SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ -૧૭૪ ભારતીય પ્રાચીન શિ૯૫કલા વૃંગીમાંથી શાસન કરતા પૂર્વ ચાલુકોની કલાપ્રવૃત્તિ આ કાળ દરમ્યાન ચાલુ રહી અને વિજયાદિત્ય ૨ જા તથા વિજયાદિત્ય ૩ જાના સમયમાં પૂર્વ ચાલુક્ય શિ૯૫શૈલીને ભારે વેગ મળ્યો. વિજયવાડા નજીક જામિદોડી મંડપના તંભે અને દીવાલો પરની સંગીત અને નૃત્ય કરતી મનહર મૂર્તિઓ તેમજ ઇન્દ્રનીલ ટેકરી પર ઉત્કીર્ણ સ્તંભ અને કિરાતાજુનીયના કથાપ્રસંગને રજૂ કરતી શિલ્પહરોળમાં રાજા વિજયાદિત્ય ર જાના સમય (૯ મી સદી)ની શૈલી ઉત્તમ રીતે અભિવ્યકત થઈ છે. વિજયાદિત્ય ૩જો (ગુણગ) પણ મહાન નિર્માતા હતો. વૃંગીમાં ગંગા-યમુનાનાં શિલ્પપ્રતીકો સર્વપ્રથમ દાખલ કરવાનું શ્રેય એને ફાળે જાય છે. બિચ્ચલનાં ગોલિગેશ્વર અને રાજરાજ મંદિરોની શિલ્પસજાવટ તેના સમયની કલા પ્રસ્તુત કરે છે. આ કાલમાં કારીગરીની સાદાઈ અને સુશોભનના અતિરેકથી દૂર રહેવાનું સ્પષ્ટ વલણ જોવા મળે છે. માતૃકા સમૂહના વીરભદ્ર શિવ, કૌમારી, સ્ત્રીદેહધારી ગંગા, વગેરે આ કાલનાં સરસ દષ્ટાંતો છે. કંદની બાજુ ઊભેલો મયુર અને બ્રહ્માની બાજુને હંસ બિલકુલ કુદરતી અને મેહક છે. આ કાલનાં મંદિરોના વિમાનની ટોચે વારંવાર જોવા મળતી ગણેશપ્રતિમાઓમાં દ્વિભુજ દેવનું મુકુટહિત ગજમસ્તક વાસ્તવિક લાગે છે. પડોશી કલિંગ દેશના પ્રભાવથી વૃંગીનાં આ કાલનાં મંદિરોની દીવાલો પર મિથુનશિલ્પો કંડારાયેલાં જોવા મળે છે. પૂવ ચાલુકય કલા પશ્ચિમી ચાલુકય, રાષ્ટ્રકૂટ, પૂવગંગ, ચેદિ, પલ્લવ અને ચોળકલાના મિશ્રણ રૂપ છે. બિચ્ચોલના ગોલિંગેશ્વર મંદિરનાં શિલ્પો એના શ્રેષ્ઠ નમૂનારૂપ છે. અહીંના ગણેશની મેટા કદની પ્રતિમામાં કલિંગ અને પાલ કલા જેવો જટામુકુટ છે. તેમ અહીંના સૂર ઉત્તર ભારતીય પદ્ધતિ અનુસાર હલબૂટ પહેરેલા છે. બીજી બાજુ વિષ્ણુએ ગદા અને શંખ દક્ષિણ ભારતીય ઢબે ધારણ કર્યા છે. અહીંના બ્રહ્મા પલ્લવ-ચોળ આકૃતિઓની જેમ દાઢી રહિત યુવાન બતાવ્યા છે. અહીંના નરેશ ચતુર્ભ જ છે પણ તેમના ચતુર નૃત્યમાં ઉત્તર અને દક્ષિણ ભારતીય વલણોનો સંગમ થયેલો વરતાય છે. કાવેરીના કાંઠે તલકાડમાંથી રાજ્ય કરતા પશ્ચિમી ગંગ રાજાઓ પણ લલિતકલાના પ્રોત્સાહકો હતા. શ્રવણ બેલગોલાના સ્થળે વિંધ્યગિરિ પર કંડારેલી ગોમટેશ્વરની પ્રતિમા ગંગ કલાની કીર્તિરૂપ છે. આ ભવ્ય પ્રતિમા રાજા રાજમલ્લ સત્યવાકયના મંત્રી ચામુંડરાયે ઈ. સ. ૯૮૩માં કંડારાવી હતી. આ મૂર્તિ ૧૭.૨ મીટર ઊંચી છે. અંગેનું સમતોલપણું, મુખ પરના શાંત અને પ્રસન્ન ભાવ વાલ્મીક અને માધવી લતાથી લપેટાયેલી આ મૂર્તિનું સૌંદર્ય અદ્વિતીય છે. રાજા નીતિમાર્ગ (૯મી સદી)ને મૃત્યુશૈયા પર દર્શાવતું શિલ્પ પણ પશ્ચિમી ગંગ શૈલીનું
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy