Book Title: Yoga Anuyoga ane Mantrayog Author(s): Bhogilal J Sandesara Publisher: B J InstitutePage 93
________________ યોગ, અનુયોગ, મંત્રયોગ जय तियणवरकप्परुक्ख जय जिणधन्वंतरि जय तिहुयण कल्लाणकोस दुरियक्करिके सरि । तिहुयणजणअविलंघि आण भुवणत्तयसामिअ कुणसु सुहाइं जिणेस पास थंभणपुरट्ठिय । શ્રાવકોના નિત્યપાઠનાં સ્તોત્રોમાં “જય તિહુયણનું સ્થાન છે. સ્તંભન પાર્શ્વનાથની મૂર્તિને થામણાથી ખંભાત લાવી ત્યાં એની પુન:પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ખંભાતમાં એ મન્દિર સ્તંભન પાર્શ્વનાથ ચૈત્ય તરીકે વિખ્યાત છે. ખંભાતના એ ચૈત્યના અધિષ્ઠાયક એ સમયે મલવાદી નામે આચાર્ય હતા, એમ “પ્રબન્ધકોશ', “ઉપદેશતરંગિણી' અને “વસ્તુપાલચરિત' નોધે છે. આ નોંધ જો પ્રમાણભૂત હોય તો, “નયચક્ર'ના કર્તા, વલભીમાં થયેલા મલવાદી પછી એ નામના બીજા આચાર્ય થયા હતા, એમ માનવું જોઈએ. ભરૂચના સુવ્રતસ્વામિ ચૈત્ય (જે પછીથી મસ્જિદ બની તે)ના અધિષ્ઠાયકો મહામાત્ય વસ્તુપાલના સમયમાં બાલહિંસસૂરિ અને તેમના શિષ્ય જયસિંહસૂરિ હતા. વસ્તુપાલનાં સુકૃત્યોનું વર્ણન કરતું કાવ્ય “વસ્તુપાલ તેજપાલ પ્રશસ્તિ એ ચૈત્યમાં મૂળ શિલાલેખ તરીકે કોતરાયું હતું; એ શિલાલેખ નાશ પામી ગયો છે, પણ એ કાવ્ય એક હસ્તપ્રતમાંથી મળ્યું છે. અમરચંદ્રસૂરિ અને બાલચન્દ્રસૂરિ એ સમયના વિદ્વાનો, કવિઓ અને માંત્રિકોમાં અમરચંદ્ર અને બાલચંદ્ર એ બે વિશેષ નોંધપાત્ર છે. “હમ્મીર મહાકાવ્ય'ના કર્તા નયચંદ્રસૂરિ (ઈ.સ.નો ૧૪ સૈકો) અમચંદ્રને બ્રહ્મજ્ઞપ્રવર', અને “મહાવ્રતધર’ તરીકે વર્ણવે છે. અમરચન્દ્રસૂરિના કલાગુરુ અથવા એમને વિદ્યાકલામાં પ્રવેશ કરાવનાર અરિસિંહ નામે ગૃહસ્થ હતા, જેમણે વસ્તુપાલનાં સત્યો વર્ણવતું “સુકૃતસંકીર્તન” કાવ્ય રચ્યું છે તથા જેમનાં સુભાષિતો “અરસી ઠકુર” નામથી જલ્પણની “સૂક્તિમુક્તાવલિ'માં ઉદ્ભૂત થયેલાં છે. દીક્ષા પછીના અમરચન્દ્રના જીવન વિષે કેટલીક હકીકતો વિલક્ષણ ચમત્કારો સાથે વણાઈ છે. કવિરાજ અરિસિહ પાસેથી અમરચન્દ્રને સિદ્ધસારસ્વત મંત્ર મળ્યો હતો. વાયડ ગચ્છના ભક્ત પા મંત્રીના વિશાળ સદનના એક ભાગમાં, એકાન્તમાં, - ૨. “પદ્માનંદ' મહાકાવ્ય અમરચન્દ્રસૂરિએ પદ્મમંત્રીના આશ્રય નીચે રહ્યું હતું, અને વસ્તુત: એમાં પ્રથમ તીર્થંકર આદિનાથનું ચરિત્ર હોઈ એ જિનેન્દ્રચરિત’પણ કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108