Book Title: Yoga Anuyoga ane Mantrayog
Author(s): Bhogilal J Sandesara
Publisher: B J Institute

View full book text
Previous | Next

Page 90
________________ . ૩. મંત્રયોગ કરનાર’ એવા અર્થનું, ‘માણભટ્ટ’ જેવું સામાન્ય નામ હશે.) ઉદયપ્રભસૂરિ વેશપલટો કરીને રાત્રે એની કથા સાંભળવા જતા હતા. એ બતાવે છે કે તેઓ ચૈત્યવાસી પરંપરાના હતા. સંવેગી સાધુઓ રાત્રે ઉપાશ્રયની બહાર નીકળતા નથી. વૈદ્યક, જ્યોતિષ, મંત્રવિદ્યા અને વ્યાપક જનસંપર્કને કારણે ચૈત્યવાસીઓ બીજી પણ અનેક વિદ્યાઓનું અધ્યયન કરતા હતા. ‘પ્રભાવકચરિત’ વર્ણવે છે કે બપ્પટ્ટિસૂરિના ગુરુબંધુ નન્નસૂરિ એકવાર કામસૂત્ર વિશે વ્યાખ્યાન આપતા એ સાંભળીને આમ રાજાના મનમાં અન્યથા ભાવ પેદા થયો હતો પણ, બપ્પભટ્ટ અને તેમના સમુદાયમાં બ્રહ્મચર્યપાલનનો આગ્રહ રાજાએ જોતાં એ પૂર્વગ્રહ દૂર થયો હતો. વાયડ ગચ્છના જીવદેવસૂરિએ શ્રાવક ગૃહસ્થો માટે ‘વિવેકવિલાસ’ (ઈ.સ.૧૨૨૦ આસપાસ) નામે સર્વસંગ્રહાત્મક ગ્રન્થ રચ્યો છે, તેમાં કામશાસ્ત્ર અને સંપ્રયોગની વાત પણ પ્રસંગવશાત્ આવે છે. નર્બુદાચાર્ય અથવા નર્મદાચાર્યે જૂની ગુજરાતીમાં ‘કોકશાસ્ર ચોપાઈ’ (સં.૧૯૫૬-ઈ.સ.૧૬૦૦) રચી છે. તથા એને અંતે પોતાની ગુરુ પરંપરા આપી, આ કાવ્ય વાંચનાર સ્ત્રી-પુરુષોનાં વિયોગ-દુઃખ દૂર થશે, એવી ફલશ્રુતિ વર્ણવી છે. એક બૌદ્ધ સાધુ પદ્મશ્રીએ ‘નાગરસર્વસ્વમ્’ નામે કામશાસ્ત્રનો સંસ્કૃત ગ્રન્થ લખ્યો હતો, જે તનસુખરામ ત્રિપાઠીએ સંપાદિત કરી પ્રગટ કર્યો છે. ૨ ૮૩ ચૈત્યવાસી આચાર્યો : શાન્તિસૂરિ અને સૂરાચાર્ય આ થોડુંક જરૂરી વિષયાન્તર થયું. પણ ગુજરાતમાં વિશેષતઃ મંત્રયોગની ચર્ચા સંક્ષેપમાં આગળ ચલાવીએ. વાદીવેતાલ શાન્તિસૂરિનો સ્વર્ગવાસ સં. ૧૦૯૬ (ઈ.સ.૧૦૩૦)માં થયો હતો; એટલે તેઓનો કાર્યકાળ ઈસવી સનની અગિયારમી સદીમાં હતો. એ સમયે રાજા ભીમદેવ પહેલો ગુજરાતમાં રાજ્ય કરતો હતો; તેની અનુમતિ લઈને શાન્તિસૂરિએ માળવા તરફ વિહાર કર્યો; એમનું સ્વાગત કરવા માટે ભોજરાજા રાજધાની ધારાનગરીથી પાંચ કોસ તેમની સામે આવ્યો. ભોજરાજાની સભામાંના અનેક વિખ્યાત વાદીઓને શાન્તિસૂરિએ પરાજિત કર્યા; તેથી ભોજે એમને ‘વાદીવેતાલ'નું બિરુદ આપ્યું તથા ઘણું ધન આપ્યું; એ માલવી સિક્કા બરાબર ગુજરાતનાં બારલાખ સાઠ હજાર થાય. તેમાંથી શાંતિસૂરિએ ચૈત્યો કરાવ્યાં સાઠ હજાર દ્રુમ્મ તેમણે પોતે જે થારાપક ગચ્છના ૨. પાટણ પાસેના વાયડ ગામ ઉપરથી વાયડ ગચ્છ (તથા વાયડા વાણિયા અને બ્રાહ્મણ) થયા. એ ગચ્છમાં, રૂઢિ અનુસાર આચાર્યોનાં જિનદત્ત, રાશિલ્લ અને જીવદેવ એ ત્રણ જ નામ પડતાં (અમરચન્દ્રસૂરિકૃત ‘બાલભારત’, અંતિમ સર્ગ, શ્લોક ૩૭). ‘પ્રભાવચરિત'માં વિક્રમરાજાના સમકાલીન જીવદેવસૂરિની મંત્રવિદ્યાની પરંપરાગત કથા વર્ણવાઈ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108