________________
૯૨
યોગ, અનુયોગ, મંત્રયોગ
“વીસાયંત્રવિધિ’ નામે તેમનો ગ્રન્થ છે, જે પદ્માવતી સ્તોત્ર અંતર્ગત કાવ્ય ઉપર વિવરણ રૂપે છે અને તેમાં અર્જુન પતાકા-વિજયયંત્ર'ના પ્રયોગનો વિધિ જણાવ્યો છે. અધ્યાત્મ વિષયમાં તેમની રચના “માતૃકાપ્રસાદ' નામે છે. એમાં મુખ્યત્વે ૐ નમ: સિદ્ધમ્ એ વર્ણાસ્નાયની વ્યાખ્યા આપી ઢંકારમાંથી ઉદ્ભવતાં રહસ્યો ફુટ કરી બતાવ્યાં છે. - મહાન દાર્શનિક યશોવિજયજી અને અધ્યાત્મયોગી આનંદઘનજી વિષે યોગ' વિશેના પ્રથમ વ્યાખ્યાનને અંતે સંક્ષિપ્ત વિવેચન કર્યું હોઈ, એની પુનરાવૃત્તિ અહીં નહિ કરીએ.
ઉપાધ્યાય યશોવિજયજી અને અધ્યાત્મયોગી આનંદઘનજી
યશોવિજયજીના સમકાલીન પણ વયમાં તેમના કરતાં જયેષ્ઠ લાભાનંદ નામે સાધુ હતા, જેઓ પાછળથી આનંદઘન તરીકે ઓળખાયા. તેઓ લોકસંગ ત્યજી વનમાં ચાલી નીકળ્યા હતા; એમનાં પદો ઉપર એવાજ અર્વાચીન સિદ્ધયોગી બુદ્ધિસાગરસૂરિએ વિવેચન કર્યું છે એ વિરલ સુયોગ છે.
મારગ ચલતે ચલત ગાત આનંદઘન પ્યારે,
રહત આનંદ ભરપૂર. એવી આનંદદશામાં વિહરતા આનંદઘનનો ગાઢ પરિચય યોગી અને નૈયાયિક, પણ ભક્તહૃદયી યશોવિજયજીને થયો હતો અને એથી પોતાને થયેલો આનંદ તેમણે આનંદઘનના ગુણાનુવાદ રૂપે પ્રગટ કર્યો છે
જશવિજય કહે સુન હો આનંદઘન, હમ તુમ મિલે હજૂર
જશવિજય કહે સુનત હિ દેખો, સુખ પાયો બહુત અભંગ. જશ કહે સો હી આનંદઘન પાવત, અંતર જ્યોત જગાવે.
કોઈ આનંદઘન છિદ્ર હી પેખત, જસરાય સંગ ચડી આયા; આનંદઘન આનંદરસ ઝીલત, દેખત હી જસ ગુણ ગાયા.
Jain Education International
For Private & Personal Use,Only
www.jainelibrary.org