Book Title: Yoga Anuyoga ane Mantrayog
Author(s): Bhogilal J Sandesara
Publisher: B J Institute

View full book text
Previous | Next

Page 104
________________ ૩. મંત્રયોગ (જેઓ શાશ્વત બ્રહ્મને જાણે છે તેઓ અંત કાળે ૩ નારાયાય નમઃ એવો જપ કરવાથી વિષ્ણુના પરમ પદને પામે છે.) વળી એમાં આગળ વિધાન છે— गत्वा गत्वा निवर्तन्ते सूर्यचन्द्रोदया ग्रहाः । अद्यापि न निवर्तन्ते द्वादशाक्षरचिन्तकाः ॥ (સૂર્યચન્દ્રાદિ ગ્રહો સ્વર્ગમાં જઈ જઈને પાછા આવે છે, પણ ૐ નમો ભાવતે વાસુટેવાય એ દ્વાદશાક્ષર મંત્રનું ચિન્તન કરનારા હજી પાછા વળ્યા નથી.) વલ્લભાચાર્ય-પ્રણીત પુષ્ટિમાર્ગમાં શ્રીવૃષ્ણ: શરણં મમ એ અષ્ટાક્ષર મંત્રનું અને શિવભક્તોમાં ૐ નમઃ શિવાય એ પંચાક્ષર મંત્રનું આવું જ વિશિષ્ટ સ્થાન છે. કર્મકાંડના હવિર્યજ્ઞ કરતાં ભક્તિમાર્ગમાં નામયજ્ઞ અથવા જપયજ્ઞનું સવિશેષ મહત્ત્વનું સ્થાન હોય એ સ્વાભાવિક છે. અહીં જપ એ જ મંત્ર છે. ભારતીય હિન્દુ ગૃહસ્થધર્મનું નિયમન કરતો ગ્રન્થ ‘માનવ ધર્મશાસ્ત્ર’ અથવા ‘મનુસ્મૃતિ’ આ વાતનું અસંદિગ્ધપણે સમર્થન કરે છે. જુઓ ‘મનુસ્મૃતિ’ના બીજા અધ્યાયમાંના શ્લોકો विधियज्ञाज्जपयज्ञो विशिष्टो दशभिर्गुणैः 1 उपांशुः स्याच्छतगुणः साहस्त्रो मानसः स्मृतः ॥८५॥ ૨૭ (કર્મકાંડની વિધિસહ થતા યજ્ઞ કરતાં જપયજ્ઞ દસગણો વિશિષ્ટ છે; તે ઉપાંશુ અર્થાત્ પાસે બેઠેલો મનુષ્ય પણ સાંભળે નહિ તેમ થાય તો સોગણો વિશિષ્ટ છે અને માનસિક એટલે જીભ અને હોઠના સંચલન વિના થાય તો સહસ્રગણો વિશિષ્ટ છે.) ये पाकयज्ञाश्चत्वारो विधियज्ञसमन्विताः 1 सर्वे ते जपयज्ञस्य कलां नार्हन्ति षोडशीम् ॥ ८६ ॥ (ગૃહસ્થે કરવાના પંચમહાયજ્ઞ-અંતર્ગત વૈશ્વદેવ હોમ બલિકર્મ, નિત્યશ્રાદ્ધ અને અતિથિ ભોજન એ ચાર પાકયજ્ઞો વિધિયજ્ઞ સહિત કરવામાં આવે, તે સર્વે જપ યજ્ઞના સોળમા અંશને પણ પાત્ર નથી.) जप्येनैव तु संसिद्धयेद् ब्राह्मणो नात्र संशयः । कुर्यादन्यत्र वा कुर्यान्मैत्रो ब्राह्मण उच्यते Jain Education International ઘટા (બ્રાહ્મણ અથવા બ્રહ્મજ્ઞ અથવા ભક્ત; ચૈત્ર એટલે બ્રહ્મલીન મનુષ્ય; તે જપથી જ સિદ્ધિ પામે છે, બીજું કંઈ તે કરે અથવા ન કરે.) For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108