________________
યોગ, અનુયોગ, મંત્રયોગ
પતંજલિ અને ચરક બંનેના અધ્યાપક મહામુનિ કાત્યાયન હતા. કાત્યાયન તક્ષશિલા વિદ્યાપીઠમાં નિદાન અને વ્યાકરણ ભણાવતા હતા. આયુર્વેદની દાર્શનિક ભૂમિકા દર્શાવે છે કે “કામસૂત્ર'ની જેમ તે પણ યોગિનો અંશ છે. (आयुर्वेदाश्च वेदाश्च विद्यातंत्रेभ्य एव च । आप्तेभ्यश्चाधिबोधव्या योगा ये પ્રતિક્ષાર: છે “કામસૂત્ર', (૭-૧-૪૯). યોગ અને સાંખ્યની અસર આપણાં બધાં શાસ્ત્રો ઉપર પડેલી છે.
આયુર્વેદની દાર્શનિક ભૂમિકા આયુર્વેદની દાર્શનિક ભૂમિકા બહુ સંક્ષેપમાં જોઈએ – સુશ્રુતનું ૨૫ તત્વોવાળું સાંખ્ય ષડધ્યાયી અથવા ષષ્ટિતંત્ર ઉપર બંધાયેલું છે, પણ ચરકનું ૨૪ તત્ત્વવાળું સાંખ્ય એથી પ્રાચીનતર છે. ચરકનો ઉત્પત્તિવાદ સાંખ્યાનુસારી છે, પણ એના પદાર્થવાદમાં સાંખ્યયોગના સિદ્ધાન્તનું મિશ્રણ છે. સાંખ્ય નિરીશ્વરવાદી છે, યોગ ઈશ્વરવાદી છે; આથી યોગને કેટલાક સેશ્વર સાંખ્ય માને છે. કણાદ “ન્યાયસૂત્ર” કરતાં ચરકનું વિમાનસ્થાન' જૂનું છે; બંનેએ કોઈ લુપ્ત ગ્રન્થમાંથી આ વિષય લીધા હોય. “ચરકસંહિતા'માં “સુશ્રુતસંહિતા', વાટથી “અષ્ટાંગહૃદય” અને “કૌટિલીય અર્થશાસ્ત્રની જેમ તંત્રયુક્તિઓ આપી છે. આ તંત્રયુક્તિઓનું મહત્ત્વ પ્રાચીનતર સંહિતાલેખક દઢબળે બતાવ્યું છે
अधीयानोऽपिशास्त्राणि तंत्रयुक्त्या विना भिषक् । नाधिगच्छति शास्त्रार्थान् अर्थान् भाग्यक्षये यथा ॥
(ચરક, ચિ. સ્થા. ૧૨-૪૮)
યોગસૂત્રમાં નિરૂપિત વિષયો ‘યોગસૂત્ર'નાં ચાર પાદ અને કુલ ૧૬૫ સૂત્ર છે. (નારદનાં ‘ભક્તિસૂત્રમાં ૨૫૬ અને શાંડિલ્યના ભક્તિસૂત્ર'માં કુલ ૧૦૦ સૂત્રો છે.) પ્રથમ પાદનું નામ સમાધિ, બીજા પાદનું નામ સાધન, ત્રીજાનું વિભૂતિ અને ચોથાનું કૈવલ્યપાદ છે. પ્રથમ પાદમાં યોગનું સ્વરૂપ, અને ચિત્તવૃત્તિ નિરોધના ઉપાયોનું વર્ણન છે; બીજા પાદમાં ક્રિયાયોગનું-અષ્ટાંગયોગનું, એના ફળનું તથા ચતુર્વ્યૂહનું વ્યાખ્યાન છે; ત્રીજા પાદમાં યોગજન્ય વિભૂતિઓનું અનુભવસિદ્ધ વિવેચન છે અને ચોથા પાદમાં પરિણામવાદનું સ્થાપન, વિજ્ઞાનવાદનું નિરાકરણ તથા વલ્યાવસ્થાનું સમુત્કીર્તન
૨-હેય, હે હેતુ, હાન, હાનોપાય એ ચતુર્વ્યૂહ છે; એનું નિરૂપણ સૂત્ર ૧૬૨૬માં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org