Book Title: Yoga Anuyoga ane Mantrayog
Author(s): Bhogilal J Sandesara
Publisher: B J Institute

View full book text
Previous | Next

Page 106
________________ ૩. મંત્રયોગ ૯૯ મંત્ર એ શબ્દબ્રહ્મનો આવિષ્કાર હોઈ કેવળ નાદ કે ધ્વનિ નથી; એમાં અભિધા, લક્ષણા અને વ્યંજના ઉપરાંત એક લોકોત્તર શક્તિ રહેલી છે. (પ્રત્યભિશાદર્શનની બે પ્રસિદ્ધ રચના “શબ્દશક્તિ પ્રકાશિકા' અને કામકલાવિલાસ' છે) મંત્રનો જપ એ વાચક શક્તિવાળો થવો જોઈએ. કોઈ પણ ઇષ્ટમંત્ર આપણે વૈખરી વાણીથી ઉચ્ચારીએ છીએ ત્યારે એ જપ નાદ બ્રહ્મનો સક્રિય દેહ અથવા તેનું મંત્રકાય તનુ બને છે. એમાં રહેલી નાદશક્તિ પરમ તત્ત્વના કોઈ અંશ, રૂપ કે ગુણને મધ્યમામાં ઉકેલે છે. ઈષ્ટ દેવતાનું રૂપ વૈખરીમાં પ્રાણમય અને મધ્યમામાં મનોમય હોય તે પછી સતત અભ્યાસને પરિણામે પશ્યતીમાં વિજ્ઞાનમય બનવા પામે છે. * જેમ ગુરુનું નામ બોલવું નહિ તેમ ગુરુમંત્ર કોઈને કહેવો નહિ, એવી ચાલતી આવેલી એક પ્રથા છે અને કેટલાક લોકો એને મંત્રરક્ષણ ગણે છે. પણ વસ્તુતઃ એમ નથી. મંત્રને સતત અભ્યાસ અને સાધનાથી વિદ્યાનું રૂપ આપવું એ મંત્ર રક્ષણ છે, કેમ કે અનુભવને પરિણામે વિદ્યાનું રૂપ પામેલો મંત્ર ખોવાતો કે ક્ષીણ થતો નથી, પરંતુ કોઈ પણ શાસ્ત્રનું જ્ઞાન મેળવવામાં અથવા એમાં ઊંડા ઊતરવામાં સહાય કરે છે. છેલ્લે, એક મહત્ત્વની વાત કહેવાનું મન થાય છે. યોગ, અનુયોગ અને મંત્રયોગનું, આ વ્યાખ્યાનો માટે, અધ્યયન કરતાં એક તરફ જૈન અનુગમ અને બીજી તરફ અન્ય ભારતીય અનુગમો વચ્ચે આધ્યાત્મિક અનુભવો પરત્વે કેવી આંતરિક એકતા પ્રવર્તે છે, એની વિશેષ ભાવે જાણ થઈ. માત્ર એક ઉદાહરણ આપું. “પૃથ્વીચંદ્રચરિત્ર' નામે પ્રસિદ્ધ ગુજરાતી ગદ્યકાવ્યના કર્તા જૈનાચાર્ય માણિક્યસુન્દરસૂરિ (સં.૧૪૭૮ = ઈ.સ.૧૪૨૨ આસપાસ) નેમિનાથ ફાગુ'ના સંસ્કૃત મંગલાચરણમાં ચિદાનંદ સ્વરૂપ પરબ્રહ્મની કેવી સ્તુતિ કરે છે, એ જુઓ– अलक्ष्यं दक्षानामपि न च सहस्राक्षनयनैनिरीक्ष्यं यद् वाच्यं न भवति चतुर्वक्त्रवदनैः । हविभुक्तारेन्दुग्रहपतिरुचां जैत्रमनघं परं किंचिज्ज्योतिर्जयति यतियोगीन्द्रविषयम् । अर्वाचीनै रलक्ष्याय दक्षाय दुरितच्छिदे । चिदानन्दस्वरूपाय परमब ह्मणे नमः ॥ આ સાંભળી આપ કદાચ કહેશો કે માણિક્યસુન્દરસૂરિ જૈન નથી, પણ વેદાન્તી છે. પણ આવા સમન્વયનાં ઉદાહરણ તો ઠેર ઠેર છે. એમાં ભારતીય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108