________________
૯૮
૯૮
યોગ, અનુયોગ, મંત્રયોગ ગીતા ઉપરના શંકરાચાર્યના ભાગમાં.યજ્ઞાનાં નયજ્ઞો એ શ્લોકપાદનો કેવળ શબ્દાર્થ આપ્યો છે, કંઈ વિવેચન નથી. શંકરાચાર્યે વિષ્ણુસહસ્રનામ' ઉપર ભાષ્ય રચ્યું છે; એના પ્રાસ્તાવિક માહાભ્ય-શ્લોકોમાંનો નવમો શ્લોક આ પ્રમાણે છે—
एष मे सर्वधर्माणां धर्मोऽधिकतरो मतः ।
यद् भक्त्या पुंडरीकाक्षं स्तवैरर्चेन्नरः सदा ॥ (પુંડરીકાક્ષ વિષ્ણુની ભક્તિસહ પૂજા મનુષ્ય સદા સ્તુતિઓથી કરે તે ધર્મને હું સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ ગણું છું.)
“વિષ્ણુસહસ્રનામ”ના ભાષ્યમાં શંકરાચાર્ય તિ મહામાતે એવા ઉલ્લેખપૂર્વક મહાભારતનો એક શ્લોક ટાંકે છે. (આપણા પ્રાચીન ભાષ્યકારો અને ટીકાકારો ઉદ્ધરણોનાં મૂળ સ્થાન જોઈ-તપાસી શકાય એટલી વિગતો સામાન્ય રીતે આપતા નથી.)
जपस्तु सर्वधर्मेभ्यः परमो धर्म उच्यते ।
अहिंसया च भूतानां जपयज्ञः प्रवर्तते ॥ (જપયજ્ઞ એ સર્વધર્મોમાં ઉત્તમ ધર્મ કહેવાય છે. પ્રાણીઓની અહિંસા દ્વારા જપયજ્ઞ પ્રવર્તે છે.)
એક સમયે કર્મકાંડના યજ્ઞોમાં પશુહિંસા થતી હતી, તેનો અહીં પર્યાયથી નિષેધ કર્યો છે.
જપયજ્ઞ એ સૂક્ષ્મ અર્થમાં મંત્રયોગ છે. એકાગ્ર ચિત્તે અને શ્રદ્ધાપૂર્વક કરેલું નામસ્મરણ અધિક આત્મલાભ કરાવે છે અને સુખસંતોષનો ભાવ એ દ્વારા સરળતાથી સાધ્ય છે. હોમહવનો અને તંત્ર સાધના રાજસિક વૃત્તિઓને ઉત્તેજે છે, જ્યારે જપ સંપૂર્ણ સત્યનિષ્ઠ છે; એથી જ કહ્યું છે કે દ્રવ્યયજ્ઞ કરતાં જ્ઞાનયજ્ઞ શ્રેયસ્કર છે (શ્રેયાન વ્યવનિ યજ્ઞ જ્ઞાનયજ્ઞ: પરન્તપ | ગીતા ૪-) અમુક સમયમાં આત્મસાધન તરીકે અમુક જપ કરવાનો નિયમ કે પુરશ્ચરણ એ મોટા જપયજ્ઞ છે.
પણ જપ સમષ્ણવાળો હોય ત્યારે જ્ઞાનયજ્ઞમાં પરિણમે છે. હોઠ ફફડાવવાની ક્રિયા એ જપ નથી, પણ જલ્પ એટલે માત્ર બબડાટ છે. આથી જ, કોઈ મંત્ર યોગીએ કહ્યું છે કે વિદ્યાપારીવ તલા મંત્રહસ્થા અર્થ મંત્રવિદ્યાનું સ્વરૂપ પકડે ત્યારે એનું રહસ્ય સમજાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org