનવકદની પ્રતિમા બનાવ્યાને ઉલ્લેખ મળે છે. પ્રાચીન મંદિર, મહાલયો, પ્રાકારો અને પુરદ્વાર, રહેઠાણનાં મકાનો લાકડાનાં બનતાં. મૂર્તિઓ પણ લાકડાની બનતી. શિલ્પ-વિષયક ગ્રંથમાં વિવિધ વૃક્ષોના લાકડાના ગુણદોષોના વર્ણન સાથે તેમાંથી તૈયાર કરવામાં આવતી ઘરગથ્થુ અને સુશોભનાત્મક ચીજવસ્તુઓની યાદી અને તેમના રૂપવિધાનનું વર્ણન મળે છે. બૌદ્ધ જાતકાદિ સાહિત્યમાં કાષ્ઠકર્મ વિશેનાં જે વિપુલ વણનો જોવા મળે. છે, તેનું અનુસરણ ભરડુત, સાચી વગેરે સ્થળોનાં પાષાણ શિલ્પમાં જોવામાં આવે છે. મૌર્યથી ગુપ્તકાળ સુધીનાં શૈલમંદિરોની કોતરણીમાં પણ એનું અનુકરણ થયેલું લેવામાં આવે છે. ભરહુત અને સાંચીની વેદિકાઓ, તોરણોના સ્થભે, પાટડા, સૂચિઓ, કમાનો વગેરે પરનાં કોતરકામ કાષ્ઠની કોતરણીને સ્પષ્ટત: અનુસરતાં જણાય છે. બદ્ધોના અર્ધનળાકાર ઘાટનાં છતવાળાં ચૈત્યગૃહો કાષ્ઠનિર્મિત ભવનના પ્રાસ્તારિક (પાષાણમાં અંકિત થયેલી પ્રતિરૂપે છે. સમયની દષ્ટિએ થેરવાદી(હીનયાન) પ્રાવસ્થામાં ચૈત્યગૃહોનું સ્થાપત્ય લાકડાની ઈમારતી બાંધણીની પદ્ધતિનું હોવાનું જણાયું છે. આથી એમાં પાષાણની સાથે ઘણી જગ્યાએ કાષ્ઠનો ઉપયોગ થયેલ છે, દા.ત. રઐત્યાકાર કમાન, ગવાક્ષો, તે પરની ઘાટીલી કમાન, સ્તંભ અને બારી, સંલગ્ન વેદિકા, એમાં કરેલી ચૈત્યગવાક્ષની નાની નાની પ્રતિકૃતિઓ વગેરે લાકડામાં બનતાં આ પ્રકારનાં સુશોભન સાથે સામ્ય ધરાવે છે. ભાજા, કાર્લા, કોડાને, પિત્તલખેરા, અજંટા નં. ૧૦ના ચૈત્યગૃહ અને વિહારોમાંનાં તંભ, વેદિકા, તેરણ છત, વગેરેમાં કાષ્ઠકામના અવશેષો હજી સુધી સુરક્ષિત છે.
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy