Book Title: Yoga Anuyoga ane Mantrayog Author(s): Bhogilal J Sandesara Publisher: B J InstitutePage 48
________________ ૨. અનુયોગ ૪૧ મનનું સ્વરૂપ મન ઇન્દ્રિય ખરી કે કેમ? એ વિષે ન્યાયસૂત્ર” અને “વૈશેષિક સૂત્ર સ્પષ્ટ રીત કંઈ કહેતાં નથી. ન્યાયસૂત્રમાં પ્રમેય નિરૂપણ કરતાં મહર્ષિ અક્ષપાદ ગૌતમે મનને ઈન્દ્રિયોથી ભિન્ન ગણાવ્યું છે અને ઈન્દ્રિયનિરૂપણમાં પાંચ બહિરિન્દ્રિયોનો જ ઉલ્લેખ કર્યો છે. આથી કોઈને એમ લાગે કે “ન્યાયસૂત્રકારને મન ઈન્દ્રિય તરીકે માન્ય નથી. પણ એનો પ્રતિવાદ કરતાં “ન્યાયસૂત્ર'ના ભાષ્યકાર મહર્ષિ વાત્સ્યાયને કહ્યું છે કે મન એ ઈન્દ્રિય છે, મનને બહિ ઈન્દ્રિયોથી ભિન્ન બતાવવાનું તાત્પર્ય એ છે કે મન અન્ય ઈન્દ્રિયોથી વિલક્ષણ છે (વાત્સ્યાયન ભાષ્ય', ૧-૧-૪). વાસ્યાયન જેવા મહાન ચિન્તકના સ્પષ્ટીકરણ પછી પણ સાંખ્યકારિકા' (કારિકા ૨૭)માં ઈન્દ્રિયોમાં મનનો સમાવેશ કર્યો છતાં સાંખ્યકારિકા' ઉપરની ટીકામાં માઠરાચાર્યે પ્રત્યક્ષ પ્રમાણના પાંચ પ્રકાર બતાવ્યા છે. એથી ફલિત થાય છે કે લૌકિક પ્રત્યક્ષમાં મનોજન્ય જ્ઞાનનો સમાવેશ કરવાનો સ્પષ્ટ નિર્દેશ નથી. જૈન આગમ સૂત્રો પૈકી “નંદિસૂત્ર” અને “અનુયોગદ્વાર સૂત્ર આ વાતનું સમર્થન કરે છે; એમાં લૌકિક પ્રત્યક્ષમાં પાંચ પ્રકારનાં અનુભવજન્ય જ્ઞાનનો સમાવેશ કર્યો છે. પ્રાચીન દાર્શનિકોએ માનસ જ્ઞાનનો વિચાર નહોતો કર્યો એમ નહિ. એમણે પ્રત્યક્ષ જ્ઞાનમાં લૌકિક પ્રત્યક્ષને સ્વતંત્ર સ્થાન આપ્યું છે. ચરકસંહિતા'માં પ્રત્યક્ષ જ્ઞાનના ઇન્દ્રિયજ અને માનસ એમ બે ભેદ પાડવામાં આવ્યા છે. ચરકની પરંપરાનું અનુસરણ કરી બૌદ્ધ આચાર્ય મૈત્રેયનાથે “યોગાચાર ભૂમિશાસ્ત્રમાં પ્રત્યક્ષના ચાર ભેદોમાં માનસ-પ્રત્યક્ષને સ્થાન આપ્યું છે. આથી જૈન આગમોમાં સાંવ્યવહારિક પ્રત્યક્ષમાં માનસ પ્રત્યક્ષની ગણના થઈ ન હોવા છતાં આચાર્ય અકલંકે સાંવ્યવહારિકને પ્રત્યક્ષ પ્રમાણ વધ્યું છે. (જુઓ મલ્લિષણકૃત સ્યાદ્વાદમંજરી'નું પ્રો.આનંદશંકર ધ્રુવનું સંપાદન અને પૂનામાં ૧૯૧૭માં મળેલા ઓરિએન્ટલ કોન્ફરન્સના પહેલા અધિવેશનમાં એમનો નિબંધ ત્રિવિધમનુમાન) અનુયોગદ્વાર સૂત્ર' અનુયોગદ્વાર સૂત્રમાં પ્રત્યક્ષના ત્રણ ભેદ ગણાવ્યા છે–(૧) પૂર્વવત, (૨) શેષવત અને (૩) દૃષ્ટિસાઈમ્યવતું. “ચરકસંહિતા'માં તથા ન્યાય, સાંખ્ય અને બૌદ્ધ દર્શનમાં અનુમાનના ત્રણ ભેદ બતાવ્યા છે (‘ચરકસંહિતા', સૂત્ર સ્થાન, અધ્યાય ૧૧, શ્લોક ૨૧-૨૨; “ન્યાયસૂત્ર', ૧-૧-૫). “સાંખ્યકારિકામાં નામ નથી, કેવળ ત્રણ પ્રકારનો મોઘમ ઉલ્લેખ છે, પણ “માઠરવૃત્તિમાં ત્રણેય નામ આપ્યાં છે, જો કે ત્રીજું નામ “સામાન્યતો દષ્ટ' છે.) ત્રીજા ભેદનું નામ “અનુયોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108