Book Title: Yoga Anuyoga ane Mantrayog
Author(s): Bhogilal J Sandesara
Publisher: B J Institute
Catalog link: https://jainqq.org/explore/001418/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શેઠ શ્રી પોપટલાલ હેમચન્દ અધ્યાત્મ વ્યાખ્યાનમાળા, ગ્રંથ-૪ યોગ, અનુયોગ અને મંત્રયોગ ડૉ. ભોગીલાલ જ. સાંડેસરા શેઠ ભો.જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ in Education International Page #2 -------------------------------------------------------------------------- ________________ શેઠ શ્રી પોપટલાલ હેમચન્દ અધ્યાત્મ વ્યાખ્યાનમાળા, ગ્રંથ-૪ યોગ, અનુયોગ અને મંત્રયોગ (ત્રણ વ્યાખ્યાન) ડૉ. ભોગીલાલ જ. સાંડેસરા નિવૃત્ત નિયામક, પ્રાચ્ય વિદ્યામંદિર, મ. સ. યુનિવર્સિટી વડોદરા AHMED INSTITUT શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશોધનવિદ્યાભવન, અમદાવાદ-૩૮૦૦૦૯. Page #3 -------------------------------------------------------------------------- ________________ YOGA, ANUYOGA AND MANTRAYOGA by. Dr. Bhogilal J. Sandesara પ્રકાશક: ડૉ. પ્રવીણચંદ્ર પરીખ નિયામક, ભો. જે. અધ્યયન સંશોધન વિદ્યાભવન, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯ પ્રથમ સંસ્કરણ વિ. સં. ૨૦૫૨ ઈ. સ. ૧૯૯૬ કિંમત રૂ. ૬૦-૦૦ મુદ્રક નૈષધ પ્રિન્ટર્સ નારણપુરા ગામ, અમદાવાદ - ૧૩. ફોન : ૭૪૭ ૧૬ ૨૭ કૉમ્પ્યુટર કંપોઝ નારાયણ કૉમ્પ્યુટર્સ નારણપુરા ગામ, અમદાવાદ - ૧૩. ફોન : ૭૪૭ ૧૬ ૨૭ Page #4 -------------------------------------------------------------------------- ________________ Page #5 -------------------------------------------------------------------------- ________________ શેઠશ્રી પોપટલાલ હેમચંદ સ્વર્ગવાસ સં. ૧૯૨૮, શ્રાવણ સુદ ૫ ને શનિવાર સં. ૨૦૦૧ આસો વદ ૫ ને ગુરુવાર તા. ૨૨-૭-૧૮૭૧ તા. ૨૫–૧૦–૧૯૪૫ જમ. Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય * શેઠ શ્રી પોપટલાલ હેમચંદ અધ્યાત્મ વ્યાખ્યાનમાળા અંતર્ગત ડૉ. ભોગીલાલ. સાંડેસરાનાં “યોગ, અનુયોગ અને મંત્રયોગ” વિષય પરનાં વ્યાખ્યાનોને પુસ્તકાકારે પ્રગટ કરતાં આનંદ અનુભવાય છે. આ વ્યાખ્યાનમાળા મુખ્યત્વે જૈન દષ્ટિએ આત્મપરમાત્મતત્ત્વને અને આનુષંગિકપણે જૈન દર્શનના સંદર્ભમાં અન્ય મતોની સમીક્ષાને પણ સ્પર્શે છે. ઉપરાંત જૈન વિદ્યાના જૈનદર્શનપરક વિષયોને પણ આમાં આવરી લેવાયા છે. આ વ્યાખ્યાનમાળાના ઉપક્રમે અત્યાર સુધીમાં ત્રણ વ્યાખ્યાન–શ્રેણીઓ યોજાઈ છે, જેમાં અનુક્રમે ડૉ. આર. ડી. રાનડેએ “The Conception of Spiritual Life in Mahatma Gandhi and Hindi Saints” (a44 પર, પંડિત સુખલાલજીએ ‘અધ્યાત્મ વિચારણા' વિશે અને ડો. પદ્મનાભજૈનીએ નૈન પ્રાય મેં મોક્ષ, અવતાર મૌરપુનર્જન્મ' વિશે વ્યાખ્યાનો આપ્યાં છે. આ સર્વવ્યાખ્યાનો શેઠ શ્રી પોપટલાલ હેમચંદ અધ્યાત્મ વ્યાખ્યાનમાળા ગ્રંથશ્રેણીના ઉપક્રમે પ્રકાશિત કરવામાં આવ્યાં છે. સુપ્રસિદ્ધ વિદ્વાન ડૉ. ભોગીલાલ સાંડેસરાએ આ વ્યાખ્યાનમાળાના ઉપક્રમે “યોગ, અનુયોગ અને મંત્રયોગ' વિષય પર ત્રણ વ્યાખ્યાનો આપવાનું સ્વીકારેલું અને તા. ૭૧૨-૯૨ થી તા. ૯-૧૨-૯૨ના ત્રણ દિવસો દરમ્યાન આ વ્યાખ્યાનો અપાય તેવું આયોજન કરેલું, પરંતુ એ દિવસોમાં અમદાવાદમાં ભારે અશાંતિ પ્રવર્તતી હોઈ આ વ્યાખ્યાનો મુલતવી રખાયાં હતાં. તે પછી ડૉ. સાંડેસરાને નાદુરસ્ત તબિયતને કારણે અમેરિકા જવાનું થયું અને ત્યાંથી તેઓ લાંબા સમય સુધી પરત ન આવી શકે એવો સંજોગ પેદા થયો. અલબત્ત, ડૉ. સાંડેસરાનાં આ વ્યાખ્યાનો લિખિત સ્વરૂપે પ્રાપ્ત થયાં હોઈ એ ત્રણે વ્યાખ્યાનોમાં સમાવાયેલાં એમનાં મંતવ્યોને એક વ્યાખ્યાનમાં સમાવતું લખાણ ડૉ. ચીનુભાઈ નાયક જેવા વિદ્વાન તૈયાર કરી આપે એમ ઠર્યું. તદનુસાર ડૉ. ચીનુભાઈ નાયકે તા. ૨૧-૧-૯૪ના રોજ એ વ્યાખ્યાન આપ્યું એ માટે અમો એઓશ્રીના આભારી છીએ. - આ વ્યાખ્યાનો અંગે કેટલીક વિગતોની સ્પષ્ટતા મેળવવામાં ઠીક ઠીક સમય વ્યતીત થયો. દરમ્યાનમાં ડૉ. સાંડેસરાનું અવસાન થતાં તેઓશ્રીએ તૈયાર કરી આપેલાં વ્યાખ્યાનો જેમનાં તેમ પ્રકાશિત કરવાનું નક્કી થયું. તદનુસાર આ વ્યાખ્યાનો અત્રે પ્રકાશિત કરવામાં આવ્યાં છે. ' ડૉ. સાંડેસરા જેવા જૈનવિદ્યા અને દર્શનના મૂર્ધન્ય વિદ્વાને પોતાની અસ્વસ્થ તબિયત હોવા છતાં, જૈનવિદ્યા અને દર્શન તેમ જ સંસ્થા પ્રત્યેની પ્રીતિથી પ્રેરાઈને આ વ્યાખ્યાનો તૈયાર કરી આપ્યાં એ માટે સદ્દગતના અમે ઋણી છીએ. શેઠ શ્રી પોપટલાલ હેમચંદનો ફોટોગ્રાફ ઉપલબ્ધ કરી આપવા માટે અમે શ્રી હેમન્તકુમાર ચીમનલાલ બ્રોકરના આભારી છીએ. ગ્રંથના સુઘડ મુદ્રણ માટે નૈષધ પ્રિન્ટર્સવાળા શ્રી નરેન્દ્રભાઈ ધન્યવાદને પાત્ર છે. ભો. જે. વિદ્યાભવન પ્રવીણચંદ્ર પરીખ અમદાવાદ-૯. નિયામક Page #7 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા વ્યાખ્યાન-૧ઃ યોગ પૃ. ૧-૨૫ પતંજલિ પૂર્વે (૨), યોગસૂત્ર (૨), યોગ અને આયુર્વેદ (૩), આયુર્વેદની દાર્શનિક ભૂમિકા (૪), યોગસૂત્રમાં નિરૂપિત વિષયો (૪), માનસશાસ્ત્ર અને યોગ (૬), ઈશ્વર તત્ત્વ વિશે યોગશાસ્ત્ર અને વિવિધ દર્શનો (૭), યોગશાસ્ત્ર અને જૈન દર્શન (૮), યોગસાધના અને ગૃહસ્થ (૧૧), હેમચંદ્રાચાર્યકુત યોગશાસ્ત્ર (૧૧), અન્યયોગવ્યવચ્છેદકાત્રિશિકા અને સ્યાદ્વાદમંજરી (૧૩), યોગશાસ્ત્રમાં વસ્તુનિરૂપણ (૧૪), જિનપ્રભસૂરિકૃત ભવ્યચરિત' (૧૯), જયશેખરસૂરિકત ત્રિભુવનદીપકપ્રબંધ' (૨૧), નૈયાયિક અને યોગસાધક : યશોવિજયજી ઉપાધ્યાય (૨૩), ઉપસંહાર (૨૪). વ્યાખ્યાન - ૨: અનુયોગ પૃ. ૨૬-૬૪ આત્મતત્ત્વવિચાર (૨૬), દૈતવાદ (૨૭), આત્માનું સ્વરૂપ (૨૮), દેહાત્મવાદભૂતાત્મવાદ (૨૮), પ્રાણાત્મવાદ-ઈન્દ્રિયવાદ (૩૦), મનોમય આત્મા (૩૧), પ્રજ્ઞાત્મા, પ્રજ્ઞાનાત્મા, વિજ્ઞાનાત્મા (૩૨), આનંદાત્મા (૩૩), પુરુષ, ચેતન, આત્મા, ચિદાત્મા અને બ્રહ્મ (૩૩), બુદ્ધનો અનાત્મવાદ (૩૪), દાર્શનિકોનો આત્મવાદ ૩૭), જૈન દર્શન (૩૮), વેદાન્તના સંપ્રદાયો (૩૮), શૈવમત અથવા પ્રત્યભિજ્ઞાદર્શન (૪૦), મનનું સ્વરૂપ (૪૧), અનુયોગદ્વારસૂત્ર (૪૧), ચાર અનુયોગો (૪૩), આગમના ભેદ : લૌકિક અને લોકોત્તર (૪૪), આત્માગમ, અનંતરાગમ, પરંપરાગમ (૪૪), શ્રુતકેવલી અને દશપૂર્વી (૪૫), આગમપ્રામાણ્ય (૪૫), પાર્થાપત્યો અને મહાવીરના અનુયાયીઓ વચ્ચે ભેદ (૪૬), જૈનદર્શનમાં વાદવિદ્યા (૪૭), ધર્મકથા, અર્થકથા અને કામકથા (૫૦), 'વસુદેવ હિડી' અને “વસુદેવચરિત' (૫૦), જૈન પ્રમાણશાસ્ત્ર અને વાદશાસ્ત્ર (૫૩), સૂત્રશૈલીનો પ્રથમગ્રંથ ‘તત્ત્વાર્થસૂત્ર(૫૪), તત્ત્વાર્થસૂત્રની જ્ઞાનમીમાંસા (૫૪), નબન્યાયની શૈલીએ યશોવિજયજીની દાર્શનિક રચનાઓ (૬૦), “અનુયોગદ્વાર'નો શબ્દાર્થવિમર્શ (૬૧), ભાષાની સંજ્ઞાઓની વ્યુત્પત્તિમૂલક અને અર્થમૂલક ચર્ચા (૬૪). વ્યાખ્યાન-૩: મંત્રયોગ પૃ. ૬પ-૧૦૦ મંત્ર-મહેશ્વર' (૬૫), “અથર્નાગિરસ (૬૬), શૈવતંત્ર-દક્ષિણ અને વામ (૬૭), “તંત્ર” એટલે શું? (૬૮), યંત્ર (૬૯), જૈન મંત્રવાદ અને પૂર્વ સાહિત્ય (૭૦), પાર્શ્વનાથની પરંપરામાં મંત્રવિદ્યા (૭૨), પાર્શ્વનાથ અને મહાવીરનાં મહાવ્રતો (૭૪), ચૈત્ય અને ચૈત્યવાસી (૭૬), ચૈત્યવાસી આચાર્યો (૭૭), ચૈત્યવાસી વિદ્વાનોનું પ્રદાન (૮૦), ચૈિત્યવાસીઓ અને સંગીત (૮૧), ચૈત્યવાસીઓ અને સમાજ (૮૧), ચૈત્યવાસી આચાર્યો : શાંતિસૂરિ અને સૂરાચાર્ય (૮૩), નવાંગવૃત્તિકાર અભયદેવસૂરિ (૮૫), અમરચંદ્રસૂરિ અને બાલચંદ્રસૂરિ (૮૬), ચંદ્રસૂરિ અને સાગરચંદ્રસૂરિ (૮૯), ધર્મઘોષસૂરિ અને સોમપ્રભસૂરિ (૮૯), અંચલગચ્છ અને તપાગચ્છના મુનિસુંદરસૂરિ (૯૦), શુભસુંદરગણિ (૯૦), મેઘવિજય ઉપાધ્યાય (૯૧), ઉપાધ્યાય યશોવિજયજી અને અધ્યાત્મયોગી આનંદઘનજી (૯૨), પંડિત વીરવિજયજી (૯૪), જપયજ્ઞ (૯૫). Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧. યોગ योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन । योऽपाकरोत्तं प्रवरं मुनीनां पतंजलिं प्रांजलिरा नतोऽस्मि । – વિજ્ઞાનભિક્ષુ पातंजलमहाभाष्यचरकप्रतिसंस्कतैः । मनोवाक्कायदोषाणां हंऽहिपतये नमः ॥ – ચરકના ટીકાકાર ચક્રપાણિદત્ત सूत्राणि योगशास्त्रे वैद्यकशास्त्रे च संहितामतुलाम् । कृत्या पतंजलिमुनिः प्रचारयमास जगदिदं त्रातुम् ॥ – રામચન્દ્ર દીક્ષિત इति चरके पतंजलिः । – નાગોજી ભટ્ટ कायवाग्बुद्धिविषया ये मलाः समवस्थिताः । चिकित्सालक्षणाध्यात्मशास्त्रस्तेषां विशुद्धये ॥ વાક્યપદીય' ૧. ભારતપ્રસિદ્ધ એક પ્રાચીન અનુશ્રુતિ એવી છે કે પતંજલિએ “યોગસૂત્ર' રચ્યાં, આયુર્વેદમાં “ચરકસંહિતા' લખી અને શબ્દશાસ્ત્રમાં “મહાભાષ્યનું પ્રણયન કર્યું; એ અનુશ્રુતિ પતંજલિને શેષ નામનો અવતાર ગણે છે. પતંજલિ અને ચરક બંનેએ પુરુષપુર(પેશાવર) પાસેના વનમાં વસીને પોતપોતાની સંહિતાઓ રચી. ચરક પોતાને “ચરકસંહિતા'ના કર્તા નહિ, પ્રતિસંસ્કર્તા તરીકે ઓળખાવે છે; આત્રેય, પુનર્વસુ અને ભેલની પ્રાચીનતર સંહિતાઓનો સંસ્કાર એ “ચરકસંહિતા' એમ તેઓ કહે છે. વળી પતંજલિ અને ચરક સમકાલીન તેમજ નજીકનાં સ્થળોએ વસતા હોઈ પરસ્પરની કૃતિઓને સંસ્કારે એમ પણ બને. “રાજતરંગિણી' અનુસાર, આ સંસ્કરણ કાશ્મીરમાં થયું હતું. અલબત્ત, આ અનુશ્રુતિના અનુમોદનમાં, આથી વિશેષ, કોઈ ઐતિહાસિક પુરાવો નથી. Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨ યોગ, અનુયોગ, મંત્રયોગ પતંજલિ પૂર્વે ‘યોગસૂત્ર’ એ યોગશાસ્ત્રનો પ્રાચીનતમ ઉપલબ્ધ ગ્રન્થ છે. ‘યોગસૂત્ર’કાર પતંજલિ પૂર્વેનાં નિદાન એક હજાર વર્ષમાં યોગ, દર્શન અને વ્યાકરણના અનેક મહાન આચાર્યો થઈ ગયા હતા. પાણિનિ (ઈ.સ.પૂર્વે ૫૦૦ આસપાસ) તેમજ પતંજલિનાં સૂત્રો અને ભાષ્યોનો મૂલાધાર એ લુપ્ત ગ્રન્થો છે. ‘યોગસૂત્ર’ એ સૂત્રપદ્ધતિને રચાયેલી અતિસંક્ષિપ્ત કૃતિ હોઈ એમાં કોઈ પુરોગામીનો ઉલ્લેખ આવે નહિ, એ સ્વાભાવિક છે. પણ પાણિનિ યાસ્કના ‘નિરુક્ત’ એ (ઈ.સ.પૂર્વે ૭૦૦ આસપાસ)નો તથા શાકટાયન, આપિશલિ, સ્ફોટાયન, શાલ્ય,ચાકવર્મા, સેનક, ગાર્ગી, ગાલવ આદિ પુરોગામીઓનો નામ દઈને ઉલ્લેખ કર્યો છે, બતાવે છે કે પાણિનિ પૂર્વે અનેક વ્યાકરણો હતાં. પ્રાચ્યો વિષેના પાણિનિના ઉલ્લેખો ઉપરથી કેટલાકે ઐન્દ્ર વ્યાકરણના અસ્તિત્વનું અનુમાન કર્યું છે, જેનું સ્થાન પાણિનિના વ્યાકરણે લઈ લીધું. પતંજલિના શકવર્તી ‘મહાભાષ્ય’(ઈ.સ. પૂર્વે ૧૨૦ આસપાસ) ઉપરાંત પાણિનિનાં સૂત્રો ઉપર કેટલીક આનુષંગિક રચનાઓ થઈ છે, જેમાં કાત્યાયનકૃત ‘વાર્તિક’(ઈ.સ.પૂર્વે ૩00 આસપાસ), જયાદિત્ય અને વામનની ‘કાશિકાવૃત્તિ’(ઈ.સ.નો સાતમો સૈકો) અને ‘ધાતુપાઠ’, શાકટાયન અને વરુચિષ્કૃત ગણાતાં ‘ઊણાદિસૂત્ર’ અને શાન્તવનકૃત ‘ફિસૂત્ર'નો ઉલ્લેખ કરી શકાય. જે ‘યોગસૂત્ર’ પતંજલિકૃત ‘યોગસૂત્ર’ એ યોગશાસ્ત્રનો અતિસંક્ષિપ્ત છતાં સૌથી પ્રમાણભૂત ગ્રન્થ છે, અને એના વિષે ભાષ્યો ઉપરાંત નાની મોટી બહુસંખ્ય રચનાઓ સંસ્કૃતમાં તેમજ વિવિધ લોકભાષાઓમાં થઈ છે, જેની પૂરી તપાસ હજી થઈ નથી. ‘યોગસૂત્ર’નું સ્થાન એમાં સર્વોચ્ચ છે. એનાં ત્રણ કારણ છે—ગ્રન્થનો અતિસંક્ષેપ, વિષયની સ્પષ્ટતા અને પૂર્ણતા તથા કર્તાનો માધ્યસ્થ ભાવ અને અનુભવ સિદ્ધિ: શંકરાચાર્યે ‘બ્રહ્મસૂત્ર' ઉપરના પોતાના ભાષ્યમાં યોગદર્શનનો પ્રતિવાદ કરતાં લખ્યું છે અથ સમ્ય વર્ગના મ્યુપાયો યોગ:। એની રચના વિચારતાં એ સ્પષ્ટ છે કે શંકરાચાર્ય સમક્ષ પતંજલિના ‘યોગસૂત્ર'થી ભિન્ન કોઈ યોગશાસ્ત્ર હતું. શાંકરભાષ્યમાં યોગ વિષયક બે ઉલ્લેખો છે (૧-૩-૩૩) અને (૨-૪-૯૨), જે પતંજલિમાં નથી. વાસુદેવશાસ્ત્રી અભંકરે પતંજલિના વ્યાકરણ ‘મહાભાષ્ય’ના મરાઠી ભાષાન્તરમાં આ બે ઉલ્લેખોનો નિર્દેશ કર્યો છે. પણ યોગવિષયક પ્રસ્તુત સૂત્ર વિષે કંઈ ઊહાપોહ કર્યો નથી. પરન્તુ એટલું સ્પષ્ટ છે કે પતંજલિ પૂર્વેનાં Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧. યોગ યોગશાસ્ત્ર શંકરાચાર્ય સમક્ષ હતાં. પણ સૈકાઓ થયાં આપણી પાસે પાતંજલ ‘યોગસૂત્ર’ સિવાય યોગશાસ્ત્રનો એકેય મૂલ ગ્રન્થ નથી. યોગ અને આયુર્વેદ યોગશાસ્ત્ર અને આયુર્વેદની દાર્શનિક ભૂમિકા સમાન હોઈ આયુર્વેદ પણ ચતુર્વ્યૂહાત્મક છે. એ વિષે ‘યોગસૂત્ર’શું કહે છે એ જુઓ- યથા ચિત્સિાશાસ્ત્ર चतुर्व्यूहम् - रोगो रोगहेतुरारोग्यं भैषज्यमिति, एवमिदमपि शास्त्रं चतुर्व्यूहमेव तद्यथा-संसारः संसारहेतुर्मोक्षो मोक्षोपाय इति । तत्र दुःखबहुलः संसारोद्धेयः । प्रधानपुरुषयोः संयोगो योगहेतुः । संयोगस्य त्यन्तिकी निवृत्तिर्हानम् । हानोपायः સમાવર્શનમ્ । (‘યોગસૂત્ર’૨-૧૫ ઉપર વ્યાસભાષ્ય) ૩ ‘ચરકસંહિતા’ના પહેલા અધ્યાયનું નામ છે- વીર્યનીવિતમધ્યાયમ્ । દીર્ઘ જીવનની આરોગ્યમય પ્રાપ્તિ એ આયુર્વેદનું ધ્યેય છે. દીર્ધ જીવનની પ્રાપ્તિ માટે ભરદ્વાજ ઋષિ આયુર્વેદ શીખવા માટે ઈન્દ્ર પાસે ગયા હતા. ચરક કહે છે કે અનન્તપાર (સરખાવો અનન્તવામિદ્દ શબ્દશાસ્ત્રમ્ ) આયુર્વેદના અભ્યાસથી ભરદ્વાજને અમિત આયુ પ્રાપ્ત થયું હતું. ચરકનો સમર્થ ટીકાકાર ચક્રપાણિદત્ત કહે છે કે પ્રાણિમાત્રના ઉપકારાર્થે શીખેલા ( નાત્માર્થ નાપિ ામાર્થમથ મૂતળ્યાં પ્રતિ) આયુર્વેદશાસ્ત્રથી ભરદ્વાજને અમિત આયુ મળ્યું અને દીર્ધ જીવનની ઈચ્છા રાખનાર બીજા ઋષિઓએ આયુને વધારનાર વેદને-આયુર્વેદને પ્રજાહિતની કામનાથી પ્રસાર્યો (વીર્યમાŕશીર્ષનો વેટું વચનમાત્મનઃ । સૂત્ર ૧-૨૭) ‘ચરકસંહિતા’ના પ્રતિસંસ્કર્તા દઢબલે મુક્ત કંઠે ઉચ્ચાર્યું છે કે दीर्घमायुः यशः स्वास्थ्यं त्रिवर्गं चापि पुष्कलम् । सिद्धिं चानुत्तमां लोके प्राप्नोति विधिना पठन् । (સિ. સ્થા. ૧૨-રૂપ) આયુર્વેદમાં જીવનની વ્યાખ્યા-“શરીર, ઇન્દ્રિય, સત્ત્વ અને આત્માનો સંયોગ,”એવી છે. ‘ચરકસંહિતા’ના શ્રદ્ધાપૂર્વક અધ્યયન અને તદનુસાર આમરણથી દીર્ધાયુપ્રાપ્તિ થવી જોઈએ, એવી એના કર્તાને શ્રદ્ધા છે; આયુર્વેદ આ લોક અને પરલોક ઉભયના હિત સારુ છે– तस्यायुषः पुण्यतमो योगो योगविदां वरः । लोकयोरुभयोर्हितम् ॥ (સૂ. ૧-૪૩) Page #11 -------------------------------------------------------------------------- ________________ યોગ, અનુયોગ, મંત્રયોગ પતંજલિ અને ચરક બંનેના અધ્યાપક મહામુનિ કાત્યાયન હતા. કાત્યાયન તક્ષશિલા વિદ્યાપીઠમાં નિદાન અને વ્યાકરણ ભણાવતા હતા. આયુર્વેદની દાર્શનિક ભૂમિકા દર્શાવે છે કે “કામસૂત્ર'ની જેમ તે પણ યોગિનો અંશ છે. (आयुर्वेदाश्च वेदाश्च विद्यातंत्रेभ्य एव च । आप्तेभ्यश्चाधिबोधव्या योगा ये પ્રતિક્ષાર: છે “કામસૂત્ર', (૭-૧-૪૯). યોગ અને સાંખ્યની અસર આપણાં બધાં શાસ્ત્રો ઉપર પડેલી છે. આયુર્વેદની દાર્શનિક ભૂમિકા આયુર્વેદની દાર્શનિક ભૂમિકા બહુ સંક્ષેપમાં જોઈએ – સુશ્રુતનું ૨૫ તત્વોવાળું સાંખ્ય ષડધ્યાયી અથવા ષષ્ટિતંત્ર ઉપર બંધાયેલું છે, પણ ચરકનું ૨૪ તત્ત્વવાળું સાંખ્ય એથી પ્રાચીનતર છે. ચરકનો ઉત્પત્તિવાદ સાંખ્યાનુસારી છે, પણ એના પદાર્થવાદમાં સાંખ્યયોગના સિદ્ધાન્તનું મિશ્રણ છે. સાંખ્ય નિરીશ્વરવાદી છે, યોગ ઈશ્વરવાદી છે; આથી યોગને કેટલાક સેશ્વર સાંખ્ય માને છે. કણાદ “ન્યાયસૂત્ર” કરતાં ચરકનું વિમાનસ્થાન' જૂનું છે; બંનેએ કોઈ લુપ્ત ગ્રન્થમાંથી આ વિષય લીધા હોય. “ચરકસંહિતા'માં “સુશ્રુતસંહિતા', વાટથી “અષ્ટાંગહૃદય” અને “કૌટિલીય અર્થશાસ્ત્રની જેમ તંત્રયુક્તિઓ આપી છે. આ તંત્રયુક્તિઓનું મહત્ત્વ પ્રાચીનતર સંહિતાલેખક દઢબળે બતાવ્યું છે अधीयानोऽपिशास्त्राणि तंत्रयुक्त्या विना भिषक् । नाधिगच्छति शास्त्रार्थान् अर्थान् भाग्यक्षये यथा ॥ (ચરક, ચિ. સ્થા. ૧૨-૪૮) યોગસૂત્રમાં નિરૂપિત વિષયો ‘યોગસૂત્ર'નાં ચાર પાદ અને કુલ ૧૬૫ સૂત્ર છે. (નારદનાં ‘ભક્તિસૂત્રમાં ૨૫૬ અને શાંડિલ્યના ભક્તિસૂત્ર'માં કુલ ૧૦૦ સૂત્રો છે.) પ્રથમ પાદનું નામ સમાધિ, બીજા પાદનું નામ સાધન, ત્રીજાનું વિભૂતિ અને ચોથાનું કૈવલ્યપાદ છે. પ્રથમ પાદમાં યોગનું સ્વરૂપ, અને ચિત્તવૃત્તિ નિરોધના ઉપાયોનું વર્ણન છે; બીજા પાદમાં ક્રિયાયોગનું-અષ્ટાંગયોગનું, એના ફળનું તથા ચતુર્વ્યૂહનું વ્યાખ્યાન છે; ત્રીજા પાદમાં યોગજન્ય વિભૂતિઓનું અનુભવસિદ્ધ વિવેચન છે અને ચોથા પાદમાં પરિણામવાદનું સ્થાપન, વિજ્ઞાનવાદનું નિરાકરણ તથા વલ્યાવસ્થાનું સમુત્કીર્તન ૨-હેય, હે હેતુ, હાન, હાનોપાય એ ચતુર્વ્યૂહ છે; એનું નિરૂપણ સૂત્ર ૧૬૨૬માં છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧. યોગ એ મુખ્ય છે. પતંજલિનાં “યોગસૂત્ર'નો પાયો એ કપિલદેવનો સાંખ્યસિદ્ધાન્ત છે, આથી એના પ્રત્યેક પાદને અંતે યોજાશાત્રે સરક્યyવેવને એવો ઉલ્લેખ છે. એનો અર્થ એ થયો કે સાંખ્યશાસ્ત્રથી ભિન્ન દર્શન-આધારિત યોગશાસ્ત્રો પતંજલિના સમયમાં વિદ્યમાન હતાં. પાતંજલ યોગસૂત્ર ઉપર અનેક ટીકાઓ-વાર્તિકો રચાયાં છે, પણ વ્યાસકૃત ભાષ્ય' તથા વાચસ્પતિ મિશ્રકૃત ટીકા એમાં મુખ્ય છે. સર્વ ભારતીય દર્શનોનું અંતિમ સાધ્ય શું? એ વિષયમાં બે પક્ષ છે - એક પક્ષનું સાધ્ય શાશ્વત સુખ નથી; તે એય માને છે કે શાશ્વત સુખ જેવી હોઈ વસ્તુ નથી, અંતિમ ધ્યેય તો દુઃખની આત્યંતિક નિવૃત્તિ છે. બીજો પક્ષ આત્યંતિક સુખની પ્રાપ્તિને મોક્ષ માને છે. વૈશેષિક, નૈયાયિક, સાંખ્ય, યોગ, અને બૌદ્ધ દર્શન પ્રથમ પક્ષમાં માને છે; વેદાન્ત અને જૈન દર્શનની શ્રદ્ધા બીજા પક્ષમાં છે. યોગશાસ્ત્રનો વિષયવિચાર એના અંતિમ ધ્યેય અનુસાર થાય છે. એના મુખ્ય ચાર વિભાગ છે- હેય, હેય-હેતુ, હાન અને હાનોપાય. આ વર્ગીકરણ પતંજલિએ પોતે કર્યું છે અને માધ્યકાર વ્યાસે એને “ચતુર્વ્યૂહાત્મક કહ્યું છે. “સાંખ્યસૂત્રમાં પણ એ જ વર્ગીકરણ છે. ભગવાન બુદ્ધે આ ચતુર્વ્યૂહને ચાર આર્યસત્ય તરીકે ઉપદેશ્યાં છે અને પતંજલિનાં આઠ યોગાંગોની જેમ, બુદ્ધે ચોથા આર્ય સત્યના સાધન તરીકે આર્ય અષ્ટાંગનો ઉપદેશ કર્યો છે. ( ૩-કપિલમુનિ ગુર્જર દેશમાં સિદ્ધપુરમાં થયા; એમની સ્મૃતિરૂપ બિન્દુસરોવર હજી ત્યાં છે. તેઓ કર્દમ ઋષિના પુત્ર હતા. માતા દેવહૂતિને તેમણે સાંગનો ઉપદેશ આપ્યો હતો. એનું વિસ્તૃત વર્ણન “ભાગવત’ના પાંચમા સ્કંધમાં છે. દેવહૂતિના અપાયેલા ઉપદેશને કારણે માતાનું શ્રાદ્ધ સિદ્ધપુરમાં થતું હોઈ “માતૃગયા' કહેવાય છે. પિતાનું શ્રાદ્ધ મગધમાં બોધગયામાં થાય છે. ૪-આ ટીકા-વાર્તિક તે વ્યાસકૃત “ભાષ્ય', વાચસ્પતિમિશ્રકૃત “તત્ત્વવૈશારદી' ટીકા, ભોજદેવકૃત “રાજમાર્તડ, નાગોજીભઠ્ઠ કૃત ‘વૃત્તિ, વિજ્ઞાન ભિક્ષુ કૃત “વાર્તિક', “યોગચંદ્રિકા', “મણિપ્રભા', “ભાવાગણેશીય વૃત્તિ, તથા બાલરામ ઉદાસીનકૃત “ટિપ્પણ' ઠેઠ અઢારમા સૈકામાં ગુજરાતમાં મહોપાધ્યાય યશોવિજયજીએ ગંગેશના નવ્ય ન્યાયની રીતિએ રચેલી ગહન ટીકા અને સાતમા સૈકામાં હરિભદ્રસૂરિએ લખેલા “યોગવિંશિકા' આદિ ગ્રન્થો નોંધપાત્ર છે. (જોકે યશોવિજયજીએ એમની ટીકાનો સરલ સાર એમના ગુજરાતી પદોમાં આપ્યો છે !) ૫. તત્યન્તવિમોક્ષો પવ: I “ન્યાયસૂત્ર' ૧-૧-૨૨ ૬. ઈશ્વરકૃષ્ણકૃત “સાંખ્યકારિકા ૧-૩ ૭, યોગદર્શનમાં હાન તત્ત્વનો સ્વીકાર કરીને દુ:ખના આત્યંતિક નાશને હાન કહ્યું છે. ૮. બુદ્ધના બીજા આર્ય સત્ય નિરોધનો ભાવાર્થ દુઃખનો નાશ છે. ૯. વેદાન્તમાં બ્રહ્મને સચ્ચિદાનંદ માન્યું છે; આથી વેદાન્ત અનુસાર નિત્ય સુખ તે મોક્ષ. ૧૦. જૈન દર્શનમાં આત્મા સુખ સ્વરૂપ છે; આથી મોક્ષમાં સુખની અભિવ્યક્તિ તે માને છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ યોગ, અનુયોગ, મંત્રયોગ દુઃખ હોય છે, અવિદ્યા હેયનું કારણ છે, દુઃખનો આત્યંતિક નાશ હાન છે અને વિવેક ખ્યાતિ એ હાનનો ઉપાય છે. માનસશાસ્ત્ર અને યોગ આજના માનસશાસ્ત્રમાં જેને Impulses કહે છે તેને પ્રાચીનોએ “વેગ” તરીકે વર્ણવ્યા છે અને ક્યા વેગોને રોકવા અને કયારે નહિ એ વિષે પણ સૂક્ષ્મ માહિતી આપી છે. આજકાલ Instincts દ્વારા ભિન્ન મનોવૃત્તિઓનું વિધાન થાય છે, તેને પ્રાચીન આચાર્યોએ સૂક્ષ્મ વાસનાઓ ગણી છે. એ બાબતમાં પ્રાચ્ય અને નવીન માનસશાસ્ત્રીઓ વચ્ચે મૂળભૂત ભેદ છે. એક તરફ યોશ્ચિત્તવૃત્તિનિરોધ: કહેનાર પતંજલિ જેવો મહાયોગી અને ચિત્તક છે; બીજી તરફ ચિત્તવૃત્તિઓનું દમન કરવાથી માનસિક રોગો પેદા થાય છે અને કામેષણાવાદ જ ઇષ્ટ છે એમ કહેનાર સિગમંડ ફ્રોઈડ યંગ અને તેના અનુયાયીઓ છે તથા આધુનિક સમયમાં એવા ભારતીય ઉપદેશકો પણ છે. ભારતની પ્રાચીન વિચારધારામાં ચિત્તવૃત્તિઓના નિરોધ ઉપરાંત યમ, સંયમ, નિયમ, દપ આદિને અગત્યનું સ્થાન છે; માનસિક રોગોની ચિકિત્સામાં જ્ઞાન, વિજ્ઞાન, ધૈર્ય, સ્મૃતિ અને સમાધિ ઉપરાંત દૈવવ્યપાશ્રય ચિકિત્સા, સૂચવાયેલાં છે, કેમકે રજસ અને તમસ દૂર થાય નહિ ત્યાં સુધી માનસ રોગો મટતા નથી. “સખ્તાવજ્ય' અર્થાતુ અહિત પદાર્થોમાંથી મને ખેંચી લેવું એટલે કે મનોનિગ્રહને ત્રિવિધ ઔષધોમાં સ્થાન છે (ચરક, સૂ.૧૧). અગાઉ કહ્યું તેમ, આયુર્વેદના મૂલગ્રન્થોમાં નાડીતંત્ર છે જ નહિ. પણ હઠયોગીઓએ નાડીતંત્રનો ઊંડો અભ્યાસ કર્યો છે. એમના ગ્રન્થોમાં તથા યોગીઓએ રચેલાં, ભારતની લોકભાષાઓનાં ભજનોમાં સુષુમ્મા (Spinal Chord) DOLCLL (Right Sympathetic Trunk), (Left Sympathetic Trunk), સહસ્ત્રાર ચક્ર (Gurebrum) વગેરેના ઉલ્લેખો વારંવાર આવે છે, પણ યોગીઓ મોક્ષ માટે દત્તચિત્ત હતા, એમનો ઉદેશ ચિકિત્સા નહોતો; આથી એમના અનુભવનો સીધો લાભ ચિકિત્સાને મળ્યો નહિ. આ કારણે આયુર્વેદમાં નિદ્રાપ્રદ અને દુઃખનિવારક દવાઓ (Tranquilizers) નથી. ઔષધ લેનારને ચરક કહે છે विधूय मानसान् दोषान् कामादीनशुभोदयान् । एकाग्रमनसा पीतं सभ्यग् योगाय कल्पते ॥ કામ, ક્રોધ, લોભ આદિ વિકારોથી ઉત્પન્ન થતા માનસ દોષને ફેંકી દઈ, મનને એકાગ્ર કરી પીધેલું ઔષધ સમ્યક યોગમાં પરિણમે છે.” Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧. યોગ આમ છતાં આપણે ત્યાં માનસરોગના તજજ્ઞો હતા ખરા. આ દૃષ્ટિએ તદ્વિદ્યસેવા’ શબ્દ (ચ.સૂ.૧૧-૧૭) ધ્યાનમાં લેવા જેવો છે. ચરકનો ટીકાકાર ચક્રપાણિદત્ત એને મનસવ્યાપનવેલી તરીકે સમજાવે છે. मानसं प्रति भैषज्यं त्रिवर्गस्यान्ववेक्षणात् । तद्विद्यसेवा विज्ञानमात्मादीनां च सर्वशः ॥ | (ચ સૂ.૧૧-૪૭) માનસરોગનું ઔષધ ત્રિવર્ગ (ધર્મ, અર્થ, કામ) થી તેમ જ આત્માદિના બળવાળા મનુષ્યો પાસે જઈને તેમની સેવામાં રહેવું વગેરે બતાવે છે. માનસ જ્ઞાન-વિજ્ઞાને થપ્પતિસમા (ચ.સૂ.૧-૫૮) આયુર્વેદની જ્ઞાનમીમાંસા અને યોગમીમાંસાની આટલી ચર્ચા કર્યા પછી આપણે ફરી પાછા પાતંજલ યોગસૂત્ર'ના પ્રથમ પાકના વિમર્શ ઉપર આવીએ. હાતા” એ દુઃખથી છૂટકારો મેળવવા ઈચ્છનાર દ્રષ્ટા અથવા ચેતનનું નામ છે. યોગશાસ્ત્રમાં સાંખ્ય, વૈશેષિક, નૈયાયિક, બૌદ્ધ, જૈન અને પૂર્ણપ્રજ્ઞ (મધ્વ) દર્શનની જેમ ચૈતવાદ છે અર્થાત્ એકાધિક ચૈતન્ય માનવામાં આવ્યું છે. યોગશાસ્ત્ર ચેતનને - આત્માને જૈન દર્શનની જેમ દેહપ્રમાણ નથી માનતું, મધ્વસંપ્રદાયની જેમ અણપ્રમાણ નથી માનતું; પરન્તુ સાંખ્ય, વૈશેષિક, નૈયાયિક અને શાંકર વેદાન્તની જેમ એને વ્યાપક માને છે. એ જ રીતે યોગશાસ્ત્ર આત્માને જૈન દર્શનની જેમ પરિણામી-નિત્ય નથી માનતું અને બૌદ્ધ દર્શનની જેમ ક્ષણિક અનિત્ય પણ નથી માનતું, પણ સાંખ્ય આદિ પૂર્વોક્ત દર્શનોની જેમ ફૂટસ્થ-નિત્ય માને છે. ઈશ્વર તત્ત્વ વિષે યોગશાસ્ત્ર અને વિવિધ દર્શનો ઈશ્વર વિષે યોગશાસ્ત્રનું મંતવ્ય સાંખ્ય દર્શનથી ભિન્ન છે. સાંખ્ય દર્શન આત્માથી અતિરિક્ત ઈશ્વરમાં નથી માનતું, પણ યોગશાસ્ત્ર માને છે. યોગશાસ્ત્ર ઈશ્વરને પ્રકૃતિથી ભિન્ન માન્યો છે, પણ તૈયાયિક વગેરેની જેમ ઈશ્વરમાં નિત્યજ્ઞાન, નિત્ય ઈચ્છા અને નિત્યકૃતિનો સંબંધ નહિ માનતાં એને સ્થાને સત્ત્વગુણનો પ્રવર પ્રકર્ષ માનીને જંગદુદ્ધારની બધી વ્યવસ્થા વહેંચી દીધી છે. યોગશાસ્ત્ર દશ્ય જગતને જૈન, વૈશેષિક અને નૈયાયિક દર્શનોની જેમ પરમાણુનો પરિણામ નથી માનતું, પણ શાંકરવેદાન્તની જેમ બ્રહ્મનો વિવર્ત માને Page #15 -------------------------------------------------------------------------- ________________ યોગ, અનુયોગ, મંત્રયોગ છે; બૌદ્ધ દર્શનની જેમ શૂન્ય અથવા વિજ્ઞાનાત્મક માનતું નથી, પણ સાંખ્ય દર્શનની જેમ પ્રકૃતિનું પરિણામ તથા અનાદિ – અનંત પ્રવાહરૂપ માને છે. યોગશાસ્ત્રમાં વાસના, કલેશ અને કર્મનું નામ જ સંસાર છે તથા વાસનાદિનો અભાવ અને આત્માનું સ્વરૂપાવસ્થાન એ મોક્ષ છે. એમાં સંસારનું મૂલ કારણ અવિદ્યા છે અને મોક્ષના હેતુ રૂપ સમગ્ર દર્શન અથવા યોગજનિત વિવેક ખ્યાતિ છે. આમ છતાં યોગશાસ્ત્રનો આધાર કોઈ એક દર્શન ઉપર નથી, પણ એમાં સર્વદર્શન સમન્વય છે. દાખલા તરીકે, સાંખ્યનો નિરીશ્વરવાદ નિરસ્ત થયો, પણ પતંજલિએ પોતાના યોગમાર્ગમાં ઈશ્વરોપાસનાને સ્થાન આપ્યું અને ઈશ્વર તત્ત્વનું એવું નિરૂપણ કર્યું, જે સર્વને માન્ય થાય. પતંજલિએ ઉપાસનાની ભિન્નતા તથા ઉપાસનામાં આધારરૂપ પ્રતીકોની ભિન્નતા સ્વીકારી અને સર્વ પ્રકારના ઉપાસકોને યોગમાર્ગમાં સ્થાન આપ્યું. અન્ય દર્શનોના જે સિદ્ધાન્ત તથા પ્રક્રિયા આ યોગસાધનામાં ઉપયોગી લાગ્યાં તે તેમણે સ્વીકાર્યા. બૌદ્ધ દર્શનના વિજ્ઞાનવાદનું નિરસન તેમણે “યોગસૂત્ર'ના ચોથા પાદમાં કર્યું, છતાં ભગવાન બુદ્ધનાં ચાર આર્ય સત્યોનો સ્વીકાર કર્યો. - યોગદર્શનનું સાદૃશ્ય બીજાં દર્શનોની તુલનાએ જૈન દર્શન સાથે અધિક છે. આ સાદશ્ય મુખ્યત્વે ત્રણ પ્રકારનું છે : શબ્દનું, વિષયનું અને પ્રક્રિયાનું. યોગશાસ્ત્ર અને જૈનદર્શન માત્ર મૂલ યોગસૂત્રમાં જ નહિ, પરંતુ એના ભાષ્યમાં પણ એવા અનેક • પારિભાષિક શબ્દો છે, જે જૈન દર્શનમાં વિશેષ પ્રસિદ્ધ છે, જેમકે ભવપ્રત્યય, સવિતર્ક સવિચાર નિર્વિચાર, મહાવ્રત, કૃતકારિત અનુમોદિત, પ્રકાશાવરણ, સોપક્રમ, નિરુપક્રમ, વજસંહનન, કેવલી, કુશલ (જુઓ યોગસૂત્ર' ર-૨૭ ભાષ્ય તથા “દશવૈકાલિક' નિર્યુક્તિગાથા ૧૮૬), જ્ઞાનાવરણીય કર્મ, સમ્યગુ જ્ઞાન, સમ્યગુદર્શન, સર્વજ્ઞ, ક્ષીણકલેશ, ચરમદેહ, ઈત્યાદિ. પ્રસુખ તન, આદિકલેશાવસ્થા, પાંચ યમ, યોગજન્ય વિભૂતિ, સોપક્રમ નિરુપક્રમ કર્મનું સ્વરૂપ તથા એનાં દષ્ટાન્ત, અનેક કાર્યોનાં નિર્માણ આદિ વિષયોની ચર્ચા વિશેષતઃ જૈન દર્શનની સમીપ છે. પરિણામી નિત્યતા અર્થાત ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય પ્રકારે ત્રિરૂપ વસ્તુ | માનીને તદનુસાર ધર્મધર્મીની પ્રક્રિયાનું વિવેચન જૈન દર્શનની સમાન છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧. યોગ આ વિચારસમતાને કારણે સિદ્ધસેન દિવાકર અને હરિભદ્રસૂરિ જેવા પ્રકાંડ જૈનાચાર્યોએ મહર્ષિ પતંજલિ પ્રત્યે પોતાનો આદર પ્રગટ કર્યો છે તથા પોતાના ગ્રન્થોમાં અનેક સ્થાને પતંજલિના યોગસૂત્ર'માંના પારિભાષિક શબ્દોને જૈન પરિભાષા સાથે મેળવીને બંનેની એકતાનો માર્ગ તેમણે ખોલ્યો છે. આચાર્ય હેમચન્દ્ર તેમજ ઉપાધ્યાય યશોવિજયજીએ “યોગસૂત્ર'ને જૈન પ્રક્રિયા અનુસાર સમજાવવાનો માર્મિક પ્રયત્ન કર્યો છે. સિદ્ધસેન દિવાકરે તો એથી આગળ વધી યોગસુત્ર'માંની કેટલીક ગૂઢ ચર્ચા વિષે કાવ્યમય ‘દ્વત્રિશિકા' રચી છે તથા હરિભદ્રસૂરિએ પતંજલિને અનુસરી વિંશતિવિશિકા'માં જૈન યોગમાર્ગ પ્રગટ કર્યો છે. એમની બહુશ્રુતતા, સર્વતોમુખી પ્રતિભા, માધ્યસ્થભાવ અને સમન્વયશક્તિનો પરિચય માટે પ્રજ્ઞાચક્ષુ પં.સુખલાલજીએ “સમદર્શી આચાર્ય હરિભદ્ર' વિષે મુંબઈ યુનિવર્સિટીમાં આપેલાં પાંચ વ્યાખ્યાનો જોવા વિનંતી છે. યોગશતક', “યોગવિંશિકા'; “યોગદષ્ટિસમુચ્ચય' અને “યોગબિન્દુ’ એ હરિભદ્રસૂરિના યોગવિષયક ચાર ગ્રન્થોમાં એમની યોગવિષયક શતમુખી પ્રતિભાનો સ્રોત વહેતો જણાશે. જૈન શાસ્ત્રોમાં આધ્યાત્મિક વિકાસક્રમનું પ્રાચીન સ્વરૂપ ચૌદ ગુણ સ્થાન, ચાર ધ્યાન અને બહિરાત્મ આદિ ત્રણ અવસ્થાઓમાં મળે છે. હરિભદ્રસૂરિએ આ આધ્યાત્મિક વિકાસનું યોગરૂપે વર્ણન કર્યું છે. એમાં એમણે વિશિષ્ટ શૈલીનો વિનિયોગ કર્યો છે તે આ પતંજલિ પછીના યોગ સાહિત્યમાં અદ્વિતીય ગણાય એવી છે. હરિભદ્રસૂરિએ પોતાની રચનાઓમાં યોગ વિષયક અનેક ગ્રન્થકારો અને ગ્રન્થોનો ઉલ્લેખ કર્યો છે, જે હજી પ્રાપ્ત થયા નથી. ૧૧ કાલના અપરિમિત પ્રવાહમાં વાસનારૂપી સંસારની લાંબી નદીનો વેગ છે, જેનાં મૂલ અનાદિ છે, પણ મુખ સાજો છે. તો આપણે માટે પ્રશ્ન એ છે કે આવા ગહન અનાદિ પ્રવાહમાં આધ્યાત્મિક વિકાસનો પ્રારંભ ક્યારે થાય છે ? અને એ આરંભ સમયે આત્માનાં લક્ષણ કેવાં હોય છે? એનો ઉત્તર આચાર્ય હરિભદ્ર યોગબિન્દુમાં આપ્યો છે. તેઓ કહે છે કે જ્યારે આત્મા ઉપર મોહનો પ્રભાવ ઘટવા લાગે છે ત્યારે આધ્યાત્મિક વિકાસનો સૂત્રપાત થાય છે. એ સૂત્રનો, બરાબર પૂર્વવર્તી સમય જૈન ફિલસૂફીમાં “અચરમપુદ્ગલપરાવર્ત' નામથી ઓળખાય છે. અચરમપુદ્ગલપરાવર્ત” અને “ચરમપુદ્ગલપરાવર્ત' કાલ વચ્ચે સિધુ અને બિન્દુ જેટલું અંતર હોય છે (જુઓ સિદ્ધસેન દિવાકરકૃત “મુક્યદેષદ્ધાત્રિશિકા', ૨૮.) ૧૧.ગોપેન્દ્ર, કાલાતીત, ભદત ભાસ્કર બન્યુ, ભગવદત્ત વાદી, ઇત્યાદિ. Page #17 -------------------------------------------------------------------------- ________________ યોગ, અનુયોગ, મંત્રયોગ જે આત્માનો સંસારપ્રવાહ ચરમપુદ્ગલપરાવર્તપરિમાણ શેષ રહે છે, એને જૈન તત્ત્વજ્ઞાનમાં “અનુપુનર્બન્ધક અને સાંખ્યદર્શનમાં નિવૃત્તાધિકાર પ્રકૃતિ' કહે છે. (જુઓ યોગબિન્દુ, ૧૭૮, ૨૦૧.) આ ઊંચી શાસ્ત્રીય પરિભાષામાં વાત થઈ. વૃદ્ધ વાદીએ સિદ્ધસેન દિવાકરને, ભરવાડે કહેલું એક અપભ્રંશ પદ્ય સંભળાવ્યું હતું नवि मारियइ नवि चोरियइ, परदारगमण निवारियइं । थोवई थोवउं दाइयइं इम सग्गि टगुमगु जाइयइं ॥ (‘પ્રભાવકચરિત'માં “વૃદ્ધવાદીચરિત” તથા “પ્રબન્ધકોશ'માં “વૃદ્ધ વાદી પ્રબન્ધ') અત્તપુનબંધક અથવા નિવૃત્તાધિકાર પ્રકૃતિવાળા આત્માનું આંતરિક લક્ષણ એટલું જ છે કે એના ઉપર મોહનો પ્રભાવ ઓછો થાય છે અને મોહ ઉપર આત્માનો પ્રભાવ શરૂ થાય છે. અહીં આધ્યાત્મિક વિકાસનો આરંભ છે. અહીંથી યોગમાર્ગનો બીજારંભ હોવાને કારણે આત્માની પ્રત્યેક પ્રવૃત્તિમાં સરલતા, નમ્રતા, ઉદારતા, પરોપકાર આદિ સદાચાર જણાય છે. વિકાસોન્મુખ આત્માનો એ બાહ્ય પરિચય છે. આટલી સમજૂતી આપીને આચાર્ય હરિભદ્ર યોગના આરંભથી માંડી યોગની પરાકાષ્ઠા સુધીનો આધ્યાત્મિક ક્રમિક આધ્યાત્મિક વિકાસ સ્પષ્ટ કરવા માટે એની પાંચ ભૂમિકા પાડે છે અને જૈન પરિભાષા સાથે બૌદ્ધ અને યોગની પરિભાષાનો સમન્વય કરે છે અને યોગદર્શનની વિભિન્ન દર્શનોને સંમત એકરૂપતા સ્કુટ કરે છે. અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય એ યોગની પાંચ ભૂમિકાઓ છે. એમાંની પહેલી ચાર ભૂમિકાઓને મહર્ષિ પતંજલિ સંપ્રજ્ઞાત અને અંતિમ ભૂમિકાને અસંપ્રજ્ઞાત કહે છે. (જુઓ “યોગબિન્દુ, ૪૧૮, ૨૦). યોગદષ્ટિ સમુચ્ચયમાં આધ્યાત્મિક વિકાસક્રમનું નિરૂપણ “યોગબિન્દુની તુલનાએ જુદી રીતે છે. એમાં યૌગિક વિકાસ પૂર્વેની આત્માની સ્થિતિને “ઓઘદૃષ્ટિ કહીને એનો તરતમ ભાવ હરિભદ્ર સમજાવે છે અને પછી આધ્યાત્મિક વિકાસના આરંભથી માંડી અંત સુધી જોવા મળતી યોગાવસ્થાને “યોગદષ્ટિ કહે છે. યોગાવસ્થાની આ ક્રમિક વૃદ્ધિ સમજાવવા માટે તેઓ એને આઠ ભૂમિકામાં વહેંચે છે. પ્રસ્તુત આઠ ભૂમિકાનો વિકાસ મહર્ષિ પતંજલિકત આઠ યોગાંગોને આધારે છે. આ આઠ યોગાંગ તે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. પ્રત્યેક ભૂમિકા સાથે પ્રત્યેક યોગાંગનો તાર્કિક સંબંધ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧. યોગ તેમણે બતાવ્યો છે. પહેલી ચાર ષ્ટિઓનો સંબંધ યોગની પ્રારંભિક અવસ્થા સાથે હોવાને કારણે એમાં અવિદ્યાનો અલ્પ અંશ રહે છે ખરો. અંતિમ ચાર દષ્ટિમાં અવિદ્યાનો લોપ થાય છે. એ ભાવને આચાર્ય હરિભદ્રે ‘વેદ્યસંવેદ્યપદ’ એવા અર્થવાહક શબ્દ વડે અદ્ભુત રીતે સ્પષ્ટ કર્યો છે. વળી આ ચાર દૃષ્ટિઓ સાથે થતા વિશિષ્ટ આધ્યાત્મિક વિકાસને ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ જેવી ત્રણ ભૂમિકામાં વહેંચીને ત્રણેય યોગદૃષ્ટિનું સમર્થ નિરૂપણ તેમણે કર્યું છે. આ ચાર પ્રકારના યોગીઓનાં લક્ષણ વર્ણવીને આચાર્ય હરિભદ્ર યોગશાસ્ત્રના અધિકારી કોણ હોય, એ બતાવ્યું છે. યોગસાધના અને ગૃહસ્થ સામાન્ય રીતે ત્યાગી સંન્યાસીઓને યોગના અધિકારી માનવામાં આવે છે. આચાર્ય હરિભદ્રે ‘યોગવિંશિકા'માં ગૃહસ્થ અને સાધુની આવશ્યક ક્રિયાઓને યોગરૂપ ગણીને તે દ્વારા આધ્યાત્મિક વિકાસ થતો વર્ણવ્યો છે. આધ્યાત્મિક ક્રિયાઓ દ્વારા થતી યોગસાધનાને તેમણે પાંચ ભૂમિકાઓમાં વહેંચી છે - સ્થાન, શબ્દ, અર્થ, આલંબન અને નિરાલંબન. આ પાંચ ભૂમિકાઓમાં કર્મયોગ અને જ્ઞાનયોગનો સમન્વય કરતાં આચાર્ય પહેલી બે ભૂમિકાઓને કર્મયોગ અને પછીની ત્રણ ભૂમિકાઓને જ્ઞાનયોગ તરીકે વર્ણવે છે. પ્રત્યેક ભૂમિકામાં ઇચ્છા, પ્રવૃત્તિ, થૈર્ય અને સિદ્ધિરૂપે આધ્યાત્મિક વિકાસનો તરતમ ભાવ દર્શાવ્યો છે અને પ્રત્યેક ભૂમિકા તથા એની ઇચ્છા, પ્રવૃત્તિ આદિ અવાન્તર સ્થિતિનું લક્ષણ, રોચક રીતે નિરૂપ્યું છે. (‘યોગવિંશિકા', ગાથા ૫-૬). પાંચ ભૂમિકાની અંતર્ગત વિભિન્ન સ્થિતિઓનું વર્ણન કરતાં આચાર્યે યોગના ૮૦ ભેદ પાડ્યા છે, પણ મહત્ત્વનું એ છે કે એનું ધ્યાનથી અધ્યયન કરનાર સાધક તુરત સમજી શકે કે પોતે કયા સોપાન ઉપર ઊભો છે. ૧૧ હેમચન્દ્રાચાર્યકૃત યોગશાસ્ત્ર’ હિરભદ્રસૂરિ પછી યોગમાર્ગમાં વિશિષ્ટ પ્રદાન ઈ.સ.ના બારમા સૈકામાં થયેલા હેમચન્દ્રાચાર્યનું છે. ગુજરાતના તત્કાલીન રાજા કુમા૨પાલને, એની રાજ્યપ્રાપ્તિ પૂર્વેના દુઃખના દિવસોમાં આચાર્યે મોટી સહાય કરી હતી. એ રઝળપાટ દરમિયાન કુમારપાલ ભારતના અનેક યોગીઓના સંપર્કમાં આવ્યો હતો અને તેને યોગમાર્ગ પ્રત્યે પ્રીતિ થઈ હતી. પચાસ વર્ષની પ્રૌઢ વયે કુમારપાલ ગાદીએ આવ્યો હતો. તેની યોગશાસ્ત્રની જિજ્ઞાસા તૃપ્ત કરવા માટે Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૨ યોગ, અનુયોગ, મંત્રયોગ હેમચન્દ્રાચાર્યે “યોગશાસ્ત્રની રચના કરી હતી, એ વાતનો ઉલ્લેખ તેમણે આ પ્રમાણે કર્યો છે– વિવેકી પરિષદના ચિત્તને ચમત્કારમાં નાખી દેનાર યોગની આ ઉપનિષદ, શાસ્ત્રથી ગુરથી અને કંઈક અનુભવથી જાણીને, ચૌલુક્ય વંશના કુમારપાલ રાજાની અત્યંત અભ્યર્થનાથી મેં–હેમચન્દ્ર-વાણીના માર્ગમાં, સ્થિર કરી છે” (યોગશાસ્ત્ર, પ્રકરણ ૧, શ્લોક ૨ની વૃત્તિ). * આ શ્લોક ઉપર વિશેષ વિચારણા કરતાં આચાર્યે જણાવે છે: “કુમારપાલને પોતાની ઉપાસના પ્રિય હતી, તેણે અન્ય શાસ્ત્રો જોયાં હતાં. આથી તેને પુરોગામી યોગશાસ્ત્રથી વિશિષ્ટ યોગશાસ્ત્ર સાંભળવાની ઈચ્છા થઈ.” આમ “યોગશાસ્ત્ર”ની રચનામાં કુમારપાલ નિમિત્ત હતો, પણ આખોયે ગ્રન્થ હેમચન્દ્ર સર્વ મુમુક્ષુઓને લાભ થાય એવી રીતે લખ્યો છે. આ માટે અનેક દૃષ્ટાન્ત-સભર વિસ્તૃત ટીકા તેમણે રચી છે. એ વિષે પ્રસ્થના આરંભમાં તેઓ જણાવે છે-“જેમને અભુત યોગની સંપત્તિ સિદ્ધ છે અને જેઓ મુક્તિથી વિરાજિત છે એવા શ્રી મહાવીરને નમસ્કાર કરી, મારા “યોગશાસ્ત્રના અર્થનો વિસ્તૃત નિર્ણય ભવ્ય અથવા મુમુક્ષુ જનોના બોધ માટે હું રચું છું.” વૃત્તિની અંતિમ પ્રશસ્તિમાં આચાર્ય કહે છે– “ચૌલુક્ય રાજાએ કરેલી પ્રાર્થનાથી પ્રેરણા પામેલા મેં, સ્વરચિત, તત્ત્વજ્ઞાનરૂપ અમૃતના સમુદ્ર સમાન યોગશાસ્ત્રની આ વૃત્તિ રચી છે; જૈન ધર્મના ઉપદેશથી શોભતી તે વૃત્તિ, સ્વર્ગ, ભૂમિ અને પાતાળ એમ ત્રણેય લોકમાં આનંદપૂર્ણ બની પ્રસરી ! યોગશાસ્ત્રમાંથી અને તેની વૃત્તિમાંથી મેં જે સત્કર્મ પ્રાપ્ત કર્યું હોય તે વડે ભવ્યજન ધર્મના બોધરૂપી લાભમાં પ્રણયવાળો થાઓ !” યોગશાસ્ત્રમાં આચાર્યશ્રીએ ત્રણ સાધન જણાવ્યાં છે. શાસ્ત્ર, સદ્ગુરુની વાણી અને આત્માનુભવ. આ ઉપરાંત અન્યત્ર તેમણે કહ્યું છે: “શ્રમરૂપી સમુદ્રમાંથી, સદ્દગુરુના સંપ્રદાયમાંથી અને સ્વાનુભવથી આ “યોગશાસ્ત્ર' રચાય છે.” બારમાં પ્રકાશના આરંભમાં તેઓ જણાવે છેઃ “શ્રુતસમુદ્રમાંથી અને ગુરમુખેથી મેં જે જાણ્યું તે સમ્યફ પ્રકારે અહીં બતાવ્યું છે. હવે મને જે અનુભવ સિદ્ધ થયું તે સર્વતત્ત્વ પ્રગટ કરું છું”— श्रुताम्भोधेरधिगम्य सम्प्रदायाश्च सद्गुरोः । स्वसंवेदनतश्चापि योगशास्त्रं विरच्यते ॥ અને આગળ ઉમેરે છે– Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧. યોગ “જેનો નિર્ણય થયો ન હોય તેવા યોગ માટે શાસ્ત્રની વિસ્તૃત રચના કેવળ શબ્દ અને વાક્યના બંધથી કરવી ઉચિત નથી.’ ‘અન્યયોગવ્યવઐદદ્વાત્રિંશિકા’ અને ‘સ્યાદ્વાદમંજરી’ યોગશાસ્ત્ર એ અપૂર્વ સિદ્ધિનું શાસ્ત્ર છે. એમાં સાધક વિપરીત માર્ગે જાય નહિ, એ જોવાનું ઉપદેશકનું કર્તવ્ય છે. આ શાસ્ત્ર રાજા કુમા૨પાલના પરિશીલન અને જીવનયોગ માટે રચાયું હોઈ એમાં મૌલિકતા કરતાં યોગસિદ્ધાન્તને પ્રમાણભૂત રીતે પ્રતિપાદિત ક૨વાની હેમચન્દ્રની પ્રતિજ્ઞા હતી. પોતાનો પ્રતિપાદ્ય વિષય, આથી, એક સામાન્ય જૈનને સુબોધ જણાય એ રીતે રજૂ કરવાનું તેમનું આયોજન છે. પતંજલિએ ઉપદેશેલાં યોગમાર્ગનાં યમનિયમ આદિ અષ્ટાંગોને અણુવ્રત-ગુણવ્રત-શિક્ષાવ્રત આદિ જૈનાચારની વ્રત પરિભાષામાં તેમણે સમાવ્યાં છે. આ ગ્રન્થ ‘વીતરાગ સ્તુતિ’ અને ‘અન્યયોગવ્યવચ્છેદ દ્વાત્રિંશિકા'ની જેમ કુમારપાલના અધ્યયન માટે રચાયો છે. સવારમાં આ વીતરાગસ્તુતિઓનો પાઠ કર્યા પછી અને દેવવંદન કર્યા પછીજ કુમારપાલ દાતણ કરતો હતો. આથી યોગશાસ્ત્રના વિભાગ અને આ સ્તુતિઓના વિભાગ ‘પ્રકાશ’ તરીકે ઓળખાયા છે. ૧૩ પ્રભાવક આચાર્યોનું જીવનચરિત આલેખતા ‘પ્રભાવકચરિત’ (ઈ.સ.૧૨૭૮)ના કર્તા પ્રભાચન્દ્રસૂરિ એ વિષે લખે છેઃ ‘“પછી રાજાને તત્ત્વાર્થનો બોધ આપવા માટે આચાર્યમહારાજે સર્વ શાસ્ત્રોમાં મુકુટ સમાન યોગશાસ્ત્રની રચના કરી અને ગુરુએ પોતે રાજાને તેનો અભ્યાસ કરાવ્યો. રાજાએ તેમની સમક્ષ એ ગ્રન્થ પુનઃ વિચારી પણ લીધો. સમ્યકત્વવાસિત રાજાએ નિયમ લીધો કે જિનદર્શનમાં ગમે તેવો સાધુ હોય, પણ રાજમુદ્રાની જેમ મારે માટે વંદનીય છે. (‘પ્રભાવકરિત'માં ‘હેમચન્દ્રસૂરિચરિત', શ્લોક ૭૭૧-૭૭૩). યશપાલકૃત સંસ્કૃત નાટક ‘મોહરાજપરાજય'માં ‘અન્યયોગવ્યવચ્છેદદ્વાત્રિંશિકા'નું વર્ણન મુમુક્ષુઓ માટેના વજ્રકવચ તરીકે કર્યું છે. (‘મોહરાજપરાજય’ના વિસ્તૃત પરિચય માટે જુઓ ‘ગુજરાત'ના સં.૨૦૪૦ના દીપોત્સવી અંકમાં મારો લેખ) ‘કુમારપાલ પ્રતિબોધ'ના સમકાલીન કર્તા સોમપ્રભસૂરિએ હેમચન્દ્રની ઉપદેશશક્તિની મુક્ત કંઠે પ્રશંસા કરી છે ૧૨. આ સ્તુતિ માત્ર બત્રીસ શ્લોકની છે, પણ તે ઉપર મલ્લિષણસૂરિએ ‘સ્યાદ્વાદમંજરી’ નામે વિસ્તૃત ટીકા રચી છે, જે સ્યાદ્વાદની સમજૂતી માટે પ્રમાણભૂત ગણાય છે. (સંપાદકઃ આનંદશંકર ધ્રુવ-બોમ્બે સંસ્કૃત સિરીઝમાં પ્રકાશિત). Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૪ યોગ, અનુયોગ, મંત્રયોગ नुमस्त्रिसन्ध्यं प्रभुहेमसूरेरनन्यतुल्यामुपदेशशक्तिम् । अतीन्द्रियज्ञानविवर्जितोऽपि यः भूमिभर्तुळधित प्रबोधम् ॥ (‘કુમારપાલપ્રતિબોધ', ગાયકવા ઓરિએન્ટલ સિરીઝ, ગ્રન્થ ૧૪, પૃ.૪૭૬). હેમચન્દ્ર “યોગશાસ્ત્રમાં જે વ્રતાદિનું વિવરણ કર્યું છે, તેનું જ દસંતોસહ વિસ્તૃત વિવરણ કરવા માટે “કુમારપાલપ્રતિબોધ'ની રચના થઈ છે. “પ્રબન્ધચિન્તામણિ' (ઈ.સ. ૧૩૦૫)ના રચયિતા મેરૂતુંગસૂરિએ વામરાશિપ્રબન્ધમાં “યોગશાસ્ત્રની પ્રશંસા કરી છે. વામરાશિ નામે બ્રાહ્મણની વૃત્તિ, હેમચન્દ્ર પ્રત્યે અસભ્ય વચન બોલવાની શિક્ષા તરીકે કુમારપાલે બંધ કરી હતી. તે પછી વામરાશિ દાણાની ભીખ માગીને ગુજરાન ચલાવતો હતો અને હેમચન્દ્રાચાર્યના ઉપાશ્રય આગળ પડી રહેતો હતો. અનેક રાજાઓ અને તપસ્વીઓ વડે બોલાતા યોગશાસ્ત્રના શબ્દ સાંભળીને વામરાશિ સરલતાથી બોલ્યો “કંઈ પણ કારણ વિના જે લોકોના મુખમાંથી ગાલિપ્રદાનરૂપી ઝેર નીકળતું હતું. તે જ જટાધારી તપસ્વીઓરૂપ ફણીધરોના મુખમાંથી હવે “યોગશાસ્ત્ર' રૂપ અમૃત બહાર આવે છે. અમૃતની ધારા વરસાવતાં તેનાં આ વચનોથી જેમનો અગાઉનો સંતાપ શાન્ત થયો હતો એવા હેમાચાર્યે વામરાશિને બેવડી જવાઈ બંધાવી આપી”— आतंककारणमकारणदासणानां वक्त्रेण गालिगरलं निरगालि येषाम् । तेषां जटाधरफटाधरमंडलानां श्रीयोगशास्त्रवचनामृतमुज्जिहीते ॥ ગૃહસ્થજીવનને ઉત્કર્ષકારક ક્રમમાંથી પસાર કરાવી તેને યોગમય જીવનમાં લઈ જવું, એ યોગશાસ'નો હેતુ છે. યોગશાસ્ત્રમાં વસ્તુનિરૂપણ યોગશાસ્ત્ર'ના બે વિભાગ પડે છે–પહેલો વિભાગ તે પ્રકાશ ૧ થી ૪ અને બીજો વિભાગ તે પ્રકાશ ૫ થી ૧૨. પહેલા ભાગમાં ગૃહસ્થોને ઉપયોગી એવાં Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧. યોગ ૧૫ વ્રતો અને ધર્મોનો ઉપદેશ છે, જ્યારે બીજામાં પ્રાણાયામ આદિ અષ્ટાંગ યોગનું નિરૂપણ છે. પ્રકાશ ૧ માં યોગસ્વરૂપની ચર્ચા છે અને ત્યાર પછી મહાવ્રત, મહાવ્રતની ભાવના, સમિતિ અને ગુપ્તિનું સ્વરૂપ અને માર્ગાનુસારિના ૩૫ ગુણોની ચર્ચા છે. પ્રકાશ ર માં સમ્યકત્વ અને મિથ્યાત્વ, દેવ અને કુદેવ, ગુરુ અને કુગુરુ, ધર્મ અને અધર્મનાં સ્વરૂપની ચર્ચા છે.. પછી કુદેવ, કુદેવ અને કુધર્મની ચેષ્ટાનું વર્ણન છે. (હેમચન્દ્ર પછી થોડા જ સમય બાદ રચાયેલા, નેમિચન્દ્ર ભંડારીકૃત ષષ્ટિશતક' પ્રકરણમાં આ જ વિષયોની વિશદ ચર્ચા છે, એમાં “યોગશાસ્ત્રનો પ્રભાવ વરતાય છે. ઘણા જૂના ગુજરાતી બાલાવબોધ સહિત “ષષ્ટિશતક'પ્રકરણ વડોદરા યુનિવર્સિટીની પ્રાચીન ગુર્જર ગ્રન્થમાલાના પ્રથમ ગ્રન્થ તરીકે મેં પ્રગટ કર્યું છે; વડોદરા, ૧૯૫૩.) આ વિષયમાં અરાઢમા સૈકામાં થયેલા યશોવિજય ઉપાધ્યાયકૃત સંસ્કૃત ગ્રન્થ “ગુરુતત્ત્વ વિનિશ્ચય' વિશેષભાવે દૃષ્ટવ્ય છે. એ પછી સમ્યકત્વનાં લક્ષણો અને અતિચાર જણાવ્યા છે અને શ્રાવકનાં બાર વ્રતની ચર્ચા કરી છે. અહિંસા, મૃષાવાદ-વિરમણ અર્થાત સત્ય, અદત્તાદાન વિરમણ અર્થાત અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ અણુવ્રતોની ચર્ચા છે. પ્રકાશ ૩ માં દિવિરતિ, ભોગોપભોગવિરતિ અને અનર્થદંડવિરતિ એ ત્રણ ગુણવ્રતોની ચર્ચા કરતાં મદ્યપાન, મધુપાન અને માંસભક્ષણથી થતા દોષની ચર્ચા છે. એ પછી ચાર શિક્ષાવ્રતોનો ઉપદેશ છે-સામાયિક વ્રત, દેશાવકાશિક વ્રત, પોષ વ્રત અને અતિથિસંવિભાગ દ્રત. આ પ્રમાણે પાંચ અણુ વ્રત, ૩ ગુણ વ્રત અને ૪ શિક્ષા વ્રત મળી ૧૨ વ્રતો મળી શ્રાવકનાં ૧૨ વ્રતોનું નિરૂપણ આચાર્યશ્રીએ કર્યું છે. એ પછી પાંચ મહાવ્રતોના અતિચાર, ત્રણ ગુણવ્રતોના અતિચાર તથા ચાર શિક્ષાવ્રતોના અતિચાર વર્ણવાયા છે. એ પછી મહાશ્રાવકપણું વર્ણવી મહાશ્રાવકની દિનચર્યા નિરૂપી છે. પ્રકાશ ૪ માં આત્મા અને જ્ઞાન, દર્શન અને ચારિત્રની એકતા સિદ્ધ કરી છે. સંસાર અને મોક્ષનું સ્વરૂપ, હેમચન્દ્ર વર્ણવ્યું છે. સંસારના કારણભૂત કષાયો છે અને કષાયોના કારણભૂત ઇન્દ્રિયો છે. કષાયો તથા ઇન્દ્રિયો એ બંનેનાં સ્વરૂપની ચર્ચા હેમચન્ટે કરી છે. મનઃશુદ્ધિની જરૂર, રાગદ્વેષોને જીતવાનો ઉપાય, સમભાવનું સ્વરૂપ, બાર ભાવનાનું સ્વરૂપ, ધ્યાન અને તેનું સ્વરૂપ, મૈત્રી, પ્રમોદ આદિ ભાવનાઓ અને આસનોનું સ્વરૂપ ત્યાં વર્ણવ્યું છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૬ યોગ, અનુયોગ, મંત્રયોગ પ્રકાશ ૫ થી “યોગશાસ્ત્રનો બીજો વિભાગ શરૂ થાય છે. આમાં પ્રાણાયામના પ્રકારો કુંભક, રેચક, પૂરક આદિનું તથા એમાંથી પ્રાપ્ત થતા ફળનું વિસ્તૃત નિરૂપણ છે. ધ્યાન અને ધારણાની તથા ભૌમાદિ મંડલની ચર્ચા, વાયુજ્ઞાનનો ઉપયોગ કરીને થઈ છે. સ્વપ્રો, શુકનો અને મંત્રાદિ વડે થતા કાલજ્ઞાનનો તથા થનાર મૃત્યુના જ્ઞાનનો પણ એમાં ઉલ્લેખ છે. નાડીશુદ્ધિ અને બિન્દુજ્ઞાન વગેરેની ચર્ચા પછી પરકાયાપ્રવેશનો પણ નિર્દેશ કરવામાં આવ્યો છે. પ્રકાશ ૬ ના આરંભમાં આચાર્યશ્રી કહે છે કે પરકાયાપ્રવેશની સિદ્ધિ થાય અથવા ન પણ થાય. પણ પરકાયાપ્રવેશ આશ્ચર્યજનક વાત છે, તેથી એનો ઉલ્લેખ કર્યો છે. પાતંજલ યોગસૂત્રમાં પણ પરકાયાપ્રવેશની વાત છે. પણ આવી સિદ્ધિઓ સાધકને મોક્ષમાર્ગથી ચલિત કરે એવું બને. એ પછી પ્રત્યાહાર, ધારણાસ્થાનો અને ધારણાલનું વિવેચન આચાર્યશ્રીએ કર્યું છે. પ્રકાશ ૭ માં કહ્યું છે કે ધ્યાન કરવા ઈચ્છતા મનુષ્ય ધ્યાતા, ધ્યેય અને ધ્યાનનો ક્રમ જાણવો જોઈએ, કેમકે પર્યાપ્ત સામગ્રી વિના કાર્યો સિદ્ધ થતાં નથી. ધ્યાન કરવા ઈચ્છતા મનુષ્યનો ક્રમ આ પ્રમાણે છે-ધ્યાતાનું સ્વરૂપ, ધ્યેયનું સ્વરૂપ અને પાંચ પ્રકારની ધારણા(પાર્થિવી, આગ્નેયી, મારુતી, વાણી અને તત્ત્વભૂ). ધ્યેય ચાર પ્રકારનાં છે-પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપવર્જિત. એમાં પિંડસ્થ ધ્યેય સર્વોત્તમ છે. છેલ્લે પિંડસ્થ ધ્યેયનું માહાભ્ય જણાવ્યું છે. પ્રકાશ ૮ માં પદસ્થ ધ્યેયનું સ્વરૂપ, પદસ્થ ધ્યેયનું ફળ, પાદમથી દેવતાનું સ્વરૂપ, પંચલથી દેવતાનું સ્વરૂપ, મંત્રના અધિપતિનું ફળ, પંચ પરમેષ્ટિ મંત્ર, પંચ પરમેષ્ટિ વિદ્યા, પંદર અક્ષરની વિદ્યા, હિંકારવિદ્યાનું ધ્યાન, આઠ અક્ષરની વિદ્યા આદિનું વિવેચન છે. આ પરિભાષામાં દિગંબર વિદ્વાન શુભ ચંદ્રના જ્ઞાનાવનો સ્પષ્ટ પ્રભાવ છે. કોઈપણ મંત્રાલરોને ધ્યાનમાં રાખી ધ્યેયનું ચિન્તન કરવું, એને પદસ્થ ધ્યાન કહે છે. પ્રકાશ ૯ માં રૂપસ્થ ધ્યેયનું નિરૂપણ છે. ઉદાહરણ તરીકે, અરિહંત અથવા તીર્થંકરના અનેક અતિશયોથી વિભૂષિત સ્વરૂપનું આલંબન કરી ધ્યાન કરવું, એને ૧૩. હેમચન્દ્ર પોતાના નિશ્ચિત સમયે થનાર મૃત્યુની આગાહી કરી હતી, એમ પ્રબન્ધો કહે છે. હેમચન્દ્રના ચરિત્રકાર ધૂમકેતુએ આ વાત પ્રબન્ધકારોના ગપોડા સમજી પોતાના લખાણમાંથી દૂર કરી હતી. ધૂમકેતુના પિતાશ્રીએ પોતાના મૃત્યુની આગાહી કરી હતી અને તે પ્રમાણે તેઓ અવસાન પામ્યા પછી ધૂમકેતુએ પોતાના લખાણમાંનો રદ કરેલો ભાગ પાછો મૂક્યો હતો. આ ઘટનાનો ઉલ્લેખ ધૂમકેતુએ જીવનચરિત્રની પ્રસ્તાવનામાં કર્યો છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧. યોગ રૂપસ્થ ધ્યાન કહે છે. છેલ્લે આચાર્યશ્રી કહે છે કે આ જગતમાં કૌતુકથી પણ ખોટાં ધ્યાન સેવવાં નહિ, કેમકે એથી સાધકનો નાશ થાય છે. મોક્ષ માર્ગનું અવલંબન કરનારને સર્વસિદ્ધિ સ્વતઃ આવી મળે છે. બીજાને તે સિદ્ધ થાય કે ન થાય, પણ તેમનો સ્વાર્થભ્રંશ તો અવશ્ય થાય છે. પ્રકાશ ૧૦ માં રૂપાતીત ધ્યાનની ચર્ચા છે. અમૂર્ત, ચિદાનંદ સ્વરૂપ અને નિરંજન એવા સિદ્ધ પ૨માત્માનું ધ્યાન તે રૂપરહિત-રૂપાતીત ધ્યાન છે. એ પછી રૂપાતીત ધ્યાનના ભેદ આપ્યા છે-આજ્ઞાવિચય ધ્યાન, અપાયવિચય ધ્યાન, વિપાકવિચય ધ્યાન, સંસ્થાનવિચય ધ્યાન આદિની ચર્ચા પછી કરી છે. ધર્મધ્યાન કરવાથી સ્વર્ગલોક મળે છે અને છેવટે મોક્ષ પ્રાપ્ત થાય છે. પ્રકાશ ૧૧ નો આરંભ મોક્ષના એકમાત્ર કારણ શુક્લ-ધ્યાનના નિરૂપણથી થાય છે. શુક્લના અધિકારી માનવનાં પણ લક્ષણ આપવામાં આવ્યાં છે. શુક્લ ધ્યાનના ચાર ભેદ છે-અમનસ્ક ધ્યાન (State of Mindlessness)થી કેવલજ્ઞાનીને સર્વજ્ઞતા પ્રાપ્ત થાય છે. શુક્લ ધ્યાનના ચાર પ્રકારો અહીં વિસ્તારથી વર્ણવાયા છે. એ પછી ઘાતિકર્મો, તીર્થંકરના અતિશયો તથા કેવલજ્ઞાનીનું સ્વરૂપ વર્ણવાયું છે. કેવલજ્ઞાન અને કેવલદર્શન વાળો મનુષ્ય મુક્તયોનિ, અનુપમ, અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરી પરમાનંદ પામે છે. ૧૭ પ્રકાશ ૧૨માં હેમચન્દ્રાચાર્યે પોતાના અનુભવ સિદ્ધ યોગજ્ઞાન વિષે કેટલીક વાત કરી છે. તેઓ કહે છે કે એક વાર આત્માને પરમાત્મા સાથે ધ્યાનસિદ્ધ કર્યા પછી પ્રાણાયામાદિ યોગાંગો કોઈ ઉપયોગનાં નથી. મનુષ્ય ઇન્દ્રિયજય કરી અમનસ્કતા કેળવવી જોઈએ. ગુરુ પાસે ઉપદેશ પ્રાપ્ત કરી આધ્યાત્મજ્ઞાનમાં લીન થવાથી યોગસિદ્ધિ થાય છે. સદ્ગુરુની ઉપાસના માટે ગાઢ ઇચ્છા કરવી, પ્રસન્નતા પ્રાપ્ત કરવી અને આત્માને પરબ્રહ્મમાં યોજવો એ યોગની સિદ્ધિ છે. सत्येतस्मिन्नरतिरतिदं गृह्यते वस्तुदूरात् अप्यासन्नेऽप्यसति तु मनस्याप्यते नैव किंचित् । पुंसामित्यप्यगतवतामुन्मनीभावहेता विच्छा बाढं न भवति कथं सद्गुरूपासनायाम् ॥ “ઉન્મનીભાવથી રતિ અને અતિ આપનાર વસ્તુઓ દૂરથી પણ ગ્રહણ કરી શકાય છે અને તેના અભાવે વસ્તુઓ નજીક હોય તોપણ મેળવી શકાતી નથી ; એમ જાણવા છતાં, ઉન્નનીભાવના હેતુભૂત, સદ્ગુરુની ઉપાસના ઉપ૨ તેઓને ગાઢ ઉત્સુકતા કેમ થતી નથી ?' Page #25 -------------------------------------------------------------------------- ________________ યોગ, અનુયોગ, મંત્રયોગ અને આચાર્ય પોતાની જાતને જ કેવો ઉપદેશ આપે છે? तांस्तानापरमेश्वरादपि परान्भावैः प्रसादं नयन् स्तैस्तैस्तत्तदुपायमूढ भगवन्नात्मन् किमायास्यसि । हन्तात्मानमपि प्रसादय मनाक् येनाऽऽसतां संपदः साम्राज्यं परमेऽपि तेजसि तव प्राज्यं समुज्जृम्भते ॥ “હ ઉપાયમૂઢ ! હે ભગવન્! હે આત્મન્ ! પરમેશ્વરથી ભિન્ન વિવિધ ભાવો માટે શા સારુ શ્રમ કર્યા કરે છે? જો તું આત્માને કંઈક પ્રસન્ન કરે તો આ સંપત્તિઓનું શું મૂલ્ય ? તારા પરમ તેજમાં જ વિશાળ સામ્રાજ્ય પ્રકાશી રહ્યું છે !” - આ શાસ્ત્રની રચના રાજા કુમારપાલની વિનંતીથી થઈ છે, એમ જણાવી આચાર્યશ્રી “યોગશાસ્ત્રની સમાપ્તિ કરે છે. તેમણે હઠયોગની પ્રણાલિકા વર્ણવી છે ખરી, પણ તેઓ હદ્યોગની તરફેણમાં નથી. તેમના મત મુજબ, મુક્તિના સાધનરૂપ ધ્યાનમાં પ્રાણાયામ ઉપયોગી નથી; જે મનને સૌમ્ય બનાવે નહિ તે શા કામનું? તેઓ કહે છે (યોગશાસ્ત્ર', ૧૨-૪૫): “રેચક,પૂરક અને કુંભકના અભ્યાસ વિના પણ અમનસ્કતા પ્રાપ્ત થાય એટલે વિનાયને પ્રાણ સ્વતઃ નિયમમાં આવી જાય છે.” બારમાં પ્રકાશમાં તેમણે રાજયોગનો બોધ કર્યો છે અને તેમાં અનેક સ્થળે ગીતાનો પાંચમા અધ્યાયનો રણકો સંભળાય છે. છતાં હઠયોગને ન્યાય આપવા સાર આચાર્યશ્રી આટલું લખે છે: “શરીરનું આરોગ્ય, કાલજ્ઞાન આદિમાં હઠયોગ ઉપયોગી છે, તેથી તેનું નિરૂપણ અહીં અમે કરીએ છીએ.” યોગશાસ્ત્રમાં જેમ ગીતાના નિરૂપિત યોગના ભણકારા સંભળાય છે તેમ દિગંબર વિદ્વાન શુભચંદ્રના “જ્ઞાનાર્ણવના પડઘા પણ સંશ્રવણ ગોચર થાય છે. શુભચંદ્ર ઈ.સ.ની ૧૧મી સદીમાં થયા હોઈ હેમચન્દ્રના વડીલ સમકાલીન છે; હેમચંદ્ર એમાંથી આટલાં બધાં અવતરણ આપે છે, તે બતાવે છે કે એ જમાનામાં શ્વેતાંબર અને દિગંબર વચ્ચે કેટલું આદાનપ્રદાન હતું. વળી યોગશાસ્ત્ર'માં હેમચન્દ્ર પોતાના રિપઇિસલાકાપુરુષચરિત'; “વીતરાગતુતિ', અન્યયોગવ્યવચ્છેદઢાત્રિશિકા', “સિદ્ધહેમ–વ્યાકરણ' અને “અભિધાનચિન્તામણિમાંથી અવતરણ આપે છે. એથી સૂચિત થાય છે કે આ સર્વકૃતિઓ યોગશાસ્ત્રની પૂર્વે રચાઈ હતી. યોગશાસ્ત્રની સર્વોપરીવૃત્તિ એ પછી લખાઈ હતી, એ દર્શાવે છે કે એ વૃત્તિ હેમચન્દ્રની અંતિમ રચના હશે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧. યોગ ૧૯ યોગશાસ્ત્ર'માંથી કેટલીયે રસપ્રદ સામાજિક વિગતો મળે છે. આચાર્યશ્રી કહે છે કે વિવાહો આઠ પ્રકારના-બ્રાહ્મ, પ્રાજાપત્ય, દૈવ (ધર્મે વિવાહ), ગાન્ધર્વ. આસુર, રાક્ષસ અને પૈશાચ (અધર્મ વિવાહ). વળી તેઓ ઉમેરે છે કે-“વરવધૂને પરસ્પરમાં સ્નેહ હોય તો અધર્મ વિવાહ પણ ધર્ખ બને છે; વિવાહનું ફળ એ કે શુદ્ધ પત્નીનો લાભ થાય. શુદ્ધ પત્નીનું ફળ એ કે સારી સંતતિ થાય, ચિત્તશાન્તિ મળે, કુલીનતા અને આચારની વિશુદ્ધિ થાય તથા દેવ, અતિથિ અને બાધવોનો સારો સત્કાર થાય.” નિષિદ્ધ કાર્યો વિષે આચાર્ય કહે છેઃ “સિન્ધ સૌવીર દેશમાં ખેતીનું કાર્ય, લાટદેશમાં દારૂ ગાળવાનું કાર્ય; વળી જાતિગત દુષ્કર્મ-બ્રાહ્મણનું સુરાપાન, તલ, મીઠા વગેરેનો વેપાર; કુલની અપેક્ષાએ નિન્દ કર્મ-જેમકે, માછીમારી, કસાઈનું કામ ઇત્યાદિ અને ચૌલુક્યોનું મદ્યપાન.” વાસ્યાયન કામસૂત્ર'માંથી છેલ્લા દાંડક્ય રાજા ભોજનો ઉલ્લેખ રસપ્રદ છે. (આ વિષે “દ્વિરેફ'ની સુન્દર નવલિકા “છેલ્લો દાંડજ્ય ભોજ' અને યોગમાર્ગનો, શુષ્ક બુદ્ધિને પરિણામે થતો, વિપસ વર્ણવતી નવલિકા બુદ્ધિવિજય' જુઓ.) ઉપરાંત જૈમિનિની પૂર્વમીમાંસા, “મનુસ્મૃતિ', મહાભારત', “મુદ્રારાક્ષસ” અને “બૃહદારણ્યક ઉપનિષદ’નો ઉલ્લેખ તથા હરિભદ્રસૂરિકૃત પ્રાકૃત “સમરાઇન્ચ કહા'માંથી અવતરણો નોંધપાત્ર છે. અમે પુરવ: એમ નિર્દેશ કરીને પોતાના ગુરુ દેવચન્દ્રસૂરિનું આચાર્ય સંમાન કર્યું છે. - જિનપ્રભસૂરિકૃત “ભવ્યચરિત' ઈ.સ. ના બારમા સૈકામાં રચાયેલા, જિનભદ્રસૂરિકૃત અપભ્રંશ “ભવ્યચરિત'માં સાંખ્યયોગનો સુસ્પષ્ટ પ્રભાવ વરતાય છે. ૧૪જુઓ એ કાવ્યનું મંગલાચરણ भविय-सुणउ भवजीवहं चरिउ संखेविहिं मणु निश्चलु धरिउ । अत्थि अणाइअ भवपुर नामु मोहराउ तहिं वसइ पगामु ॥ ૧૪. પ્રસ્તુત અપભ્રંશ કાવ્યના સંપાદન માટે જુઓ “શ્રી ફાર્બસ ગુજરાતી સભા સૈમાસિક', જુન-સપ્ટેમ્બર ૧૯૩૬માં મારો લેખ “ભવ્યચરિતઃબારમા શતકનું એક અપભ્રંશ રૂપક'. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૦ યોગ, અનુયોગ, મંત્રયોગ मिच्छदिठ्ठि तसु वल्लह धूय सयल जीव सा पिययम हूय । तिणिहिं मुहिउ ए जियलोउ विनर्डिज्जंतु धरइ पमोउ ॥ मिच्छदिठ्ठि तसु वल्लह धूय सयल जीव सा पिययम हूय ॥ ताव न तसु रंडह परितोसु जाव न जीवहं कबहु सोसु ॥ जगबंधवु सामिउ उइन्नु भविय जीउ ऊघडियउं पुन्नु । જયશેખરસૂરિષ્કૃત ‘ત્રિભુવનદીપકપ્રબન્ધ’ હવે, આગળ જોઈએ. ચૌદમા સૈકામાં અંચલ ગચ્છના જયશેખરસૂરિ નામે મોટા જૈન ગુજરાતી કવિ થઈ ગયા; એમણે ‘ત્રિભુવનદીપક’ નામે અત્યુત્તમ ગુજરાતી રૂપકગ્રન્થિ (Allegory)ની રચના કરી છે. (એમના સંસ્કૃત ‘પ્રબોધ ચિન્તામણિ' જે પોતે જ કરેલો એ જૂની ગુજરાતી અવતાર છે.) ‘ત્રિભુવનદીપક પ્રબન્ધ'ના કાવ્યગુણ માટે કેશવલાલ ધ્રુવે કહ્યું છે કે જૈન કવિનું આ કાવ્ય ઉપાશ્રયની બહાર નીકળ્યું હોત તો પ્રેમાનંદનાં આખ્યાનોની જેમ ચૌટે ચૌટે ગવાયું હોત ! એ કાવ્યના પ્રારંભમાં સાંખ્યયોગનો સંવિલય તેમજ કાવ્યરસની ધમક જોવા સારુ કંઇક લાંબુ અવતરણ આપું છું— તેજવંત ત્રિહ ભુવન મારિ, પરમહંસ નરવર અવધારિ; જેહ જપતાં નિવ લાગઇ પાપ, દિનિ દિનિ વાધઇ અધિક પ્રતાપ ૧૦ બુદ્ધિમહોદધિ બહુ બલવંત, અકલ અજેઉ અનાદિ અનંત; ક્ષણિ અમરણિ, ક્ષણિ પાયાલિ, ઇચ્છાં વિલસઈ તે ત્રિહુ કાલિ. ૧૧ વાધિઉં નીઠસુ ત્રિભુવનિ માઈ, ન્હાનઉ કુંથુ શરીરિ સમાઈ; દીપતિ દિનયર કોડિહિજિસિઉ, જિહાં જોઉ તિહાં દેષઉં તિસિઉ. ૧૨ એક ભણઈ એહ જિ અરિહંત, એહ જિ હિરે, હ્, અલખુ, અનંતુ; જિણિ જિમ જાણિઉ તિણિતિમ કહિઉં, મુનિ ઇન્દ્રિય-બલિ તે નવિ ગ્રહિઉ. ૧૩ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧. યોગ કાઠિજલણ જિમ, ધરણિહિંગેહુ, કુસુમિહિં પરિમલ, ગોરસિ નેહુ; તિલિહિ તેલુ જિમ, તાઢિક નીરિ, તિમ તે નિવસઈ જગત શરીરિ. ૧૪ રાણી તાસુ ચતુર ચેતના, કેતા ગુણ બોલાઉં તેહના ? રાઉ રાણી બે મનનઈ મેલિ, ફિરિ ફિરિ કરઈ કતૂહલ કેલિ. ૧૫ નવજુવ્રણ નવરંગી નારી, સામલડી, સહજિ સવિકારી; માયા-રમણી રમતી રુલી, અન્નદિવસઈ નરવરનઈ મિલિ. ૧૬ નરપતિ નિરષઈ તેહનું રૂપ, નયણિ-ભાણિ તિણિ વિધિઉ ભૂપ; તે જાણી રાણી વીનવઈ, સ્વામી, ઊવટ કાંઈ પાંઉ ઠવઈ? ૧૭ હિવ હ્રપદ રૂડી રે રમણી મત્તગયગમણી, દેખી ભૂલ ત્રિભુવનધણી; અમૃતકુંડિ કિમ વિષ ઊછલઈ ? સમુદ્ર થકી ખેહ ન નીકલઈ-૧૭ સરવરમાહિ ન દવ પરિજલઈ, ધરણિભારિ સેષ ન સલસલઇ, રવિ કિમ વરિસઈ ઘોરંધાર, ઝરઈ સુધાકર કિ અંગાર ? ૧૮ જઈ તૂ ચૂકિસિ દેવ વિચાર, લોકતણી કુણ કરિસિ સાર ?, માયા કરિ છઈ તુમચી નારિ, એહ સંગતિ તું પડિસિ સંસારિ. ૧૯ રતા દિવસ અભાવડિ કરી, આજ કાંઈ તઈ વલિ આદરી? નારિ-ભરિયા છઈ સઘલા દેસ, ચંચલ ચમકઈ સવે સુવેસુ. ૨૦ ઠામિ ઠામિ જઈ માંડિસિ પ્રેમ, જાતિ દિવસિ દેષ મુ; આભે છાંવ ભીતિ જાજરી, બેટી ધન, ભોજનિ બાજરી. ૨૧ ઠાર ત્રહ અસતીનુ નેહુ, દેવ દેવાડઈ થહિલઉ છેટુ; માંડ બોલાવઈ પિઆરઉ મર્મ, એ પૂરક છઈ ગણિકાધર્મ. ૨૨ જે જે આગઈ એહનઈ મિલ્યા, રંકરાય જિમ તે સવિ રુલ્યા; મ કરિ અજાણી સ્ત્રી–વીસાસ, સ્ત્રી કહીઈ દોરી વિણ પાસ. ૨૩ સઉકિ ભણિ હું ન કહીં સ્વામી, બીયાબારઉં તુમ્હારી નામિ; જે સીષામણ તીણઇં કહી, ભરિયા ઘડા ઊપરિ તે વહી. ૨૪ રાખઈ તઈરાદડિ એ રીતિ, રહિય સુરમણી રાયનઈ ચીંતિ; એવડઉ ડાઘ ન સક્કઈ સહી, ચેતન કિહાંઇ લુકીનઇ રહી. ૨૫ સઉકિ તણું જઈ ટલિકે સંતાપુ, તઉ માયા માંડિલે બહુ વ્યાપુ; જિમ જિમ રાજા માયા–કલિલ, તિમ તિમ ત્રિભુવનધણી અપટલિઉ. ૨૬ તલ તિણિ માંડી વસિવા સહી, કાયાનગરી નવ બાર , જે વેંત જગપતિ નિર્દોષ, તિણિ તેતઈ માનિઉ સંતોષ. ૨૭ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૨ જ્ઞાનકલા તિણિ તિમ ઉલવી, નગ ન સકઈં જિમ જાલવી; મન રહઇ દીધઉં તઉ વ્યાપાર, આપણ બંધ ઉતારિઉ ભાર. ૨૮ મન મર્હિત મઇલઉ છઈ મૂલિ, રાજકાજ તીણિ કીધાં ધૂલિ; ચંચલ ચિિદસ ચટપટ ફિ૨ઈ, દીજઈ કોડિ ન કહીŪ ઠરઈ. ૨૯ મંત્ર ન મૂલિ તે વિસિ થાઈ, ક્ષણહમાહિ વિત્રીને જાઈ; મુહિ મીઠઉં નઈ વિણઠઉં ચીતિ, માયાસિઉં નિતુ માંડઈ પ્રીતિ. ૩૦ વાનરડઉ નઈ વીછી ખાધુ, દાહીજરઉ દાવાનલિ દાધઉં; ચિડઉં સીંચાણઉ, ચ૨હા-હાથિ, જૂડઉ મિલિઉ જૂઆરી-સાથિ. ૩૧ વેસાનઇ નઇ વાઉ વિકરાલુ, વિષતા સીંચિ વિસહર લાલ; મુહતઉ માનિઉ રાણી ચલઇ, ઘણઉં ઘણેરઉં તઉ ઝલલઇ. ૩૨ મુહતઇ માયા–કેરઇ સાસિ, બલવંતિ બાધી પાપહ પાસિ; રાઉ ફેડી કીધઉ રેવણી, આપણપŪ થિઉ રાજહ ધણી. ૩૩ આપણી દીઈ ઉદાલઈ બહુ ય, ઈચ્છા બાંધઈ બોડઈ સહુય; જે જે ભાવઈ તે તે કરઈ, રાઉ સુ પેટ પરાવિ ભરઈ. ૩૪ મનનઈ રાણી એક પ્રવૃત્તિ, બીજી બહુગુણ નારી નિવૃત્તિ; પ્રવૃત્તિ મોહ જિણિઉ સુત એક, નિવૃત્તિ તણઈ પુત્ર વિવેક. ૩૫ પ્રવૃત્તિ સભાવિહિં ઊછાંછલી, રાજકાજઈ હીંડઈ આકુલી; પ્રિયસિÎ પ્રીતિ તે નિર્વહી, સરિસિઇ સૃરિસિઉં રાચઈ સહી. ૩૬ ત્રિહિ વાહિઉ મન ત્રિભુવનિ ભમઇ, ક્ષણઉ સમાધિ નવિ વીસમઇ; જીવ વિણાસઈ ભાસઈ આલ, પરધન-વિનતાં લાગઉ ઢાલ, ૩૭ ખંત પિયંત ન કરઈ ખલખેંચ, લહિ લગારઈ નિવૃત્તિ ન આંચ; દેષી વિસ આવઈ એકંતુ, પ્રવૃત્તિ ભણઈ જોઈ એકંતુ ૩૮ નિવૃત્તિ અછઈ જે તુમ્હારઈ નારિ, ધુર લગઈ તે અમ્હ મારણહારિ; સુત વિવેક જે છઈ તેહનઈ, કિરિ જાયઉ તે ગિ મોહનઈં. ૩૯ એ એહસ્યું નિતુ ખઈ ખઈ કરઈ, કર્મયોગિ પુણ મોહ ન મરઈ, રાતિ દિવસિ એ મનિ અંદોહ, કિમ ઊછછસિ ભાગડઉ મોહ ? ૪૦ જિસિ વેલિ ફલ લાગઇ તિસિઉં, લોકવચન ફૂડઉં ઇ કિસ્સું ? એહની મા દેખતઉ ઊગાઢિ, જઇ મઇ કાજ તઉ બાહિરે કાઢ. ૪૧ સક સમાણ સુરૂપિ સાપુ, વલગી મર્મિ કરઈ સંતાપુ ; વંજલ-છાયાં સાપુ ન ફિરઇ, મૂલ મંત્ર સકિò વિ કુરઇ. ૪૨ યોગ, અનુયોગ, મંત્રયોગ તં નિસુણી મનિ કીધઉ કોપ, નિવૃત્તિ છાંડિવા હુઉં નિરોપ ; રાયનઇ કુણિહિં ન ભાજઈ રોસ, મા-બેટઇં બિહુ લધુ વિદેસ. ૪૩ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧. યોગ નૈયાયિક અને યોગસાધકઃ યશોવિજય ઉપાધ્યાય અઢારમા શતકમાં થયેલા મહાન નૈયાયિક અને યોગી ઉપાધ્યાય યશોવિજયજીનો જન્મ પાટણ પાસે કનોડા ગામમાં થયો હતો અને એમના સ્મારક તરીકે ત્યાં શ્રી યશોવિજય વિદ્યાલયની સ્થાપના તાજેતરમાં થઈ છે. યશોવિજયજીએ કાશીમાં વિદ્યાધ્યયન કર્યું હતું અને નવ્યન્યાયમાં પ્રવીણતા પ્રાપ્ત કરી ત્યાંના પંડિતો ઉપર સરસાઈ મેળવી હતી. એમણે સંસ્કૃત અને પ્રાકૃતમાં યોગવિષયક ગહન ગ્રન્થો રચ્યા છે તેમજ મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ ઉપર નવ્ય ન્યાયની શૈલીએ ટીકા લખી છે. વિશેષ નોંધપાત્ર એ છે કે આમાંના કેટલાક ગ્રન્થોની હસ્તપ્રતો યશોવિજયજીના હસ્તાક્ષરોમાં મળે છે અને તેમણે યોગમાર્ગના ગહન પ્રમેયોને સરલ ગુજરાતીમાં ઉતાર્યા છે. યશોવિજયજીની જીવનરેખા આપતું પદ્યમય ચરિત્ર મુનિ કાન્તિવિજયજીએ યશોવિજયજીની કર્મભૂમિ ડભોઈમાં રચ્યું છે; ડભોઈમાં યશોવિજયજીના સ્મારકરૂપ સ્તૂપ છે. એ નગરમાં ૧૯૫૩માં વિજયયશોસૂરીશ્વરની પ્રેરણાથી યશોવિજય સારસ્વતસત્ર ઊજવાયું હતું. અધ્યાત્મજ્ઞાની મહાત્મા આનંદઘનના સંપર્કથી નૈયાયિક યશોવિજયજી અધ્યાત્મયોગી બન્યા હતા. રામ કહો રહમાન કોઉ કહાન કહો મહાદેવ રી, પારસનાથ કહો કોઉ બ્રહ્મા સકલ બ્રહ્મ સ્વયમેવ રી. એ અમર પદ આનંદઘનજીની રચના છે અને તેમનાં બીજાં અનેક પદો રાજસ્થાની-ગુજરાતી સાહિત્યમાં અમર છે. ૨૩ યશોવિજયજીએ ‘દ્રવ્યગુણ પર્યાય'નો રાસ રચીને નયનાદના ગહન પ્રમેયોને સરલ ગુજરાતીમાં સમજાવ્યા છે. યશોવિજયજીની આધ્યાત્મિક લહરીનો આસ્વાદ લેવા માટે, સ્થાલીપુલાક ન્યાયે, એમનું માત્ર એક પદ જોઇએ મન ટેક મન કિતહી ન લાગે છે જે રે, પૂરન આસ ભઈ અલિ ! મેરી, અવિનાસી કી સેજે ૨, અંગે અંગ સુનિ વિઉ-ગુન હરખે, લાગો રંગ કરે જે રે, મન મન Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૪ યોગ, અનુયોગ, મંત્રયોગ યોગ અનાલંબ નહિ નિષ્કલ, તીર લગ્યો ધું વેજે રે, મનર અબ તો ભેદ તિમિર મોહ ભાગો, પૂરન બ્રહ્મકી સેજે રે, સુજસ બ્રહ્મ કે તેજે રે, મન ઉપસંહાર ઇસવીસન પૂર્વે બીજી સદીમાં થયેલા પતંજલિથી માંડી આજ સુધી ભારતીય યોગસાધનાના અર્ક રૂપે મહાયોગી શ્રી અરવિન્દની આર્ષવાણી ઉપસંહાર તરીકે જોઇએ “આત્મા આપણી સ્વયંભૂ સત્તા છે. આપણા સ્વાભાવિક વ્યક્તિત્વની સત્તાથી આપણો આત્મા પરિમિત થતો નથી, સત્તા માત્રમાં એ જ વ્યાપી રહેલો છે, સર્વ પ્રત્યે એ આત્મા સમ છે, પોતાના આતંત્ય વડે તે સમગ્ર વિશ્વનું સંચાલન કરે છે, મર્યાદિત છે એનાથી પોતે મર્યાદિત થતો નથી તથા પ્રકૃતિમાં અને વ્યક્તિમાં થતા વિકારોથી એ મુક્ત છે, અવિકારી છે. જ્યારે આપણામાં એ પ્રગટ થાય છે ત્યારે આપણે શાન્તિ અને આનંદનો અનુભવ કરીએ છીએ, ત્યારે આપણે વિકાસ પામીએ છીએ, ત્યાર પછીજ આપણે પ્રકૃતિની અભિવ્યક્તિમાંથી આપણી ચેતનાના પાયાને ઉખાડીને આત્મામાં અર્થાત્ ઊર્ધ્વ આધ્યાત્મિક કેન્દ્રમાં લઈ જઈ શકીએ છીએ. આપણે જે સ્થિરતા, સમતા અને રાગરહિત તાટથ્ય અને અપૌરુષેયત્વ પ્રાપ્ત કર્યા છે તેના જ બળ વડે આપણે એ ધ્યેયને સિદ્ધ કરી શકીએ છીએ.....આપણી ઈન્દ્રિયો શાન્ત થાય છે અને જગતના સર્વ બાહ્ય સ્પર્શીને તે ગાઢ પ્રશાન્તિમાં સ્વીકારી શકે છે. આપણું મન પણ શાન્ત થાય છે અને સ્થિર, વિશ્વવ્યાપી, સાક્ષીરૂપ બને છે. આપણો અહં બિનંગત એવી કોઈ અપૌરુષેય સત્તામાં લય પામે છે. નિઃસ્વાર્થ શાન્તિ અને નૈવેંયક્તિતામાં આપણે જે કર્મો કરીએ છીએ તે.....આપણને બંધનકર્તા થતાં નથી......પણ શાન્ત, અક્ષરબ્રહ્મ અને પ્રકૃતિનાં કાર્યો વચ્ચે અમીટ વિરોધ જણાય છે.....પણ પ્રકૃતિ કોઈ સ્વતંત્ર તત્ત્વ નથી, એ તો પરમાત્માની પોતાની શક્તિ છે, જે વિશ્વસર્જન રૂપે પોતાનો પ્રક્ષેપ કરે છે... પરમેશ્વર, પુરુષોત્તમ, એક અક્ષરબ્રહ્મ કરતાં કોઈ મહત્તમ, ઉચ્ચત્તર વાસ્તવિકતા છે; અક્ષરથી તે વિશાળ અને સર્વસંગ્રાહક હોઈ તે યુગપત અક્ષર આત્મા અને પ્રકૃતિનાં કર્મોનો શાસક બને છે. એ નિમ્ન પ્રકૃતિનાં કાર્યોનું નિયમન, પોતાના અક્ષર સ્વરૂપની સનાતન સ્થિરતામાં પ્રતિષ્ઠિત રહીને તે Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧. યોગ } ૨૫ સમતાથી, કર્મથી અને વ્યક્તિત્વથી પર રહીને કરે છે. ચેતનાની ભૂમિકામાંથી તે પુરુષોત્તમ પ્રકૃતિનાં કર્મોનું નિયમન અને સંચાલન કરે છે અને આધ્યાત્મિક સ્થિતિમાં આરોહણ કરવાથી આપણે પણ એ ચેતનાને પ્રાત કરીએ છીએ તથા દિવ્ય કર્મો કરવાનો અધિકાર પણ મેળવીએ છીએ. ઉપર્યુક્ત અક્ષર અવસ્થામાં પ્રતિષ્ઠિત રહીને પ્રભુ, પ્રકૃતિમાં પોતાની સત્તાની સર્વ સંકલ્પ શક્તિ અને બળપૂર્વક પ્રગટે છે, સર્વ સત્તામાં તે પોતાની જાતને પ્રગટ કરે છે, જગતમાં માનવ તરીકે જન્મ ધારણ કરે છે, સર્વ માનવોના હૃદયમાં વિરાજે છે, ધર્મસંસ્થાપન માટે યુગે યુગે અવતાર ધારણ કરે છે, માનવમાં દિવ્યતા જન્મ પામે છે..... સર્વ કર્મો આપણા સ્વામી પ્રભુને યજ્ઞ રૂપે સમર્પણ કરવાં જોઈએ. આત્મામાં અને પ્રભુમાં વિશ્વાસ સાધતાં આપણી પ્રકૃતિમાં મૂળ પ્રભુ સાથે એકતા પામવી જોઈએ અને આપણું વ્યક્તિત્વ તેના જ અંશનો આવિર્ભાવ છે એવો સાક્ષાત્કાર થવો જોઈએ. પ્રભુ સાથે એકતા થતાં આપણે વિશ્વનાં સર્વ પ્રાણી સાથે એકતા અનુભવીએ છીએ અને પ્રભુપ્રેરિત દિવ્ય કર્મો કરીએ છીએ. પણ એ કર્યો આપણાં હોતાં નથી; આપણી દ્વારા થતું પ્રભુનું જ કાર્ય હોય છે. એ કર્મો વડે પ્રભુ લોકોનું નેતૃત્વ કરે છે તથા લોકસંગ્રહ કરે છે.....પછી આપણો પ્રશ્ન વ્યક્તિગત કર્મોનો નહિ રહે; આપણું વ્યક્તિત્વ તો અનંતકાળમાં પડેલી એક ગૌણ વસ્તુ બની જાય છે. હવે આપણી દ્વારા પ્રભુની સંકલ્પશક્તિને વિશ્વમાં કાર્યશીલ બનવા દેવાનો એ પ્રશ્ન છે, એને સમજવા માટે પુરુષોત્તમ એટલે શું, પ્રકૃતિમાં શું બને છે, પ્રકૃતિનાં કાર્યો શાં છે, એ કાર્યો આપણને ક્યાં દોરી જાય છે, પ્રકૃતિમાં આવિર્ભત આત્મા અને પુરુષોત્તમ અંતર્યામી વચ્ચે કેવા પ્રકારનો ગાઢ સંબંધ છે ? એની પ્રતિષ્ઠા જ્ઞાનયુક્ત ભક્તિમાં રહેલી છે.” Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨. અનુયોગ श्रुत्वेत्यचिन्तयत् सूरिरीहग्मेधानिधिर्यदि । विस्मरत्यागमं तर्हि कोऽन्यस्तं धारयिष्यति ॥ ततश्चतुर्विधः कार्योऽनुयोऽतः परं मया । ततोऽङ्गोपाङ्गमूलाख्यग्रन्थच्छेदकृतागमः ॥ अयं चरणकरणानुयोगः परिकीर्त्तितः । उत्तराध्ययनाद्यस्तु सम्यग् धर्मकथापरः ॥ सूर्यप्रज्ञप्तिमुख्यस्तुं गणितस्य निगद्यते । द्रव्यस्य दृष्टिवादोऽनुयोगाश्चत्वार ईदृशः ॥ (‘પ્રભાવક ચરિત’-અંતર્ગત ‘આર્યરક્ષિતપ્રબંધ' શ્લોક ૨૪૦-૪૩)૧ जेण विणा लोगस्स वि ववहारो सव्वहा न निव्वड्इ । तस्स भुवणैकगुरुणो णमो अणेगंतवायस्स ॥ —સિદ્ધસેન દિવાકર આત્મતત્ત્વવિચાર બ્રાહ્મણો અને શ્રમણોની ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી આત્મચિન્તન પ્રવૃત્તિને કારણે આત્મવાદ વિરોધી સંપ્રદાયનું સાહિત્ય બચવા પામ્યું નથી. પણ જૈન આગમ અને બૌદ્ધ ત્રિપિટકને આધારે જાણવા મળે છે કે ભગવાન મહાવીરના સમકાલીન અજ્ઞાત્મવાદીઓની માન્યતા અને શ્રદ્ધા કેવી હતી. એમની દાર્શનિક માન્યતાઓનું પ્રતિપાદન ‘બૃહસ્પતિસૂત્ર’માં થયું હતું, પણ એ ગ્રન્થ કાળના પ્રવાહમાં લુપ્ત થઈ ગયો છે. દેહાત્મવાદી લોકાયત અથવા ચાર્વાક સંપ્રદાય એમ કહેતો નથી કે આત્માનો સર્વથા અભાવ છે. એના સિદ્ધાન્તનો સાર એ છે કે જગતમાં જે મૂળભૂત તત્ત્વો છે એમાં આત્મા જેવું કોઈ સ્વતંત્ર તત્ત્વ નથી. એ મુદ્દો ધ્યાનમાં રાખીને ૧. આ સાંભળીને (આર્યરક્ષિત) સૂરિએ વિચાર કર્યો કે આવા (વિન્ધ્ય અધ્યાપક જેવા) મેધાનિધિને જો આગમનું વિસ્મરણ થશે તો બીજો કોણ એ ધારણ કરી શકશે ? માટે મારે ચતુર્વિધ અનુયોગ કરવો જોઇએ. અંગ, ઉપાંગ અને છેદસૂત્રોનો ચરણકરણાનુંયોગ, ‘ઉત્તરાધ્યયન’ આદિનો ધર્મકથાનુયોગ, ‘સૂર્યપ્રજ્ઞપ્તિ’આદિ ગણિતાનુયોગ અને ‘દૃષ્ટિવાદ’એ દ્રવ્યાનુયોગ એમ ચાર અનુયોગની વ્યવસ્થા તેમણે કરી. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨. અનુયોગ ‘ન્યાયવાર્તિક’કાર ઉદ્યોતકરે કહ્યું છે કે આત્માના અસ્તિત્વ વિષે દાર્શનિકોમાં વિવાદ નથી ! જો વિવાદ હોય તો, આત્માનું સ્વરૂપ કેવું, એ વિષે છે. કોઈ શરીરને આત્મા માને છે, કોઈ બુદ્ધિને, કોઈ ઈન્દ્રિયને, કોઈ મનને તો કોઈ સંઘાતને આત્મા માને છે. કેટલાક દાર્શનિકો એવા પણ છે, જે સર્વ તત્ત્વોથી ભિન્ન એવા આત્માનું અસ્તિત્વ માને છે. દ્વૈતવાદ પ્રાચીન જૈન આગમ- ‘આચારાંગ’, ‘સૂત્રકૃતાંગ’ ‘ઉત્તરાધ્યયન', ‘ભગવતી-વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ-પાલિ ત્રિપિટક અને સાંખ્ય દર્શનથી એ હકીકત પ્રમાણભૂત ઠરે છે કે અદ્વૈત ધારાથી સમાન્તર દ્વૈત ધારા પણ હતી. જૈન, બૌદ્ધ અને સાંખ્ય દર્શન અનુસાર, વિશ્વના મૂળમાં કેવળ એક ચેતન કે અચેતન તત્ત્વ નહિ, પણ ચેતન અને અચેતન એવાં બંને તત્ત્વ છે. જૈનોએ એને જીવ અને અજીવ નામ આપ્યું. સાંખ્યોએ તેને પુરુષ અને પ્રકૃતિ તરીકે ઓળખાવ્યાં અને બૌદ્ધોએ નામ-રૂપ તરીકે વર્ણવ્યાં. આને દ્વૈત પરંપરા નામ આપવામાં આવ્યું, એ તાર્કિક દૃષ્ટિએ ઠીક નથી. વસ્તુતઃ સાંખ્ય અને જૈન મતાનુસાર કેવલ ચૈતન્ય એક નથી, પણ વ્યક્તિભેદથી ચૈતન્ય અનેક છે. જડ અને ચેતન એ બંને તત્ત્વોનો સ્વીકાર કરવાથી ન્યાય અને વૈશેષિક દર્શનનો સમાવેશ પણ દ્વૈતધારામાં થાય. પરન્તુ એમના મતમાં પણ ચેતન અને અચેતન એ બંને સાંખ્ય-સંમત પ્રકૃતિ જેવું મૌલિક તત્ત્વ નથી, પણ જૈન-સંમત ચેતન અને અચેતન સમાન અનેક તત્ત્વ છે. આ દાર્શનિક પરિસ્થિતિમાં આ સમગ્ર પરંપરા બહુવાદી અથવા નાનાવાદી ગણવી જોઈએ. આ બહુવાદી વિચારધારામાં ઉપર્યુક્ત બધાં દર્શન આત્મવાદી છે, પણ જૈન દર્શન અને પાલિ ત્રિપિટક એ વાતની સાક્ષી પૂરે છે કે આ બહુવાદી વિચારધારામાં અનાત્મવાદી પણ થયા છે. એમાં એવા પણ વિચારકો થયા છે, જેઓ વિશ્વના મૂળમાં ચાર અથવા પાંચ ભૂતનો સ્વીકાર કરે છે. એમના મતાનુસાર ચાર અથવા પાંચ ભૂતમાંથી આત્માની ઉત્પત્તિ થાય છે; આત્મા નામનો કોઈ મૌલિક પદાર્થ છે જ નહિ. દાર્શનિક સૂત્રોનાં ભાષ્ય, વાર્દિક અને ટીકાઓમાં જ્યાં ચાર્વાક, નાસ્તિક, લોકાયત અથવા બૃહસ્પતિના મતનું ખંડન કરવામાં આવ્યું છે ત્યાં ચાર ભૂત અથવા પાંચ ભૂતના વાદનું ખંડન છે. આથી સ્પષ્ટ છે કે ઉપનિષદોના પ્રાચીન સ્તરના અદ્વૈતવાદી, અનાત્મવાદી નહોતા, પણ એને સ્થાને નાનાભૂતવાદીઓ હતા. એ નાનાભૂતવાદીઓ માનતા હતા કે ચાર અથવા પાંચ ભૂતોના એક વિશિષ્ટ સમાહારને પરિણામે આત્મા અથવા ચૈતન્યનો ૨૭ Page #35 -------------------------------------------------------------------------- ________________ યોગ, અનુયોગ, મંત્રયોગ પ્રાદુર્ભાવ થાય છે. આત્મા જેવી અનાદિ, અનંત કોઈ શાશ્વત વસ્તુ નથી. કેમકે આ ભૂતસમાહારનો નાશ થતાં આત્મા પણ નાશ પામે છે. આ વિમર્શથી એ સ્પષ્ટ થશે કે અદ્વૈત માર્ગમાં એક સમયે અનાત્મવાદી વિચારણા મુખ્ય હતી, પણ ધીરે ધીરે આત્માદ્વૈતની માન્યતા દૃઢ બની. બીજી બાજુ, નાનાવાદીઓમાં પણ ચાર્વાક જેવા દાર્શનિકો થયા, જેમના ચિન્તનમાં આત્મા જેવા તત્ત્વને ક્યાંય પણ સ્થાન નહોતું; એની સામે જૈન, બૌદ્ધ અને સાંખ્ય ધારામાં આત્મા અને અનાત્મા બંને મૌલિક તત્ત્વો માનાસ્પદ હતાં. ૨૮ આત્માનું સ્વરૂપ ‘ઋગ્વેદ’(૧-૧૬૪-૩૭)ના ઋષિ ઉદ્ગાર કાઢે છે કે “હું કોણ છું,તે હું જાણતો નથી’ (ન વા નાનામિ યદ્દિવ સ્મિ). માત્ર આત્મા વિષે નહિ, વિશ્વાત્મા વિષે પણ ઋષિને જિજ્ઞાસા છે. વિશ્વનું મૂલ તત્ત્વ સત્ છે કે અસત્ એ વિષે એ કશું કહેવાને તૈયાર નથી. (નાસવાસીત્ નો સવામીત્ તાનીમ્ । ‘ઋગ્વેદ’૧૦-૧૨૯). એને પ્રતીતિ થઈ ગઈ છે કે મૂલ તત્ત્વ અનિર્વચનીય છે. ‘પુરુષસૂક્ત’ને આધારે તેઓ કહે છે કે વિશ્વના મૂલમાં પુરુષ છે. પુરુષ ચેતન છે એ કહેવાની ભાગ્યેજ જરૂર હોય. પછીના સમયમાં પુરુષનું સ્થાન પ્રજાપતિએ લીધું. પ્રજાપતિ પુરાણકાળમાં પણ સમગ્ર વિશ્વના સ્રષ્ટા મનાયા છે. પરિણામે આત્મવિચારણાએ વિશ્વવિચારણાનું સ્થાન મેળવી લીધું. ઉપનિષદ પૂર્વેની વૈદિક વિચારધારા અને એ પછીની ઔપનિષદ વૈદિક વિચારધારાની તુલના કરવાથી જે ભેદ જણાય છે તેનું કારણ વૈદભિન્ન અવૈદિક ધારાનો પ્રભાવ છે. દેહાત્મવાદ-ભૂતાત્મવાદ ઉપનિષદોમાં મુખ્યત્વે એ વાતનો વિચાર કરવામાં આવ્યો છે કે બાહ્ય વિશ્વને ગૌણ ગણીને અંતરના ચૈતન્યની સ્ફૂર્તિનો અનુભવ થાય છે તે શું છે ? સર્વ જડ પદાર્થોની અપેક્ષાએ સમસ્ત શરીરમાં એ સ્ફૂર્તિનો અનુભવ થાય છે, તેથી સ્પષ્ટ છે કે વિચારક મન સૌ પહેલાં સ્વદેહને જ આત્મા અથવા જીવ માનવાને પ્રેરાય. ઉપનિષદમાં ઉલ્લેખ છે કે અસુરોમાંથી વૈરોચન અને દેવોમાંથી ઇન્દ્ર આત્મજ્ઞાન મેળવવા માટે પ્રજાપતિ પાસે ગયા. પાણીમાં એ બન્નેનું પ્રતિબિંબ બતાવીને પ્રજાપતિએ પૂછ્યું કે “તમને શું દેખાય છે ?” “પાણીમાં નખશિખ પ્રતિબિંબ દેખાય છે ? તમે જેને જુઓ છો એ આત્મા છે.” એ સાંભળીને બંને ચાલ્યા ગયા. વૈરોચને એ પછી અસુરોમાં પ્રચાર કર્યો કે દેહએ જ આત્મા છે. પરન્તુ ઇન્દ્રનું સમાધાન થયું નહિ. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨. અનુયોગ ર૯ સૈત્તિરીય ઉપનિષદમાં જ્યાં સ્થૂલથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર આત્મસ્વરૂપનું ક્રમશ: વર્ણન કરવામાં આવ્યું છે ત્યાં સૌ પહેલાં અન્નમય આત્માનો પરિચય આપ્યો છે અને એ બતાવ્યું છે કે અન્નથી પુરુષની ઉત્પત્તિ થઈ છે, એની વૃદ્ધિ પણ અન્નથી થાય છે અને તે અન્નમાં વિલીન થાય છે આથી પુરુષ અન્નરસમય છે. દેહને આત્મા માનીને આ વિચારણા થઈ છે. સંસ્કૃત અને પાલિ ગ્રન્થોમાં આ મતને તજીવનચ્છરીરવાદ નામ અપાયું છે અને સૂત્રકાળમાં એનો નિર્દેશ દેહાત્મવાદ' તરીકે થયો છે. જૈન આગમ અને ત્રિપિટક ઉપરથી જણાય છે કે દેહાત્મવાદને મળતો, ચતુર્ભુત અને પંચભૂતને આત્મા માનનારો વાદ પણ પ્રચલિત હતો. એનું પ્રતિપાદન આ રીતે કરવામાં આવતું હતું–જેમ કોઈ મનુષ્ય મ્યાનમાંથી તલવાર બહાર કાઢી તેને અલગ બતાવી શકે છે તેમ આત્માને શરીરમાંથી બહાર કાઢી બતાવી શકાતો નથી. અથવા જે રીતે તલમાંથી તેલ કાઢીને બતાવી શકાય છે તેમ જીવને શરીરથી પૃથફ દેખાડી શકાતો નથી. જ્યાં સુધી શરીર સ્થિર રહે છે ત્યાં સુધી આત્મા સ્થિર રહે છે; શરીરનો નાશ થતાં આત્મા પણ નાશ પામે છે. દીઘનિકાય'-અંતર્ગત “પાયાની સુત્ત'માં અને જૈન આગમો પૈકી “રાયપાસેણઈએ સુત્ત'માં આ પ્રયોગોનું વિસ્તૃત નિરૂપણ કરવામાં આવ્યું છે; એ પ્રયોગો રાજા પાયાસી-પીએસીએ “જીવ શરીરથી પૃથક્ નથી” એ સિદ્ધ કરવા માટે કર્યા હતા. એ રાજાએ મરણોન્મુખ વ્યક્તિઓને કહ્યું હતું કે “તમે મરીને જે લોકમાં જનમો ત્યાંથી મને જરૂર સમાચાર આપજો” પરન્તુ એકેય વ્યક્તિએ સમાચાર આપ્યા નહિ. આથી એને ખાત્રી થઈ કે શરીરથી ભિન્ન આત્મા નથી. શરીર જ આત્મા છે” એ વાત પ્રમાણિત કરવા માટે રાજાએ મનુષ્યને પેટીમાં બંધ કરીને એ જોવાનો પ્રયત્ન કર્યો કે મૃત્યુ સમયે જીવ શરીરની બહાર નીકળે છે કે નહિ ? વ્યક્તિને જીવિત અને મૃત અવસ્થામાં તોલીને એ જોયું કે જીવ ગયા પછી શરીરનું વજન ઘટે છે કે નહિ ? મૃત મનુષ્યના શરીરના ટુકડા કરીને જોયું કે હાડ, ચામ, માંસ આદિમાં ક્યાંય જીવ છે કે નહિ ? વળી રાજાએ એવી પણ દલીલ કરી કે શરીરથી જીવ અલગ હોય તો એક બાલક એક સાથે અનેક બાણ કેમ ચલાવી શકતું નથી ? એ શક્તિ શરીરની નહિ, પણ આત્માની છે અને શરીર નાશની સાથે એ શક્તિનો પણ નાશ થાય છે. પએસી રાજા આત્માનું સ્વરૂપ અમૂર્ત માનીને એની શોધ કરત તો એની શોધ-પ્રક્રિયા જુદી હોત. “રાયપાસેણઈય’ના વૃત્તાત્ત અનુસાર, એ રાજાનો પિતામહ પણ નાસ્તિક હતો. એથી સિદ્ધ થાય છે કે આત્માને ભૌતિક પદાર્થ માનીને Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૦ યોગ, અનુયોગ, મંત્રયોગ વિચારનારા લોકો અતિપ્રાચીન કાળમાં પણ હતા. ‘તૈત્તિરિય ઉપનિષદથી એ વાત જણાય છે, કેમકે ત્યાં આત્માને અન્નમય કહ્યો છે. “ઐત્તરેય આરણ્યકમાં વનસ્પતિ, પશુ અને મનુષ્યના પરસ્પર સંબંધનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને બતાવ્યું છે કે વનસ્પતિ, પશુ અને મનુષ્યમાં આત્મા ઉત્તરોત્તર વિકસિત થાય છે, કેમકે વનસ્પતિમાં એ કેવળ રસરૂપે જણાય છે અને મનુષ્યમાં એ વિકાસ પામતાં પામતાં ત્રિકાળદર્શી થઈ જાય છે. '' પ્રાણાત્મવાદ-ઇન્દ્રિયવાદ તત્ત્વજ્ઞાનીઓએ જ્યારે શરીરની આધ્યાત્મિક ક્રિયાઓનું નિરીક્ષણ-પરીક્ષણ કરવા માંડ્યું ત્યારે એમનું ધ્યાન પ્રાણ તરફ આકર્ષાયું. નિદ્રાવસ્થામાં જ્યારે સર્વ ઇન્દ્રિયો સ્થગિત થાય છે ત્યારે પણ શ્વાસોચ્છવાસ ચાલુ હોય છે; મૃત્યુ થાય ત્યારે જ શ્વાસોચ્છવાસ બંધ થાય છે. એથી સિદ્ધ થયું કે પ્રાણનું સર્વાધિક મહત્ત્વ છે. આથી પ્રાણતત્ત્વને જ સર્વ ક્રિયાઓનું કારણ માનવામાં આવ્યું. પરિણામે “છાન્દોગ્ય ઉપનિષદે કહ્યું કે વિશ્વમાં જે કંઈ છે તે પ્રાણ છે. બૃહદારણ્ય'માં તો એને દેવાધિદેવનું સ્થાન અપાયું છે. પ્રાણ અથવા વાયુને આત્મા માનનારના મતનું ખંડન “મિલિન્દાહમાં કરવામાં આવ્યું છે. “બૃહદારણ્યક ઉપનિષદમાં ઈન્દ્રિયોની પ્રતિયોગિતાનો ઉલ્લેખ છે અને તે સ્વયં સમર્થ છે, એવું વિધાન છે. સૂત્રટીકાકાળમાં ઈન્દ્રિયાત્મવાદીઓનું ખંડન કરવામાં આવ્યું છે, તેથી એ વાત સ્પષ્ટ છે કે આ સિદ્ધાંતનો અન્યત્ર સ્વીકાર થતો હતો. પ્રાણાત્મવાદના સમર્થકોએ ઇન્દ્રિયાત્મવાદ વિરુદ્ધ જે દલીલો કરી, તે પણ “બૃહદારણ્યક ઉપનિષદમાં છે. એમાં કહ્યું છે કે મૃત્યુ સમસ્ત ઇન્દ્રિયોનું શમન કરે છે, કિન્તુ ઇન્દ્રિયો વચ્ચે રહેલા પ્રાણને કોઈ હાનિ પહોંચતી નથી; આથી ઈન્દ્રિયોએ પ્રાણરૂપ ગ્રહણ કર્યું, તેથી ઇન્દ્રિયોને પણ પ્રાણ કહે છે. જૈન આગમોના પ્રાચીનતર સ્તરમાં જે દસ પ્રાણનું વર્ણન છે, તેમાં ઇન્દ્રિયો પણ છે. સાંખ્યસંમત વૈકૃતિક બંધની વ્યાખ્યા કરતાં વાચસ્પતિ મિશ્રે ઇન્દ્રિયોને પુરુષ માનવાના સિદ્ધાન્તનો ઉલ્લેખ કર્યો છે. આમ આત્માને દેહરૂપ માનવામાં આવે કે ભૂતાત્મક પ્રાણરૂપ માનવામાં આવે અથવ. ઇન્દ્રિયરૂપ, પણ એ સર્વ મતોમાં આત્માનું સ્વરૂપ ભૌતિક છે. આમ છતાં ઋષિઓએ વિશ્વના ભૌતિકરૂપથી પાર એક અવ્યક્ત તત્ત્વ માન્યું છે તેમ તેમણે એ પણ માન્યું છે કે આત્મા એના પૂર્ણ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨. અનુયોગ ૩૧ રૂપમાં ચક્ષુગોચર નથી (સાંખ્યકારિકા', ૪૪). આમાંથી આત્મ-વિચારણાનું દાર્શનિક સ્વરૂપ પેદા થયું. જ્યાં સુધી આત્મા ભૌતિકરૂપ મનાયો ત્યાં સુધી પરલોકગમનની કે પરલોકગમનના કારણરૂપ કર્મવાદ અથવા પુણ્યવાદની માન્યતાનો પ્રશ્ન પેદા જ થયો નહોતો. પણ જ્યારે આત્મા એક સ્થાયી તત્ત્વરૂપ મનાયો ત્યારે એ સર્વ ઉપર ચિન્તન કરવાનો અવસર સ્વયમેવ પેદા થયો. આત્મવાદ સંબંધી પરલોક અને કર્મવાદનો ઉદ્ભવ ત્યાર પછી થયો. મનોમય આત્મા ચિન્તક મનુષ્ય અનુભવ કર્યો કે પ્રાણરૂપ ગણાતી ઇન્દ્રિયો પણ મન વિના સમર્થક બનતી નથી. મનનો સંપર્ક થયા પછી જ ઇન્દ્રિયો વિષયોને ગ્રહણ કરી શકે છે; ઇન્દ્રિયો પોતે કશું ચિન્તન કરી શકતી નથી. ઇન્દ્રિય-વ્યાપારના અભાવમાં પણ ચિન્તન થાય છે. ઊંઘતા મનુષ્યની ઇન્દ્રિયો કામ કરતી નથી, પરંતુ એનું મન સર્વત્ર વિચરે છે. આથી સંભવ છે કે કેટલાક ચિન્તકોએ મનને આત્મા માનવાનું શરૂ કર્યું. ભારતીય ચિન્તનના ઇતિહાસમાં પ્રાણમય આત્માની પછી, મનોમય આત્માની કલ્પના થઈ. પ્રાણ અને ઇન્દ્રિયોની અપેક્ષાએ મન સૂક્ષ્મ છે, પણ મન ભૌતિક છે કે અભૌતિક, એ વિષે દાર્શનિકોમાં મતભેદ છે. પણ એક વાત નિશ્ચિત છે કે પ્રાચીન કાળમાં મનને અભૌતિક માનનારો પણ એક સબળ પક્ષ હતો. ન્યાય વૈશેષિકના અનુયાયી દાર્શનિકોએ (અક્ષપાદ ગૌતમકૃત “ન્યાયસૂત્ર', ૩-૨-૬૧ અને કણાદકૃત “વૈશેષિક સૂત્ર', ૭-૧-૨૩) મનને અણુરૂપ માનીને (સાપરિમાપ મન:) પૃથ્વી આદિ સર્વ ભૂતોના પરમાણુઓથી એને વિલક્ષણ ગયું છે. વળી સાંખ્યશાસ્ત્રીઓ એમ કહે છે કે ભૂતોની ઉત્પત્તિ થયા પૂર્વે પ્રાકૃતિક અહંકારથી મનની ઉત્પત્તિ થાય છે. આમાંથી પણ એ સ્પષ્ટ છે કે ભૂતોની તુલનાએ મન સૂક્ષ્મ છે. વળી બૌદ્ધ દર્શનના વૈભાષિક સંપ્રદાયે મનને વિજ્ઞાનનું કારણ માન્યું હોઈ તેમના મતાનુસાર મન વિજ્ઞાનરૂપ છે. આમ મનને અભૌતિક માનવાની પ્રવૃત્તિની પ્રાચીનતા સ્પષ્ટ છે. આથી જે ચિન્તકોએ મનને આત્મા માનવાની પ્રવૃત્તિ કરી તેમણે સૌ પહેલાં આત્માને ભૌતિકમાંથી અભૌતિક શ્રેણિમાં મૂકી દીધો. સદાનંદના “વેદાન્તસારમાં કહ્યું છે કે “તૈત્તિરીય ઉપનિષદના અન્યોત્તરીત્મા મનોમયઃ (૨-૩)એ વાક્યને આધારે ચાર્વાક મનને આત્મા માને છે. સાંખ્ય મતાનુસાર વિકૃતના ઉપાસકોએ મનને આત્મા માન્યો છે (“સાંખ્યકારિકા', ૪૪). Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૨ યોગ, અનુયોગ, મંત્રયોગ મન કેવું છે, એ વિષે બૃહદારણ્યક ઉપનિષદમાં અનેક દૃષ્ટિએ વિચાર કરવામાં આવ્યું છે. “મારું મન બીજી તરફ હતું, તેથી હું જોઈ શક્યો નહિ', મારું મન બીજી બાજૂ હતું, તેથી હું સાંભળી શક્યો નહિ' વગેરે વાક્યો બતાવે છે કે મનુષ્ય મન દ્વારા જુએ છે અને સાંભળે છે. કામ, સંકલ્પ, વિચિકિત્સા (સંશય), શ્રદ્ધા, અશ્રદ્ધા, ધૃતિ, અધૃતિ, લજ્જા, બુદ્ધિ, ભય એ બધું મન જ છે. કોઈ માણસ કોઈની પીઠને સ્પર્શ કરે તો એ મનથી જાણી લે છે. ‘બૃહદારણ્યક'માં મનને ‘પરમ બ્રહ્મ સમ્રાટ' (૪-૧-૬) અને ‘છાન્દોગ્ય” (૭૩-૧)માં “બ્રહ્મ' કહ્યું છે. “તેજોબિન્દુ ઉપનિષદ (પ-૯૮-૧૦૪)માં કહ્યું છે કે “મન જ સમસ્ત જગત છે, મન સંસાર છે, મન ત્રિલોક છે, મન જ મહાન શત્રુ છે, મન જ મહાદુઃખ છે, મન કાળ છે, મને સંકલ્પ છે, મન જીવ છે, મન ચિત્ત છે, મન અહંકાર છે, મન અંતઃકરણ છે, મન પૃથ્વી છે, મન જળ છે, મન અગ્નિ છે, મન વાયુ છે, મન આકાશ છે, મન શબ્દ છે, શબ્દ રૂપ રસ ગંધ અને પાંચ કોશ મનથી ઉત્પન્ન થયા છે, જાગરણ સ્વપ્ર સુષુપ્તિ આદિ મનોમય છે, દિપાલ વસુ દ્ર આદિત્ય પણ મનોમય છે.” પ્રજ્ઞાત્મા, પ્રજ્ઞાનાત્મા, વિજ્ઞાનાત્મા કૌષીતકી' ઉપનિષદમાં પ્રાણને પ્રજ્ઞા અને પ્રજ્ઞાને પ્રાણ કહેવામાં આવ્યાં છે. પ્રાણાત્મા પછી જ્યારે પ્રજ્ઞાત્માની શોધ થઈ ત્યારે પ્રાચીન અને નવીનનો સમન્વય જરૂરી બન્યો (પ્રાપtfક્ષ પ્રજ્ઞાત્મા (૩-૨, ૩-૩), જે વૈ પ્રાપ: સા. પ્રજ્ઞા ય વા પ્રજ્ઞા : પ્રાપ: (૩-૩, ૩-૪). “ઇન્દ્રિયો અને મન એ બંને પ્રજ્ઞા વિના અકિંચિત્કર છે, એ વાત “કૌષીતકી'માં સ્પષ્ટ કરવામાં આવી છે. પ્રજ્ઞાનું મહત્ત્વ ઇન્દ્રિયો અને મનની તુલનાએ વિશેષ છે. પ્રજ્ઞા મનોમય આત્માનો પણ અંતરાત્મા છે. વિજ્ઞાનાત્માને મનોમય આત્માનો અંતરાત્મા બતાવીને “તૈત્તિરીય” ઉપનિષદમાં આ વાતનો સંકેત અપાયો છે. આથી પ્રજ્ઞા અને વિજ્ઞાનને પર્યાય ગણવામાં કોઈ બાધ નથી. “ઐત્તરેય ઉપનિષદમાં પ્રજ્ઞાન બ્રહ્મના જે પર્યાય આપવામાં આવ્યા છે, એમાં મન પણ છે; મનોમય આત્મા સાથે પ્રજ્ઞાનાત્માનો આ સમન્વય છે. એ ઉપનિષદમાં પ્રજ્ઞા અને પ્રજ્ઞાનને એક ગણવામાં આવ્યાં છે અને પ્રજ્ઞાનના પર્યાય તરીકે વિજ્ઞાન આપ્યું છે ! સારાંશ કે પ્રજ્ઞા, પ્રજ્ઞાન, વિજ્ઞાન સમાનાર્થ છે અને એ અર્થમાં પ્રજ્ઞાત્મા, પ્રજ્ઞાનાત્મા, વિજ્ઞાનાત્માનો સ્વીકાર કરવામાં આવ્યો છે. મનોમય આત્મા સૂક્ષ્મ છે, પણ કેટલાકના મત પ્રમાણે ભૌતિક છે અને બીજા કેટલાકના મત પ્રમાણે Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨. અનુયોગ ૩૩ અભૌતિક-સૂક્ષ્મ છે. પણ વિજ્ઞાનને જ્યારે આત્મા ગણવામાં આવ્યું ત્યારે આત્મા અભૌતિક તત્ત્વ છે એ મતનું સમર્થન થયું. આત્મવિચારણાની દિશામાં મોટું પરિવર્તન આવ્યું અને આત્મા મૌલિક ચેતન તત્ત્વ છે એ માન્યતા સ્થિર થઈ. પ્રજ્ઞાનની પ્રતિષ્ઠા એટલી વધી કે આંતર અને બાહ્ય સર્વ પદાર્થોને પ્રજ્ઞાન નામ મળ્યું. આનંદાત્મા પદાર્થને જાણવો એ એક વાત છે અને એનો ઉપભોગ કરવો એ જુદી વાત છે. વસ્તુનો સંબંધ જાણવાથી જ્ઞાન થાય છે અને તે ભોગવવાથી સંવેદન થાય છે. જ્ઞાનનું સ્થાન પહેલું અને ભોગનું બીજું. વેદના અનુકૂલ અને પ્રતિકૂલ બંને પ્રકારની હોય. અનુકૂલ વેદના એ સુખ અને પ્રતિકૂલ વેદના એ દુઃખ. સુખની પરાકાષ્ઠા આનંદ છે. બાહ્ય પદાર્થોના ભોગથી સર્વથા નિરપેક્ષ અનુકૂલ વેદના એ આત્માનું સ્વરૂપ છે અને એને જ આનંદાત્મા નામ મળ્યું છે. અનુભવના સંવેદનથી પ્રજ્ઞાનાત્મા અને વિજ્ઞાનાત્માનો ભાવ પેદા થયો અને એનો પરિપાક આનંદાત્મા રૂપે થયો. મનુષ્યની બે ભાવનાઓ છે-દાર્શનિક અને ધાર્મિક, દાર્શનિક ભાવના વિજ્ઞાનાત્માને મુખ્ય માને છે. પણ દાર્શનિકોના મનમાં રહેલો ધાર્મિક આત્મા આનંદાત્માની કલ્પનાથી સંતોષ અનુભવે છે. પુરુષ, ચેતન, આત્મા, ચિદાત્મા અને બ્રહ્મ અન્નમય આત્મા, જેને શરીર પણ કહેવામાં આવે છે તે રથ જેવો છે, એને ચલાવનારથી તે આત્મા અથવા ચેતન છે. (“મૈત્રી' ઉપનિષદુ, ૨-૩-૪, “કઠ’ ઉપનિષદ, ૧-૩-૩, “કેન” “ઉપનિષદ', ૧-૨). શરીરની સંચાલક શક્તિ આત્મા છે, પણ શરીર અને આત્મા એ બે પૃથક્ તત્ત્વ છે; આત્મા પ્રાણનો પણ પ્રાણ છે. કેન” ઉપનિષદ (૧-૪-૬) કહે છે કે આત્મા ઇન્દ્રિય અને મનથી ભિન્ન છે. ઇન્દ્રિયો અને મન બ્રહ્માત્મા વિના કંઈ કરવાને અસમર્થ છે. ઇન્દ્રિયો આત્માની પ્રેરણાથી જ પોતપોતાનાં કાર્ય કરે છે. જેમ વિજ્ઞાનાત્માનો આત્મા અંતરાત્મા છે તેમ આનંદાત્માનો અંતરાત્મા સત રૂપ બ્રહ્મ છે. એ ઉપરથી વિજ્ઞાન અને આનંદથી પણ પર પરબ્રહ્મની કલ્પના થઈ છે. - બ્રહ્મ અને આત્મા જુદાં નથી, પણ એક તત્ત્વનાં બે નામ છે. એ તત્ત્વને સર્વ તત્ત્વોથી પર એવો પુરુષ માનવામાં આવ્યો છે અને સર્વ ભૂતોમાં રહેલો ગૂઢાત્મા કહેવાયો છે. “કઠ ઉપનિષદમાં બુદ્ધિવિજ્ઞાનને પ્રાકૃત-જડ ગણવામાં Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૪ યોગ, અનુયોગ, મંત્રયોગ આવ્યું છે; આથી વિજ્ઞાનાત્માની કલ્પનાથી ચિત્તકોને સંતોષ નહોતો. એનાથી પણ આગળ ચિદાત્મા, પુરુષ, ચેતનાત્માની શોધ આવશ્યક હતી અને તે પરબ્રહ્મની ધારણાથી પૂર્ણ થઈ. - વિજ્ઞાનાત્મા સ્વત: પ્રકાશિત નથી. સુષુપ્તાવસ્થામાં તે અચેતન બને છે. પણ ચિદાત્મા એવો નથી. તે વિજ્ઞાનનો પણ અંતર્યામી છે, એ સાક્ષાત છે, અપરોક્ષ છે, પ્રાણ ગ્રહણ કરનાર છે, આંખથી જોનાર છે, કાનથી સાંભળનાર છે, મનથી વિચાર કરનાર છે. જ્ઞાની છે, દ્રષ્ટા છે, શ્રોતા છે, મનન કરનાર છે, વિજ્ઞાતા છે, નિત્ય ચિન્માત્ર રૂપ છે, સર્વ પ્રકાશ રૂપ છે, ચિન્મય જ્યોતિ સ્વરૂપ છે. એ પુરુષ અથવા ચિદાત્મા અજર અમર અક્ષર અમૃત અવ્યય અજ નિત્ય ધ્રુવ શાશ્વત, અનંત છે. અશબ્દ, અસ્પર્શ, અરૂપ, અવ્યય, અરસ, નિત્ય, અગન્ધવત, અનાદિ, અનંત, મહત તત્ત્વથી પર અને ધ્રુવ એવા આત્માનું જ્ઞાન પામીને મનુષ્ય મુક્ત થાય છે– જીવન્મુક્ત થાય છે. અખાએ કહ્યું છે કે “મરતાં પહેલાં જાને મરી' ! બુદ્ધનો અનાત્મવાદ ઋષિઓને જ્યારે અતીન્દ્રિય તત્ત્વનો બોધ થયો ત્યારે તેઓ એના સ્વરૂપનો, સ્વાભાવિક રીતે વિચાર કરવા લાગ્યા. પ્રાણ મન અને પ્રજ્ઞાથી પર આત્માની કલ્પના થઈ ત્યારે ચિન્તકો સમક્ષ નૂતન પ્રશ્નો ઉપસ્થિત થયા. પ્રાણ અને પ્રજ્ઞાનું જ્ઞાન સરળ હતું, પણ આત્મજ્ઞાન શી રીતે થાય ? આત્માનું સ્વરૂપ કેવું છે? વગેરે પ્રશ્નો થયા. આત્મસુખની તુલનાએ સંસારનાં સુખ અને સ્વર્ગ એમને તુચ્છ લાગ્યાં તથા ત્યાગ અને તપની કઠિનતા એમણે સહર્ષ સહન કરી. નચિકેતા જેવો બાલક પણ (‘કઠ” ઉપનિષદ ૧-૨૩, ૨૯) આત્મજ્ઞાન માટે એવો ઉત્સુક થયો કે એને સ્વર્ગસુખ હેય લાગ્યું. મૈત્રેયી (બૃહદારણ્યક', ૨-૪-૩) જેવી વિદુષીને પોતાના પતિની સુખસંપત્તિની તુલનાએ આત્મવિદ્યા વિશેષ મૂલ્યવાન લાગી. યાજ્ઞવક્યને જગતની સર્વ વસ્તુઓ આત્માને કારણે પ્રિય લાગી (માત્મનતુ રામણ સર્વ “મુંડક', ૨-૨-૫) આથી આત્માને વિલોવો જોઈએ, સાંભળવો જોઈએ, એ વિષે વિચાર કરવો જોઈએ અને એનું ધ્યાન ધરવું જોઈએ; એમ કરવાથી બધુ જાણી શકાશે (બૃહદારણ્યક ઉપનિષદ, ૪-૫-૬). પરન્તુ આત્મવિદ્યાનો યે અતિરેક થયો. અતીન્દ્રિય આત્મા વિષે દરેક ચિન્તક મનમાની કલ્પના કરવા લાગ્યો. આથી એની પ્રતિક્રિયા થાય એ કુદરતી હતું. ભગવાન બુદ્ધના ઉપદેશોમાં આપણને એ પ્રતિક્રિયા જોવા મળે છે. સર્વ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨. અનુયોગ ૩૫ ઉપનિષદોનો સાર એ છે કે વિશ્વનું મૂલ શાશ્વત આત્મા - બ્રહ્મ તત્ત્વ છે અને એના વિના બીજું કંઈ નથી. ઉપનિષદકારે એમ પણ કહ્યું કે અદ્વૈત તત્ત્વને બાજૂએ મૂકી જે સંસારમાં ભેદ માને છે તે સર્વનાશને નિમંત્રણ આપે છે (નવાનુવર્ણવ્યું नेह नानास्ति किञ्चन । मृत्योः स मृत्युमाप्नोति यह नानेव पश्यति । (બૃહદારણ્યક', ૪-૪-૧૯; “કઠ’ ૪-૧૧) આ માન્યતાનો પ્રતિકાર ભગવાન બુદ્ધે કર્યો અને સમય અધ્યાત્મ ચિત્તનને અનાત્મવાદ તરફ ખેંચવાનો પ્રથમ પ્રયત્ન કર્યો. આનો અર્થ એવો નથી કે બુદ્ધે અનાત્મવાદનો ઉપદેશ કર્યો અથવા આત્મતત્ત્વનો એમણે સર્વથા નિષેધ કર્યો. બુદ્ધના વક્તવ્યનો સારાંશ એ કે વિશ્વમાં એક માત્ર મૌલિક તત્ત્વ અદ્વૈત આત્માને માન્યો, એ ઉચિત નથી. નાસ્તિક ચાર્વાક કે લોકાયત અનાત્મવાદી છે અને ભગવાન બુદ્ધ પણ અનાત્મવાદી છે. બંને એ વિષે સંમત છે કે આત્મા સ્વતંત્ર દ્રવ્ય નથી તેમજ એ નિત્ય અથવા શાશ્વત પણ નથી. બંનેના મતાનુસાર આત્મા એ ઉત્પન્ન અથવા પેદા થનાર વસ્તુ છે. પણ ચાર્વાક અને બુદ્ધના મતમાં ભિન્નતા એ છે કે બુદ્ધ પગલ, આત્મા, જીવ અને ચિત્ત નામની વસ્તુ માની છે, જ્યારે ભૂતવાદી એને ચાર ભૂતો પૃથ્વી, અપ, તેજ, વાયુથી અથવા એમાં પાંચમું ભૂત આકાશ ઉમેરાતાં પાંચ ભૂતોથી ઉત્પન્ન થતી પરતંત્ર વસ્તુ માને છે. બુદ્ધ પણ જીવ, પુદ્ગલ અથવા ચિત્તને અનેક કારણોથી ઉત્પન્ન થતું માને છે, અને એ અર્થમાં તે સર્વ પરતંત્ર છે, પરન્તુ એ ઉત્પત્તિનું જે કારણ તે વિજ્ઞાન તેમજ વિજ્ઞાનેતર છે, જ્યારે ચાર્વાક માને છે કે ચૈતન્યની ઉત્પત્તિમાં ચૈતન્યથી ભિન્ન ભૂતો જ કારણ છે, ચૈતન્ય નહિ. ભૂતો સમાન વિજ્ઞાન પણ એક મૂલ તત્ત્વ છે, જે જન્ય તેમજ અનિત્ય છે. બુદ્ધ વિજ્ઞાનની સંતતિધારાને અનાદિ માને છે, પણ લોકાયત સંપ્રદાયમાં ચૈતન્યધારા જેવું કંઈ નથી. નદીનો પ્રવાહ ધારાબદ્ધ જળબિન્દુમાંથી બને છે અને એમાં એકતાનો ભાસ થાય છે. એ પ્રમાણે વિજ્ઞાન સંતતિધારાથી વિજ્ઞાનવાદનું નિર્માણ થાય છે. ભગવાન બુદ્ધ રૂપ, વેદના, સંસ્કાર અને વિજ્ઞાન, ચક્ષુ આદિ ઈન્દ્રિયો અને એમના વિષય, એનાથી થતું જ્ઞાન, મન, માનસિક ધર્મ અને મનોવિજ્ઞાન એ સર્વ ઉપર વિચાર કર્યો છે અને સર્વને અનિત્ય, દુઃખમય અને અનાત્મ ગણાવ્યાં છે; એ સર્વને તેઓ અનિત્ય ગણે છે. જો અનિત્ય હોય તો સુખરૂપ કે દુઃખરૂપ? દુઃખરૂપ જે વસ્તુ અનિત્ય હોય, દુઃખમય હોય, પરિણામી હોય એને વિષે, “આ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૬ યોગ, અનુયોગ, મંત્રયોગ મારી વસ્તુ છે, આ હું છું, આ મારો આત્મા છે,' એવી વિચારણા થઈ શકે ખરી? ઉત્તર નકારમાં છે. આમ ભગવાન બુદ્ધ એવો નિષ્કર્ષ કાઢે છે કે જગતમાં સર્વ કંઈ અનાત્મ છે અને આત્મા નામની કોઈ વસ્તુ નથી (“સંયુત્તનિકાય', ૧૨૭૦, ૩૨-૩૭; “દીઘનિકાય', મહાનિદાન સુત્ત ૧૫; “વિનયપિટક, મહાવગ્ન, ૧-૬, ૩૮-૪૬). બુદ્ધ રૂપાદિ વસ્તુઓને જન્ય માની છે અને એવી વ્યાપ્તિ બાંધી છે કે જે જન્ય છે એનો નિરોધ જરૂરી છે (‘મહાવગ', ૧-૬-૨૯; “અંગુત્તર નિકાય', તિક નિપાત, ૧૩૪), આમ બુદ્ધમતમાં અનાદિ અનંત આત્મતત્ત્વને સ્થાન નથી. વળી બુદ્ધિમતમાં મનને અંતઃકરણ (‘અંદરની ઇન્દ્રિય) માન્યું છે, એથી ઇન્દ્રિયોની જેમ ચિત્તોત્પાદનું પણ આ એક કારણ છે. આથી મનોમય આત્મા સાથે એની તુલના શક્ય નથી, પણ વિજ્ઞાનાત્મા સાથે એની આંશિક તુલના થાય; બીજા શબ્દોમાં કહીએ તો બુદ્ધનો ઉપદેશ એવો છે કે જીવનું જન્મ, જરા, મરણ જેવું કોઈ સ્થાયી ધ્રુવ નથી, પણ એ સર્વ અમુક કારણોથી ઉત્પન્ન થાય છે. બુદ્ધને જેમ લોકાયતનો દેહાત્મવાદ અમાન્ય છે તેમ ઉપનિષદ-સંમત નિત્ય, ધ્રુવ, શાશ્વત આત્મા પણ અમાન્ય છે. એમને મતે, આત્મા શરીરથી અત્યંત ભિન્ન નથી તેમ અભિન્ન પણ નથી. બુદ્ધને લોકાયત-સંમત ભૌતિકવાદ ઐકાંન્તિક જણાય છે તેમ ઉપનિષદ-સંમત ફૂટસ્થ આત્મવાદ પણ ઐકાન્તિક લાગે છે. એમનો માર્ગ મધ્યમ માર્ગ છે, જેને તેઓ “પ્રતીત્યસમુત્પાદ– અમુકની અપેક્ષાએ અમુક તત્ત્વ પેદા થયું એમ કહે છે. એ વાદ શાશ્વતવાદ નથી તેમ ઉચ્છેદવાદ પણ નથી; એને અશાશ્વત અનુચ્છેદવાદ કહી શકાય. બૌદ્ધ મતાનુસાર સંસારમાં સુખ દુઃખ આદિ અવસ્થાઓ છે, કર્મ છે, જન્મ છે, મરણ છે, બંધ છે, મુક્તિ પણ છે, પરન્તુ એ સર્વનો કોઈ સ્થિર આધાર નથી. એ સર્વ અવસ્થાઓ પૂર્વવર્તી કારણોથી ઉત્પન્ન થાય છે અને પોતાનું કાર્ય કરીને નાશ પામે છે. આમ સંસારચક્ર ચાલે છે. પૂર્વનો સર્વથા ઉચ્છેદ નથી તેમ એની ધ્રુવતા પણ નથી. ઉત્તરાવસ્થા પૂર્વાવસ્થાથી સર્વથા અસંબદ્ધ છે, એ વાત અસ્વીકાર્ય છે, કેમકે બંને કાર્યકારણની શૃંખલાની બંધાયેલ છે. પૂર્વાવસ્થાના સર્વ સંસ્કાર ઉત્તરાવસ્થામાં આવે છે, એથી અત્યારે જે પૂર્વ છે તે પછી ઉત્તર બને છે. ઉત્તર પૂર્વથી સર્વથા ભિન્ન નથી તેમ અભિન્ન નથી, પણ અવ્યાકૃત છે. ભિન્ન કહેવાથી ઉચ્છેદવાદ માનવો પડે છે અને અભિન્ન કહેવાથી શાશ્વતવાદ સ્વીકારવો પડે છે. આથી આ બાબતમાં બુદ્ધ અવ્યાકૃતવાદનું શરણ લીધું છે ! (‘મિલિન્દ પહ’, ૨, ૨૫-૩૩). Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨. અનુયોગ ૩૭ બુદ્ધઘોષે ('વિશુદ્ધિમગ', ૧૯-૨૩) પૌરાણિકોનો આધાર લઈ આ પ્રતિપાદન કર્યું છે अथेव चक्खुविण्णाणं मनोधातु अनंतरं । न चेव आगतं नापि न निब्बतं अनंतरं ॥ तदेव परिसंधिह्मि वत्तते चित्तसंतति । पुरिमं भज्जति चित्तं पच्छिमं जायते ततो ॥ “જેવી રીતે મનોધાતુની પછી ચક્ષુર્વિજ્ઞાન થાય છે. એ ક્યાંયથી આવ્યું નથી, તો પણ એવું નથી કે તે ઉત્પન્ન થયું નથી; એ જ રીતે જન્માત્તરમાં ચિત્ત સંતતિ વિષે સમજવું જોઈએ કે પૂર્વચિત્તનો નાશ થયો છે અને એથી નવા ચિત્તની ઉત્પત્તિ થઈ છે.” દાર્શનિકોનો આત્મવાદ ઉપનિષદો દીર્ધકાળના ચિન્તનનું પરિણામ છે, પણ એમાં આ વાત નિરંતર અનુસ્મૃત છે-ભૂતવાદની પ્રધાનતા માનો કે આત્મવાદની, પણ વિશ્વના મૂળમાં કોઈ એક વસ્તુની સત્તા છે, અનેક વસ્તુઓની નહિ. “ઋગ્વદ' (૧૦૧૨૯)માં એને તવે કહેવામાં આવ્યું છે, પણ એનું નામ આપ્યું નથી. બ્રાહ્મણકાળમાં એ વસ્તુને “પ્રજાપતિ' સંજ્ઞા અપાઈ; ઉપનિષદોમાં સત, અસતુ, આકાશ, જલ, વાયુ, પ્રાણ, મન, પ્રજ્ઞા, આત્મા, બ્રહ્મ આદિ અનેક નામે તે પ્રગટ થયું. વિવિધ ભારતીય દર્શનોમાં સુત્રોની રચના થઈ એમાં વેદાન્ત દર્શન સિવાય કોઈ પણ વૈદિક કે અવૈદિક દર્શનમાં અદ્વૈતવાદનું નિરૂપણ નથી. આથી સ્પષ્ટ છે કે ઉપનિષદ પહેલાં પણ અદ્વૈતવિરોધી પરંપરાનું અસ્તિત્વ હતું. એ પરંપરાને આધારે તો વેદ અને બ્રાહ્મણ ગ્રંથોમાં પ્રતિપાદિત વૈદિક કર્મકાંડને સ્થાને સ્વયં વેદાનુયાયીઓએ પણ જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગનો સ્વીકાર કર્યો અને વેદ માન્ય દર્શનોએ પણ અદ્વૈતમાર્ગ છોડીને દ્વતમાર્ગનો અથવા બહુતત્ત્વવાદનો સ્વીકાર કર્યો. વેદ બાહ્ય શ્રમણ પરંપરામાં જૈન, આજીવક, બૌદ્ધ, ચાર્વાક આદિ છે, પણ આધુનિક સમયમાં જૈન અને બૌદ્ધ પરંપરા રહી છે. અલબત્ત, વર્તમાન નાગા બાવાઓની સંસ્થામાં આજીવક સંપ્રદાયનું સાતત્ય છે ખરું. વળી વૈદિક દર્શનોમાં ન્યાય-વૈશેષિક, સાંખ્યયોગ અને પૂર્વ મીમાંસા જડ અને ચેતન એ બંને મૌલિક તત્ત્વો માને છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ યોગ, અનુયોગ, મંત્રયોગ જૈન દર્શન સર્વ વૈદિક દર્શનોની જેમ જૈન દર્શને પણ આત્માનો-ચેતન તત્ત્વનો સ્વીકાર કર્યો છે. પણ ચેતન તત્ત્વ પોતાની સંસારી અવસ્થામાં બૌદ્ધ દર્શનના પુગલની -જેમ મૂર્ણામૂર્તિ છે. જ્ઞાનાદિ ગુણની અપેક્ષાએ તે અમૂર્ત છે અને કર્મ સાથે સંબદ્ધ - હોવાથી મૂર્ત છે. આથી ઊલટું, બીજાં સર્વ દર્શનોમાં ચેતનને અમૂર્ત માનવામાં -- આવ્યું છે. બૌધ્ધ દર્શનને લોકાયતનો ઉચ્છેદવાદ અથવા ઉપનિષદાદિનો આત્મશાશ્વતવાદ માન્ય નથી, પણ તે આત્મસંતતિને અનાદિ માને છે, આત્માને અનાદિ માનતું નથી. ન્યાય-વૈશેષિક, સાંખ્યયોગ, પૂર્વમીમાંસા, ઉત્તરમીમાંસા અને જૈન દર્શન આત્માને અનાદિ માને છે, પણ જૈન દર્શન અને પૂર્વમીમાંસાનો ભટ્ટ સંપ્રદાય આત્માને પરિણામી નિત્ય માને છે. બાકી બધાં દર્શનો આત્માને ફૂટસ્થ નિત્ય માને છે. ઉપનિષદોને આધારે વેદાન્ત દર્શનમાં “બ્રહ્મસૂત્ર'ની રચના થઈ ત્યારે એમાં અદ્વૈત સિદ્ધાન્તને જ પ્રાધાન્ય મળ્યું. વેદાન્તના સંપ્રદાયો શંકરાચાર્યનો સિદ્ધાન્ત છે કે મૂલ રૂપમાં બ્રહ્મ એક હોવા છતાં અનાદિ અવિદ્યાને કારણે તે અનેક જીવરૂપે જણાય છે-જેમ અજ્ઞાનને કારણે રજ્જુમાં સર્પની ભ્રાન્તિ થાય છે તેમ અજ્ઞાનને કારણે બ્રહ્મમાં અનેક જીવો જણાય છે. એનું કારણ અવિદ્યા અથવા માયા છે. જીવને બ્રહ્મનો વિવર્ત કહેવામાં આવે છે. જીવનું અજ્ઞાન દૂર થતાં એને બ્રાહ્મ તાદાભ્યનો અનુભવ થાય છે અર્થાત્ જીવભાવ દૂર થતાં તે બ્રહ્મભાવ પામે છે. માયાવાદનું બીજું નામ વિવર્તવાદ છે. રામાનુજાચાર્ય માને છે કે પરમાત્મા બ્રહ્મનું કારણ છે અને કાર્ય પણ છે. સૂક્ષ્મ ચિત અને અચિત વડે વિશિષ્ટ બ્રહ્મ કારણ છે અને સ્કૂલ ચિત અને અચિત વડે વિશિષ્ટ બ્રહ્મ કાર્ય છે. આ બંને વિશિષ્ટનું ઐક્ય સ્વીકારવાને કારણે રામાનુજાચાર્યનો સિદ્ધાન્ત વિશિષ્ણદ્વૈત તરીકે ઓળખાય છે. તેમના સિદ્ધાન્ત . અનુસાર, જીવો અનેક છે, નિત્ય છે અને અણુપરિમાણ છે. જીવ અને જગત બંને પરમાત્માનું કાર્ય અર્થાત્ પરિણામ છે; આથી એ મિથ્યા નહિ, પણ સત્ય છે. મુક્તિમાં જીવ પરમાત્માની સમાન હોઈ એમની નિકટ રહે છે. આમ છતાં Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨. અનુયોગ ૩૯ પરમાત્મા અને જીવ જુદા છે: એક કારણ છે, બીજો કાર્ય. પણ કાર્ય કારણનું જ પરિણામ હોઈ બંનેનું અદ્વૈત છે. નિમ્બાકાચાર્યના મત પ્રમાણે, પરમાત્માનાં બે સ્વરૂપ છે–ચિત અને અચિત. બંને પરમાત્માથી ભિન્ન છે અને અભિન્ન પણ છે. જેમ વૃક્ષ અને પાંદડાં, દીપક અને પ્રકાશ વચ્ચે ભેદભેદ છે તેમ પરમાત્મામાં પણ ચિત અને અચિત બંનેનો ભેદભેદ છે. જીવ પરમાત્માનો અંશ છે; આથી અંશ અને અંશી વચ્ચે ભેદભેદ છે. જીવ અનેક છે, નિત્ય છે, અણુપરિણામ છે. અવિદ્યા અને કર્મને કારણે જીવ માટે સંસારનું અસ્તિત્ત્વ છે. મુક્તિમાં પણ જીવ અને પરમાત્માનો ભેદ છે, પણ જીવ પોતાને પરમાત્માથી અભિન્ન ગણે છે. વેદાન્તદર્શનનો ભાગ હોવા છતાં મધ્વાચાર્યનું દર્શન અદ્વૈત નહિ, પણ દ્વૈત છે. રામાનુજાર્ય વગેરેએ જગતને બ્રહ્મનું પરિણામ માન્યું છે અર્થાત બ્રહ્મ એ જગતનું ઉપાદાન કારણ છે, અને એ રીતે તેમણે અદ્વૈતવાદનો પુરસ્કાર કર્યો છે. મધ્વાચાર્યે પ્રકૃતિને નિમિત્તકારણ માનીને પ્રકૃતિને જગતનું ઉપાદાન કારણ ગણી છે. રામાનુજ વગેરેએ જીવને પરમાત્માનું કાર્ય, પરિણામ અને અંશ માનીને બંનેનો અભેદ પ્રતિપાદિત કર્યો છે, પરન્તુ મધ્વાચાર્યે જીવ અનેક માનીને એમનો પરસ્પર ભેદ ગણ્યો છે તે સાથે ઈશ્વરથી પણ એ સર્વનો ભેદ માન્યો છે. આમ મધ્વાચાર્ય ઉપનિષદોની અદ્વૈત પ્રવૃત્તિનું સૂકાન ફેરવી નાંખ્યું. એમના મત પ્રમાણે, જીવ અનેક, નિત્ય અને અણુપરિમાણ છે; જેમ બ્રહ્મ સત્ય છે તેમ જીવ પણ સત્ય છે, પરંતુ તે પરમાત્માને અધીન છે. વિજ્ઞાનભિક્ષુના મતાનુસાર, પ્રકૃતિ અને પુરુષ–જીવ-બ્રહ્મથી ભિન્ન હોઈ વિભક્ત રહી શકે નહિ, પણ તેઓ એમાં અંતતિ, ગુપ્ત, અવિભક્ત છે; આથી વિજ્ઞાનભિક્ષુનો મત “અવિભાગદ્વૈત' કહેવાય છે. જીવ અને બ્રહ્મનો સંબંધ પિતાપુત્ર સમાન છે—જેમ જીવ બ્રહ્મમાં હતો, બ્રહ્મમાંથી જ પ્રગટ થાય છે તથા પ્રલયકાળે બ્રહ્મમાં જ લીન થાય છે. ઈશ્વરની ઇચ્છાથી જીવ અને પ્રકૃતિનો સંબંધ થાય છે અને જગતની ઉત્પત્તિ પણ થાય છે. શ્રી ગૌરાંગ – ચૈતન્યના મત પ્રમાણે, શ્રી કૃષ્ણ જ પરમ બ્રહ્મ છે. શ્રીકૃષ્ણની અનંત શક્તિમાં અનેક જીવોની શક્તિ પણ સંમિલિત છે અને એ શક્તિમાંથી અનેક જીવોનો આવિર્ભાવ થાય છે. આ બધા જીવો અણુપરિમાણ છે, બ્રહ્મના અંશ છે અને બ્રહ્મને સ્વાધીન છે. જીવ અને જગત પરમ બ્રહ્મથી ભિન્ન છે અને બ્રહ્મને અધીન છે; આ એક અચિજપ વિષય છે. આથી ચૈતન્યનો મત Page #47 -------------------------------------------------------------------------- ________________ યોગ, અનુયોગ, મંત્રયોગ અચિન્ત્યભેદા-ભેદવાદ કહેવાય છે. ભક્તના જીવનનું પરમ ધ્યેય આ છે—જીવ બ્રહ્મસ્વરૂપ કૃષ્ણથી ભિન્ન હોવા છતાં કૃષ્ણભક્તિમાં લીન થઈ એમ અનુભવવા લાગે કે પોતાનું વિસ્મરણ કરીને કૃષ્ણમય થઈ રહ્યો છે. ૪૦ પુષ્ટિમાર્ગના પ્રવર્તક વલ્લભાચાર્યના મતાનુસાર જગત બ્રહ્મનું પરિણામ છે, તોપણ બ્રહ્મમાં કોઈ પ્રકારનો વિકાર પેદા થતો નથી. સ્વયં શુદ્ધ બ્રહ્મ જગતરૂપે પરિણામ પામે છે. એને માયા કે અવિદ્યાનો સંબંધ નથી; આથી એ શુદ્ધ કહેવાય છે; અને એ શુદ્ધ બ્રહ્મ જ કારણ તેમજ કાર્યરૂપ છે. આથી વલ્લભમત શુદ્ધાદ્વૈતવાદ કહેવાય છે. એ ચર્ચામાંથી આ નિષ્કર્ષ નીકળે છેઃ-કારણ બ્રહ્મની જેમ કાર્યબ્રહ્મ અર્થાત્ જગત પણ સત્ય છે, મિથ્યા નથી. “બ્રહ્મમાંથી જીવનો ઉદ્ગમ અગ્નિમાંથી સ્ફુલિંગ ઉત્પન્ન થવા સમાન છે. જીવમાં બ્રહ્મના સત્ અને ચિત્ એ બે અંશ પ્રગટ થાય છે, આનંદ અંશ અપ્રગટ રહે છે; જીવ નિત્ય અને અણુપરિમાણ છે, બ્રહ્મનો અંશ છે, પણ બ્રહ્મથી અભિન્ન છે— सत्यपि भेदापगमे नाथ तवाहं न मामकीनस्त्वम् । सामुद्रो हि तरंगः वचन समुद्रो न तारंगः ॥ જીવની અવિદ્યાને કારણે એનો અહિંસા-મમતાત્મક સંસાર પેદા થાય છે. વિદ્યાથી અવિદ્યાનો નાશ થતાં સંસાર બંધન પણ દૂર થાય છે. શૈવ મત અથવા પ્રત્યભિજ્ઞા દર્શન વેદ અને ઉપનિષદને પ્રમાણભૂત માની અદ્વૈત બ્રહ્મસ્વરૂપ પરમાત્માને માનનાર વેદાન્તીઓએ જીવોને અનેક માનવાનું, પોતાને ઈષ્ટ પ્રમાણો દ્વારા, સિદ્ધ કર્યું છે. પણ હવે છેલ્લે, શૈવ મતનો વિમર્શ કરવાનું પ્રાપ્ત થાય છે. શૈવો વેદ અને ઉપનિષદને પ્રમાણ માનતા નથી અને વૈદિકોએ ઉપદેશેલા વર્ણાશ્રમનો અસ્વીકાર કરે છે; છતાં અદ્વૈતમાર્ગનો સ્વીકાર કરે છે અને એ દ્વારા જીવોની અનેકતા સિદ્ધ કરે છે. આ મતને પ્રત્યભિજ્ઞાદર્શન કહે છે; એનો ઉદ્ભવ કાશ્મીરમાં થયો હતો અને એના પ્રવર્તક અભિનવગુપ્ત આદિ આચાર્યો પણ કાશ્મીરમાં થયા હતા. પ્રત્યભિજ્ઞાદર્શનમાં બ્રહ્મને સ્થાને અનુત્તર નામનું એક તત્ત્વ છે. એ સર્વશક્તિમાન નિત્ય પદાર્થ છે; એને શિવ અથવા મહેશ્વર પણ કહે છે. જીવ અને જગત એ બંને શિવની ઇચ્છાથી પ્રગટ થાય છે; આથી એ બંને મિથ્યા નથી, પણ સત્ય છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨. અનુયોગ ૪૧ મનનું સ્વરૂપ મન ઇન્દ્રિય ખરી કે કેમ? એ વિષે ન્યાયસૂત્ર” અને “વૈશેષિક સૂત્ર સ્પષ્ટ રીત કંઈ કહેતાં નથી. ન્યાયસૂત્રમાં પ્રમેય નિરૂપણ કરતાં મહર્ષિ અક્ષપાદ ગૌતમે મનને ઈન્દ્રિયોથી ભિન્ન ગણાવ્યું છે અને ઈન્દ્રિયનિરૂપણમાં પાંચ બહિરિન્દ્રિયોનો જ ઉલ્લેખ કર્યો છે. આથી કોઈને એમ લાગે કે “ન્યાયસૂત્રકારને મન ઈન્દ્રિય તરીકે માન્ય નથી. પણ એનો પ્રતિવાદ કરતાં “ન્યાયસૂત્ર'ના ભાષ્યકાર મહર્ષિ વાત્સ્યાયને કહ્યું છે કે મન એ ઈન્દ્રિય છે, મનને બહિ ઈન્દ્રિયોથી ભિન્ન બતાવવાનું તાત્પર્ય એ છે કે મન અન્ય ઈન્દ્રિયોથી વિલક્ષણ છે (વાત્સ્યાયન ભાષ્ય', ૧-૧-૪). વાસ્યાયન જેવા મહાન ચિન્તકના સ્પષ્ટીકરણ પછી પણ સાંખ્યકારિકા' (કારિકા ૨૭)માં ઈન્દ્રિયોમાં મનનો સમાવેશ કર્યો છતાં સાંખ્યકારિકા' ઉપરની ટીકામાં માઠરાચાર્યે પ્રત્યક્ષ પ્રમાણના પાંચ પ્રકાર બતાવ્યા છે. એથી ફલિત થાય છે કે લૌકિક પ્રત્યક્ષમાં મનોજન્ય જ્ઞાનનો સમાવેશ કરવાનો સ્પષ્ટ નિર્દેશ નથી. જૈન આગમ સૂત્રો પૈકી “નંદિસૂત્ર” અને “અનુયોગદ્વાર સૂત્ર આ વાતનું સમર્થન કરે છે; એમાં લૌકિક પ્રત્યક્ષમાં પાંચ પ્રકારનાં અનુભવજન્ય જ્ઞાનનો સમાવેશ કર્યો છે. પ્રાચીન દાર્શનિકોએ માનસ જ્ઞાનનો વિચાર નહોતો કર્યો એમ નહિ. એમણે પ્રત્યક્ષ જ્ઞાનમાં લૌકિક પ્રત્યક્ષને સ્વતંત્ર સ્થાન આપ્યું છે. ચરકસંહિતા'માં પ્રત્યક્ષ જ્ઞાનના ઇન્દ્રિયજ અને માનસ એમ બે ભેદ પાડવામાં આવ્યા છે. ચરકની પરંપરાનું અનુસરણ કરી બૌદ્ધ આચાર્ય મૈત્રેયનાથે “યોગાચાર ભૂમિશાસ્ત્રમાં પ્રત્યક્ષના ચાર ભેદોમાં માનસ-પ્રત્યક્ષને સ્થાન આપ્યું છે. આથી જૈન આગમોમાં સાંવ્યવહારિક પ્રત્યક્ષમાં માનસ પ્રત્યક્ષની ગણના થઈ ન હોવા છતાં આચાર્ય અકલંકે સાંવ્યવહારિકને પ્રત્યક્ષ પ્રમાણ વધ્યું છે. (જુઓ મલ્લિષણકૃત સ્યાદ્વાદમંજરી'નું પ્રો.આનંદશંકર ધ્રુવનું સંપાદન અને પૂનામાં ૧૯૧૭માં મળેલા ઓરિએન્ટલ કોન્ફરન્સના પહેલા અધિવેશનમાં એમનો નિબંધ ત્રિવિધમનુમાન) અનુયોગદ્વાર સૂત્ર' અનુયોગદ્વાર સૂત્રમાં પ્રત્યક્ષના ત્રણ ભેદ ગણાવ્યા છે–(૧) પૂર્વવત, (૨) શેષવત અને (૩) દૃષ્ટિસાઈમ્યવતું. “ચરકસંહિતા'માં તથા ન્યાય, સાંખ્ય અને બૌદ્ધ દર્શનમાં અનુમાનના ત્રણ ભેદ બતાવ્યા છે (‘ચરકસંહિતા', સૂત્ર સ્થાન, અધ્યાય ૧૧, શ્લોક ૨૧-૨૨; “ન્યાયસૂત્ર', ૧-૧-૫). “સાંખ્યકારિકામાં નામ નથી, કેવળ ત્રણ પ્રકારનો મોઘમ ઉલ્લેખ છે, પણ “માઠરવૃત્તિમાં ત્રણેય નામ આપ્યાં છે, જો કે ત્રીજું નામ “સામાન્યતો દષ્ટ' છે.) ત્રીજા ભેદનું નામ “અનુયોગ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૨ યોગ, અનુયોગ, મંત્રયોગ દ્વાર'ની જેમ દષ્ટસાધર્મવત્ નથી, પણ “માઠરવૃત્તિના ઉલ્લેખ અનુસાર સામાન્યતો દષ્ટ' છે. અલબત્ત, અહીં સ્પષ્ટ કરવું જોઈએ કે “અનુયોગદ્વારમાં અનુમાનના સ્વાર્થ અને પરાર્થ એવા બે ભેદ પાડવામાં આવ્યા નથી. આવો ભેદ પાડવાની પરંપરા પશ્ચાત્કાલીન છે. “ન્યાયસૂત્ર” અને વાત્સ્યાયનકૃત ‘ભાષ્ય'માં સ્વાર્થ અને પરાર્થના ભેદ નથી. બૌદ્ધ દર્શનમાં દિન્નાગ પૂર્વે મૈત્રેય, અસંગ અને વસુબધુના ગ્રન્થોમાં પણ આ ભેદ નથી. સૌ પહેલાં દિનાગના “પ્રમાણસમુચ્ચય'માં અને વૈશેષિક સૂત્ર” ઉપર્યુક્ત પ્રશસ્તપાદના ભાગમાં સ્વાર્થ-પરાર્થનો ભેદ છે. અનુદ્વારસૂત્ર' જેવા માન્ય આગમસૂત્રે સ્વીકારેલા આ ભેદો માન્ય રાખ્યા નથી એ આશ્ચર્યની વાત છે. (અકલંકકૃત “ન્યાયવિનિશ્ચય' કારિકા ૩૪૧-૪૨; તત્ત્વાર્થશ્લોક વાર્તિક', પૃ. ૨૦૫; સ્યાદ્વાદરત્નાકર', પૃ.પર૭). પૂર્વવત્ની સમજૂતી આપતાં “અનુયોગદ્વાર સૂત્રમાં કહ્યું છે કે પૂર્વપરિચિત કોઈ લિંગ દ્વારા પૂર્વપરિચિત વસ્તુનું પ્રત્યભિજ્ઞાન કરવું એ પૂર્વવતુ અનુમાન છે. ઉપાયહૃદય'નામે પ્રમાણશાસ્ત્રના બૌદ્ધ ગ્રન્થમાં પણ પૂર્વવતની આવી સમજૂતી આપી છે. “ઉપાયહદય' પછીના ગ્રન્થોમાં “પૂર્વવત’નાં અન્ય બે પ્રકારનાં ઉદાહરણ મળે છે. એ ઉદાહરણ છોડી દેવાનું કારણ એ છે કે તે વડે સૂચિત જ્ઞાન વસ્તુતઃ પ્રત્યભિજ્ઞાન છે. પ્રત્યભિજ્ઞાન અને અનુમાન વચ્ચે દાર્શનિકોએ ભેદ પાડ્યો ત્યારથી પૂર્વવતનાં ઉદાહરણ બદલવાનું આવશ્યક થયું. આથી સ્પષ્ટ છે કે “અનુયોગદ્વારમાં જે ઉદાહરણ છે તે પ્રાચીન પરંપરાનુસાર છે. - વાદળાં ઘેરાવાથી વૃષ્ટિનું અનુમાન કરવું એ કારણ ઉપરથી કાર્યનું અનુમાન છે. પણ એને પૂર્વવત અનુમાન માનનાર પ્રમાણશાસ્ત્રીઓમાં માઠર, વાત્સ્યાયન અને ગૌડપાદ છે. “અનુયોગદ્વાર સૂત્ર” અનુસાર કારણ ઉપરથી કાર્યનું અનુમાન શેષવત અનુમાનનો એક પ્રકાર છે. પણ પ્રસ્તુત સૂત્રમાં શેષવનો સમાવેશ આશ્રયેળ એ ભેદમાં સમાઈ જાય છે. વાત્સાયનના મત પ્રમાણે, યત્રશૂર્તિર તત્ર વહ્નિઃ એ ન્યાય (Syllogism) પણ પૂર્વનો છે. “ચરકસંહિતા” (સૂત્રસ્થાન, અધ્યાય ૧૧, શ્લોક ૨૧) અને “મૂલ માધ્યમિક કારિકા'ના ટીકાકાર પિંગલ (?) ને પણ એ માન્ય છે. “મીમાંસાસૂત્ર'ના ભાષ્યકાર શબરસ્વામી (તેઓ શબર અથવા ભીલ હતા) પણ એ જ ઉદાહરણ આપે છે (૧-૧-૫). (“શાબર ભાષ્ય'નો ગંગાનાથ ઝાએ કરેલો Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨. અનુયોગ ૪૩ અંગ્રેજી અનુવાદ ગાયકવાડ્ઝ ઓરિએન્ટલ સિરીઝમાં ત્રણ ગ્રન્થોમાં પ્રગટ થયો છે; વડોદરા, ૧૯૩૩-૩૬). માઠરાચાર્ય પણ કાર્ય ઉપરથી કારણના અનુમાનને પૂર્વવત માને છે, પણ એ ઉદાહરણ જુદું આપે છે.નદીમાં પૂર આવે, તેથી આ પહેલાં થયેલી વૃષ્ટિનું અનુમાન. આ અનુમાનને “અનુયોગદ્વાર સૂત્રમાં “અતીત કાલગ્રહણ” કહ્યું છે અને વાત્સ્યાયને કાર્ય ઉપરથી કારણના અનુમાનને શેષવદ્ ગણીને માઠરના અનુમાનને પણ શેષવદ્ કહ્યું છે. પૂર્વ એટલે કારણ, કોઈએ કારણ સાધન માનીને, કોઈએ કારણને સાધ્ય માનીને અને કોઈએ એ બંનેને સ્વીકારીને પૂર્વવતની વ્યાખ્યા આપી છે; આથી આ મતવૈવિધ્ય થયું છે. પણ પ્રાચીન કાળમાં પૂર્વવતનો અર્થ પ્રત્યભિજ્ઞા થતો હતો, એ “અનુયોગદ્વાર સૂત્ર” અને “ઉપાયહૃદયથી સ્પષ્ટ છે. ન્યાયસૂત્રકારને પૂર્વવત અનુમાનની કેવી વ્યાખ્યા ઈષ્ટ હતી? આનંદશંકર ધ્રુવનું અનુમાન છે કે “ન્યાયસૂત્રકારે “પૂર્વવત” સંજ્ઞા પ્રાચીન મીમાંસકો પાસેથી લીધી છે અને મીમાંસા-પરંપરાને આધારે કહી શકાય કે “પૂર્વનો અર્થ “કારણ” અને “વત’નો અર્થ “કાર્ય છે. આથી “ન્યાયસૂત્ર' અનુસાર, પૂર્વવત્ અનુમાન કારણથી કાર્યનું અને શેષવત્ અનુમાન કાર્યથી કારણનું છે. “વૈશેષિક સૂત્રમાં , કાર્ય હેતુને પ્રથમ અને કારણ હેતુને બીજું સ્થાન આપવામાં આવ્યું છે (૬-૨૧), એથી “પૂર્વવત’ અને ‘શેષવત'ના ઉપર્યુક્ત અર્થનું સમર્થન થાય છે. ચાર અનુયોગો જૈન પરંપરા અનુસાર “અનુયોગદ્વારના કર્તા આર્યરક્ષિતસૂરિ ગણાય છે. આગમસાહિત્યને ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ, ધર્મકથાનુયોગ અને દ્રવ્યાનુયોગ-એ ચાર અનુયોગોમાં એમણે વિભક્ત કર્યા હતા. (શ્રી સંઘદાસગણિ ક્ષમાશ્રમણકૃત, “વસુદેવ હિડી” આગમેતર સાહિત્યમાં કથાનુયોગનો પ્રાચીનતમ ગ્રન્થ છે. ગુણાઢ્યકૃત લુપ્ત “બૃહત્કથા'નું એ પાંચમા સૈકામાં, જૈન ધર્મકથા રૂપે થયેલું રૂપાન્તર છે; ૧૧૦૦૦ શ્લોક પ્રમાણના મૂલ પ્રાકૃત ગ્રન્થનું સંપાદન સદ્ગત મુનિશ્રી ચતુરવિજયજી અને મુનિશ્રી પુણ્યવિજયજી એ ગુરુશિષ્ય કર્યું છે અને તે જૈિન આત્માનંદ સભા, ભાવનગર તરફથી ૧૯૩૦માં પ્રગટ થયું છે; મેં કરેલું એનું ગુજરાતી ભાષાન્તર એ જ સંસ્થા તરફથી ૧૯૪૬માં બહાર પડ્યું છે.) વાલજી યુગપ્રધાન પટ્ટાવલી અનુસાર, આર્યરક્ષિતસૂરિ ઈસ્વીસનના પહેલા સૈકામાં થઈ ગયા, એ જોતાં, “અનુયોગદ્વારમાંનું નિરૂપણ પણ એટલું જૂનું ગણાય. “અનુયોગદ્વારના કર્તુત્વનું રક્ષિતસૂરિ ઉપર થયેલું આરોપણ કદાચિત Page #51 -------------------------------------------------------------------------- ________________ યોગ, અનુયોગ, મંત્રયોગ ઐતિહાસિક દૃષ્ટિએ પ્રમાણોપેત ન ગણીએ, તો પણ ઈસ્વીસનની પાંચમી સદીમાં સૌરાષ્ટ્રના વલભીપુરમાં દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણની અધ્યક્ષતામાં જૈન આગમો લિપિબદ્ધ થયાં, એ કરતાં એ નિશ્ચિતપણે પ્રાચીનતર છે. આગમના ભેદ – લૌકિક અને લોકોત્તર અનુયોગદ્વાર આગમના બે ભેદ પાડે છે–લૌકિક અને લોકોત્તર. લૌકિક આગમમાં જૈનેતર શાસ્ત્રો રામાયણ, મહાભારત, વેદાદિ, કાવ્ય નાટકો અને ૭ર કલાઓનો સમાવેશ થાય છે. ' લોકોત્તર આગમોમાં જૈન શાસ્ત્રો છે. લૌકિક આગમો વિષે કહ્યું છે કે મિથ્યાદષ્ટિ અજ્ઞાની જીવોએ પોતાના સ્વચ્છન્ડમતિ વિકલ્પોથી એની રચના કરી છે. (“વસુદેવ-હિંડીમાં આર્યવેદ અને અનાર્યવેદની ચર્ચા છે, તે આ સાથે સરખાવી શકાય.) પણ જૈન લોકોત્તર આગમો વિષે કહેવાયું છે કે સર્વજ્ઞ અને સર્વદર્શી પુરુષોએ એની રચના કરી છે. આત્માગમ, અનંતરાગમ, પરંપરાગમ આગમના ભેદ બીજી રીતે પણ પાડવામાં આવે છે–આત્માગમ, અનંતરાગમ અને પરંપરાગમ. સૂત્ર અને અર્થની અપેક્ષાએ જોઈએ તો, તીર્થકર અર્થનો ઉપદેશ કરે છે અને ગણધર એને આધારે સૂત્રની રચના કરે છે. અર્થરૂપ આગમ સ્વયં તીર્થકર માટે આત્માગમ છે અને સૂત્રરૂપ આગમ ગણધરો માટે અનંતરાગમ છે; પણ ગણધરોના શિષ્યો માટે એ પરંપરાગમ છે; પણ એ પછી થનાર આચાર્યો માટે ય એ પરંપરાગમ છે. નિર્યુક્તિકારે આગમને સ્વયંસિદ્ધ માનીને આગમોક્ત તથ્યોની સિદ્ધિ માટે હેતુ અને ઉદાહરણની આવશ્યકતા સ્વીકારી છે– जिर्णवयणं सिद्धं चेव भण्णए कत्थई उदाहरणं । आसज्ज उ सीयारं हेऊ वि कहिंचि भणेज्जा ॥ (“દશવૈકાલિક સૂત્ર', નિર્યુક્તિ, ગાથા ૪૬) પણ એવો સંભવ તો નથી જ કે તીર્થકર અને એમના ગણધર સર્વદા વિદ્યમાન હોય અને શંકા સમાધાન કરે. આથી તીર્થંકર અને ગણધર સિવાય અન્ય આપ્ત પુરુષોને પ્રમાણભૂત માનવાની પરંપરા થઈ અને “આચારાંગ’ આદિ ગણધરપ્રણીત અંગો ઉપરાંત વિરપ્રણીત અન્ય શાસ્ત્રો પણ આગમોમાં ગણાયાં અને અંગબાહ્ય તરીકે પ્રમાણભૂત મનાયાં. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨. અનુયોગ सुत्तं गणधरकथिदं तहेव पत्तेयबुद्धकथिदं च । सुदकेवलिणा कथिदं अभिण्णदसपुव्वकथिदं च ॥ (‘મૂલાચાર', ૫-૮૦, ‘જયધવલા’માં ઉદ્ધૃત, પૃ. ૧૫૩; ‘ઓનિર્યુક્તિ'ની ટીકામાં પણ ઉદ્ધૃત, પત્ર ૩) ૪૫ શ્રુત કેવલી અને દશપૂર્વી આ ગાથા પ્રમાણે, પ્રત્યેક બુદ્ધ, શ્રુતકેવલી અને દશપૂર્વી દ્વારા ઉપદિષ્ટ સૂત્ર પણ આગમનો ભાગ છે. પ્રત્યેક બુદ્ધ સર્વજ્ઞ હોઈ એમનું વચન સર્વથા પ્રમાણભૂત છે. અંગ બાહ્ય શ્રુતની રચના સ્થવિર કરે છે (‘વિશેષાવશ્યક ભાષ્ય', ૫૫૦; ‘બૃહત્ કલ્પસૂત્ર’, પૃ.૧૧૪; ‘તત્ત્વાર્થ ભાષ્ય’, ૧-૨૦; સર્વાર્થસિદ્ધિ, ૧-૨૦). સ્થવિર બે પ્રકારના—સંપૂર્ણ શ્રુતજ્ઞાની અને નિદાન દશપૂર્વ. સંપૂર્ણ શ્રુતજ્ઞાની એ ચતુર્દશપૂર્વ શ્રુતકેવલી, શ્રુતકેવલી ગણધર-પ્રણીત દ્વાદશાંગીરૂપ સંપૂર્ણ જિનાગમના સૂત્ર અને અર્થ પરત્વે સર્વજ્ઞ હોય. જિનોક્ત વચનોનો સંક્ષેપ કે વિસ્તાર કરી તત્કાલીન સમાજને અનુકૂલ શાસ્રરચના કરવાનું એમનું પ્રયોજન હોય છે; આથી જૈન સંઘે એમના ગ્રન્થોને પૂર્ણ માન્યતા આપીને જિનાગમોમાં સમાવેશ કર્યો છે. આ ગ્રન્થો સ્વતઃ પ્રમાણભૂત નથી, પણ ગણધર પ્રણીત આગમો સાથે એમનો સંવાદ હોઈ તે પ્રમાણભૂત ગણાય છે. જૈન સંઘમાં વીર નિર્વાણ સંવત ૧૭૦ પછી (ઈ.પૂ. ૩૫૬ પછી) કોઈ શ્રુત કેવલી રહ્યા નહિ અને માત્ર દશપૂર્વધર રહ્યા ત્યારે એમની વિશેષ યોગ્યતા ધ્યાનમાં રાખી જૈન સંઘે એમના ગ્રન્થોને પણ આગમમાં સામેલ કર્યા. વળી કેટલાક એવા આદેશો, જેનું સમર્થન કોઈ શાસ્ત્રમાં નથી, પણ સ્થવિરોએ પોતાની પ્રતિભાના બલથી કોઈ વિષયમાં આપેલી સંમતિ છે, એમનો સમાવેશ પણ આગમમાં થયો; કેટલાંક મુક્તકોને પણ એમાં સ્થાન મળ્યું (‘બૃહત્ કલ્પસૂત્ર', પૃ. ૧૪૪). આગમપ્રામાણ્યનો આ વિચાર વકતાની દૃષ્ટિથી થયો, પણ શ્રોતાની દૃષ્ટિથી યે તે થાય. આગમપ્રામાણ્ય શબ્દ તો નિર્જીવ છે અને સર્વ સાંકેતિક અર્થોનો સ્ફોટ તે દ્વારા થાય છે. નિશ્ચય દૃષ્ટિથી જોઈએ તો, શબ્દ—પ્રમાણ, મીમાંસકો માને છે તેમ, સ્વતઃ નહિ, પણ પ્રયોજકના ગુણને પરિણામે સિદ્ધ થાય છે. વળી શ્રોતા અથવા વાચકની અપેક્ષાએ પણ પ્રામાણ્ય કે અપ્રામાણ્યનો નિર્ણય કરવો પડે છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ ४६ યોગ, અનુયોગ, મંત્રયોગ શાસ્ત્રરચના શ્રોતાના નિઃશ્રેયસ અને અભ્યદય માટે છે. પરન્તુ શાસ્ત્રનું મહત્ત્વ શબ્દો ઉપર નહિ, પણ શ્રોતાની યોગ્યતા ઉપર છે. આથી જ, શાસ્ત્રવચનના પરસ્પર વિરોધી અર્થો કાઢીને દાર્શનિકો એક પ્રકારની માયાજાળ ઊભી કરે છે. આ દૃષ્ટિએ વેદાદિ સર્વ શાસ્ત્રો જૈન દષ્ટિને માન્ય છે. જો જીવની શ્રદ્ધા સમ્યક્ હોય તો કોઈ પણ શાસ્ત્ર અને મોક્ષગામી બનાવશે આ દૃષ્ટિબિન્દુમાં સાંપ્રદાયિક નહિ, પણ સત્યનો આગ્રહ છે. જુઓ- મારë રામાયur ત્રારિય ... વેયા સોવં–ાથાકું મિચ્છાવિડ્રિસ છિન્નપરિણિયારું પિછાડ્યું ! હું ચેવ સમ્મતિદિસ સત્તપરહિયારું સમજુ ા “નંદિસૂત્ર', પત્ર ૪૧ પાર્શ્વપત્યો અને મહાવીરના અનુયાયીઓ વચ્ચે વાદ ત્રિપિટકમાં વર્ણન આવે છે કે શ્રમણો અને બ્રાહ્મણો પોતપોતાના પક્ષના સમર્થન માટે વાદ કરતા અને તાર્કિક યુક્તિઓના પ્રભાવથી પ્રતિવાદીઓને પરાજિત કરતા હતા. આગમોમાં પ્રતિવાદીઓ સાથે શ્રમણો, બ્રાહ્મણો અને ખુદ ભગવાન મહાવીરના વાદ-વિવાદોનાં વર્ણન છે. ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ મહાવીર પૂર્વે ૨૫૦ વર્ષ અગાઉ નિર્વાણ પામ્યા હતા. પાર્શ્વનાથનો ચાતુર્યામ સંવર હતો, જ્યારે મહાવીરે પંચ મહાવ્રતનો આગ્રહ રાખ્યો હતો-અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય પાર્શ્વનાથના ચાતુર્યામ સંવરમાં અપરિગ્રહમાં (સંસ્કૃત અને પ્રાકૃતમાં “પરિગ્રહનો એક અર્થ “પત્ની” થાય છે) બ્રહ્મચર્યનો સમાવેશ થતો હતો. પણ એનો સંકુચિત અર્થ કરીને એ વ્રતનો ગેરલાભ લેવાતો હતો. પાર્શ્વનાથના અને મહાવીરના અનુયાયીઓ સમકાલે વિહરતા હતા અને તેમની વચ્ચે વાદવિવાદો થતા હતા, અને છેવટે પાર્વાપત્યો મહાવીરના સંઘમાં ભળી ગયા. પાર્વાપત્ય કેશી અને મહાવીરના પટ્ટશિષ્ય ગૌતમસ્વામી વચ્ચેના વાદનો ઉલ્લેખ આગમોમાં વારંવાર આવે છે. (‘ઉત્તરાધ્યયન સૂત્ર”, અધ્યયન ૨૩, “ભગવતી સૂત્ર” અથવા “વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ, ૧-૯, ૨-૫; ૫-૬, ૬-૩૨; સૂત્રકૃતાંગ સૂત્રમાં ગૌતમસ્વામી અને પાર્વાપત્ય પેઢાલપુત્તનો વાદ પ્રસિદ્ધ છે.) અપભ્રંશ અને જૂના ગુજરાતી સાહિત્યમાં “કેશી-ગૌતમસંધિનામે આ વિષયની અનેક પદ્યાત્મક રચનાઓ – પ્રગટ અને અપ્રગટ મળે છે. આજીવક સંપ્રદાયના આચાર્ય ગોસાલક (જે પહેલાં મહાવીરનો શિષ્ય અને પછી તેમનો વિરોધીનિહનવ–થયો હતો) સાથેના વાદવિવાદ પણ છે. ગુરુશિષ્ય વચ્ચે થતો વાદ વિતરાગ કથા કહેવાય છે, કેમકે એમાં જય-પરાજયને અવકાશ નથી. વીતરાગ કથા માટે “ભગવતી સૂત્ર” મહત્ત્વનું છે; એમાં પ્રધાન ગણધર ગૌતમ સ્વામી અને Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨. અનુયોગ ૪૭ બીજા અનેક શિષ્યો તથા શ્રાવક-શ્રાવિકાઓએ મહાવીરને પ્રશ્નો પૂછ્યા છે અને અનેક હેતુ, ન્યાય અને દષ્ટાન્તો તથા યુક્તિઓ દ્વારા મહાવીરે એમનું સમાધાન કર્યું છે. કૌશાંબીના સમ્રાટ ઉદયનની કોઈ જયંતી શ્રાવિકાનો મહાવીર સાથેનો પ્રશ્નોત્તર રસપ્રદ છે. ' જૈન દર્શનમાં વાદવિદ્યા - આ ઉપરથી જણાશે કે જૈન ધર્મ અને દર્શન વૈરાગ્યપ્રધાન હોવા છતાં જૈન શ્રમણો અને શ્રાવકોમાં વાદવિદ્યા પ્રત્યે મુદલ ઉપેક્ષાભાવ નહોતો. આથી મહાવીરના સમૃદ્ધ શિષ્યોમાં વાદ જ નહિ, સર્વ તીર્થકરોનાં ચરિત્રમાં વાદીઓની ગણના પૃથફ બતાવવાની પરંપરા બંધાઈ હતી (કલ્પસૂત્ર'-બારસા સૂત્ર', સૂત્ર ૧૬૫ અને આગળ) ભગવાન મહાવીરના શિષ્યોમાં વાદીની સંખ્યા ગણાવતાં સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે– समणस्स णं भगवओ महावीरस्स चत्तारि सया वादीणं सदेवमणुयासुराते પરિસરે અપરનિયાdi aોસિતા વતિરંપથી દથિ (“સ્થાનાંગ સૂત્ર', ૩૮૨)આ જ વાત “કલ્પસૂત્ર'(સૂત્ર ૪૨)માં કહી છે. “સ્થાનાંગસૂત્રમાં જે નવ પ્રકારના નિપુણ પુરુષોનો ઉલ્લેખ છે, તેમાં વાદવિદ્યા-વિશારદ પણ છે (સૂત્ર ૬૭૯). ધર્મપ્રચારનું મુખ્ય સાધન વાદ છે–જલ્પ કે વિતંડા નહિ. વાદવિદ્યામાં કુશળ સાધુઓ માટે સાધુ આચારના કઠોર નિયમો હળવા બનાવવામાં આવતા હતા. (સિદ્ધરાજ જયસિંહના દરબારમાં શ્વેતાંબર વાદી દેવસૂરિ અને દિગંબર આચાર્ય કુમુદચંદ્ર વચ્ચેના વાદનું પ્રત્યક્ષવત વર્ણન, નાટક રૂપે, સમકાલીન વણિક યશશ્ચન્દ્રના “કુમુદચન્દ્ર પ્રકરણમાં છે, એ સંસ્કૃત સાહિત્યમાં અદ્વિતીય છે.) સાધુ માટે રાત્રે ઉપાશ્રયની બહાર જવાનું નિષિદ્ધ છે, પણ દેવસૂરિ એક રાત્રે કુમુદચંદ્રના ઉપાશ્રયે ગયા હતા અને બારણે ટકોરા મારીને કહ્યું, “પાદું વ્યદય” કુમુદચંદ્ર પૂછ્યું, “સ્વમ્ ?” દેવસૂરિએ ઉત્તર આપ્યો, “ગદં સેવા ” કુમુદચંદ્રે પૂછ્યું, “રેવઃ : ?” દેવસૂરિ બોલ્યા, “હું”. કુમુદચંદ્ર પ્રશ્ન કર્યો “ઉં ?" દેવસૂરિએ સામો ઉત્તર આપ્યો, “વં શ્રા''. આ પ્રકારની શબ્દજાળમાં ફસાવીને બીજે દિવસે સિદ્ધરાજની સભામાં દેવસૂરિએ કુમુદચંદ્રનો પરાજય કર્યો અને પરિણામે ગુજરાતમાં દિગંબર સંપ્રદાય ક્ષીણપ્રાય થઈ ગયો. વાદનિષ્ણાત સાધુઓ માટે આચારના કઠોર નિયમ મૂદુ બનાવાતા એમ જૈન શાસ્ત્રો કહે છે. જૈન આચારમાં શરીરશુચિતાનો નિષેધ છે. સાધુ સ્નાન કરી શકતા નથી. તપશ્ચર્યા સમયે તો તેમણે લૂખું ભોજન કરવાનું હોય છે; આચાર્મ્સ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૮ યોગ, અનુયોગ, મંત્રયોગ આંબેલનો એ જ અર્થ છે. સ્વચ્છ કપડાં પહેરવાનું પણ અનિવાર્ય નથી, પણ કોઈ પારિવારિક-પરિહાર નામનું દેહકષ્ટ આપનાર વ્રત કરનાર-સાધુ વાદી હોય અને કોઈ સભામાં વાદ માટે જાય તો સભાની દૃષ્ટિએ જૈન ધર્મની પ્રભાવના થાય, એવાં વસ્ત્રો તે પહેરે, કેમકે સભાયોગ્ય નેપથ્ય - વસ્ત્ર પહેરે નહિ તો પ્રતિવાદીઓને જુગુપ્સાની એક તક મળે. રુક્ષ ભોજન કરવાથી બુદ્ધિની તીવ્રતા ઘટે નહિ. એ માટે પ્રણીત અથવા સ્નિગ્ધ ભોજન કરી તે પોતાની બુદ્ધિને તીવ્ર બનાવે. આ સકારણ પણ આવશ્યક પ્રતિસેવના ગણાય. (पाया व दंता व सिया उ धोया वा-बुद्धिहेतुं ध पणीयभत्तं । तं वातिगं वा मइसत्तहेउं समाजयट्ठा सिचयं व सुक्कं ॥ “બૃહત કલ્પ' ભાષ્ય ૬૦૩૫). પ્રસંગ પતી ગયા પછી સદ્ ગુરુ એને અવિધિપૂર્વક અપવાદસેવન માટે હળવું પ્રાયશ્ચિત્ત આપે. સામાન્ય નિયમ એવો છે કે સાધુ પોતાનો ગણ-ગચ્છ છોડીને અન્યત્ર ન જાય-પરન્તુ જ્ઞાનદર્શનની વૃદ્ધિ માટે ગુરુની અનુજ્ઞા લઈને તે અન્યત્ર જાય. અન્ય ગણ કે ગચ્છમાં સાધુ ક્યારે જઈ શકે, એનું પણ સ્પષ્ટીકરણ છે. “સન્મતિતર્ક આદિદર્શન પ્રભાવક શાસ્ત્રનો સ્વગણમાં કોઈ જ્ઞાતા ન હોય તો જે ગણમાં એવા શાસ્ત્રજ્ઞ હોય ત્યાં જઈને સાધુ ભણે, એટલું જ નહિ, બીજા ગણના આચાર્યને પોતાના ગુરુ અથવા આચાર્યનું સ્થાન વિદ્યાપ્રાપ્તિ માટે આપે તો એ યોગ્ય છે. પણ આમ કરતાં પહેલાં પોતાના ગુરુ અથવા ઉપાધ્યાયની આજ્ઞા લેવી જોઈએ. “બૃહત્ કલ્પ ભાષ્ય” (ગાથા ૫૪૭૩)માં આ વિષે કહ્યું છે— विज्जामंतनिमित्ते हेऊसत्तट्ट दंसणट्ठाएं । અર્થાત્ દર્શન પ્રભાવનાની દૃષ્ટિએ વિદ્યા-મંત્ર-નિમિત્તે હેતુશાસ્ત્ર પ્રમાણશાસ્ત્રની જાણકારી માટે કારણ કે પ્રમાણશાસ્ત્ર-તર્કવિદ્યા વાદવિવાદમાં અનિવાર્ય છે) સાધુ બીજા આચાર્ય પાસે જઈ શકે. જ્યારે કોઈ શિષ્યને લાગે કે તર્કશાસ્ત્રમાં ગતિ ન હોવાને કારણે અન્ય મતાનુયાયી પોતાના તર્ક-અનભિજ્ઞ ગુરુને નીચે પાડવાનો પ્રયત્ન કરે છે ત્યારે ગુરુની આજ્ઞા લઈને તર્કવિદ્યામાં નિપુણતા મેળવવા માટે જો અન્ય ગણમાં જાય છે અને ગુરુ પોતે એને ત્યાં મોકલે છે (બૃહત્ કલ્પ ભાષ્ય; ગાથા ૫૪૨૬૨૭). છેવટે એ પરિવ્રાજક તર્કનિપુણ થઈ પ્રતિવાદીઓને હરાવે છે અને એ રીતે દર્શનપ્રભાવના કરે છે. કોઈ આચાર્ય આ રીતે બીજા ગણમાં જવાની રજા ન આપે તો સાધુ પોતાની મેળે ત્યાં જાય અને તર્ક કુશળતા પ્રાપ્ત કરે. સામાન્ય રીતે બીજા ગણના આચાર્ય પેલા સાધુનો, એના ગુરુની રજા વિના સ્વીકાર કરતા Page #56 -------------------------------------------------------------------------- ________________ ૨. અનુયોગ ૪૯ નથી, પણ આવા પ્રસંગમાં એનો શિષ્ય તરીકે સ્વીકાર કરવો એ કર્તવ્ય બની જાય છે. (“બૃહત્ કલ્પસૂત્ર' ગાથા ૨૪૩૯). શ્રમણ વિના કારણે રથયાત્રામાં જાય નહિ, એવો નિયમ છે; રથયાત્રામાં સામેલ થવાથી અનેક દોષ લાગે છે. (બૃહત્ કલ્પ ભાષ્ય', ગાથા ૧૭૭૧થી આગળ). પણ કંઈ વિશેષ કારણ હોય તો રથયાત્રામાં અવશ્ય જવું જોઈએ; અરે ! ન જાય તો તેને પ્રાયશ્ચિત્ત લાગે, એવું વિધાન છે. (ારપુ તુ સમુસ્પષ પ્રકૃચ્ચે ફિ ન પ્રવિતિ તલા ત્રવારો : . ('બૃહત કલ્પસૂત્ર', આચાર્ય ક્ષેમકીર્તિની ટીકા, ગાથા ૧૭૮૯). રથયાત્રામાં જોડાવાનાં અનેક કારણો ગણાવતાં “બૃહત્ કલ્પ ભાષ્ય' (ગાથા ૧૭૯૨)માં કહ્યું છે- માં પાછું વિઘં રિઝ વારું અને વિસ | અર્થાત પરદર્શનનો કોઈ કુશળ વાદી રથયાત્રામાં વિઘ્ન નાખે નહિ, એટલા માટે વાદવિદ્યામાં કુશળ શ્રમણે રથયાત્રામાં જવું જોઈએ. એમ જવાથી શો લાભ? नवधम्माण थिरत्तं पभावणा सासणे य बहुमाणो । अभिगच्छंति य विदुसा अविग्घ पूया य सेयाए ॥ (ગાથા ૧૭૯૩) વાદી શ્રમણ પ્રતિવાદીનો પરાજય કરે છે ત્યારે નવા શ્રાવકો જૈન ધર્મમાં દઢ થાય છે; બીજા લોકો પણ વાદ સાંભળીને જૈન ધર્મ પ્રત્યે આદર રાખે છે. ધર્મપ્રભાવકોમાં વાદીનું પણ સ્થાન છે; જુઓ “બૃહકલ્પ ભાષ્ય', ક્ષેમકીર્તિની ટીકા, ગાથા ૧૭૯૮ની વૃત્તિમાં ઉદ્ભત ગાથા प्रावचनी धर्मकथी वादी नैमित्तिकस्तपस्वी च । जिनवचनज्ञश्च कविः प्रवचनमुद्भावयन्त्येते ॥ કોઈ વાર ધ્યાન અને સ્વાધ્યાય છોડીને પણ શ્રમણોને વાદકથામાં જોડાવું પડતું હતું, આથી ગચ્છ છોડીને કોઈ એકાન્ત સ્થળે ચાલ્યા જવાનું તેઓ વિચારે છે. આ પ્રસંગે ગુરુ એમને નહિ જવાની આજ્ઞા કરે છે; તો પણ તેઓ સ્વેચ્છાએ ગચ્છ છોડીને ચાલ્યા જાય છે. સ્વાધ્યાય અને વાદ વચ્ચે આવો આત્યંતિક વિરોધ છે. (જુઓ “બૃહત કલ્પ ભાષ્ય', ગાથા પ૬૯૧, પદ૯૭ ઇત્યાદિ) Page #57 -------------------------------------------------------------------------- ________________ - ૫O યોગ, અનુયોગ, મંત્રયોગ ધર્મકથા, અર્થકથા અને કામકથા “સ્થાનાંગ સૂત્ર'માં કથા ત્રણ પ્રકારની બતાવી છે-અર્થકથા, ધર્મકથા અને કામકથા (તિવિદા સ્થ#હા, થમવા, વામણી I સૂત્ર ૧૮૯). “વસુદેવ-હિંડી', મધ્યમ ખંડના કર્તા શ્રીધર્મસેનગણિ મહત્તરે, પોતાના એ ગ્રન્થના પ્રારંભમાં જ બૃહત્કથા'ના નાયક નરવાહનદત્તનો નામ નિર્દેશ નીચે પ્રમાણે કર્યો છે- સુદ દાવા -વાર : | लोइयाणऽणेगणहुस-णल-धुंधुमार-णिहस-पुरूरव-मंधात-राम-रावणजाणमेयग-कोरव-पंडुसुय णरवाहणदत्तादीणं कहाओ कामियाओ लोगो ત્તેિvi વાવહીરતિ આમ લોકો કામકથાઓમાં રસ લેતા હોવાથી, કામકથાના વ્યપદેશથી પોતે ધર્મ કહે છે એમ તેમણે સ્પષ્ટ જણાવ્યું છેરામરહિત ના સિપારાવવા થwાં જે પરિાિ વળી આગળ કહે છે– TUા વાર મifમ, મહા વિવિડ નહિ orદત્તા પરિવસે થHહાસંકુતિ અર્થાત “વસુદેવ-હિડી'નું ક્લેવર બૃહત્કથાની જેમ શૃંગાર કથાનું છે, પણ એમાં ગ્રન્થ કર્તાઓએ ધર્મોપદેશનો સંભાર ભર્યો છે. “નિશીથસૂત્ર”ની ચૂર્ણિમાં લૌકિક કામકથા તરીકે નરવાહનદત્તની કથાનો નિર્દેશ છે- મર્દિના મિશા તત્થ નડ્ડા વિત્તિથા / નોકરિયા તળાવતો ગુજરાતી નવલશ્રેષ્ઠ “સરસ્વતીચંદ્ર'ના કર્તા ગોવર્ધનરામ ત્રિપાઠીએ એ આશયનું કહ્યું છે કે નવલકથાના ઉપાદાનથી તેઓ જનસમાજને સમ્મોહની મદિરા પાઈને સ્વધર્મનો ઉપદેશ કરે છે. “વસુદેવ-હિંડી” અને “વસુદેવચરિત' * “વસુદેવ-હિંડીનું બીજું નામ “વસુદેવચરિત' છે. એ ગ્રન્થ પ્રથમાનુયોગકથાનુયોગનો છે. એ વિષે એના કર્તા સંઘદાસગણિ ક્ષમાશ્રમણ શું કહે છે એ જુઓ- તત્વ તાવ સુમસામ રંગુનામરૂ પઢમાજુમ તિલ્પયરત્રવિષ્ટ્રિસારવંતપરંપરાર્થ વસુદેવર્ષિ વહિયં તિ તન્નેવ મવો વાયબ્બો “વસુદેવહિંડી”, મૂલ, પૃ.૨ વળી મધ્યમ ખંડના કર્તા ધર્મસેનગણિ આ કથાને ધર્માર્થકામકુસુમિત કહે છે; જુઓ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ૨. અનુયોગ (१) धम्मत्थकामकुसुमियमायाऽऽसाफलभरियणमितसारं (? हं) सिंगारवत्थुललितकिसलयाऊलं सुतणसोभावमुइयमधुकरं विविहगुणविहतसेवियं वसुदेवचरितं लताविताणं । (२) निसुव्वति य आयरितपरंपरागतं अवितहं दिट्ठिवादणीसंदं अरहंत-चक्कि-बल-वासुदेव-गणिताणुओगकमनिद्दिटुं वसुदेवचरितं ति। અહીં “વસુદેવચરિતને ગણિતાનુયોગ કહ્યો છે, એ નોંધપાત્ર છે. સં. ૧૧૬૦ (ઇ.સ.૧૧૦૪)માં સિદ્ધરાજ જયસિંહના રાજયકાળમાં ખંભાતમાં પ્રાકૃત “શાન્તિનાથ-ચરિત' રચનાર (હેમચન્દ્રના ગુરુ) આચાર્ય દેવચન્દ્રસૂરિએ પોતાના એ મહાકાવ્યના પ્રારંભમાં તથા મમ્મટના “કાવ્યપ્રકાશ” ઉપર “સંકેત' નામની ટીકા લખનાર, વસ્તુપાલના સમકાલીન આચાર્ય માણિક્યચંદ્ર પોતાના સંસ્કૃત “શાન્તિનાથ-ચરિત્ર'ના પ્રારંભમાં ભદ્રબાહુસ્વામીપ્રણીત સવાલાખ શ્લોકપ્રમાણ વસુદેવચરિત'નો નીચે પ્રમાણે ઉલ્લેખ કર્યો છે वंदामि भद्दबाहुं अइरसियबहुकहाकलियं । . यं सवायलक्खं चरियं वसुदेवरायस्स । દેવચન્દ્ર સૂરિકૃતિ “શાન્તિનાથચરિત' (પાટણ ભંડાર સૂચિ, ગા.ઓ.સિરીઝ, ભાગ ૧, પૃ. ૩૩૫) रसोर्मिरम्यं बहुसत्कथं यः सपादलक्षं वसुदेववृत्तम् । चकारसंसारविकारभेदि सभद्रबाहुर्भवतु श्रियेव : ॥ માણિક્યચન્દ્રસૂરિકૃત ‘શાન્તિનાથચરિત્ર', (પાટણ ભંડાર સૂચિ, ભાગ ૧, પૃ-૨૦૪) અમદાવાદની હંસવિજયજી જૈન લાયબ્રેરીએ પ્રગટ કરેલી ૨૪૬ શ્લોકની સંક્ષિપ્ત “નર્મદાસુન્દરીકથા'ને અંતે એ કથા ભદ્રબાહુસ્વામીપ્રણીત “વસુદેવહિડી'માંથી લેવાઈ હોવાનો નિર્દેશ છે. કૃતિના પ્રારંભમાં કે અંતે કર્તાનું નામ કે રચનાકાળ આપ્યાં નથી તેમજ પ્રકાશકોએ હસ્તપ્રત વિષે કશી માહિતી આપી નથી, એટલે એ વિષે અનુમાન કરવાનું કોઈ સાધન નથી. પ્રસ્તુત અંતિમ શ્લોક નીચે પ્રમાણે છે : Page #59 -------------------------------------------------------------------------- ________________ પર યોગ, અનુયોગ, મંત્રયોગ इति हरिपितृहिण्डेर्भद्रबाहुप्रणीते विरचितमिह लोकश्रोत्रपेयैकपेयम् । चरितममलमेतन्नर्मदासुन्दरीयं भवतु शिवनिवासप्रापकं भक्तिभाजाम् ॥ હવે, ભદ્રબાહુસ્વામીએ “વસુદેવ-ચરિત' રચ્યું હોવાની પ્રાચીન શ્રુતપરંપરા આ સિવાય બીજે ક્યાંય મળતી નથી. સંઘદાસગણિ ક્ષમાશ્રમણે પ્રથમાનુયોગમાંના વસુદેવચરિત' નો ઉલ્લેખ કર્યો છે, પણ ભદ્રબાહુસ્વામીની એ વિષેની કોઈ કૃતિ હોવા વિષે મૌન સેવ્યું છે. સવાલાખ શ્લોક પ્રમાણના વિરાટ ગ્રન્થની પછીના સાહિત્યમાં કોઈ અસર નથી. એટલે આ ઉલ્લેખો કેટલે અંશે પ્રમાણભૂત ગણવા એ પ્રશ્ન રહે છે. - આ સાથે બીજી એક વસ્તુ ધ્યાન ખેંચે છે. ઉપર્યુક્ત “નર્મદાસુન્દરીકથા” “વસુદેવ-હિંડીમાંથી લેવાઈ હોવાનો નિર્દેશ એ કથાના અંતિમ શ્લોકમાં છે, એ આપણે ઉપર જોયું. દેવચન્દ્રસૂરિએ “મૂલશુદ્ધિ પ્રકરણ ઉપરની પોતાની ટીકામાં આપેલી સંખ્યાબંધ કથાઓમાં પ્રાકૃત “નર્મદાસુન્દરી કથા” પણ છે. એમાં એ કથા “વસુદેવ-હિંડી'માં ઉદ્ધત કરી હોવાનું તેમણે જણાવ્યું છે– इय पवरसईए णम्मयासुन्दरीए चरियमइपसत्थं कारयं निव्वुईए । हरिजणयसुहिंडीमज्झयाराउ किंचि लिहियमणुगुणाणं देउ सोक्खं जणाणं ॥ છંદ તેમજ શબ્દરચના એ બંને બાબતમાં આ પદ્યનું સંસ્કૃત “નર્મદાસુન્દરી કથા”ના અંતિમ શ્લોક સાથેનું સામ્ય આપણને એમ અનુમાન કરવાને પ્રેરે છે કે મૂલશુદ્ધિ ટીકા-અંતર્ગત કથાના અંતિમ પદ્યમાં “વસુદેવ-હિંડી'ના કર્તા ભદ્રબાહુ સ્વામીનો ઉલ્લેખ નથી, તે સંસ્કૃત કથામાં છે. પણ દેવચન્દ્રસૂરિએ પોતાની બીજી કૃતિ “શાન્તિનાથચરિત્ર'માં “વસુદેવ-હિંડીના કર્તા ભદ્રબાહુસ્વામી હોવાનું જણાવ્યું છે. તેથી તેમની જ “મૂલશુદ્ધિ ટીકામાંની કથાનું સંસ્કૃત રૂપાન્તર કરનારે એ ઉલ્લેખનો પોતાની રચનાને અંતે વિનિયોગ કર્યો હોય એમ બને. ગમે તેમ, પણ ‘વસુદેવ-હિંડી' પ્રથમ ખંડનો જે ભાગ પ્રાપ્ત થયો છે અને છપાયો છે તેમાં “નર્મદાસુન્દરી કથા” નથી. મધ્યમ ખંડના જે બે લંભકો-૧૯ અને ૨૦-નષ્ટ થઈ ગયા છે એમાં એ કથા કદાચ હોય. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૨. અનુયોગ હવે પાછા અનુયોગની મૂળ ચર્ચા ઉપર આવીએ. “ચરકસંહિતા'માં ' હેતુવિષયક પ્રશ્નને અનુયોગ કહ્યો છે; ભદ્રબાહુએ હેતુના ઉપન્યાસ અને હત્પન્યાસ કહ્યો છે. કોઈ પણ પ્રશ્નના ઉત્તરમાં હેતુ બતાવવો એ હોરપન્યાસ છે. કોઈ પૂછે કે “આત્માચક્ષુ વગેરે ઇન્દ્રિયો વડે ગ્રાહ્ય કેમ નથી ?” તો ઉત્તર * આપી શકાય કે “આત્મા અતીન્દ્રિય છે” (“દશવૈકાલિકસૂત્ર” નિયુક્તિ ગાથા ૮૫). હત્પન્યાસ અને અનુયોગમાં આ ભેદ છે – अनुयोगो नाम स तद्विद्यानां तद्विधरेव सार्धं तन्त्रे तन्त्रैकदेशे वा प्रश्नः प्रश्नैकदेशो वा ज्ञानविज्ञानवचनप्रतिवचनपरीक्षार्थमादिश्यते । यथा-नित्यः पुरुषः રૂતિ પ્રતિજ્ઞા યત્ પર: “ો તુરિત્યાદિ રોડનુયો: ! “ચરકસંહિતા', વિમાન સ્થાન, ૧૦૫૨) જૈન પ્રમાણશાસ્ત્ર અને વાદશાસ્ત્ર જૈન પ્રમાણશાસ્ત્ર અને વાદશાસ્ત્રની પરંપરા એના કોઈ અવ્યવસ્થિત અને પ્રાચીન રૂપનું સૂચન કરે છે. વાદશાસ્ત્ર સુવ્યવસ્થિત થયું ત્યારથી પારિભાષિક શબ્દોનો નિશ્ચિત અર્થમાં પ્રયોગ વૈદિક અને બૌદ્ધ વિદ્વાનોએ કર્યો છે. એ પારિભાષિક શબ્દોનો પ્રયોગ જૈન આગમોમાં નથી. આથી સ્પષ્ટ થાય છે કે આગમશાસ્ત્રની વાદવિદ્યા કોઈ પ્રાચીન લુપ્ત પરંપરાને અનુસરે છે. આગમનું અંતિમ સંસ્કરણ અને એને લિપિબદ્ધ કરવાનું કામ ઈસવીસનની પાંચમી સદીમાં સૌરાષ્ટ્રમાં વલભીમાં દેવર્ધિગણિ ક્ષમાશ્રમણની અધ્યક્ષતામાં મળેલી પરિષદમાં થયું, તો પણ દેવર્ધિગણિએ કોઈ નવી પરિપાટીનો સ્વીકાર નહિ કરતાં જૂની પરંપરાનું તેમના સંસ્કરણમાં અનુસરણ કર્યું છે અને પ્રાચીનશાસ્ત્રના નવસંસ્કરણમાં એ જ અપેક્ષિત હોય. અગાઉ કહ્યું તેમ, આગમ સાહિત્યને ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ, ધર્મકથાનુયોગ અને દ્રવ્યાનુયોગ એ ચાર અનુયોગોમાં વિભક્ત કરવાનું મહત્વનું શાસ્ત્રકર્મ પહેલી સદીમાં થયેલા આર્ય રક્ષિતસૂરિએ કર્યું હતું. આ અનુશ્રુતિને કદાચ કોઈ પ્રમાણોપેન ન ગણે તો પણ પાંચમી સદીમાં દેવર્ધિગણિના ઠીક ઠીક સમય પહેલાં શાસ્ત્રો ચાર અનુયોગોમાં વિભક્ત થયાં હતાં, એ નિશ્ચિત છે. વાચક ઉમાસ્વાતિકૃત “તત્ત્વાર્થસૂત્ર'એ જૈન દર્શન વિષયક સાહિત્યમાં એક મહત્ત્વનું સીમાચિહ્ન છે. ઉમાસ્વાતિ ઈ.સ.ની ત્રીજી ચોથી સદી આસપાસ થઈ ગયા. તત્ત્વાર્થસૂત્ર'માં જૈન દર્શનનું જે નિરૂપણ છે એની તુલનાએ આચાર્ય કુન્દકુન્દની કૃતિઓમાંનું નિરૂપણ સુવિકસિત હોઈ તેઓ ઉમાસ્વાતિની પછી થયા હશે. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૪ યોગ, અનુયોગ, મંત્રયોગ સૂત્રશૈલીનો પ્રથમ ગ્રન્થ “તત્વાર્થસૂત્ર' ભારતીય સાહિત્યમાં સૂત્રરચનાનો યુગ સમાપ્ત થયો હતો અને ભાષ્યોનો આરંભ થયો હતો. પણ જૈન પરંપરામાં સૂત્રશૈલીનો એકેય ગ્રન્થ રચાયો નહોતો, કેમકે જૈન શ્રમણો, આચાર્યો અને દાર્શનિકોનું ધ્યાન પ્રાકૃત માધ્યમનું પક્ષપાતી હતું, એટલું જ નહિ, તેઓ સંસ્કૃત ભાષા પરત્વે વિરક્ત હતા. સિદ્ધસેન દિવાકરે સમગ્ર જૈન આગમના સંસ્કૃત અનુવાદની પ્રાયોજના કરી હતી; તેમને સંઘે એક વર્ષ એકાન્તવાસની સજા ફરમાવી હતી. ઉમાસ્વાતિકૃત તત્ત્વાર્થસૂત્ર' એ જૈન સાહિત્યમાં સૂત્રશૈલીનો પ્રથમ ગ્રન્થ છે; બાદરાયણ વ્યાસે “બ્રહ્મસૂત્ર'ની રચના કરી વેદાન્તદર્શનનું શાસ્ત્રીય નિરૂપણ કર્યું તેમ ઉમાસ્વાતિએ આગમોનો સારગ્રહણ કરી જૈન દર્શનને સંસ્કૃત ભાષામાં વ્યવસ્થિત કર્યું. તત્ત્વાર્થસૂત્ર'ની જ્ઞાનમીમાંસા તત્ત્વાર્થસૂત્ર અને તે ઉપરનું સ્વોપજ્ઞ ભાષ્ય એ ભારતીય ભાષ્યયુગની રચના હોઈ એમાં સમસ્ત જૈન દર્શનનું સમન્વિત આલેખન છે. દાર્શનિક સૂત્રોનું લક્ષણ છે કે એના પ્રારંભમાં જ સત્, સત્ત્વ, અર્થ, પદાર્થ, તત્ત્વ જેવા શબ્દોનો અર્થ નિશ્ચિત કરવામાં આવે છે. “વૈશેષિક સૂત્રોમાં દ્રવ્યાદિ છ પદાર્થ છે. ન્યાયસૂત્રમાં પ્રમાણાદિ સોળ તત્ત્વોને ભાષ્યકારે “સ”શબ્દ વડે સમજાવ્યાં છે. સાંખ્ય દર્શનમાં પ્રકૃતિ અને પુરુષ એ બે જ તત્વ છે. વાચક ઉમાસ્વાતિ એ ‘તત્ત્વાર્થસૂત્ર'ના આરંભમાં સ્પષ્ટ કહ્યું છે કે જૈન દર્શનમાં તત્ત્વ, અર્થ, તત્ત્વાર્થ અને પદાર્થએ શબ્દો પરસ્પર પર્યાય છે. આગમોમાં પદાર્થની સંખ્યા નવ છે, પણ ઉમાસ્વાતિએ પુણ્ય અને પાપનો સમાવેશ બંધ તત્ત્વમાં કરીને સાત તત્ત્વ સ્વીકાર્યા છે. - ઉમાસ્વાતિએ સતના ચાર ભેદ પાડ્યા છે- દ્રવ્યાસ્તિક, માતૃકાપદાસ્તિક, ઉત્પન્નાસ્તિક અને પર્યાયાસ્તિક. આ ભેદોનું વિવરણ ઉમાસ્વાતિએ કર્યું નથી, પણ ટીકાકારે કહ્યું છે કે પહેલા બે ભેદ દ્રવ્યનયાશ્રિત છે અને બીજા બે પર્યાયનયાશ્રિત છે. દ્રવ્યાતિક વડે પરમસંગ્રહ-વિષયભૂત સહુ દ્રવ્ય અને માતૃકાપદાસ્તિક વડે સહુ દ્રવ્યના વ્યવહારનયાશ્રિત ધર્માસ્તિકાય આદિ દ્રવ્ય અને એના ભેદો અભિપ્રેત છે, પ્રત્યેક ક્ષણે ઉત્પન્ન થતું વસ્તુનું નવીન રૂપ ઉત્પન્નાસ્તિક છે અને પ્રત્યેક ક્ષણે થતો વિનાશ પર્યાયાસ્તિક છે. જૈન આગમોમાં “સત” માટે ‘દ્રવ્ય' શબ્દ વપરાય છે, પણ દ્રવ્યના અર્થ અનેક છે. એથી દ્રવ્યનો સ્પષ્ટ અર્થ સમજવો જરૂરી છે. “ઉત્તરાધ્યયન સૂત્ર'ના Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨. અનુયોગ પપ ૨૮મા “મોક્ષમાર્ગ અધ્યયનમાં જ્ઞાનના વિષયભૂત દ્રવ્ય, ગુણ અને પર્યાય એ ત્રણ પદાર્થ બનાવ્યા છે. “અનુયોગદ્વાર સૂત્રમાં પણ એ ત્રણ પદાર્થો છે (જે હિં તે વિનામે ત્રણે ગુણાને પળવારે I સૂત્ર ૧૨૪). ઉમાસ્વાતિએ ગુણ અને પર્યાય બંનેને દ્રવ્યલક્ષણમાં સ્થાન આપ્યું છે; આમાં એમનો આગમાશ્રય તો છે, પણ શબ્દ રચનામાં “વૈશેષિકસૂત્ર'ના શિયાળુ વત્ (--૨) આદિદ્રવ્ય લક્ષણનો સ્પષ્ટ પ્રભાવ છે. ઉત્તરાધ્યયન સૂત્રકારે ગુણનું લક્ષણ આપતાં કહ્યું છે કે વ્યથિ ગુI (૨૮-૬). આગમિક પરંપરાનો આશ્રય કરવા છતાં ઉમાસ્વાતિએ “વૈશેષિક સૂત્ર'નો વ્યાખ્યા માટે ઉપયોગ કર્યો છે. - બૌદ્ધ મતાનુસાર પર્યાય અથવા ગુણ સત છે; વેદાન્તાનુસાર પર્યાયવિયુક્ત . દ્રવ્ય સત્ છે ! આ બંને મતનો પ્રતિવાદ ઉમાસ્વાતિએ દ્રવ્ય અને ગુણનાં લક્ષણમાં કર્યો છે. આગમોમાં પર્યાય' માટે “પરિણામ “નો પ્રયોગ છે. સાંખ્ય અને યોગદર્શનમાં પણ એ જ અર્થ છે. પરિણામોના તેમણે આદિમાનું અને અનાદિ એવા બે ભેદ પાડ્યા છે. પ્રત્યેક દ્રવ્યમાં બે પ્રકારનાં પરિણામ થાય છે; જેમ જીવમાં જીવ, દ્રવ્યત્વ વગેરે અનાદિ પરિણામ છે અને યોગ અને ઉપયોગ અનાદિમાન પરિણામ છે. ગુણ અને પર્યાય વિનાનું કોઈ દ્રવ્ય હોતું નથી. પણ પ્રજ્ઞાથી એની કલ્પના થઈ શકે છે. વૈશેષિક પરિભાષામાં કહેવું હોય તો, દ્રવ્ય અને ગુણ-પર્યાય અયુતસિદ્ધ છે. જૈન આગમોમાં દ્રવ્યવર્ણન કરતાં કાલદ્રવ્યને અલગ બતાવ્યું છે અને જીવાજીવાત્મક કહ્યું છે. પણ આગમકાળમાં જ કાલને સ્વતંત્ર દ્રવ્ય માનનાર અને નહિ માનનારની બે પરંપરાઓ હતી. ઉમાસ્વાતિએ ત્નિશ રૂ (૫-૩૮) એ સૂત્ર દ્વારા સૂચવ્યું છે કે કાલને સ્વતંત્ર દ્રવ્ય માનવાના પક્ષમાં પોતે નથી. કાલને પૃથક દ્રવ્ય નહિ માનનારો પક્ષ પ્રાચીનતર છે, કેમકે લોક એટલે શું? એ પ્રશ્નનો ઉત્તર શ્વેતાંબર અને દિગંબર એ બંને મતમાં એક જ છે અને તે એ કે લોક પંચાસ્તિકાયમય છે. (આમાં એક માત્ર અપવાદ ઉત્તરાધ્યયન સૂત્ર' (૨૮-૭) નો છે. એ નિરૂપણ સાથે સંગતિ સાધવા માટે લોકને છ દ્રવ્યમય કહ્યો છે, પણ અન્યત્ર લોકને પંચાસ્તિકાયમય ગણ્યો છે. દિગંબર આચાર્ય કુંદકુંદ પકાયવાદી હોવા છતાં તેમણે લોકને પંચાસ્તિકાય કહ્યો છે, તેથી પરંપરાની પ્રાચીનતા સ્પષ્ટ થશે. Page #63 -------------------------------------------------------------------------- ________________ પ૬ યોગ, અનુયોગ, મંત્રયોગ આગમમાં પુદ્ગલાસ્તિકાયનું લક્ષણ “ગ્રહણ' એવું આપ્યું છે (RUનિવ@ોપ પોગવિલા, “ભગવતી સૂત્ર', ૧૩-૪-૪૮૧); પEW એ જ, ૨-૧૦-૧૧૭; “સ્થાનાંગસૂત્ર', ૪૪૧). આ સૂત્રોમાંથી એ ફલિત થાય છે કે વસ્તુનો અવ્યભિચારી ગુણ એજ આગમકાર વસ્તુનું લક્ષણ ગણે છે. કેવળ પગલ વિષે નહિ, પણ જીવ વગેરેના જે ઉપયોગ આદિ ગુણો છે તે પણ; ગુણ એ જ લક્ષણ. જીવ પોતાના અધિષ્ઠાનરૂપ શરીર, યોગ અને શ્વાસોચ્છવાસ વડે પગલ ગ્રહણ કરે છે. જે બંધયોગ્ય છે તે પુદ્ગલ છે. પણ વિશેષ સ્પષ્ટીકરણ રૂપે ઉત્તરાધ્યયન સૂત્ર” (૨૮-૧૨) એની બીજી વ્યાખ્યા આપે છે सेइंतयारउज्जोओ पहा छायातवेइ वा । वण्णरसगंधफासा पुग्गलाणं तु लकखणं ॥ વિવિધ દર્શનોમાં શબ્દાદિને ગુણ અને દ્રવ્ય માનવાની કલ્પનાઓ છે, પણ ઉત્તરાધ્યયન'માં શબ્દાદિનો સમાવેશ પુદ્ગલ દ્રવ્યમાં કરવાનું વિધાન છે; પુગલ દ્રવ્યની વ્યાખ્યા ત્યાં એવી કરી છે કે વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ જેમાં હોય તે પુદ્ગલ. - ઉમાસ્વાતિએ ઈન્દ્રિયો વિષે કહ્યું છે કે ઇન્દ્રિયો પાંચ છે; આમ કહીને તેમણે નૈયાયિકોના ષડિન્દ્રિયવાદ અને બૌદ્ધોના જ્ઞાનેન્દ્રિયવાદનો અસ્વીકાર કર્યો છે. પણ એક જ પ્રદેશમાં ધર્માદિ સર્વ દ્રવ્યોનું અસ્તિત્વ કેવી રીતે હોઈ શકે? એ પ્રશ્નનો ઉત્તર ઉમાસ્વાતિએ એવો આપ્યો છે કે ધર્મ, અધર્મ, આકાશ અને જીવના પરસ્પરમાં અસ્તિત્વ અને પુગલમાં એ સર્વના અસ્તિત્વ વચ્ચે વિરોધ નથી, કેમકે એ સર્વ અમૂર્ત છે. આગમકાળમાં જૈન દષ્ટિએ સ્વતંત્ર પ્રમાણચર્ચા થઈ નથી. “અનુયોગ દ્વારમાં જ્ઞાનને પ્રમાણ કહ્યા પછી પણ પાંચ પ્રકારના જ્ઞાનને પ્રમાણ કહ્યું નથી. પણ એની પૂર્તિ આગમકાળ પછી થયેલા વાચક ઉમાસ્વાતિએ કરી. તેમણે કહ્યું કે મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવલ - એ પાંચ જ્ઞાન પ્રમાણ છે. (તિશ્રતીઊંધિમન:પર્યાયવેનિનિ જ્ઞાનમ્ | ૧ | તત પ્રમાણે | ૨૦ | તત્વાર્થસૂત્ર', ૨) વળી ઉમાસ્વાતિ કહે છે કે આ પાંચેય જ્ઞાન પ્રત્યક્ષ અને પરોક્ષમાં વિભક્ત છે આથી “અનુયોગદ્વાર’માં લોકોનુસરણ કરીને ઇન્દ્રિયપ્રત્યક્ષ આંશિક-મતિજ્ઞાનને Page #64 -------------------------------------------------------------------------- ________________ ૨. અનુયોગ પ૭ પ્રત્યક્ષ પ્રમાણ કહ્યું છે, એને ઉમાસ્વાતિએ અમાન્ય ગયું છે. “નંદિસૂત્રમાં ઇન્દ્રિયજ મતિને પ્રત્યક્ષ જ્ઞાન કહ્યું છે, એને પણ તેમણે સ્વીકાર્યું નહિ અને પ્રત્યક્ષ-પરોક્ષની પ્રાચીન આગામિક પરંપરા સ્વીકારી અને ઉમેર્યું કે મતિ અને શ્રુત જ્ઞાન અપ્રત્યક્ષ પ્રમાણ છે, જ્યારે અવધિ, મન:પર્યવ અને કેવલ જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ છે. પણ આશ્ચર્યની વાત છે કે પછીના જૈન દાર્શનિકો ઉમાસ્વાતિને અનુસર્યા નથી, પણ તેમણે લોકોનુસરણ કરીને ઇન્દ્રિય પ્રત્યક્ષને સાંવ્યવહારિક પ્રત્યક્ષ ગયું છે. “તત્ત્વાર્થસૂત્ર'ના કથન અનુસાર સમ્યક જ્ઞાન એ પ્રમાણનું લક્ષણ છે. પ્રશસ્ત, અવ્યભિચારી અને સંગત હોય તે સમ્યક જ્ઞાન. વળી ઉમાસ્વાતિએ જ્ઞાનોના સહભાવનો પણ વિચાર કર્યો છે. કેવલ જ્ઞાન થાય ત્યારે બીજાં ચાર જ્ઞાનનું અસ્તિત્વ હોય કે નહિ ? એ વિષે આચાર્યોમાં મતભેદ છે. કેટલાક એમ કહે છે કે કેવલ જ્ઞાન થાય ત્યારે મતિ વગેરે જ્ઞાનોનો અભાવ નથી હોતો, પણ અભિભવ હોય છે; એટલે જેમ સૂર્યનો ઉદય થતાં ચન્દ્ર અને નક્ષત્ર વગેરેનો અભિભવ થાય છે તેમ. ઉમાસ્વાતિ એ મતનો સ્વીકાર કરતા નથી અને કહે छक्षयोपशमजानि चत्वारि ज्ञानानि पूर्वाणि, क्षेयादेव केवलम् । तस्मान्न વનિનઃ શેષ જ્ઞાના િમત્તા (“તત્ત્વાર્થસૂત્ર', ભાષ્ય, ૧-૩૧) અર્થાત લયોપશમને પરિણામે પહેલાં ચાર જ્ઞાન થાય છે, ક્ષયથી માત્ર કેવલ જ્ઞાન રહે છે; એથી કેવલને બીજાં જ્ઞાન થતાં નથી, આ અભિપ્રાય જૈન દર્શનમાં સર્વત્ર માન્ય છે. વાચક ઉમાસ્વાતિએ કહ્યું છે કે નામ આદિ નિક્ષેપોમાં ન્યસ્ત જીવ આદિ તત્ત્વોનો અધિગમ પ્રમાણ અને નયથી મેળવવો જોઈએ. અનુયોગનાં મૂલ દ્વાર ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય એ ચાર છે. પણ એમાંથી દાર્શનિક યુગમાં પ્રમાણ. નય અને નિક્ષેપનું વિવરણ જ મળે છે. “અનુયોગ દ્વાર'ના મત પ્રમાણે, ભાવપ્રમાણ ત્રણ પ્રકારનાં છે-ગુણપ્રમાણ (પ્રત્યક્ષ વગેરે), નયપ્રમાણ અને સંખ્યાપ્રમાણ. આમ જોઈએ તો, નય અને પ્રમાણની પ્રકૃતિ એક જ છે. પણ પ્રમાણ અખંડ વસ્તુના જ્ઞાનનું સાધન છે, જ્યારે નય વસ્તુના અંશનું જ્ઞાન કરાવે છે. તત્ત્વાર્થસૂત્રમાં ઉમાસ્વાતિએ પાંચ મૂલ નય માન્યા છે-નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર અને શબ્દ. પણ આગમમાં “અનુયોગદ્વાર' અને “સ્થાનાંગમાં સાત મૂલનયોનો ઉલ્લેખ છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ પ૮ યોગ, અનુયોગ, મંત્રયોગ સપ્તભંગનયની વ્યવસ્થા ઈસવી સનની પાંચમી સદી આસપાસ જૈન દાર્શનિકોએ અનેકાન્તવાદ, નયવાદ, સ્યાદ્વાદ અથવા સપ્તભંગી નયની પૂર્ણ વ્યવસ્થા કરી. વિશ્વની ચિત્તન સમૃદ્ધિમાં જૈન દર્શનનું એ અપૂર્વ પ્રદાન છે. ભગવાન મહાવીરના ઉપદેશોમાં નયવાદ અથવા વસ્તુને વિવિધ દૃષ્ટિએ વિચારવાની પદ્ધતિને સ્થાન હતું. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એ ચાર નિક્ષેપોને આધારે કોઈ પદાર્થનો સમુચિત વિચાર થઈ શકે. આ ઉપદેશોના પ્રકાશમાં સિદ્ધસેન દિવાકર આદિ પ્રકાંડ દાર્શનિકોએ અનેકાન્તવાદની અભુત વ્યવસ્થા કરી અને “સન્મતિતર્ક નામે મહાન ગ્રન્થમાં (અને અગિયારમા સૈકામાં થયેલા આચાર્ય અભયદેવસૂરિએ તે ઉપરની તત્ત્વબોધ વિધાયિની” અથવા “વાદમહાર્ણવ' નામે ટીકામાં) તથા ભગવાનની સ્તુતિરૂપ ‘દ્વાત્રિશત્ દ્વાત્રિશિકા-બત્રીસ બત્રીસીઓમાં અનેકાન્તવાદનું પ્રબલ સમર્થન કર્યું છે, જે આજ સુધી અવિકલ રહ્યું છે. મહાન તાર્કિક સિદ્ધસેન દિવાકરની વિશેષતા એ છે કે તેમણે પોતાના સમયના અનેક વાદો, સંપ્રદાયો અને પંથોનો સમાવેશ નયવાદમાં કરી દીધો. અદ્વૈતવાદને સિદ્ધસેને સંગ્રહ નય કહ્યો; ક્ષણિકવાદી બૌદ્ધોનો સમાવેશ ઋજુસૂત્ર નયમાં કર્યો; સાંખ્યનો સમાવેશ દ્રવ્યાર્થિક નયમાં કર્યો; કણાદના વૈશેષિક દર્શનનો સમાવેશ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયમાં કર્યો. તેઓ એમ કહે છે કે જગતમાં જેટલાં મતમતાંતરો છે એ સર્વનો સમાવેશ અનેકાન્તવાદમાં થઈ શકે. વસ્તુતઃ પદાર્થોમાં ભેદ છે અને અભેદ પણ છે. સાંખ્યોએ અભેદને મુખ્ય માન્યો અને બૌદ્ધોએ ભેદને. સ્વાદ્વાદની દૃષ્ટિએ ભેદ અને અભેદ બંને ઠીક છે. આવી રીતે નિત્ય-અનિત્યવાદ, હેતુવાદ-અહેતુવાદ, ભાવ-અભાવવાદ, સત્કાર્યવાદઅસત્કાર્યવાદ વગેરે પરસ્પર વિરુદ્ધ વાદોનો સમન્વય સિદ્ધસેન દિવાકરે કર્યો છે. સિદ્ધસેનના આ કાર્યને દિગંબર આચાર્ય સમતભદ્રે પોતાની પ્રતિભાથી પુષ્ટ કર્યું. સમતભદ્રની વિશેષતા એ કે વિરોધી વાદોનાં યુગલ લઈને સપ્તભંગીયોજના કેવી રીતે કરવી તે ભાવ-અભાવ, નિત્ય-અનિત્ય, ભેદ-અભેદ, હેતુવાદઅહેતુવાદ, સામાન્ય-વિશેષ વગેરે વિવિધ વાદોની સમ્યફ વિવૃતિ તેમણે સપ્તભંગીનય દ્વારા આપી છે. વસ્તુતઃ સમતભદ્રત “આતમીમાંસા'ગ્રન્થ અનેકાન્ત વ્યવસ્થા માટે શ્રેષ્ઠ તત્ત્વવિવેચન છે. આપ્ત કોને ગણવો ? એ પ્રશ્નના ઉત્તરમાં સમતભદ્રે કહ્યું છે કે સ્યાદ્વાદ તર્ક દૃષ્ટિએ નિર્દોષ હોઈ એના ઉપદેશને આપ્ત કહેવાય. સમંતભદ્ર “યુજ્યનુશાસન'માં જૈન દર્શનને નિર્દોષ બતાવ્યું છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૨. અનુયોગ સન્મતિતર્કના ટીકાકાર મલવાદીએ નિયચક્ર' નામે એક અદ્ભુત ગ્રન્થની રચના પાંચમી-છઠ્ઠી સદીમાં વલભીમાં કરી છે. મલવાદીએ સર્વવાદોના એક ચક્રની કલ્પના કરી છે, જેમાં પૂર્વ-પૂર્વવાદનું ઉત્તર-ઉત્તરવાદ દ્વારા ખંડન છે. પૂર્વપૂર્વની અપેક્ષાએ ઉત્તર-ઉત્તરવાદ પ્રબલ જણાય છે, પણ ચક્રગત હોવાથી પ્રત્યેક વાદ પૂર્વમાં અવશ્ય આવે છે ! આથી પ્રત્યેક વાદની પ્રબળતા અથવા નિર્બલતા સાપેક્ષ છે. આવી રીતે પ્રત્યેક દાર્શનિક પોતાના ગુણ-દોષનું યથાર્થ પ્રતિબિંબ જોઈ શકે. સિહગણિએ સાતમી સદીના પૂર્વાર્ધમાં મલવાદીકત “નયચક્ર' ઉપર ૧૮૦૦૦ શ્લોકપ્રમાણ ટીકા રચીને તત્કાલીન સર્વવાદોની વિસ્તૃત સમાલોચના કરી છે. “નયચક્ર'પ્રકાશન ગાયકવાડુઝ ઓરિએન્ટલ સિરીઝમાં થયું છે. (સંપાદકો-મુનિશ્રી ચતુરવિજયજી અને લાલચંદ ભગવાનદાસ ગાંધી, વડોદરા, ૧૯૫૨) અને ત્યારપછી તિબેટન દર્શન ગ્રન્થોની તુલના સહ એનું વિશિષ્ટ સંપાદન મુનિશ્રી જંબુવિજયજી એ કર્યું છે (પ્રકાશક–જૈન આત્માનંદ સભા, ભાવનગર). મહાન બૌદ્ધ પ્રમાણશાસ્ત્રી દિનાગે ન્યાય, સાંખ્ય અને મીમાંસાદર્શનનું ખંડન કરીને તથા વસુબંધુના પ્રમાણ વિષયક સિદ્ધાન્તોનું સંશોધન કરીને સ્વતંત્ર બૌદ્ધ પ્રમાણશાસ્ત્રની વ્યવસ્થા કરી. બૌદ્ધ ધર્મ જ્યારે ભારતમાંથી લુપ્ત થઈ ગયો હતો ત્યારે, સોલંકીયુગીન ગુજરાતમાં બૌદ્ધિક વ્યાયામ તરીકે બૌદ્ધ ન્યાયના દુર્ગમ પ્રમેયોનો અભ્યાસ થતો હતો (કયા દુષ્પરિચ્છેદ વદ્ધતસમુદ્ધવાઃ | પ્રભાચન્દ્રસૂરિકૃતિ પ્રભાવકચરિત્ર', ઈ.સ. ૧૨૭૮). દિનાગના વિરોધમાં નૈયાયિક ઉદ્યોતકર અને મીમાંસક કુમારિલ ભટ્ટે આ નવા પ્રકાશના સન્દર્ભમાં પોતાના દર્શનનું પરિમાર્જન કર્યું. એ સર્વને મહાન વાદી ધર્મકીર્તિએ પરાસ્ત કર્યા. પછીના સમયનો કોઈ દાર્શનિક ગ્રન્થ એવો નથી, જેમાં ધર્મકીર્તિનો ઉલ્લેખ ન હોય. આ સંઘર્ષમાં જૈનોને પણ પોતાનું પ્રમાણશાસ્ત્ર પરિમાર્જિત કરવાની તક મળી. સિદ્ધસેન દિવાકરે “ન્યાયાવતાર' નામે એક નાનકડી રચના કરી છે. પાત્રસ્વામીએ દિનાગના હેતુલક્ષણના ખંડનમાં ત્રિલક્ષણખંડન' નામે ગ્રન્થ લખ્યો છે. પણ પૂર્વપરંપરાને આધારે જૈન દર્શનને પ્રતિષ્ઠિત કરનાર એ પછીના સમયમાં મહાન આચાર્ય અકલંક છે. અકલંકે ધર્મકીર્તિ, એમના શિષ્ય ધર્મોત્તર તથા પ્રજ્ઞાકરનું ખંડન કરીને પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે પ્રમાણોની જૈન દષ્ટિએ Page #67 -------------------------------------------------------------------------- ________________ યોગ, અનુયોગ, મંત્રયોગ સ્થાપના કરી. હરિભદ્રસૂરિએ અનેકાન્તવાદ ઉપર થતા આક્ષેપોનો સબળ ઉત્તર પોતાના “અનેકાન્તજયપતાકા' ગ્રન્થમાં આપ્યો (ગાયકવાડ્ઝ ઓરિએન્ટલ સિરીઝ, વડોદરા, ૧૯૪૦-૪૭; સંપાદક હીરાલાલ રસિકદાસ કાપડિયા) આચાર્ય અકલંકે “આપ્તમીમાંસા' ઉપર અષ્ટશતી'નામે ટીકા લખીને બૌદ્ધ દાર્શનિકોને તર્કસંગત ઉત્તર આપ્યો અને એમની પછી વિદ્યાનંદે “અષ્ટસહસ્રનામે વિશાળ ટીકા રચીને અનેકાન્તનો સમર્થ પુરસ્કાર કર્યો. આચાર્ય વિદ્યાનંદે તે સમય સુધી વિકસેલા ભારતીય વાદોનો સમન્વય કરી તત્ત્વાર્થશ્લોકવાર્તિક'નામે મહાગ્રન્થ રચી અનેકાન્તવાદનું સમર્થન કર્યું. પ્રમાણપરીક્ષા' નામે એક સ્વતંત્ર ગ્રન્થમાં તેમણે વિવિધ પ્રમાણોની ચિકિત્સા કરીને અકલંકની પ્રમાણ–પરીક્ષાનું સમર્થન કર્યું. એમણે “આHપરીક્ષા'નામે ગ્રન્થ પણ લખ્યો; એમાં આમ કોણ? એની ચર્ચા કરી તીર્થંકરને આમ સિદ્ધ કર્યા અને બુદ્ધ વગેરેને અનાd ગયા. આચાર્ય માણિક્યનંદીએ અકલંકના ગ્રન્થોના સારસંગ્રહ રૂપે “પરીક્ષામુખ' નામે જૈન ન્યાયનો એક સૂત્રાત્મક ગ્રંથ રચ્યો. અગિયારમી સદીમાં અભયદેવ અને પ્રભાચન્દ્ર એ બે, શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયના મહાન આચાર્યો થયા. અભયદેવે “સન્મતિતર્ક ઉપર વિસ્તૃત ટીકા લખી હતી, એ હમણાં જ આપણે જોયું; પ્રભાચજે “પરીક્ષામુખની ટીકા પ્રમેયકમલમાર્તડ અને “લઘીયગ્નની ટીકા “ન્યાયકુમુદચંદ્રમાં જૈન ન્યાયવિષયક સમસ્ત પ્રમેયોની આધારભૂત ચર્ચા કરી છે. એ પછી બારમી સદીમાં વાદી દેવસૂરિએ પ્રમાણ અને નયની વિસ્તૃત ચર્ચા કરતો “યાદ્વાદરત્નાકર' ગ્રન્થ રચ્યો; આ ગ્રન્થ “પ્રમાણનયતત્તાલોકાલંકાર'ની સ્વોપજ્ઞ ટીકા છે. એમાં વાદી દેવસૂરિએ, જે દાર્શનિકોના પૂર્વપક્ષોનો સંગ્રહ નહોતો કર્યો એ સર્વનો નિરાસ કર્યો છે. વાદી દેવસૂરિના સમકાલીન કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્ર આ બધા દુરૂહ ગ્રન્થોને બાજુએ મૂકી, “પ્રમાણમીમાંસા' નામે મધ્યમ કદનો એક ઉત્તમ પાક્ય ગ્રન્થ આપ્યો છે. નવ્ય ન્યાયની શૈલીએ યશોવિજયજીની દાર્શનિક રચનાઓ ભારતના દાર્શનિક ક્ષેત્રમાં નવ્ય ન્યાયનો ઉદય ગંગેશ ઉપાધ્યાયથી થાય છે. ગંગેશનો જન્મ વિ.સં. ૧૨૫૭ (ઈ.સ. ૧૨૮૧)માં થયો હતો. એમણે વિકસાવેલી નવ્ય ન્યાય રીતિના પ્રકાશમાં વિવિધ દાર્શનિકોએ પોતપોતાના માર્ગનું પરિમાર્જન કર્યું. પણ સત્તરમા સૈકામાં ઉપાધ્યાય યશોવિજ્યજીના સમય સુધી નવ્ય ન્યાય પ્રત્યે કોઈ જૈન વિદ્વાનનું ધ્યાન ગયું નહોતું. સત્તરમા સૈકાના આરંભમાં . Page #68 -------------------------------------------------------------------------- ________________ ૨. અનુયોગ યશોવિજયજી કાશીવાસ કરીને સર્વશાસ્ત્ર વિશારદ થયા અને તેમણે અનેકાન્ત વિષે નવ્ય ન્યાયની શૈલીએ અનેક ગ્રન્થો રચ્યા. એમણે “અનેકાન્તવ્યવસ્થાની રચના કરી અને “શાસ્ત્રવાર્તાસમુચ્ચય' અને “અસ્સહસ્રી એ પ્રાચીન ગ્રંથો ઉપર નવ્યા ન્યાયની શૈલીએ અદ્દભુત ટીકાઓ રચી. જૈન “તર્કભાષા” અને “જ્ઞાનબિન્દુ', લખીને તેમણે જૈન પ્રમાણશાસ્ત્રનું પરિમાર્જન કર્યું. નયવાદની સમજૂતી આપતા નયપ્રદીપ', “નયરહસ્ય' અને “નયોપદેશ' વગેરે ગ્રન્થ તેમણે લખ્યા; નન્યાયની રીતિએ લખાયેલી “સપ્તભંગિતરંગિણી' સવિશેષ નોંધપાત્ર છે. આ કઠિન ગ્રન્થોનો સાર ‘દ્રવ્યગુણપર્યાયનો રાસમાં તથા સંક્ષિપ્ત સ્તવન-સઝાયોમાં લોકભાષામાં તેમણે ઉતાર્યો છે. અનુયોગદ્વાર’નો શબ્દાર્થવિમર્શ નંદિસૂત્ર’ અને ‘અનુયોગકાર સૂત્ર'નો ઉલ્લેખ જૈન આગમ સાહિત્યની ચર્ચા કરતાં સાથોસાથ થાય છે. “નંદિસૂત્ર” વિષે કેટલોક વિચાર આપણે કરી ગયા. હવે, “અનુયોગદ્વારસૂત્ર'નું ટૂંકું અવલોકન કરીએ. “અનુયોગદ્વારસૂત્ર એક પ્રકારનો સર્વસંગ્રહ છે. એની રચના પ્રશ્નોત્તર રૂપે થયેલી છે અને વિવિધ ધાર્મિક વિષયો ઉપરાંત કાવ્યરસ, સંગીત, ભાષા અને વિવિધ અનુયોગોનું એમાં નિરૂપણ છે. ભાષા-વિષયક નિરૂપણમાં નામની ચર્ચા કર્તાએ જે રીતે કરી છે એમાં શબ્દાર્થશાસ્ત્રની દૃષ્ટિએ ભાષાવિમર્શની ઊંડી સમજ જણાય છે. એ વિષયમાં “અનુયોગદ્વાર'ના કર્તાએ કરેલાં નિરીક્ષણ અને આપેલાં ઉદાહરણ આજે પણ એ વિષયના અભ્યાસીઓનું ધ્યાન આકર્ષે તેમ છે; એનો સાર અહીં જોઈએ. - “અનુયોગદ્વાર’ના ૧૩૦માં સૂત્રમાં કર્તા કહે છે કે નામ દશ પ્રકારનાં છેગૌણ, નાગૌણ, આદાનપદથી, પ્રતિપક્ષપદથી, પ્રધાનપદથી, અનાદિ સિદ્ધાન્તથી, નામથી, અવયવથી, સંયોગથી અને પ્રમાણથી. આ સર્વ પ્રકારનાં નામનાં ઉદાહરણ મૂલ સૂત્રમાં આપ્યાં છે અને એનું વિશદ વિવરણ તે ઉપરની મલધારી હેમચન્દ્રની વૃત્તિમાં (ઈસવી સનનો બારમો સૈકો) આપવામાં આવ્યું છે. (માલધારી હેમચન્દ્ર કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રના સમકાલીન, પણ તેમનાથી ભિન્ન; એમનું સ્થાન ગુજરાતના ધાર્મિક જીવનમાં એવું હતું કે રાજા સિદ્ધરાજ જયસિંહ એમના સત્સંગ માટે અવારનવાર તેમના ઉપાશ્રયે આવતો.). ગૌણ અર્થાત ગુણનિષ્પન્ન નામના ઉદાહરણ તરીકે-ક્ષમા કરે તે ક્ષમણ, તપે તે તપન, જ્વલે તે જ્વલન આદિ આપ્યાં છે; સારાંશ છે કે ગૌણ નામો વ્યુત્પત્તિ Page #69 -------------------------------------------------------------------------- ________________ યોગ, અનુયોગ, મંત્રયોગ સિદ્ધ છે, નાગૌણ અર્થાત્ ગુણનિષ્પન્ન ન હોય એવાં નામનાં ઉદાહરણ આ પ્રમાણે આપ્યાં છે-કન્ત (ભાલા વિનાનું હોવા છતાં) એક પક્ષી સકુન્ત (સં. શન), મુળ (મગ) વિનાનો હોવા છતાં સમુદ્ગ, (ડબ્બો), મુદ્રા (વીટી) વિનાનો હોવા છતાં સમુદ્ર, અલાલ (લાલ) વિનાનું છતાં પલાલ (પરાલ, વાં. પ્રતાન, પુષ્કળ લાલવાળું), કુલિકા વિનાની છતાં સકુલિકા (સમડી) કહેવાય છે. ઈત્યાદિ. (પત્તાન અને સતિશ વિષે આ વૈચિત્ર્ય પ્રકૃતિમાં જ છે. એ વિષે ટીકાકાર લખે છે - પ્રતિનિમીત્યાત્રિાયથાર્થતા કાવ્યા, સંસ્કૃત્તેિ તૃવિશેષ पलालं निर्युत्पत्तिकमेवोच्यते इति न यथार्थायथार्थचिन्ता संभवति ...... 'अउलिया सलिय त्ति...इत्येवमिहापि प्राकृतशैलीमेवाङ्गीकृत्यायथार्थता, संस्कृते तु शकुनिकैव साऽभिधीयत इति कुतस्तच्चिान्तासम्भवः । इत्येवमन्यत्राप्यविरोधतः सुधिया भावना कार्या कुतस्तश्चिन्तासम्भवः? इत्येवमन्यत्राप्यधिरोधतः થયા ભાવના . (એ) મૂળસૂત્ર અને એનાં ઉદાહરણ પ્રાકૃતમાં હોવાથી આટલો ખુલાસો પ્રસ્તુત છે.) લૌકિક દૃષ્ટિએ આપેલી આ કૃત્રિમ વ્યુત્પત્તિઓ છે. પણ એમાં વિલક્ષણ લાગતાં નામકરણ પ્રત્યે તૂહલ કરીને, ગુણનિષ્પન્ન નહિ એવાં નામો પણ પદાર્થોને અપાય છે, એમ બતાવવાનો પ્રયાસ છે. આદાનપદથી પડતાં નામ વિષે કહ્યું છે કે કેટલાંક શાસ્ત્રાદિ એમના પ્રારંભિક શબ્દથી ઓળખાય છે, તે આદાનપદનાં ઉદાહરણ કહેવાય; જેમકે “આચારાંગ સૂત્ર'નું પાંચમું અધ્યયન આવરી' તરીકે, ‘ઉત્તરાધ્યયન સૂત્ર'નું ત્રીજું અને ચોથું અધ્યયન અનુક્રમે “ચાતુરંગિજ્જ' અને “અસંખ્ય” તરીકે ઓળખાય છે, ઈત્યાદિ. પ્રતિપક્ષપદમાં કર્તાએ એવાં નામનું સૂચન કર્યું છે, જેમાં એક પ્રકારની વક્રોક્તિ રહેલી છે, સૂચિત કરવાની વસ્તુના ગુણથી વિરુદ્ધ પ્રકારનું વસ્તુનું નામ હોય તે પ્રતિપક્ષપદ. ભાષામાં સર્વ કાળે આ પ્રકારનું વલણ ઓછાવત્તા પ્રમાણમાં રહેલું છે. અહીં સૂત્રકારે પ્રતિપક્ષ નામના કેટલાક સૂચક દાખલા આપ્યા છે. એ લખે છે – જ્યારે નવાં ગામ વસતાં હોય ત્યારે અશિવા અથવા અકલ્યાણકારી શિયાળને શિવા કહે છે. કવિ ભારવિએ “કિરાતાર્જુનીય'ના પહેલા સર્ગના ૩૮મા શ્લોકમાં વનવાસી યુધિષ્ઠિર પ્રભાતમાં અશિવા'-અપશુકનિયાળ શિવાના રુદનથી જાગે છે એમ વર્ણવ્યું છે, ત્યાં આ “પ્રતિપક્ષપદનો કવિતામય પ્રયોગ છે– पुराधिरूढः शयनं महाधनं विबोध्यसे यः श्रुतिगीतिमङ्गलैः । अदभ्रदर्भामधिशय्य स स्थली जहासि निदामशिवैः शिवास्तैः॥ Page #70 -------------------------------------------------------------------------- ________________ ૨. અનુયોગ એ જ પ્રમાણે કોઈ માણસ કારણવશાત્ “અગ્નિને શીત કહે છે અને ‘વિષને “મધુર' કહે છે. કલાલના ઘરમાં હંમેશાં “અશ્લ'ને બદલે “સ્વાદુ’ શબ્દ બોલવામાં આવે છે. આના કારણમાં ટીકાકાર મલધારી હેમચન્દ્ર નોંધે છે કે – કલાલના ઘરમાં “અશ્લ' બોલવાથી સુરા બગડી જાય એવી માન્યતાને કારણે અનિષ્ટ પરિહાર માટે “અસ્લ’ને બદલે “સ્વાદુ' બોલાય છે. આ ઉપરાંત જે “રક્ત' રાતું છે તે “અરક્તક' (ા. “અળતો’) જે ના છે તે અત્ના અને જે “સુંભ' (ટીકાકાર અનુસાર “શુભવર્ણકારી') છે તે “કુસુંભ” (ગુજ. “કસુંબો') કહેવાય એ વિપરીત ભાષા છે. (અર્વાચીન ભારતીય ભાષાઓમાં આવાં નામ કે વિશેષણો માટે જુઓ મુંબઈ યુનિવર્સિટીમાં મારાં વ્યાખ્યાનો શબ્દ અને અર્થ; પૂ.૧૦૧-૧૭.) આ પ્રકારનાં નામો નાગૌણ નામોથી કઈ રીતે જુદાં પડે છે એ સમજાવતાં ટીકાકાર કહે છે કે-“સકુન્ત' વગેરે નામોમાં કુન્તાદિ પ્રવૃત્તિ નિવૃત્તિનો માત્ર અભાવ છે, જ્યારે અહીં તો પ્રતિપક્ષ ધર્મના વાચકત્વની અપેક્ષા છે; એ બંને વચ્ચેનો ભેદ છે. પ્રધાનતાથી પડતાં નામોમાં અશોકવન, સપ્તપર્ણવન, ચંપકવન, નાગવન, પુનાગવન, ઈભુવન, શાલિવન આદિ છે. અમુક વનમાં અમુક વૃક્ષની પ્રધાનતા હોય તેથી આવાં નામ પડે. અનાદિસિદ્ધાન્ત નામોમાં સૂરકારે ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પગલાસ્તિકાય, અદ્ધાસમય આદિ જૈન સિદ્ધાન્તો સાથે સંબંધ ધરાવતા શબ્દોનો સમાવેશ કર્યો છે. સૂત્રકારે એવાં નામ અનાદિ કાળથી ચાલતાં આવેલાં ગયાં છે. પિતા-પિતામહના નામથી કોઈને બોલાવાય એ નામથી પડતું નામ કહેવાય. પિતાનું જ નામ હોય તે જ પુત્રનું પણ પાડવામાં આવે એ રિવાજની ટીકાકાર અહીં નોંધ કરે છે. અવયવથી પડતાં નામોમાં શૃંગી, શિખી, વિષાણી, દાઢી, પક્ષી, ખુરી, નખી, વાલી, દ્વિપદ, ચતુષ્પદ, બહુપદ, નંગુલી, કેસરી, કકુદી આદિ પ્રકારનાં નામ આવે. *ગતી એટલે તુંબડી' . મસાજ નું રૂપ પ્રાકૃત નાક અસ્વરિત પ્રથમ શ્રુતિલોપથી થયું છે, એટલે મૂળે આ બંને શબ્દો અભિન્ન છે. જો કે ટીકાકારે વેવ સતિ ના ધતિ પ્રક્ષાં ગત વસ્તુ ત નિવું એવી વ્યુત્પત્તિ સ્વીકારીને અસાધુ સાથેની એની પ્રતિપક્ષતા દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. વળી “રક્ત'ની પૂર્વે “અ” લાગીને “અરક્તક (અળતો) થયું ત્યાં અ” વડે “અતિ'નો ભાવ વ્યક્ત થાય છે; જેમ કે ઘોર-અઘોર, લોપ-અલોપ, મુંઝવણઅમુંઝવણ, છાનું-અછાનું, લેખે-અલેખે, ભડંગ-અડબંગ, ઈત્યાદિ મરાઠીમાં અને પીરસ્યા હિન્દીમાં “અચપલ' શબ્દ “ચપલ'ના અર્થમાં છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૪ અહીં સૂત્રકારે પ્રાચીનતર પ્રાકૃત સાહિત્યમાંથી ગાથાઓ ટાંકી છે સંયોગથી થતાં નામો વિષે સૂત્રકાર લખે છે કે સંયોગ ચારપ્રકારના છેદ્રવ્યસંયોગ (‘છત્ર’ વડે ‘છત્રી' અર્થાત્ છત્રવાળો, ‘દંડ’ વડે ‘દંડી’ અર્થાત્ દંડવાળો). ક્ષેત્રસંયોગ (માલવ, માગધ, સૌરાષ્ટ્રક, મહારાષ્ટ્રક ઇત્યાદિ); કાલસંયોગ (‘પ્રાકૃષક’ ઇત્યાદિ); અને ભાવસંયોગ (‘જ્ઞાન’ વડે ‘જ્ઞાની’, ‘દર્શન’ વડે ‘દાર્શનિક', ‘ક્રોધ’ વડે ‘ક્રોધી’, ‘માન' વડે ‘માની' ઇત્યાદિ). પ્રમાણથી થતાં નામની વાત કરતાં સૂત્રકારે ‘જીવિતનામ'નો ઉલ્લેખ કર્યો છે, એ ઘણો રસપ્રદ છે. ગવાર્ટ્ (કચરો), સ્તુપ (ઉકરડો), ાિય (ત્યજાયેલો), જજ્બવત્ (પૂંજો, ગુજ. કાજો), સુષ્પદ્ (‘સૂપડામાં મુકાયેલો’) એ બધાં જીવિતનામો છે. જેમનાં બાળકો જીવતાં ન હોય એવાં માબાપો આવાં અથવા આને મળતાં નામ પાડે એવી પ્રથા અનેક સ્થળે છે (ઉદાહરણ તરીકે, ખોડો, ભીખો-ભીખી, છોકરાનું નાક વીંધાવીને નામ પાડે નાથો, ધૂળો-ધૂળી, જોઈતો-જોઇતી, જીવો-જીવી, કચરો ઇત્યાદિ અને એની સાથે જાતજાતની માન્યતાઓ જોડાયેલી હોય છે. અહીં ટીકાકારે પણ એ વિષે કેટલીક નોંધ કરી છે.* યોગ, અનુયોગ, મંત્રયોગ ભાષાની સંજ્ઞાઓની વ્યુત્પત્તિમૂલક અને અર્થમૂલક ચર્ચા ‘અનુયોગદ્વારસૂત્ર’માં જે ભેદ પાડ્યા છે એની વ્યાકરણગત શાસ્ત્રીયતા વિષે મતભેદ પડવા સંભવ છે; પણ ‘અનુયોગદ્વાર'ના કર્તાનો ઉદ્દેશ જેને સામાન્ય રીતે ભાષાનું વ્યાકરણ કહેવામાં આવે છે એ આપવાનો નથી, પરન્તુ ખાસ કરીને જૈન સાધુ–વાચકોને ધ્યાનમાં રાખી ભાષાની સંજ્ઞાઓની વ્યુત્પત્તિમૂલક તથા અર્થગત ચર્ચા કરવાનો છે. આ ચર્ચા મુખ્યત્વે પ્રાકૃત ભાષાઓને અનુલક્ષીને કરવામાં આવી છે, પણ એમાંથી નિષ્પન્ન થતાં સામાન્ય વિધાનો - મતભેદને પાત્ર હોય તો પણ વ્યાપક મહત્ત્વ ધરાવે છે. અર્થસંક્રાન્તિનાં કારણભૂત કેટલાંક માનસિક બળો પ્રત્યે સૂત્રકારે અંગુલિનિર્દેશ કર્યો છે અને એનાં કેટલાંક સુન્દર ઉદાહરણ આપ્યાં છે. - * इह यस्या जातमात्रमपत्यं म्रियते सा लोकस्थितिवैचित्र्याज्जातमपि किञ्चिदपत्यं जीवननिमित्तमवकरादिष्ववस्यति, तस्य चावकरक : उत्कुरुटक इत्यादि यन्त्राम क्रियते तज्जीविकाहेतो: સ્થાપનામા વ્યાયતે, ‘સુબ'ત્તિ યા પૂર્વે ત્વા ચળતે તસ્ય મૂર્ખ નામ સ્થાપ્યતે। એ જ. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૩. મંત્રયોગ याज्ञवल्क्यः - वाग् वै ब्रह्म । वागेवाऽऽयतनमाकाशः પ્રતિ પ્રત્યેનકુપારીત કવિ: - વ તા ? | याज्ञवल्क्यः - वागेय प्रज्ञता सम्राड् । બૃહદારણ્ય ઉપનિષદ', ૪-૧-૨ एकः शब्दः सम्यग् ज्ञातः शास्त्रान्वितः सुप्रयुक्तः स्वर्गे लोके च कामधुम् भवति । પાતંજલ “મહાભાષ્ય', ૬-૧-૮૪ अनादिनिधनं ब्रह्म शब्दतत्त्वं यदक्षरम् । विवर्ततेऽर्थभावेन प्रक्रिया जगतो यतः ॥ ભર્તુહરિકૃત “વાક્યપદીય', મંગલાચરણ મનનારા રૂતિ મંત્રી જેના મનન અભ્યાસ પુનરાવૃત્તિથી રક્ષણ પ્રાપ્ત થાય છે તે “મંત્ર “એવી “મંત્રની એક વ્યાખ્યા અપાઈ છે. મંત્રનું ઉપાદાન શબ્દ છે અને તેથી મંત્ર એ શબ્દબ્રહ્મનો આવિષ્કાર છે અને ભર્તુહરિ કહે છે તેમ, અર્થરૂપે શબ્દબ્રહ્મના વિવર્તી થાય છે, જેથી જગતની પ્રક્રિયા ચાલે છે. મનુષ્યના શ્વાસોચ્છવાસની સાથે સોડ૬ નાદ ઉત્પન્ન થાય છે. મંત્ર મહેશ્વર” પ્રારંભમાં ચૈતન્યનો શબ્દરૂપે આવિષ્કાર થયો હતો, એમ કહેવાયું છે. ઉપનિષદોમાં કહ્યું છે કે પ્રજાપતિએ ધ્યાન કર્યું, એમાંથી 3ૐકાર ઉત્પન્ન થયો (છાન્દોગ્ય ઉપનિષદ; ૨-૨૩-૩), જે બીજમંત્ર છે. ૐ એ એક અક્ષરમાં સર્વ સમાયું છે. ભૂત, ભવદ્ અર્થાત વર્તમાન અને ભવિષ્ય એ સર્વ ૩ૐકાર છે. આ ત્રિકાલાતીત જે કંઈ છે તે પણ ૐ કાર છે. (“માંડૂક્ય ઉપનિષદ', ૧). ગીતાના દસમા અધ્યાય “વિભૂતિયોગ' (શ્લોક ૨૫)માં કહ્યું છે કે રિન્ટેક્ષમક્ષમ અર્થાત્ “વચનોમાં એકાક્ષર–ઠેકાર હું છું. મંત્રશાસ્ત્ર અનુસાર, બધા મંત્રોમાં મુખ્ય બીજમંત્ર ૐકાર છે. કાશ્મીરનું પ્રત્યભિજ્ઞાદર્શન, જે વિષે બીજા વ્યાખ્યાનમાં સંક્ષિપ્ત નિર્દેશ કર્યો છે, તેનું એક સૂત્ર છે કે મંત્ર: મહેશ્વરઃ મંત્ર એ જ પરમ Page #73 -------------------------------------------------------------------------- ________________ યોગ, અનુયોગ, મંત્રયોગ ઈશ્વર છે’. વળી તે એમ પણ કહે છે કે વિત્ત મંત્રઃ । (‘શિવસૂત્ર’, ૨-૧) અર્થાત્ (પરમ તત્ત્વનું સતત ધ્યાન કરતું) ચિત્ત એ જ મંત્ર છે. ૬૬ મંત્રનું કેવળ ઉચ્ચારણ પ્રભાવહીન છે. મંત્રના શબ્દની પાછળ એનો ઉચ્ચાર કરનાર વ્યક્તિના તપોબળનું, એના ચારિત્ર્યનું, એની નિષ્ઠાનું અને તેના ત્યાગનું બળ હોય છે. તેથી જ, એવી વ્યક્તિના સામાન્ય શબ્દમાં પણ મંત્રનું બળ પ્રગટ થાય છે, અને સાંભળનારના હૃદયમાં એ જડાઈ જાય છે. એથી ઊલટું, તર્કબદ્ધ બૌદ્ધિક કસરત દ્વારા બોલાયેલા શબ્દો કોઈ પ્રભાવ પાડી શકતા નથી. મંત્ર અને તંત્રનો જગતના લગભગ બધા દેશોમાં પ્રાચીન કાળથી પ્રયોગ થતો આવ્યો છે. મંત્રાદિને નામે અનેક ઢોંગ થયા છે, તો પણ તમામ મંત્રવાદ કે મંત્રસાહિત્યની કેવળ અવગણના કરવી ઉચિત નથી. નિદાન, ઐતિહાસિક, તુલનાત્મક, આધ્યાત્મિક અને બને તો લોકોપયોગની દૃષ્ટિએ પણ એનો વિચાર ક૨વો જોઇએ. ધર્મોનો ઇતિહાસ અને લોકશાસ્રની દૃષ્ટિએ પણ એ વિષેના વિપુલ સાહિત્ય પ્રત્યે દષ્ટિપાત કરવો ઉચિત છે. યોગ, મંત્ર અને તંત્રની અનેક સિદ્ધિઓ વિષે જાણવા મળે છે. ઐતિહાસિક ગ્રન્થોમાં તે નોંધાઈ છે તથા આપણામાંના કેટલાકને એનો પ્રત્યક્ષ અનુભવ થયો હશે. પણ એની હું અહીં વાત નહિ કરું . આ વ્યાખ્યાનમાં ભારતીય - વૈદિક અને શાક્ત બૌદ્ધ અને વિશેષતઃ જૈન મંત્રયોગનું વિહંગાવલોકન હું કરીશ. ‘અથર્વાંગિરસ’ વેદની ઋચાઓને ઘણી વાર ‘મંત્ર’ તરીકે ઓળખવામાં આવે છે. વળી ગાયત્રી જેવી પ્રાર્થના પણ એમાંની શબ્દશક્તિને કારણે મંત્રમુખ્ય ગણાઈ છે. ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ એ ત્રણ વેદનો યજ્ઞવિધિ સાથે ગાઢ સંબંધ છે. પણ ‘અથર્વવેદ’નો સંબંધ આપણે જેને મંત્ર-તંત્ર ગણીએ, એ સાથે મુખ્યત્વે છે. વ્યાધિઓ, હિંસક પ્રાણીઓ, રાક્ષસો, ભૂતપિશાચો, શત્રુઓ, બ્રાહ્મણોને કષ્ટ આપનાર લોકો એ સર્વનો પ્રભાવ ક્ષીણ થાય એ અથર્વવેદના ઘણા ખરા મંત્રોનો હેતુ છે. પણ તે સાથે કુટુંબમાં અને ગામમાં સુલેહ શાન્તિ જળવાય, શત્રુઓ સાથે મિત્રતા થાય, લાંબું આયુષ્ય આરોગ્ય અને સુખસંપત્તિ મળે, પ્રવાસ નિર્વિઘ્ને થાય, જુગારમાં લાભ થાય એવા શુભકારી મંત્રો પણ અથર્વવેદમાં છે. આમ અથર્વવેદમાં બે પ્રકારના મંત્રો છે-શુભ વસ્તુની પ્રાપ્તિ માટેના તથા અનિષ્ટને દૂર કરવા માટેના. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૩. મંત્રયોગ સામાન્ય જનસમૂહમાં પ્રચલિત હોય તેવી માન્યતાઓને અનુસરતા મંત્રોનું સંકલન અથર્વવેદમાં જણાય છે. પણ એનાં મૂળ બહુપ્રાચીન હોવાં જોઈએ. એડવર્ડ કૂને બતાવ્યું છે તેમ, શારીરિક વ્યાધિઓ મટાડવા માટેના અથર્વવેદના કેટલાક મંત્રોની માત્ર વિગત નહિ પણ એમનું સ્વરૂપ પ્રાચીન કાળના જર્મન, લેટિન અને રશિયન મંત્રોને મળતું આવે છે. પતંજલિનું “મહાભાષ્ય રચાયું ત્યાર સુધીમાં અથર્વવેદને પ્રતિષ્ઠિત સ્થાન મળી ચૂક્યું હતું. અથર્વવેદનું પ્રાચીનતમ નામ “અથર્નાગિરસ છે. અથર્વણ અને અંગિરસ . એ ઋષિકુટુંબોનાં નામ ઉપરથી આ વેદ-નામ થયું છે. આમાંના પહેલા વિભાગ વડે શુભ મંત્રો અને બીજા વિભાગ વડે ભૂતપ્રેતના વારણ માટેના મંત્રો એવો અર્થ અભીષ્ટ છે. ધર્મશાસ્ત્રના જે ગ્રન્થોમાં લૌકિક રૂઢિઓ અને રિવાજો વિષે નિરૂપણ છે ત્યાં અથર્વની વિદ્યાઓને વિશિષ્ટ સ્થાન મળેલું છે, કેમકે વૈદ્યક અને જયોતિષએ બે વિદ્યાઓનું સ્પષ્ટ રૂપ અથર્વવેદમાં જોવામાં આવે છે. મંત્ર-તંત્ર દ્વારા રાજાનું રક્ષણ કરવામાં અને શત્રુઓનો પરાજય કરવામાં સમર્થ હોય એવા પુરુષની નિયુક્તિ રાજપુરોહિત તરીકે કરવામાં આવતી, એટલે અથર્વવેદનો જાણકાર હોય એવો બ્રાહ્મણ તે સ્થાને આવતો. આમ છતાં અથર્વની વિદ્યાઓ વિષે નિન્દાનાં વચનો ધર્મશાસ્ત્રના ગ્રન્થોમાં જોવામાં આવે છે; એ સ્વાભાવિક પણ છે, કેમકે વિવિધ પ્રકારના મંત્ર તંત્ર હાનિકારક હોઈ ત્રયી અર્થાત ત્રણ વેદોની તુલનાએ અથર્વવેદ ઊતરતો અને મલિન છે એવી એક માન્યતા પ્રવર્તમાન હતી. તો પણ અથર્વવેદ ઉપયોગી ગણાયો છે. કેમકે “શત્રુઓ સામે પ્રયોજવા માટે અથર્વવેદ યોગ્ય શસ્ત્ર છે' એવાં વચન સાથે “મનુસ્મૃતિમાં અથર્વવેદનું સમર્થન કરવામાં આવ્યું છે. તંત્ર ગ્રન્થ “આસુરી કલ્પમાં દેવી દુર્ગાના મંત્ર અને ધ્યાનની ચર્ચા કરતાં દુર્ગાને અથર્વાહિતા અને તુરીયસ્થપુરી કહી છે. (અહીં ‘તુરીયવેદ' એટલે છેલ્લો વેદ-અથર્વવેદ), એ બતાવે છે કે બ્રાહ્મણ તંત્રોનું-આગમોનું મૂળ અથર્વવેદમાં છે. બૌદ્ધ તંત્રોનો વિકાસ બૌદ્ધોના મહાયાન સંપ્રદાયમાંથી થયો છે, પણ એની સહજયાન, વજયાન આદિ શાખાઓ ઉપર મહાચીન અને ભોટ અથવા તિબેટમાં પ્રવર્તમાન આચાર-વિચારોની સ્પષ્ટ અસર છે. શેવતંત્ર - દક્ષિણ અને વામ ' શૈવ તંત્રોના બે ભેદ છે–દક્ષિણ અને વામ. દક્ષિણ સંપ્રદાય શિવ-શક્તિનો ભક્ત હોઈ વિકૃત આચારોથી મુક્ત રહ્યો; જ્યારે વામ સંપ્રદાય-વામમાર્ગ-એનું નામ સૂચવે છે તેમ, અન્ય આચારો સહ પંચમકાર” અથવા “પંચતત્ત્વમાં સરી Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૮ યોગ, અનુયોગ, મંત્રયોગ - પડ્યો. (ગુજરાતી “છાકટો” શબ્દ “શાક્ત”નો અપભ્રંશ છે, એ અહીં નોંધવું જોઈએ.) બૌદ્ધ તંત્ર અને તાંત્રિકોમાં પણ વામાચાર ઠીક પ્રમાણમાં પ્રચલિત રહ્યો; બુદ્ધનો મધ્યમ માર્ગ હોઈ એમાં શિથિલાચારનો પ્રવેશ પ્રમાણમાં સરલ હતો. પણ મહાવીરનો માર્ગ આકરી અને કઠોર તપશ્ચર્યાનો આગ્રહી હોઈ જૈન મંત્રવાદ અને તંત્રવાદ “પંચતત્ત્વથી સર્વથામુક્ત રહ્યો, એ તેનું જે વિપુલ સાહિત્ય તેમજ ઇતિહાસ-સામગ્રી ઉપલબ્ધ છે, તે ઉપરથી સ્પષ્ટ છે. અથર્વવેદના મંત્રોમાં શૈવ આગમો અને તંત્રો અને બૌદ્ધ તંત્રોનાં મૂળ જણાય છે. જો કે જે તે પ્રદેશોમાં પ્રચલિત લોકધર્મોનો અને વિશેષત: બૌદ્ધ તંત્ર ઉપર નેપાળ, તિબેટ, અને મધ્ય એશિયાના પ્રદેશોની સ્થાનિક વિચારધારાઓનો પ્રભાવ પડ્યો છે એ નિઃશંક છે. ભારતમાં લુપ્ત થઈ ગયેલા બૌદ્ધ ગ્રન્થોના તિબેટન અનુવાદો-જે તિબેટન તાંજુર” અને “કાંજુરીમાં ઉપલબ્ધ છે તે-તિબેટના લામાઓએ તિબેટમાં નિમંત્રિત ભારતીય પંડિતોની સહાયથી કરેલા છે. તિબેટનો ધાર્મિક ઇતિહાસ લખનાર લામા તારાનાથ સોળમા સૈકામાં ભારતમાં આવ્યો હતો, જે પૂર્વે બૌદ્ધ ધર્મ અહીં લુપ્તપ્રાયઃ થયો હતો. આમ છતાં ઠેઠ અઢારમા સૈકા સુધી તિબેટના વિદ્યાર્થીઓ બૌદ્ધ દર્શન સમેત ભારતીય દર્શનોનો અભ્યાસ કરવા માટે કાશીમાં આવતા. નાલંદા, તક્ષશિલા અને ગુજરાતમાં વલભીનાં વિદ્યાપીઠ વિદ્યાની સર્વ શાખાઓના અધ્યયન-અધ્યાપન માટે વિખ્યાત છે, તો પણ નાલંદા અને વલભીમાં બૌદ્ધ વિદ્યાનો પ્રધાન ભાવે અભ્યાસ થતો હતો. નાલંદામાં શાન્તરક્ષિત અને કમલશીલ (જેમણે “તત્વસંગ્રહની અનુક્રમે રચના અને ટીકા કરી) જેવા બૌદ્ધવિદ્યાના દિગ્ગજ વિદ્વાનો હતા. બંગાળમાં વિક્રમશીલા બૌદ્ધ વિદ્યાનું મોટું કેન્દ્ર હતું. છઠ્ઠા સૈકા જેટલા પ્રાચીન સમયમાં હ્યુએન-ત્સંગ અને ઇત્સિગ જેવા વિદ્વાન ચીના યાત્રીઓ ભારતની વિઘાયાત્રાએ આવ્યા હતા અને અન્ય સેકડો અજ્ઞાતનામાં વિદ્વાનો અને વિદ્યાર્થીઓ આવી ગયા હશે. બોધગયા અને સારનાથનાં તીર્થોમાં વિદેશથી બૌદ્ધ યાત્રીઓ આજ સુધી આવે છે. આથી પારસ્પરિક આદાન પ્રદાન થયું હશે, તો પણ બૌદ્ધ તંત્રો પરત્વે ઉપર્યુક્ત વિધાન સાચું છે. તંત્ર એટલે શું ? તંત્ર એટલે શું? “કામિકા આગમ'માં તંત્રની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે– तनोति विपुलानर्थान् तत्त्वमंत्रसमन्वितान् । त्राणं च कुस्ते यस्मात् तंत्रमित्यभिधीयते ॥ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૩. મંત્રયોગ ૬૯ તત્ત્વ અને મંત્ર વિષે વિપુલ જ્ઞાનનો વિસ્તાર કરે છે અને (ઉપાસકનું) રક્ષણ કરે છે, તેથી એ તંત્ર કહેવાય છે.” વૈદિક આયુર્વેદ વ્યાધિઓના નિવારણ માટે મુખ્યત્વે કાઠૌષધિનો પ્રયોગ ર્યો, જ્યારે તાંત્રિકોએ એમાં રસ-પારદ (પારા)નો ઉમેરો કર્યો. આયુર્વેદમાં જે ઔષધો “રસાયણ' કહેવાય છે અને જે ઔષધિનાં નામને અંતે “રસ' આવે છે તેમાં પારાનો પ્રયોગ છે. ઈસવી સનના સાતમા સૈકામાં થયેલા સિદ્ધ નાગાર્જુન (એ સૌરાષ્ટ્રમાં ઢાંકમાં રહેતા હતા; બીજા સૈકામાં થયેલા, બૌદ્ધ દર્શનની માધ્યમિક શાખાના સ્થાપક નાગાર્જુનથી તેઓ ભિન્ન છે) એક મહાન તાત્રિક હતા અને એકજટા દેવીની પૂજાને તેઓ તિબેટમાંથી લાવ્યા હતા. શાબરીપા-શાબરીયાદ (ઇ.સ.નો સાતમો સૈકો) નામે આચાર્ય “શાબર મંત્રોના કર્તા હતા. તેઓ આદિવાસી શબર જાતિના હતા અને સુવર્ણસિદ્ધિ સાથે તેમનું નામ જોડાયેલું છે. (મીમાંસા સૂત્રોના ભાષ્યકારશખર સ્વામી હતા અને એથી એમનું ભાષ્ય “શાબર ભાષ્ય' તરીકે પ્રસિદ્ધ છે.) પ્રસિદ્ધ જૈન આચાર્ય હરિભદ્રસૂરિએ (ઈ.સ.નો સાતમો સૈકો) “શાસ્ત્રવાર્તા સમુચ્ચય' (શ્લોક ૬૨૩)માં “શાબર મંત્રોનો ઉલ્લેખ કર્યો છે– मंत्रादीनां च सामर्थ्य शाबराणामपि स्फुटम् । प्रतीतं सर्वलोकेऽपि न चाप्यव्यभिचारि तत् ॥ યોગિની લક્ષ્મીકરા, જે આઠમા સૈકામાં થયાં, તેમણે સહજયાન પ્રવર્તાવ્યો જણાય છે. તેમણે કહ્યું કે સર્વ વર્ગોની સ્ત્રીઓ સન્માનપત્ર છે, કેમકે પ્રત્યેક સ્ત્રી પ્રજ્ઞાનું સ્વરૂપ છે. તેમણે કહ્યું કે સાધકને સિદ્ધિ પ્રાપ્ત થાય એ પછી એના ખાનપાન ઉપર કોઈ નિયંત્રણ રહેતું નથી તેમજ એ ઉપવાસ કે સ્નાન કરે કે નહિ, એ પણ મહત્ત્વનું નથી. શાક્ત તંત્રોના કૌલાચાર અને બૌદ્ધ તંત્રોના બૌદ્ધાચાર વચ્ચે પ્રત્યક્ષ વ્યવહારમાં ઝાઝો ભેદ રહ્યો નહિ. યંત્ર મંત્ર-તંત્રની સાથે યંત્રનો ઉલ્લેખ આવશ્યક છે. એમાં સાધક સામે દેવતાની મૂર્તિને બદલે યંત્ર હોય છે. યંત્ર એક આધ્યાત્મિક આકૃતિ છે. એ ભૂfપત્ર, તાડપત્ર કે કાગળ ઉપર દોરાય છે અથવા ધાતુ કે પથ્થર ઉપર કોતરાય છે. કેટલાંક વિશિષ્ટ પ્રકારનાં યંત્રો દીપડાના કે ગધેડાના ચામડા ઉપર લખાયાં છે અથવા મનુષ્યનાં હાડકાં ઉપર કોતરાયાં છે (મંત્રમહોદધિ, તરંગ ૨૬, શ્લોક ૧૮પ૯). ધાતુ કે પથ્થર ઉપરનાં યંત્રોમાં દેવતાની આકૃતિ નથી હોતી, પણ ભૂર્જપત્ર Page #77 -------------------------------------------------------------------------- ________________ યોગ, અનુયોગ, મંત્રયોગ 90 કે કાગળ ઉપર યંત્રોમાં મંત્ર સાથે જે તે દેવતાની આકૃતિ હોય છે. સર્વ યંત્રોની આસપાસ “ભૂપુર' નામે ઓળખાતી, ચાર દરવાજાવાળી ચોરસ કિનારી બાંધેલી હોય છે, જે યંત્રની આસપાસ દિવાલ રચે છે અને બહારના જગતથી એને અલગ પાડે છે, એમ મનાય છે. જૈન યંત્રોમાં સમવસરણ સભામાં, તીર્થકર વિરાજમાન હોય છે; એને પણ કિલ્લા અને ચાર દરવાજા હોય, જેની આસપાસ તીર્થંકરની દેશના સાંભળવા માટે દેવ, મનુષ્ય અને તિર્યંચ એકત્ર થયેલા હોય છે. ઉપાસના માટે, નામસ્મરણ માટે અને પુરશ્ચરણ માટે રુદ્રાક્ષ, શંખ, કમલ-બીજ, મોતી, કાચ, રત્ન, સુવર્ણ, ચાંદી, પરવાળાં અથવા કુશની માળા રખાય છે. અર્વાચીન કાળમાં તંત્રોનો મૌલિક અભ્યાસ કરીને તેમાં રહેલાં આધ્યાત્મિક રહસ્યો અને ગૂઢ ચિન્તન પ્રગટ કરવાનું સર્વપ્રથમ માન કલકત્તા હાઇકોર્ટના એક સમયના ન્યાયમૂર્તિ સર જહોન વુડરોફને (જેઓ આર્થર એવલોન એ તખલ્લુસથી પણ લખતા તેમને) ઘટે છે; એ પછી આ ક્ષેત્રમાં ઘણું કામ થયું છે તથા શવ, બૌદ્ધ અને જૈન તંત્રશાસ્ત્ર અને મંત્રશાસ્ત્રના અનેક ગ્રન્થો અને તે ઉપરનાં અધ્યયન પ્રગટ થયાં છે. ગુજરાતીમાં પ્રગટ થયેલું નર્મદાશંકર દેવશંકર મહેતાનું “શાક્ત સંપ્રદાય' વિષેનું પુસ્તક એમાં ઉત્તમ છે. છતાં આ ગૂઢ વિદ્યાઓનો અનેકવિધ વિમર્શ કરવાનું હજી બાકી રહે છે. જૈન મંત્રવાદ અને “પૂર્વ સાહિત્ય જૈન મંત્રવાદનું મૂળ, ઐતિહાસિક દૃષ્ટિએ નિદાન બાવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથના સમય સુધી ખોળી શકાય છે. જૈન આગમ સાહિત્યનાં બાર અંગો પૈકી બારમાં અંતામાં ચૌદ પૂર્વ હતાં. બારમું અંગ ઘણાં સમય પહેલાં લુપ્ત થયું હોઈ અગિયાર અંગો જ ઉપલબ્ધ છે. ચૌદ પૂર્વોનો આખો સમુદાય “દૃષ્ટિવાદ' તરીકે પણ ઓળખાય છે. ચૌદ પૂર્વે (દષ્ટિવાદ)માં ક્યા વિષયોની ચર્ચા હતી એનો અનુક્રમ જૈન આગમો પૈકી સમવાયાંગ સૂત્ર” અને નંદિસૂત્ર'માં મળે છે, અને તે ઉપરથી જણાય છે કે દસમા વિદ્યાનુવાદ પૂર્વમાં અનેકાતિશયવાળી વિદ્યાસાધનાની અનુકૂળતાથી સિદ્ધિના પ્રકર્ષો વર્ણવ્યા હતા અર્થાત્ દસમું પૂર્વ મંત્ર અને વિદ્યાઓ વિષે હતું. “સમવાયાંગ સૂત્ર' (અધ્યયન ૧૪)ની ટીકામાં કહ્યું છે કે યત્રાને વિદા વિટાતિયા વર્ષને તઃ વિદાનવાલા એટલે કે “વિદ્યાનુપ્રવાદમાં મંત્રવિદ્યાના અનેકવિધ ચમત્કારોનું નિરૂપણ હતું. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૩. મંત્રયોગ ૭૧ વિરનિર્વાણ પછી બીજી સદીમાં (એટલે કે અંદાજે ઈ.સ. પૂર્વે ચોથી સદીમાં) જૈન શ્રુતનું સંકલન કરવા માટે પહેલી પરિષદ પાટલિપુત્રમાં મળી હતી અને જેટલાં શાસ્ત્રો બચ્યાં હતાં તેટલાં ત્યારે સંકલિત કરવામાં આવ્યાં. આ સંકલન તો કંઠસ્થ હતું; સમગ્ર જૈન શ્રુત પ્રથમવાર લેખબદ્ધ કરવામાં આવ્યું તે તો વીરનિર્વાણ પછી ૯૮૦ (વાચનાન્તરે ૯૯૩) વર્ષે (અર્થાતુ ઈ.સ.૪૫૪ અથવા ૪૬૭માં)દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના પ્રમુખપણા નીચે વલભીમાં મળેલી વિદ્વત પરિષદમાં. પણ પાટલિપુત્રમાં પહેલી પરિષદ મળી ત્યારે “આચારાંગસૂત્ર આદિ અગિયાર અંગો સંકલિત થયાં, પણ બારમું અંગ “દષ્ટિવાદ' નષ્ટપ્રાયઃસ્થિતિમાં હતું. એક માત્ર આર્ય ભદ્રબાહુ “દષ્ટિવાદ' જાણતા હતા. અર્થાત તેઓ એકલા જ ચતુર્દશ પૂર્વધર હતા. તેઓ એ સમયે નેપાળમાં તપશ્ચર્યા કરતા હતા. તેમની પાસે પૂર્વો શીખવા માટે જૈન સંઘે સ્થૂલિભદ્ર આદિ સાધુઓને મોકલ્યા. સ્થૂલિભદ્ર પૂર્વાશ્રમમાં નંદરાજાના મંત્રી શકટાલના પુત્ર હતા. તેમણે ભદ્રબાહ પાસેથી દસ પૂર્વની મૂલસૂત્ર તથા અર્થ સહિત વાચના લીધી અને છેલ્લાં ચાર પૂર્વની મૂલ માત્ર વાચન લીધી. ભદ્રબાહસ્વામી વીર નિર્વાણ સંવત ૧૭૦ (ઈ.સ.પૂર્વે ૩પ૬)માં નિર્વાણ પામ્યા હતા અને સ્થૂલિભદ્ર ચૌદ પૂર્વોની વાચના એમની પાસેથી લીધી, એ ઘટના ત્યાર પહેલાં બની હતી. સ્થૂલિભદ્રનું નિર્વાણ વીર સંવત ૨૧૯ (ઈ.સ. પૂર્વે ૩૦૭)માં થયું હતું. આમ ચૌદ પૂર્વનું જ્ઞાન ધરાવનાર સ્થૂલિભદ્ર છેલ્લા જૈન આચાર્ય હતા. ત્રેવીસમા જૈન તીર્થંકર પાર્શ્વનાથ વિર નિર્વાણ પૂર્વે ૨૫૦ વર્ષે (ઈ.સ.પૂર્વે ૭૭૬માં) નિર્વાણ પામ્યા હતા. એમના અનુયાયીઓ પાર્વાપત્ય (“પાર્શ્વનાથનાં સંતાનો') તરીકે ઓળખાતા. મહાવીરનાં માતા-પિતા પાર્શ્વપત્ય હતાં. ‘ભગવતીસૂત્ર'માં ઉલ્લેખ છે કે અનેક પાર્શ્વપત્યો નિમિત્તશાસ્ત્રના જ્ઞાતા હતા. મહાવીરને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું ત્યાર પહેલાં પણ પાર્વાપત્યોને પૂર્વોનું જ્ઞાન હતું એમ જણાય છે. કુમારશ્રમણ કેશી પાર્શાપત્ય હતા અને મહાવીરના પ્રથમ ગણધર ગૌતમસ્વામી સાથેનો તેમનો સંવાદ “ઉત્તરાધ્યયન સૂત્ર'માં છે તથા એ વિષયની અનેક ટૂંકી કૃતિઓ પ્રાકૃત, અપભ્રંશ અને જૂની ગુજરાતી સાહિત્યમાં છે. ઉપાંગ રાયપસેણિય સૂત્ત” (સૂત્ર પ૩)માં કુમાર શ્રમણ કેશીને વિદ્યાઓ અને મંત્રોનું જ્ઞાન હોવાનું કહ્યું છે. “ઉત્તરાધ્યયન સૂત્ર' (અધ્યયન ૧૮)માં કહ્યું છે કે કેશી વિદ્યાઓના પારગામી હતા, એટલું જ નહિ, તેમને અવધિજ્ઞાન હતું. આથી Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૨ યોગ, અનુયોગ, મંત્રયોગ દસમા વિદ્યાનુપ્રવાદ પૂર્વ સમેત ચૌદ પૂર્વોનો અભ્યાસ પાર્શ્વનાથના સમયમાં થતો હતો, એ કલ્પી શકાય. (બાવીસમા તીર્થંકર નેમિનાથ અથવા અરિષ્ટનેમિના સમયમાં પણ ચૌદ પૂર્વોનું અધ્યયન સાધુઓ કરતા હતા, એમ જ્ઞાતાધર્મ કથા', ૫-૨૪માં કહ્યું છે. “કલ્પસૂત્રમાં ઉલ્લેખ છે કે પ્રથમ તીર્થકર ઋષભદેવના સાધુઓમાં તથા અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ અને મહાવીરના સાધુઓમાં ચૌદ પૂર્વના જ્ઞાતાઓ હતા. પ્રથમ તીર્થકર ઋષભદેવ અથવા આદિનાથને વિષ્ણુના ચોવીસ અવતારોમાંના એક ગણવામાં આવ્યા છે અને તેઓ “પરમહંસ' દશામાં નિર્વાણ પામ્યા હતા; એમનું ચરિત્ર ‘ભાગવત પુરાણમાં છે. જો કે જેન આમ્નાયમાં વિવિધ ભાષાઓમાં એમના જીવન વિષે અનેક ચરિત્રો અને મહાકાવ્યો છે.) પણ મુખ્ય વાત એ છે કે જૈન માંત્રિકોમાં પાર્શ્વનાથની પૂજા અને ઉપાસનાને મહત્ત્વનું સ્થાન હતું. પાર્વાપત્યોની જેમ આજીવકોમાં પણ નિમિત્તશાસ્ત્રનો સારો અભ્યાસ હતો. ઉજ્જયિનીના જુલ્મી રાજા ગર્દભિલ્લનો ઉચ્છેદ કરાવનાર કાલકાચાર્યે આજીવકો પાસે અષ્ટાંગ મહાનિમિત્તનો અભ્યાસ કર્યો હતો, એ જાણીતું છે. પાર્શ્વનાથની પરંપરામાં મંત્રવિદ્યા આર્યભદ્રબાહુએ પાર્શ્વનાથની સ્તુતિનું પ્રાકૃત “ઉપસગ્ગહર” (“ઉપસર્ગહર') સ્તોત્ર રચ્યું છે. વિનહારી સ્તોત્ર તરીકે આ રચના અત્યંત પ્રસિદ્ધ છે અને દૈનિક પ્રાર્થનામાં નવસ્મરણ પૈકી એક છે. પાર્શ્વનાથની મૂર્તિને નાગદેવતા ધરણેન્દ્રનું છત્ર છે અને એમની શાસન દેવતા પદ્માવતી છે, જેનું મંત્રતંત્રના પ્રયોગોમાં સ્થાન, છે અને જેનું સૌથી પ્રસિદ્ધ ઉદાહરણ દિગંબર આચાર્ય મલ્લિષેણસૂરિકત ભૈરવપદ્માવતીકલ્પ છે. (આચાર્ય હેમચન્દ્રકૃત “અન્ય વ્યવચ્છેદકાત્રિશિકા' ઉપર યાદ્વાદમંજરી' નામે, ચાદ્વાદવિષયક, વિસ્તૃત ટીકા રચનાર શ્વેતાંબર આચાર્ય મલ્લિષેણસૂરિ “ભૈરવપદ્માવતી કલ્પના કર્તાથી ભિન્ન છે.) “ઉવસગ્ગહર સ્તોત્ર'ની બીજી ગાથા આ પ્રમાણે છે विसहरफुलिंगमंतं कंठे धारेइ जो सया मणुओ। तस्स गहरोगमारीदुट्ठजरा जंति उवसामं ॥ એથી તે વિસહરફુલિંગ' મંત્ર તરીકે પણ ઓળખાય છે. ભદ્રબાહુકૃત “ગ્રહશાન્તિ સ્તોત્રનો છેલ્લો ૧૮મી શ્લોક આમ છે भद्रबाहुस्त्वाचैवं पंचमः श्रुतकेवली । विद्यापवादतः पूर्वाद ग्रहशान्तिरूदीरिता ॥ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૩. મંત્રયોગ અર્થાત્ પંચમ શ્રુત કેવલી ભદ્રબાહુએ વિદ્યાપ્રવાહ પૂર્વમાંથી આ ગ્રહશાન્તિ ઉદ્ધત કરી છે. આનો અર્થ એ થયો કે પાર્શ્વનાથ અને પાર્વાપત્યોને મંત્રતંત્ર અને નિમિત્તશાસ્ત્ર તથા અન્ય વિદ્યાઓ સાથે નિકટનો સંબંધ છે. “સારૂપિક' અને “સિદ્ધપુત્ર' નામે ઓળખાતા વર્ગનો પાર્શ્વનાથની પરંપરા તથા મંત્રયોગ અને નિમિત્તશાસ્ત્ર સાથે સંબંધ છે. છેદસૂત્રો જેવાં કે “નિશીથ ભાષ્ય' (ઉદ્દેશક ૧, ગાથા ૩૪૬), બૃહત્કલ્પ સૂત્ર ભાષ્ય' (ઉદ્દેશક ૧-૪ અને ૬) તથા વ્યવહાર સૂત્ર” ભાષ્ય (ઉદેશક ૪ અને ૮) આદિમાં અને “આવશ્યક સૂત્ર” ઉપરની ચૂર્ણિ તથા ભાષ્યમાં અને હરિભદ્રસૂરિના “સંબોધપ્રકરણમાં સારૂપિકો અને સિદ્ધપુત્રોનો ઉલ્લેખ છે. તેઓ નિમિત્તશાસ્ત્રમાં અને વિદ્યાઓ તથા મંત્રયોગમાં નિપુણ હતા. “નિશીથ સૂત્ર ચૂર્ણિ (ઉદ્દેશક ૧, ભાષ્ય ગાથા ૩૪૬) અનુસાર, તેમનું સ્થાન શ્રાવકો અને સાધુઓ વચ્ચેનું હતું. સંભવ છે કે એમાંના કેટલાક સાધુમાંથી ગૃહસ્થ થઈ ગયા હોય. સાધુઓના આચારોમાં શિથિલ હોય, અને છતાં સાધુવેશ પહેરતા હોય અને ભિક્ષાટન કરતા હોય તે “સારૂપિક કહેવાતા હોય. તેઓ શ્વેત વસ્ત્ર પહેરતા, પણ રજોહરણ, દંડ કે લાકડાનાં પાત્ર રાખતા નહિ. તેઓ સંન્યાસીઓની જેમ માથાનું મુંડન કરાવતા અથવા કેવલ શિખા રાખતા. તેઓ એકાકી રહેતા અને પત્ની સાથે પણ વસતા. તેઓ ભિક્ષાટન કરતા નહિ, પણ જુદી જુદી કલાઓ, નિમિત્તશાસ્ત્ર, મંત્ર અને વૈદ્યક દ્વારા આજીવિકા મેળવતા. જ્યારે શ્રાવકો નિમંત્રણ આપે ત્યારે સામાન્ય અતિથિઓની જેમ તેમને ઘેર તેઓ જમતા. મહાવીરની પ્રાચીન જીવન કથાઓમાં સ્વપ્રપાઠકોના ઉલ્લેખો વારંવાર આવે છે. ઉત્પલ નામે નૈમિત્તિક પાર્વાપર્યો હતો, પણ પાછળથી પરિવ્રાજક થયો હતો. મહાવીરને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું ત્યાર પહેલાં એમનાં સ્વપ્રોનું ફળ, વગર પૂછુયે જ, ઉત્પલે કહ્યું હતું. મહાવીરના પિતા સિદ્ધાર્થે સ્વપ્ર-પાઠકોને પ્રશ્નો કરી, તેમને દાન આપ્યાં હતાં. “આવશ્યક સૂત્ર' ઉપરની નિયુક્તિ (ગાથા ૪૭૯)માં કહ્યું છે કે શિવદત્ત નામે નૈમિત્તિકને ઘણા લોકો પ્રશ્ન પૂછવા આવતા. મહાવીરની ધર્મશુદ્ધિ અને આચારશુદ્ધિનો જેમણે સ્વીકાર કર્યો નહિ, એવા અનેક “સારૂપિક' અથવા ‘સિદ્ધપુત્ર” થઈ ગયા હશે અને તેમણે પોતાના જ્ઞાનનો ઉપયોગ લોકહિતાર્થે તેમ આજીવિકાથું ચાલુ રાખ્યો હશે. જૈન આગમોમાં જ્યોતિષ અને વૈધકને “પાપલ્વત’ અને મિથ્યાશ્રત' કહ્યા છતાં આ પરિપાટી ચાલુ રહી, કેમકે લોકોને એની જરૂર હતી. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૪ યોગ, અનુયોગ, મંત્રયોગ પંદરમા સૈકામાં થયેલા, દેવસુન્દરરિના શિષ્ય ક્ષેમકરગણિએ એમના “પપુરુષચરિત્ર'માં (પૃ.૧૦ અને આગળ) નોંધ્યું છે કે એમના સમયમાં એક સિદ્ધપુત્ર હતો, જે પોતાને ચક્રવર્તી ભરતનો વંશજ ગણાવતો હતો. શ્રી ક્ષેમંકરગણિ ઉમેરે છે કે સિદ્ધપુત્રો ઉત્તમ શ્રાવકો હતા અને શ્રાવકોનાં અણુવ્રતો પાળતા હતા, મંત્ર અને વિદ્યાઓમાં પ્રવીણ હતા, લોકોત્તર જ્ઞાન ધરાવતા હતા અને જૈન ધર્મમાં એમને અતૂટ શ્રદ્ધા હતી. અંગવિદ્યા' (જનું સંપાદન સદ્ગત મુનિશ્રી પુણ્યવિજયજીએ અને પ્રકાશન પ્રાત ટેટ્સ સોસાયટીએ કર્યું છે) અને “પંચપરમેષ્ટિ નમસ્કાર” અથવા નવકાર મંત્રનાં મૂળ પણ વિદ્યાનુવાદ પૂર્વમાં હોય એ સંભવિત છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુએ પાંચને નમસ્કાર તથા એ નમસ્કારની ફલશ્રુતિ, એટલે નવકાર મંત્ર. અંતિમ દશપૂર્વધર વજસ્વામીએ (ઈ.સ.ની પહેલી સદી) પ્રાચીનતર શાસ્ત્રો અને આમ્નાયમાંથી નમસ્કાર મંત્રનું સંકલન કર્યું હતું અને બધાં આગમોમાં એને સ્થાન આપ્યું હતું. આ મંત્ર વિષે બહુસંખ્ય સ્તોત્રો, રક્ષામંત્રી અને મંત્રકલ્પો રચાયા છે અને એની તુલના કામદુધા અને ચિન્તામણિ સાથે કરવામાં આવી છે. કોઈ પણ ધર્મકાર્યનો પ્રારંભ આ મંત્રથી થાય છે. કોઈ પણ વિદ્યા કે મંત્રસાધનાને પ્રારંભે પંચ પરમેષ્ઠિ નમસ્કાર હોય. સિંહતિલકસૂરિએ વર્ધમાન વિદ્યાકલ્પ' (શ્લોક ૨૨)માં કહ્યું છે सर्वविद्यास्मृतावादौ पूर्णा पंचनमस्कृतिः । પાર્શ્વનાથ અને મહાવીરનાં મહાવ્રતો પણ આપણે ચર્ચા પાર્શ્વનાથના ઉપદેશોની અને પાર્ગાપત્યોની કરતા હતા. પાર્શ્વનાથનો ધર્મ એ “ચાતુર્યામ સંવર' હતો અથવા એમાં અહિંસા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહ એ ચાર મહાવ્રતો હતો. અપરિગ્રહમાં બ્રહ્મચર્યનો સમાવેશ થાય છે એમ મનાતું. (સંસ્કૃત પરિ૬ પ્રાકૃત ઈરાદ નો એક અર્થ “પત્ની' છે.) પાર્શ્વપત્ય કેશીકુમાર અને મહાવીરના ગણધર ગૌતમસ્વામીના સંવાદમાં કેશીનો મુખ્ય પ્રશ્ન એ હતો કે “પાર્શ્વનાથ સાધુધર્મ ચાતુર્યામ ચાર મહાવ્રતવાળો કહ્યો અને વર્ધમાન મહાવીર પાંચ મહાવ્રતવાળો કહ્યો; વળી પાર્શ્વનાથે સચેલક (સવસ્ત્ર) અને મહાવીરે અચેલક (નિર્વસ્ત્ર) ધર્મ કહ્યો; આમ બંનેમાં ફરક કેમ ?” ગૌતમસ્વામીએ આ ભાવનો ઉત્તર આપ્યો, “બાવીસ તીર્થંકરોના સાધુઓ ઋજુબાન્ન હોવાથી ચોથા અપરિગ્રહ વ્રતમાં જ બ્રહ્મચર્યનો સમાવેશ કરી લે છે, Page #82 -------------------------------------------------------------------------- ________________ ૩. મંત્રયોગ ૭૫ પણ ચોવીસમા તીર્થંકરના સાધુઓ વક્રજડ હોવાથી તેમને માટે અપરિગ્રહ અને બ્રહ્મચર્ય એ બે વ્રતો જુદાં પાડી પાંચ મહાવ્રત કહ્યાં છે.” આનો અર્થ એ થયો કે અપરિગ્રહમાં સ્ત્રી કે પત્નીનો સમાવેશ નહિ ગણવાને કારણે કેટલોક શિથિલાચાર પ્રવર્યો હતો, એથી મહાવીરે બ્રહ્મચર્ય વ્રત અલગ પાડ્યું. વળી મંત્રયોગ અને નિમિત્તશાસ્ત્ર પાર્શ્વનાથના સમયમાં પ્રવર્તમાન હતાં અને તીર્થકર વીતરાગ હોઈ નિગ્રહ કે અનુગ્રહ કરતા નથી, એવી સ્પષ્ટ માન્યતા જૈન પરંપરામાં હોવા છતાં “ઉવસગહર' અને બીજાં અનેક સ્તોત્રોમાં વિશેષત: પાર્શ્વનાથની અને બીજા દેવી-દેવતાઓની તથા શ્રુતદેવતા સરસ્વતી આદિની કૃપાની અને ઉપસર્ગો વિપ્નો અને ઉપદ્રવો-દૂર કરવાની યાચના છે, એ બતાવે છે કે દેવતાઓની કૃપા યાચનાની માનવસહજ માન્યતાઓ કેટલી પ્રબળ હતી. સારૂપિકો અને સિદ્ધપુત્રો કેવળ પાર્શ્વનાથના સમયમાં જ નહિ, એમની પૂર્વે પણ હતા એમ એકંદર શાસ્ત્ર પ્રમાણો જોતાં જણાય છે. મહાવીરે પ્રવર્તાવેલો ધર્મમાર્ગ ખૂબ પ્રભાવશાળી હતો, પણ એનો અર્થ એવો નહિ કે એમની પૂર્વેના ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથનો અનુગમ સર્વથા લુપ્ત થયો હતો. બુદ્ધનો મધ્યમ માર્ગ હોઈ બૌદ્ધ સાધુઓ લોકોને ઔષધ વગેરે આપતા હતા. પણ ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો પાર્શ્વનાથ બુદ્ધ કરતાં અઢી શતાબ્દી પહેલાં થઈ ગયા અને એમની પરંપરા તો એથી યે પ્રાચીન હશે. મહાવીરના આમ્નાયમાં અપરિગ્રહનો આગ્રહ એટલો કઠોર હતો કે પુસ્તકો પણ પરિગ્રહમાં ગણાતાં. પ્રારંભમાં તો પુસ્તકો હતાં જ નહિ, અને બધાં શાસ્ત્રો કિંઠસ્થ રહેતાં. પણ શાસ્ત્રો લખાવા માંડ્યાં ત્યાર પછી પણ છેદસૂત્રોમાં પુસ્તક લખવા માટે સાધુએ પ્રાયશ્ચિત્ત કરવાનું વિધાન છે. પણ જતે દિવસે, જ્ઞાનનો વિસ્તાર વધતાં સ્વીકારાયું કે પુસ્તકો પણ જ્ઞાનનું સાધન છે અને સાત ક્ષેત્રે ધન વાપરવાનો મહિમા થયો એમાં જ્ઞાન ભક્તિનો-પુસ્તકો લખવા-લખાવવાનો અને દાન આપવાનો મહિમા વધ્યો અને એ જ જૈન શાસ્ત્રોએ જ્ઞાનભંડારોની સ્થાપનાને પુણ્યકાર્ય ગણ્યું. ધાર્મિક અને સામાજિક નિયમોમાં પણ કાળાન્તરે, સંજોગાનુસાર આવું પરિવર્તન આવે છે. મહાવીર અને તેમના વિહાર દરમિયાન શિષ્યો ગણધરો આદિ નગર બહાર ઉદ્યાનમાં કે ચૈત્યમાં નિવાસ કરતા. ચૈત્ય એટલે મન્દિર, વ્યંતર આદિનાં સ્થાન, પૂર્વકાલીન મહાત્માઓનાં સમાધિસ્થાન કે સ્તુપ. (મથુરાના રૂપને એની પ્રાચીનતા અને કલાને કારણે “દેવનિર્મિત સ્તૂપ' કહેતા.) એ સમયે સાધુઓ, For Private.& Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ યોગ, અનુયોગ, મંત્રયોગ ચાતુર્માસ સિવાય, એક સ્થળે રહેતા નહિ, પણ ગ્રામાનુગ્રામ વિચરતા. સંભવ છે કે એ સમયે જૈન મંદિરોની સંખ્યા પણ ઝાઝી નહિ હોય. પ્રાચીન ગુર્જર દેશમાં જાબાલિપુર (જાલોર)માં શક સં.૭૦૦ (ઈ.સ.૭૭૮)માં પ્રાકૃતમાં રચાયેલી, ઉદ્યોતનસૂરિકૃત સુપ્રસિદ્ધ “કુવલયમાલાકથા'માં પુષ્કળ જૈન મન્દિરો બંધાયાનો ઉલ્લેખ છે; અન્યત્ર પણ તેમ થયું હશે. લગભગ એ સમયથી, સંભવતઃ પાર્શ્વનાથની પરંપરામાં, સાધુઓ ચૈત્યમાં વસે, એટલું જ નહિ ચૈત્યોના માલિક બને અને મઠાધીશની જેમ જીવન ગાળે એ પરિપાટી વિશેષ ધ્યાન ખેંચે છે; એની એ પર્વે, વીર નિર્વાણ પછી નવમા સૈકામાં (અર્થાત ઈ.સ.ના ચોથા સૈકામાં) “ચૈત્યવાસ” અને “ચૈત્યવાસીનો ઉદ્દભવ થયો, એવો ઉલ્લેખ ધર્મસાગરની પટ્ટાવલિમાં છે; “ચૈત્યવાસ” અને “ચૈત્યવાસી” એ શબ્દોનો પણ વિશેષ પ્રયોગ ત્યાર પછી થતો જણાય છે. કુવલયમાલા'ના રચના-વર્ષના થોડા સમય પહેલાં જ હરિભદ્રસૂરિ થયા. એ તો નિર્વિવાદ છે કે તેમના સમય સુધીમાં ચૈત્યવાસે ઊંડાં મૂળ નાખ્યાં હતાં અને જૈન આચારને શિથિલ કર્યો હતો. ચૈત્ય અને ચૈત્યવાસી કુવલયમાલા”ની રચના પહેલાં, થોડાક દસકા અગાઉ પાસેના શ્રીમાલ અથવા ભિન્નમાલમાં થયેલા, સમદર્શી આચાર્ય હરિભદ્રસૂરિએ “સંબોધપ્રકરણ' નામે પોતાના ગ્રન્થમાં ચૈત્યવાસીનો પ્રબલ વિરોધ કર્યો છે. હરિભદ્ર લખે છે: “તેઓ ચૈત્ય અને મઠમાં વાસ કરે છે, પૂજા માટે આરતી કરે છે, જિનમદિર અને શાળા (એટલે પૌષધશાળા-ઉપાશ્રય) ચણાવે છે, મન્દિરના દ્રવ્યનો (દેવદ્રવ્યનો) પોતાને માટે ઉપયોગ કરે છે, શ્રાવકો પાસે શાસ્ત્રની સૂક્ષ્મ વાતો કહેવા બતાવવાનો નિષેધ કરે છે, મુહૂર્ત કાઢી આપે છે, નિમિત્તો બતાવે છે, રંગેલાં સુગંધિત અથવા ધૂપિત વસ્ત્રો પહેરે છે, સ્ત્રીઓ સામે ગાન કરે છે, ધનનો સંગ્રહ કરે છે, કેશલોચ કરતા નથી, મિષ્ટ આહાર મેળવે છે અને તાંબૂલ, ઘી, દૂધ વગેરે તથા ફળફૂલ અને સચિત્ત પાણી વાપરે છે, કેડ ઉપર વિનાં કારણ કટિવસ્ત્ર રાખે છે, તેલ ચોળાવે છે, સ્ત્રીઓનો પ્રસંગ રાખે છે, દિવંગત ગુરુઓના દાહસ્થળ ઉપર સમાધિ ચણાવે છે, બલિ કરે છે, જિન પ્રતિમાઓ વેચે છે, સ્ત્રીઓ સમક્ષ વ્યાખ્યાન આપે છે, ગૃહસ્થોનું બહુમાન કરે છે, પૈસા આપીને બાળકોને ચેલા કરે છે અને એ માટે અંદરોઅંદર લઢે છે, વૈદ્યક મંત્રાદિ કરે છે અને સાધુઓની “પ્રતિમા'-વ્રતવિશેષ-પાળતા નથી.” Page #84 -------------------------------------------------------------------------- ________________ ૩. મંત્રયોગ હરિભદ્રસૂરિ મોટા સુધારક હતા. ‘અષ્ટક', ‘ષોડશક', ‘પંચાશક’, આદિગ્રન્થોમાં તેમણે સરલ હૃદયથી પ્રતિપાદિત કર્યું છે કે દેવદ્રવ્યનો પોતાની જાત માટે ઉ૫યોગ કરવો અનુચિત છે. ‘સંબોધ પ્રકરણ’માં તેઓ કહે છે કે (૧) જિનદ્રવ્ય તો જિન પ્રવચનની વૃદ્ધિ કરનાર, જ્ઞાનગુણ અને દર્શનગુણની પ્રભાવના કરનાર છે. તેવા દ્રવ્યમાં વૃદ્ધિ કરનાર જીવ તીર્થંકરત્વ પામે; તે દ્રવ્ય મંગલદ્રવ્ય છે, શાશ્વત દ્રવ્ય અને નિધિદ્રવ્ય છે. (૨) અંગસૂત્રો વાંચી શ્રાવકો પાસેથી પૈસા લેવા એ સાધુધર્મને શોભે નહિ. (૩) શ્રાવકોને આગળની સૂક્ષ્મ વાતો જાણવાને અધિકારી ઠરાવવા એ અનુચિત છે. (૪) કારણ સિવાય ગમે તે અને ગમે તેટલાં વસ્ત્રો સાધુને ખપે નહિ, ઇત્યાદિ શુદ્ધ આચારની અનેક વાતો હરિભદ્રસૂરિએ સ્પષ્ટ રીતે કહી છે. ઈ.સ.ના ૧૧મા-૧૨મા સૈકામાં શ્રાવક ગૃહસ્થ નેમિચંદ્ર ભંડારીએ પ્રાકૃત ‘ષષ્ટિશતક' પ્રકરણ રચ્યું છે, એમાં ‘કુગુરુ~સર્પ’ની ભારે ટીકા કરી છે (ત્રણ બાલાવબોધો સાથે ‘ષષ્ટિશતક' પ્રકરણ પ્રાચીન ગુર્જર ગ્રન્થમાલાના પ્રથમ ગ્રન્થ તરીકે મેં પ્રગટ કર્યું છે; વડોદરા ૧૯૫૩.) ચૈત્યવાસી આચાર્યો ૭૭ અણહિલવાડ પાટણના સ્થાપક વનરાજ ચાવડાને બાલ્યાવસ્થામાં ઉછેરનાર અને તેની માતાને આશ્રય આપનાર શીલગુણસૂરિ ચૈત્યવાસી સાધુ હતા; શીલગુણસૂરિના એક શિષ્ય દેવસૂરિ હતા; તેમણે વનરાજના ઉછેર અને શિક્ષણમાં સહાય કરી હશે. પાટણમાં પંચાસરા પાર્શ્વનાથના મન્દિરમાં વનરાજની મૂર્તિ છે તે સાથે દેવસૂરિની મૂર્તિ પણ છે. પોતે ચૈત્યવાસી હોઈ, ચૈત્યવાસીઓની અનુમતિ વિના, એમના પ્રતિસ્પર્ધી સુવિહિત અથવા સંવેગી સાધુઓ પાટણમાં નિવાસ કરી શકે નહિ, એવો આદેશ વનરાજ પાસેથી શીલગુણસૂરિએ મેળવ્યો હતો અને એ પરિપાટીનો અમલ કેટલાક સૈકા સુધી થયો હતો. આચાર્ય વર્ધમાનસૂરિએ આ પ્રતિબંધ દૂર કરાવવા માટે પોતાના બે શિષ્યો જિનેશ્વર અને બુદ્ધિસાગરને પાટણ તરફ વિહાર કરવાને કહ્યું. પણ અનેક ચૈત્યો અને ઉપાશ્રયોથી સંકીર્ણ પાટનગરમાં આ બે વિદ્વાન સાધુઓને નિવાસ માટે કોઈ સ્થાન મળ્યું નહિ. એ બંને સાધુઓ પૂર્વાશ્રમમાં બે ભાઈઓ અને વિદ્વાન બ્રાહ્મણો હતા. રાજપુરોહિત સોમેશ્વરના ઘર આગળ જઈને તેમણે મોટે સ્વરે વેદપાઠ કર્યો. (આ સોમેશ્વર મહામાત્ય વસ્તુપાલના સમકાલીન રાજપુરોહિત સોમેશ્વરનો પૂર્વજ જણાય છે.) પુરોહિતે તેમને પોતાના મકાનમાં રાખ્યા. એ સમયે પાટણનો રાજા ચૌલુક્ય દુર્લભરાજ હતો. બીજે દિવસે રાજસભામાં ન્યાય થયો અને રાજાના આગ્રહથી સુવિહિત Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૮ યોગ, અનુયોગ, મંત્રયોગ સાધુઓને પાટણમાં રહેવા દેવા માટે ચૈત્યવાસીઓ સંમત થયા. આ પ્રસંગ ઈસવી સનના ૧૧મા સૈકાના પ્રારંભમાં બન્યો હતો. વનરાજ ચાવડાએ સં.૮૦૨ (ઈ.સ.૭૪૯)માં પાટણ વસાવ્યું; એટલે શીલગુણસૂરિ આઠમા સૈકામાં થયા એ નિશ્ચિત છે. લગભગ એ અરસામાં ગુજરાતના બપ્પભટ્ટસૂરિ કનોજના રાજા આમ નાગાવલોકના ગાઢ સંપર્કમાં આવ્યા હતા. “પ્રભાવકચરિત' લખે છે કે રાજાએ છત્રચામર સાથે હાથી ઉપર બેસાડીને આચાર્યનો નગર પ્રવેશ કરાવ્યો હતો તથા ગાદી બિછાવેલ સિંહાસન ઉપર તેમને વિરાજમાન કર્યા હતા. બપ્પભટ્ટસૂરિ અને તેમના શિષ્યો ઘોડેસવારી કરતા હતા અને તેથી કનોજ અને ગુજરાત વચ્ચે તેમનું ઝડપી વિચરણ થતું હતું. ગર સિદ્ધસેનસૂરિએ બપ્પભટ્ટસૂરિને સારસ્વત મંત્ર આપ્યો હતો અને એ મંત્ર સિદ્ધ થતાં બપ્પભટ્ટ અનેક વિદ્યાઓમાં નિષ્ણાત થયા હતા. (બપ્પભટ્ટસૂરિએ પોતે રચેલું સરસ્વતી સ્તોત્ર પણ મળે છે.) તેમણે અને તેમના ગુરુબંધુ નન્નસૂરિએ એક નટની સહાયથી આમ રાજાના દરબારમાં એક વીરરસ-પ્રધાન નાટક ભજવીને રાજાને પ્રસન્ન કર્યો હતો. બપ્પભટ્ટ ચિત્રકળાના પણ ઉત્તમ જાણકાર હતા. આમ રાજા પાસે તેમણે એક ચિત્રકારને એના ઉત્તમ ચિત્ર માટે મોટો પુરસ્કાર અપાવ્યો હતો. “પ્રભાવકચરિત'કાર કહે છે કે તેમણે ચાર પ્રકાશમાન પટ ઉપર મહાવીર સ્વામીનું બિંબ ચિતરાવ્યું હતું. એમાંનો એક પટ કનોજમાં, બીજો મથુરામાં, ત્રીજો અણહિલપુરમાં અને ચોથો સતેરક (સતારા?)માં સ્થાપિત કર્યો હતો. પ્લેચ્છાએ પાટણનો ભંગ કર્યો ત્યાં સુધી એ પટ પાટણમાં મોઢ ચૈત્યમાં હતો. વિ.સં.૮૯૦ (ઈ.સ.૮૩૪)માં બપ્પભટ્ટસૂરિનો સ્વર્ગવાસ થયો હતો, એમ “પ્રભાવક ચરિત' નોંધે છે. - શ્વેતાંબર આમ્નાયમાં જેવો સુવિહિત અથવા સંવેગી સાધુઓ અને ચૈત્યવાસીઓનો સંબંધ તેવો દિગંબર આમ્નાયમાં વનવાસી સાધુઓ અને ચૈત્યવાસીઓનો. દિગંબર સાધુચર્યા અચેલકપણાને કારણે અત્યંત કઠિન હોઈ દિગંબર સાધુઓ ગણ્યાગાંઠ્યા અને વિવિક્તસેવી, તેથી વનવાસી કહેવાયા. એમાં જેઓ ચૈત્યવાસી હતા તેઓ મઠાધીશપણાને કારણે ભટ્ટારક પણ કહેવાયા. દિગંબર આમ્નાયમાં પણ ચૈત્યવાસનો આરંભ ક્યારે થયો, એનો કોઈ ચોક્કસ સમય-નિર્દેશ મળતો નથી. દેવસેનસૂરિએ ‘દર્શનસાર' (સં.૯૯૦ = ઈ.સ.૯૩૪)માં પાંચ જૈનાભાસનો ઉલ્લેખ કર્યો છે. આ પાંચમાંથી બે તે શ્વેતાંબર અને યાપનીય. શ્વેતાંબરને તેઓ “જૈનાભાસ' કહે એ સમજાય એવું છે. સુપ્રસિદ્ધ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૩. મંત્રયોગ તાર્થાધિગમસૂત્ર' અથવા “તત્ત્વાર્થસૂત્ર જે જૈન દર્શનનો સંક્ષિપ્ત પણ પ્રમાણભૂત પરિચય કરાવે છે, તેના કર્તા વાચક ઉમાસ્વાતિ યાપનીય મતના હતા, એમ કેટલાક માને છે; જો કે “તત્ત્વાર્થસૂત્ર'ની પ્રસ્તાવનામાં પં.સુખલાલજીએ આ માન્યતાનો સાધાર પ્રતિવાદ કર્યો છે. યાપનીય મતના કોઈ અનુયાયી ઘણા સમયથી નથી; સંભવ છે કે તેઓ શ્વેતાંબર કે દિગંબરમાં ભળી ગયા હોય. બાકી રહ્યા દ્રાવિડ, કાષ્ઠા અને માથુર, એ ત્રણ સંઘે. આ ત્રણેય જૈનાભાસ'નું વિપુલ સાહિત્ય પ્રાપ્ત થાય છે અને એનું પઠન-પાઠન કોઈ ભેદભાવ વિના થાય છે. એ ત્રણમાં કંઈ મહત્ત્વનો સિદ્ધાન્તભેદ પણ નથી. પણ દેવસેનસૂરિ, જે ચૈત્યવાસી. નહોતા, તેમણે એ ત્રણેય સંઘને શિથિલાચારી ગણીને “જૈનાભાસ' તરીકે વર્ણવ્યા લાગે છે. દ્રાવિડ સંઘના પ્રવર્તક વજનંદિ વિષે તેમણે લખ્યું છેઃ “ખેતી, વાણિજ્ય અને વસતિ(મંદિર)થી આજીવિકા ચલાવીને તથા શીતળ જળથી સ્નાન કરીને તેમણે પ્રચુર પાપનો સંગ્રહ કર્યો છે.” એથી સ્પષ્ટ છે કે દ્રાવિડ સંઘના સાધુઓ મદિરો અથવા ચૈત્યોમાં રહેતા હતા તથા એ મદિરોને દાનમાં મળેલી જમીનમાં ખેતીવાડી કરતા હતા. એ સંઘના મુનિ શ્રીપાલદેવને સિંહપુર નામે ગામ જાગીરમાં મળ્યું હતું. દ્રાવિડ સંઘના વાદિરાજસૂરિના વંશજ સૈવિઘ (ન્યાય, વ્યાકરણ અને સાહિત્ય એ ત્રણ વિદ્યાઓના જ્ઞાતા) શ્રીપાલ યોગીશ્વરને હોયસલ વંશના વિષ્ણુવર્ધન પોયસલદેવે જૈન મન્દિરોના જીર્ણોદ્ધાર અને ઋષિઓના આહારદાન માટે શલ્ય નામે એક ગામનું દાન આપ્યું હતું, એ સં. ૧૦૪૭ (ઈ.સ.૯૯૧)ના શિલાલેખ ઉપરથી જણાય છે. ગ્વાલિયર પાસે દુબકુંડના જૈન મન્દિરમાં સં. ૧૧૪૫ (ઈ.સ.૧૦૮૯)નો શિલાલેખ છે. લાટ-વાગડ સંઘના (એ કાષ્ઠા સંઘની એક શાખા છે) વિજયકીર્તિ મુનિના ઉપદેશથી દાહડ વગેરે ધનિકોએ એ મન્દિર બાંધ્યું હતું અને એની મરામત માટે કચ્છપઘાત અથવા કછવાહા વંશના રાજા વિક્નસિંહે એના નિષ્પાદન, પૂજન, સંસ્કાર તથા કાળાન્તરે મરામત માટે કેટલીક જમીન, વાવ સહિત એક બગીચો અને મુનિઓને તેલમર્દન કરવા માટે બે પાત્રો દાનમાં આપ્યાં હતાં. સુપ્રસિદ્ધ યશસ્તિલક ચંપૂ” અને “નીતિવાક્યામૃત'ના કર્તા વિશિષ્ટ વિદ્વાન સોમદેવસૂરિને રાષ્ટ્રકૂટ મહારાજા કૃષ્ણ ત્રીજાના મહાસામંત અરિકેસરીએ શક સં.૮૮૮ (ઈ.સ.૮૧૦)માં જિનાલયની મરામત અને રંગ માટે તથા પૂજાપહાર સારુ બનિકપુલ નામે ગામ દાનમાં આપ્યું હતું. કુન્દકુન્દ્રાચાર્યના મૂલ સંઘના સાધુઓને ગ્રામદાન અને ભૂમિદાન અપાયાના અનેક લેખો છે. શ્રવણ બેલગોળાના જૈન શિલાલેખો તો આવાં દાનોના ઉલ્લેખથી ભરપૂર છે. એ ઉપરથી Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮૦ યોગ, અનુયોગ, મંત્રયોગ સ્પષ્ટ છે કે દિગંબર ચૈત્યવાસીઓ પણ મન્દિરના જીર્ણોદ્ધાર કરાવતા હતા, બીજા મુનિઓને આહાર આપતા હતા. તથા દાનશાળાઓ ચલાવતા હતા. એમની જીવનચર્યા મઠપતિઓ જેવી બની હતી અને આ પ્રકારનો પરિવર્તનનો આરંભ દિગંબર આમ્નાયમાં ઈસવી સનની પાંચમી છઠ્ઠી સદી આસપાસ થયો હતો (નાથૂરામ પ્રેમી, “જૈન સાહિત્ય ઔર ઇતિહાસ', પૃ.૩પ૩-૬૧, મુંબઈ, ૧૯૪૨). ચૈત્યવાસી વિદ્વાનોનું પ્રદાન આ સર્વ છતાં ચૈત્યવાસીઓ, જેઓ પાછળથી “પતિઓ-જતિઓ' તરીકે ઓળખાયા એમને શિથિલાચારી કહીને કેવળ ટીકાપાત્ર ગણવા એ ઉચિત નથી. યુગો થયાં જ્ઞાનની જ્યોતિને જલતી રાખવામાં એમનું પ્રદાન અમૂલ્ય છે. સુવિહિત સાધુઓ ગ્રામાનુગ્રામ વિહરતા હતા અને એમનું ધ્યાન તપશ્ચર્યામાં લાગેલું હતું તથા પુસ્તકોનો પરિગ્રહ એમને ઝાઝો નહોતો ત્યારે પરંપરાગત શ્રતના સંગોપનમાં, એના અધ્યયન-અધ્યાપન અને પ્રસારમાં તેમજ વિવિધ જ્ઞાનવિસ્તારમાં તથા અનેક વિદ્યાકલાઓના રક્ષણ, વ્યાસંગ અને વ્યુત્પત્તિમાં ચૈત્યવાસી વિદ્વાનોનું પ્રદાન અમૂલ્ય છે. તેઓ ચૈત્યોમાં નિવાસ કરતા હોઈ મઠાધીશ હતા તથા ઘણુંખરું એકજ સ્થાને લાંબો સમય રહેતા હોઈ ગ્રન્થભંડારો એમને સુલભ હતા અને તપશ્ચર્યા કરતાં વિવિધ પ્રકારના વિદ્યાવ્યાસંગ પ્રત્યે એમની વિશેષ પ્રવૃત્તિ હતી. જ્યોતિષ, વૈદ્યક અને મંત્રયોગમાં એમણે ઘણી પ્રગતિ સાધી હતી અને એની આનુષંગિક વિદ્યાઓમાં પ્રવેશ કર્યો હતો અને ઠેઠ અર્વાચીન કાળ સુધી યતિવર્ગની સરસાઈ નગણ્ય નહોતી. એમના વિદ્યાવ્યાસંગ અને મંત્રયોગનો પ્રભાવ સંવેગી સાધુઓ પર નથી પડ્યો એમ ન જ કહેવાય. મુનિ જિનવિજયજીએ ક્યાંક લખ્યું છે કે ચૈત્યવાસીઓ દૂધમાં સાકરની જેમ સમાજ સાથે સમરસ થયા હતા, જ્યારે તપસ્વી સંવેગી સાધુઓ અગ્નિની જેમ વંદ્ય રહ્યા હતા. સૌરાષ્ટ્રનાં અનેક નાનાં રાજ્યોમાં બ્રાહ્મણ રાજવૈદ્યો ઉપરાંત રાજવૈદ્ય તરીકે યતિઓ પણ હતા. જોધપુરમાં, ઘણું કરીને ૧૯૬૨માં, રાજસ્થાન પ્રાચ્યવિદ્યા પ્રતિષ્ઠાનની સલાહકાર સમિતિમાં મુનિ જિનવિજયજીના આયોજનથી હું અને પ્રો.રસિકલાલ છોટાલાલ પરીખ ગયા હતા ત્યારે જોધપુરના રાજ્યવૈદ્ય યતિશ્રી, ઉદયચંદ્રજી, જેઓ લગભગ ૯૦ વર્ષના હતા, તેમને અમે મળ્યા હતા. ત્યારે પણ વીરાસનમાં ટટ્ટાર બેસી તેઓ અનેક દર્દીઓને તપાસીને ઔષધ આપતા હતા અને નાગરિકો એમને “ગુરાંસા' (ગુરુ સાહેબ) કહીને સંબોધતા હતા. થોડાક Page #88 -------------------------------------------------------------------------- ________________ ૩. મંત્રયોગ ૮૧ દસકા પહેલાં ગુજરાત અને રાજસ્થાનનાં અનેક ગામનગરોમાં આવા જ્ઞાનોપાસક યતિઓ હતા. વડોદરામાં લોકાગચ્છના યતિશ્રી હેમચંદ્રજીએ પોતાની ગુરુપરંપરાથી વારસામાં મળેલી, વિવિધ વિષયની લગભગ દસ હજાર હસ્તપ્રતો ૧૯૫૯માં વડોદરા પ્રાચ્ય વિદ્યામંદિરને ભેટ આપી હતી, પણ વૈદ્યક અને મંત્રવિદ્યાની પસંદ કરેલી હસ્તપ્રતો પોતાની પાસે રાખી હતી. ચૈત્યવાસીઓ અને સંગીત બીજી અનેક વિદ્યાઓ ઉપરાંત ચૈત્યવાસીઓએ સંગીતમાં પણ પ્રાવીણ્ય મેળવ્યું હતું. વાચનાચાર્ય સુધાકલશે “સંગીતોપનિષદ્ નામે સંગીત અને નૃત્ય વિષેનો એક બૃહદ્ ગ્રન્થ રચ્યો હતો; એ ગ્રન્થ હાલ મળતો નથી; પણ તેમણે પોતે કરેલો એનો સંક્ષેપ-સંગીતોપનિષત્કાર'નામનો, ઈ.સ.૧૩૫૦માં થયેલોમળે છે, (સંપાદક-ઉમાકાન્ત શાહ, ગાયકવાડ્ઝ ઓરિયેન્ટલ સિરીઝ, ગ્રન્થ ૧૩૩, વડોદરા, ૧૯૬૧) તે આ વિદ્યાનું એક લાક્ષણિક ઉદાહરણ છે. નૃત્યની સાથે નૃત્યાંગનાઓ પણ આવે. પ્રબન્ધચિન્તામણિના ઉલ્લેખ અનુસાર, રાજા કુમારપાળે બંધાવેલા કુમારવિહારમાં, કુમારપાલના નિમંત્રણથી જતા, હેમચન્દ્રાચાર્ય કપર્દી મંત્રીના ટેકાથી પગથિયાં ચડતા હતા ત્યારે એક નર્તકીને કમખાની કસ ખેંચતી જોઈને કપર્દીએ એક અપભ્રંશ દુહાની પંક્તિ કહી __ सोहग्गीउ सहि कंचुयउ जुत्त उत्ताणु करेइ । (સખી કંચુકી સાથે સૌભાગ્યને પણ ઊંચું કરે છે) એનો ઉત્તરાર્ધ હેમચન્દ્ર આ પ્રમાણે પૂરો કર્યો-પુર્કિંપછ તwયg , ગુ હજુ ા (જના ગુણ - એટલે દોરી, કસ અથવા સદ્ગુણ-પછી તરુણીજનો પૂંઠેથી ગ્રહણ કરે છે.) પ્રબન્ધચિન્તામણિમાં અન્યત્ર ઉલ્લેખ છે કે સિદ્ધરાજનો મહામાત્ય સાન્ત, પોતે બાંધેલી સામ્નવસહિકામાં દેવને નમસ્કાર કરવા જતો હતો ત્યારે એક નર્તિકાના ખભે હાથ મૂકીને ઊભેલા ચૈત્યવાસીને તેમણે જોયો હતો. ચૈત્યવાસીઓ અને સમાજ નાગેન્દ્ર ગચ્છના આચાર્ય વિજયસેનસૂરિ મહામાત્ય વસ્તુપાલના કુલગુરુ હતા; આબુ અને ગિરનાર ઉપર વસ્તુપાલ-તેજપાલે બાંધેલાં મન્દિરોની પ્રતિષ્ઠા વિધિ તેમને હસ્તે થઈ હતી. વિજયસેનસૂરિનાં સલાહ અને સદ્ધોધને પરિણામે એ મંત્રીઓને ગ્રન્થભંડારો સ્થાપવાની અને સંઘયાત્રા કાઢવામાં પણ પ્રેરણા Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૨ યોગ, અનુયોગ, મંત્રયોગ મળી હતી. વિજયસેનસૂરિ અને વસ્તુપાલના કુટુંબનો સંબંધ પુરોહિત અને યજમાન વચ્ચે હોય એવો નિકટનો હતો. આ નિકટતા વર્ણવતો એક લાક્ષણિક પ્રસંગ “પ્રબન્ધ ચિન્તામણિ' (પૃ. ૧૦૪-૫)એ નોંધ્યો છે. તે લખે છેઃ “(તેજપાલની પત્ની) અનુપમાદેવીનું અવસાન થતાં તેજપાલના હૃદયમાં આરૂઢ થયેલી શોકગ્રન્થિ કેમેય દૂર થતી નહોતી; તેથી ત્યાં આવેલા વિજયસેનસૂરિ જેવા ઉત્તમ પુરુષે એને ટાઢો પાડ્યો, એટલે કંઈક ચેતના આવતાં (પોતાની નબળાઈ માટે) શરમાતા તેજપાલને સૂરિએ કહ્યું : “અમે આ પ્રસંગે તમારો દંભ જોવા આવ્યા છીએ.” ત્યારે વસ્તુપાલે પૂછ્યું “એ વળી શું?' એટલે ગુરુએ જવાબ આપ્યો “અમે બાળક તેજપાલ માટે ધરણિગ પાસે એની પુત્રી અનુપમાનું માગું કર્યું હતું અને પછી એ સંબંધ નક્કી થયો હતો. પણ એ કન્યા કદરૂપી છે એમ સાંભળીને એ સંબંધ તોડવા માટે ચન્દ્રપ્રભજિનના મન્દિરમાં પ્રતિષ્ઠિત ક્ષેત્રપાલને આઠ દ્રમ્મનો ભોગ ધરાવવાની માનતા તેજપાલે કરી હતી. હવે તે સ્ત્રીના વિયોગથી આ દુઃખી થાય છે; તો આ બે વાતમાં સાચું શું?” આ મૂલ સંકેતથી તેજપાલે પોતાના હૃદયને દઢ કર્યું." વિજયસેનસૂરિના શિષ્ય ઉદયપ્રભસૂરિ મોટા વિદ્વાન હતા. વ્યાકરણની તત્ત્વચર્ચાને લગતો “શબ્દબ્રહ્મોલ્લાસ' નામે “ગ્રન્થ' તેમણે રચ્યો હતો, જે અધૂરો જ મળે છે. “આરંભસિદ્ધિ' નામે, જ્યોતિષશાસ્ત્રનો એમનો ગ્રન્થ જાણીતો. વસ્તુપાલની એક સંઘયાત્રાનું અને સાથે નેમિનાથ ચરિત્રનું વર્ણન કરતું, એમનું મહાકાવ્ય “ધર્માલ્યુદય” અથવા “સંઘપતિચરિત્ર” સં.૧૨૦ (ઈ.સ.૧૨૩૪)માં વસ્તુપાલના પોતાના હસ્તાક્ષરોમાં નકલ થયેલું, ખંભાતના ગ્રન્થ-ભંડારમાં છે. વસ્તુપાલ-તેજપાલે બાંધેલાં મદિરોનાં શિલાલેખરૂપ પ્રશસ્તિકાવ્યોમાંના કેટલાંક ઉદયપ્રભસૂરિની રચના છે. મહારાષ્ટ્રમાંથી ચાચરિયાક નામે કથાકાર આવ્યો હતો અને એની રામાયણ કથા સાંભળવા માટે રાત્રે લોકો મોટી સંખ્યામાં જતા હતા. (ચાચરિયાક એ વિશેષનામ નહિ હોય પણ “ચાચર-ચત્વર-ચોગાનમાં કથા ૧. યજમાનના પુત્ર કે પુત્રીના સગપણ કે લગ્નનું નક્કી કરવા માટે ગોર કે પુરોહિત થાય, એના જેવો આ પ્રકાર થયો. વસ્તુપાલની સંઘયાત્રા અને વાસક્ષેપનો વિધિ કરવા માટે પોતાના માતૃપક્ષે ગુરુ નચંદ્ર સૂરિને (એમનું “નારચંદ્ર જયોતિષ' પ્રસિદ્ધ છે) વસ્તુપાલે વિનંતી કરી ત્યારે તેમણે એ આશયનો ઉત્તર આપ્યો કે “તમારા કુલગુરુ વિજયસેનસૂરિ એ વિધિ કરે એ ઉચિત છે પરિણામે વિજયસેનસૂરિ અને તેમના શિષ્ય ઉદયપ્રભસૂરિને મારવાડથી ખાસ નિમંત્રણ આપી તેડાવવામાં આવ્યા હતા. વિજયસેનસૂરિએ અપભ્રંશ કાવ્ય “રેવંતગિરિ રાસુ” રચ્યું છે; અને સમકાલીન કવિપંડિતોએ એમના કવિત્વની પ્રશંસા કરી છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ . ૩. મંત્રયોગ કરનાર’ એવા અર્થનું, ‘માણભટ્ટ’ જેવું સામાન્ય નામ હશે.) ઉદયપ્રભસૂરિ વેશપલટો કરીને રાત્રે એની કથા સાંભળવા જતા હતા. એ બતાવે છે કે તેઓ ચૈત્યવાસી પરંપરાના હતા. સંવેગી સાધુઓ રાત્રે ઉપાશ્રયની બહાર નીકળતા નથી. વૈદ્યક, જ્યોતિષ, મંત્રવિદ્યા અને વ્યાપક જનસંપર્કને કારણે ચૈત્યવાસીઓ બીજી પણ અનેક વિદ્યાઓનું અધ્યયન કરતા હતા. ‘પ્રભાવકચરિત’ વર્ણવે છે કે બપ્પટ્ટિસૂરિના ગુરુબંધુ નન્નસૂરિ એકવાર કામસૂત્ર વિશે વ્યાખ્યાન આપતા એ સાંભળીને આમ રાજાના મનમાં અન્યથા ભાવ પેદા થયો હતો પણ, બપ્પભટ્ટ અને તેમના સમુદાયમાં બ્રહ્મચર્યપાલનનો આગ્રહ રાજાએ જોતાં એ પૂર્વગ્રહ દૂર થયો હતો. વાયડ ગચ્છના જીવદેવસૂરિએ શ્રાવક ગૃહસ્થો માટે ‘વિવેકવિલાસ’ (ઈ.સ.૧૨૨૦ આસપાસ) નામે સર્વસંગ્રહાત્મક ગ્રન્થ રચ્યો છે, તેમાં કામશાસ્ત્ર અને સંપ્રયોગની વાત પણ પ્રસંગવશાત્ આવે છે. નર્બુદાચાર્ય અથવા નર્મદાચાર્યે જૂની ગુજરાતીમાં ‘કોકશાસ્ર ચોપાઈ’ (સં.૧૯૫૬-ઈ.સ.૧૬૦૦) રચી છે. તથા એને અંતે પોતાની ગુરુ પરંપરા આપી, આ કાવ્ય વાંચનાર સ્ત્રી-પુરુષોનાં વિયોગ-દુઃખ દૂર થશે, એવી ફલશ્રુતિ વર્ણવી છે. એક બૌદ્ધ સાધુ પદ્મશ્રીએ ‘નાગરસર્વસ્વમ્’ નામે કામશાસ્ત્રનો સંસ્કૃત ગ્રન્થ લખ્યો હતો, જે તનસુખરામ ત્રિપાઠીએ સંપાદિત કરી પ્રગટ કર્યો છે. ૨ ૮૩ ચૈત્યવાસી આચાર્યો : શાન્તિસૂરિ અને સૂરાચાર્ય આ થોડુંક જરૂરી વિષયાન્તર થયું. પણ ગુજરાતમાં વિશેષતઃ મંત્રયોગની ચર્ચા સંક્ષેપમાં આગળ ચલાવીએ. વાદીવેતાલ શાન્તિસૂરિનો સ્વર્ગવાસ સં. ૧૦૯૬ (ઈ.સ.૧૦૩૦)માં થયો હતો; એટલે તેઓનો કાર્યકાળ ઈસવી સનની અગિયારમી સદીમાં હતો. એ સમયે રાજા ભીમદેવ પહેલો ગુજરાતમાં રાજ્ય કરતો હતો; તેની અનુમતિ લઈને શાન્તિસૂરિએ માળવા તરફ વિહાર કર્યો; એમનું સ્વાગત કરવા માટે ભોજરાજા રાજધાની ધારાનગરીથી પાંચ કોસ તેમની સામે આવ્યો. ભોજરાજાની સભામાંના અનેક વિખ્યાત વાદીઓને શાન્તિસૂરિએ પરાજિત કર્યા; તેથી ભોજે એમને ‘વાદીવેતાલ'નું બિરુદ આપ્યું તથા ઘણું ધન આપ્યું; એ માલવી સિક્કા બરાબર ગુજરાતનાં બારલાખ સાઠ હજાર થાય. તેમાંથી શાંતિસૂરિએ ચૈત્યો કરાવ્યાં સાઠ હજાર દ્રુમ્મ તેમણે પોતે જે થારાપક ગચ્છના ૨. પાટણ પાસેના વાયડ ગામ ઉપરથી વાયડ ગચ્છ (તથા વાયડા વાણિયા અને બ્રાહ્મણ) થયા. એ ગચ્છમાં, રૂઢિ અનુસાર આચાર્યોનાં જિનદત્ત, રાશિલ્લ અને જીવદેવ એ ત્રણ જ નામ પડતાં (અમરચન્દ્રસૂરિકૃત ‘બાલભારત’, અંતિમ સર્ગ, શ્લોક ૩૭). ‘પ્રભાવચરિત'માં વિક્રમરાજાના સમકાલીન જીવદેવસૂરિની મંત્રવિદ્યાની પરંપરાગત કથા વર્ણવાઈ છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૪ યોગ, અનુયોગ, મંત્રયોગ આચાર્ય હતા એના મૂળ સ્થાન થારાપક અથવા થરાદમાં મોકલ્યા અને ત્યાં આદિનાથના ચૈત્યમાં મૂલનાયકની ડાબી બાજુએ એક દેવકુલિકા કરાવી તથા એક મોટો રથ કરાવ્યો. ભોજરાજના આશ્રિત કવિ ધનપાલની “તિલકમંજરી' કથાનું પણ તેમણે સંશોધન કર્યું. રાજા ભીમદેવના આગ્રહથી તેઓ પાછા પાટણ આવ્યા ત્યારે જિનદેવ નામે શ્રેષ્ઠીના પા નામે પુત્રને સર્પદંશ થયો હતો; તે મૃતપ્રાય: હતો; એને અમૃત તત્ત્વનું સ્મરણ કરીને શાન્તિસૂરિએ વિષમુક્ત કર્યો હતો, એમ પ્રભાવકચરિત' લખે છે. ચૈત્યવાસી યતિઓ અને સુવિહિત સાધુઓના સંપર્ક અને સંઘર્ષના પ્રસંગો શાન્તિસૂરિના જીવનમાં પણ છે. પોતાના ચૈત્યમાં રહીને તેઓ પોતાના અનેક શિષ્યોને બૌદ્ધ તર્કશાસ્ત્રના દુર્ગમ પ્રમેયો (પ્રખેવા દુષ્પરિચ્છેદ્યા વીદ્ધતર્વસમુદ્રમવાદ) શીખવતા હતા ત્યારે મારવાડથી મુનિચંદ્રસૂરિ નામે એક સાધુ ચૈત્યપરિપાટી અર્થાત બધાં જૈન મન્દિરોમાં વંદન કરવા માટે પાટણમાં આવ્યા હતા. પુસ્તક વિના શાન્તિસૂરિના ચૈત્યમાં દસ દિવસ સુધી બેસીને મુનિચન્દ્રસૂરિએ બધો પાઠ સાંભળી – સમજી લીધો. શાન્તિસૂરિના કોઈ શિષ્ય એ દુર્ગમ પાઠ સમજાવી શક્યા નહિ, તે મુનિચન્દ્રસૂરિએ સમજાવ્યો. શાન્તિસૂરિએ પોતાની પાસે રહીને પ્રમાણશાસ્ત્રનો ભણવાનો આગ્રહ કરીને મુનિચંદ્રસૂરિને કહ્યું કે “આ નશ્વર દેહનો લાભ તું લઈ લે”. મુનિચંદ્ર બોલ્યા કે “સ્થાનના અભાવે મારે રહેવું ક્યાં ?” એનો અર્થ એ થયો કે ચૈત્યવાસીઓના પ્રાબલ્યને કારણે સુવિહિત સાધુઓ માટે પાટણમાં રહેવું મુશ્કેલ હતું. શાન્તિસૂરિએ શ્રાવકોને આગ્રહ કરીને ટંકશાળના પાછળના ભાગમાં મુનિચન્દ્રને રહેવા યોગ્ય સ્થાન અપાવ્યું અને ત્યારથી પાટણમાં સુવિહિત સાધુઓનાં વસતિગૃહો અથવા ઉપાશ્રયો થયા. શાન્તિસૂરિના નિવાસસ્થાનનો “પ્રભાવકચરિત'માં બે વાર “મઠ' તરીકે ઉલ્લેખ છે, એ બતાવે છે કે તેઓ મઠાધીશ હતા. નવસ્મરણમાંના એક બૃહત્ શાન્તિસ્તોત્રની રચના શાન્તિસૂરિએ કરી હતી. શાન્તિસૂરિના સમકાલીન આચાર્ય સૂરાચાર્ય હતા. તેઓ ક્ષત્રિય હતા. એમના પિતા એમને નાના મૂકીને અવસાન પામ્યા હતા અને એમની માતાએ પોતાના ભાઈ દ્રોણાચાર્યને શિક્ષણ માટે તેમની સોંપણી કરી હતી. એ દ્રોણાચાર્ય પણ રાજા ભીમદેવના મામા હતા. સૂરાચાર્ય પ્રમાણશાસ્ત્ર અને અલંકારશાસ્ત્રના મોટા વિદ્વાન હતા, પણ ક્રોધી એવા હતા કે બરાબર અભ્યાસ નહિ કરતા શિષ્યોને મારતાં દરરોજ તેમના રજોહરણનો લાકડાનો એક દંડ ભાંગી જતો હતો. આથી તેમણે પોતાના સેવકને કહ્યું કે “મારે રજોહરણમાં લોઢાનો દંડ કરાવવો છે !” Page #92 -------------------------------------------------------------------------- ________________ ૩. મંત્રયોગ ૮૫ આથી શિષ્યોએ ગભરાઈને તેમના ગુરુને ફરિયાદ કરી ત્યારે ગુરુએ સૂરાચાર્યને કહ્યું કે “આ અલ્પમતિ બાળકો પાસે થી આશા રાખવી? તું ભોજરાજાની સભામાં જા અને ત્યાંના પંડિતો ઉપર વિજય કર.” આ માટે સૂરાચાર્ય રાજા ભીમદેવની રજા લેવા માટે ગયા ત્યારે ભીમદેવે પોતાના એ સ્વજન (મામાના ભાણેજ)નો સત્કાર કરીને તેમને સુવર્ણ અને રત્નજડિત સિંહાસન ઉપર બેસાડ્યા તથા ભોજરાજાને આચાર્યના આગમન વિષે ખબર આપી. અવન્તિપતિ ભોજ હાથી ઉપર બેસીને સૂરાચાર્યનું સ્વાગત કરવા નીકળ્યો અને સામે આવેલા અમાત્યના આગ્રહથી આચાર્ય પણ હાથી ઉપર બેઠા. પછી નજીકમાં આવતાં હાથી ઉપરથી ઊતરીને બંને-રાજા અને આચાર્ય ભેટ્યા. ધારાનગરીમાં એક ચૈત્યમાં “મઠમાં સૂરાચાર્યો નિવાસ કર્યો. પણ સુરાચાર્ય સ્પષ્ટ વક્તા હતા; ભોજકૃત સરસ્વતીકંઠાભરણ' વ્યાકરણમાં તેમણે કંઈ દોષ બતાવ્યો, તેથી ભોજ તેમના ઉપર કોપાયમાન થયો, પણ ભોજના આશ્રિત કવિ ધનપાલના ઘરમાં કેટલોક સમય છુપાઈને, તેમને પકડવા માટે ઘોડેસવારોએ ચૈત્ય ઘેરી લીધું હતું ત્યારે, છુપા વેશે ગુજરાત તરફ નીકળી, મહી નદીના કિનારે પહોંચીને પોતાના ગુરુને સૂરાચાર્યે ખબર આપી, અને દેશાન્તરમાં લાગેલા અતિચારનું પ્રાયશ્ચિત કર્યું. સૂરાચાર્યના ગુરુ ગોવિન્દસૂરિના ચૈત્યમાં અભિનય, વારિત્ર અને તાલ સાથે એક નર્તકીનું નૃત્ય ચાલતું હતું ત્યારે સામાજિકો તરીકે ઉપસ્થિત કેટલાક વિશિષ્ટ પુરુષોએ એનું વર્ણન કરવા ગોવિન્દસૂરિને કહ્યું, ગોવિન્દસૂરિના સૂચનથી એનું વર્ણન સૂરાચાર્યે એક શૃંગારિક ગાથામાં કર્યું, તે ગાથા “પ્રભાવકચરિત્ર” માં ઉદ્ભત થઈ છે. આ બધી વિગતો ઉપરથી ચૈત્યવાસી પંડિતોની દિનચર્યાનો અને પ્રવૃત્તિનો કંઈક ખ્યાલ આવે છે. નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિ ચંદ્રગચ્છ (પાછળથી ખરતર ગચ્છ)ના અભયદેવસૂરિએ જૈન આગમોનાં અગિયાર અંગો પૈકી નવ અંગો ઉપર ઈ.સ.ના ૧૧મા સૈકામાં ટીકાઓ લખી હોઈ (“આચારાંગ” અને “સૂત્રકૃતાંગ” એ બે અંગો ઉપર આ પૂર્વે શીલાંકદેવે ટીકાઓ લખી હતી) તેઓ “નવાંગીવૃત્તિકાર' તરીકે ઓળખાયા. ઉપર્યુક્ત દ્રોણાચાર્ય જેમાં મુખ્ય હતા એવી એક પંડિત પરિષદ આ ટીકાઓ-વૃત્તિઓનું સંશોધન કરતી હતી. શેઢી નદીના કિનારે સ્તંભનક (થામણા) ગામના પરિસરમાં અભયદેવસૂરિના ઉપદેશથી સ્તંભન પાર્શ્વનાથનું મન્દિર બંધાયું હતું, જેની સ્તુતિ તેમણે એક અપભ્રંશ સ્તોત્રમાં કરી છે, જેનો પ્રારંભ “જય તિહુયણ' શબ્દથી થતો હોઈ તે “જય તિહુયણ સ્તોત્ર' તરીકે વિખ્યાત છે– WWW.jainelibrary.org Page #93 -------------------------------------------------------------------------- ________________ યોગ, અનુયોગ, મંત્રયોગ जय तियणवरकप्परुक्ख जय जिणधन्वंतरि जय तिहुयण कल्लाणकोस दुरियक्करिके सरि । तिहुयणजणअविलंघि आण भुवणत्तयसामिअ कुणसु सुहाइं जिणेस पास थंभणपुरट्ठिय । શ્રાવકોના નિત્યપાઠનાં સ્તોત્રોમાં “જય તિહુયણનું સ્થાન છે. સ્તંભન પાર્શ્વનાથની મૂર્તિને થામણાથી ખંભાત લાવી ત્યાં એની પુન:પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ખંભાતમાં એ મન્દિર સ્તંભન પાર્શ્વનાથ ચૈત્ય તરીકે વિખ્યાત છે. ખંભાતના એ ચૈત્યના અધિષ્ઠાયક એ સમયે મલવાદી નામે આચાર્ય હતા, એમ “પ્રબન્ધકોશ', “ઉપદેશતરંગિણી' અને “વસ્તુપાલચરિત' નોધે છે. આ નોંધ જો પ્રમાણભૂત હોય તો, “નયચક્ર'ના કર્તા, વલભીમાં થયેલા મલવાદી પછી એ નામના બીજા આચાર્ય થયા હતા, એમ માનવું જોઈએ. ભરૂચના સુવ્રતસ્વામિ ચૈત્ય (જે પછીથી મસ્જિદ બની તે)ના અધિષ્ઠાયકો મહામાત્ય વસ્તુપાલના સમયમાં બાલહિંસસૂરિ અને તેમના શિષ્ય જયસિંહસૂરિ હતા. વસ્તુપાલનાં સુકૃત્યોનું વર્ણન કરતું કાવ્ય “વસ્તુપાલ તેજપાલ પ્રશસ્તિ એ ચૈત્યમાં મૂળ શિલાલેખ તરીકે કોતરાયું હતું; એ શિલાલેખ નાશ પામી ગયો છે, પણ એ કાવ્ય એક હસ્તપ્રતમાંથી મળ્યું છે. અમરચંદ્રસૂરિ અને બાલચન્દ્રસૂરિ એ સમયના વિદ્વાનો, કવિઓ અને માંત્રિકોમાં અમરચંદ્ર અને બાલચંદ્ર એ બે વિશેષ નોંધપાત્ર છે. “હમ્મીર મહાકાવ્ય'ના કર્તા નયચંદ્રસૂરિ (ઈ.સ.નો ૧૪ સૈકો) અમચંદ્રને બ્રહ્મજ્ઞપ્રવર', અને “મહાવ્રતધર’ તરીકે વર્ણવે છે. અમરચન્દ્રસૂરિના કલાગુરુ અથવા એમને વિદ્યાકલામાં પ્રવેશ કરાવનાર અરિસિંહ નામે ગૃહસ્થ હતા, જેમણે વસ્તુપાલનાં સત્યો વર્ણવતું “સુકૃતસંકીર્તન” કાવ્ય રચ્યું છે તથા જેમનાં સુભાષિતો “અરસી ઠકુર” નામથી જલ્પણની “સૂક્તિમુક્તાવલિ'માં ઉદ્ભૂત થયેલાં છે. દીક્ષા પછીના અમરચન્દ્રના જીવન વિષે કેટલીક હકીકતો વિલક્ષણ ચમત્કારો સાથે વણાઈ છે. કવિરાજ અરિસિહ પાસેથી અમરચન્દ્રને સિદ્ધસારસ્વત મંત્ર મળ્યો હતો. વાયડ ગચ્છના ભક્ત પા મંત્રીના વિશાળ સદનના એક ભાગમાં, એકાન્તમાં, - ૨. “પદ્માનંદ' મહાકાવ્ય અમરચન્દ્રસૂરિએ પદ્મમંત્રીના આશ્રય નીચે રહ્યું હતું, અને વસ્તુત: એમાં પ્રથમ તીર્થંકર આદિનાથનું ચરિત્ર હોઈ એ જિનેન્દ્રચરિત’પણ કહેવાય છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૩. મંત્રયોગ એકવીસ દિવસ સુધી આ મંત્રનો જપ કર્યા પછી મધ્યરાત્રિએ દેવી સરસ્વતી ચંદ્રના બિંબમાંથી નીકળીને, અમરચન્દ્રની આગળ પ્રત્યક્ષ થઈ અને સર્વ નરપતિઓથી પૂજ્ય-ગૌરવિત સિદ્ધ કવિ થવાનું તેમને વરદાન આપ્યું. “પુરાતન–પ્રબન્ધ-સંગ્રહ) જણાવે છે કે અમરચન્દ્ર કોઈ વિદ્વાનને ઘાતક રોગમાંથી બચાવ્યો હતો, અને તેથી તેણે અમરચન્દ્રને સિદ્ધ સારસ્વત મંત્ર આપ્યો હતો. પ્રાચીન જૈન સાહિત્યમાં અને પ્રબન્ધોમાં સૂરિમંત્ર અને સિદ્ધ સારસ્વત મંત્રની સાધનાના ઉલ્લેખો અનેકવાર આવે છે. આને મળતો વૃત્તાન્ત બાલચન્દ્રસૂરિનો છે. વસ્તુપાલનું જીવનચરિત આલેખતા “વસંતવિલાસ'મહાકાવ્યના પહેલા સર્ગમાં બાલચન્ટે પોતાનો જીવનવૃત્તાન્ત આપ્યો છે, એનો સાર અહીં રજૂ કર્યો છે. તેઓ મોઢેરાના ધારાદેવ નામે જિનધર્માનુયાયી સમૃદ્ધ બ્રાહ્મણના પુત્ર હતા. ચન્દ્ર ગચ્છના હરિભદ્રસૂરિના શિષ્ય તરીકે તેમણે દીક્ષા લીધી હતી. હરિભદ્રસૂરિએ, પોતાના સ્વર્ગવાસ પહેલાં બાલચન્દ્રને ગચ્છનાયક તરીકે પોતાને સ્થાને સ્થાપ્યા હતા. ચૌલુક્ય રાજાઓ જેમના ચરણમાં નમતા એવા પદ્માદિત્ય તેમના અધ્યાપક હતા. વાદી દેવસૂરિના ગચ્છના ઉદયસૂરિએ તેમને સિદ્ધ સારસ્વત મંત્ર આપ્યો હતો. એક વાર યોગ નિદ્રામાં દેવી સરસ્વતી બાલચન્દ્રને પ્રત્યક્ષ થઈ અને દેવીએ તેમને કહ્યું કે “હે વત્સ ! તારા બાલ્યકાળથી સારસ્વત કલ્પથી કરેલા મારા ધ્યાનથી હું તારા ઉપર પ્રસન્ન થઈ છું અને પૂર્વે કાલિદાસ આદિ મારી ભક્તિથી કવિ થયા તેમ તું પણ થઈશ. અને બાલચન્દ્ર કહે છે કે “આ પ્રમાણે વાગેવતાનો આશીર્વાદ પામીને વસ્તુપાલની કીર્તિ ગાવાનું સાહસ હું કરું છું.” વિના સંકોચે કહી શકાય કે આ પહેલાં સોમેશ્વર, અરિસિંહ અને ઉદયપ્રભ જેવા કવિઓએ વસ્તુપાલના જીવનને મહાકાવ્યનો વિષય બનાવ્યા છતાં એ જ વસ્તુ લઈને ચોથા મહાકાવ્યની રચના બાલચન્દ્ર સફળ રીતે કરે છે. એની વાણીમાં વિશિષ્ટ કવિતાનો આવેલ છે, જે પામંત્રી વાયડા વણિક જ્ઞાતિનો હતો અને વિદ્યા તથા સાહિત્યના શોખીન અણહિલવાડના એક સમૃદ્ધ કુટુંબમાં તેનો જન્મ થયો હતો. પદ્મને રાજા વીસલદેવ તરફથી શ્રીકરણમુદ્રા પ્રાપ્ત થઈ હતી. પદ્મ એક કવિ પણ હતો અને રોજ નવાં નવાં સ્તોત્રો રચીને તે તીર્થંકરની સ્તુતિ કરતો હતો. અમરચંદ્ર અને ગૌરગુણ નામે એક પંડિત વચ્ચે પદ્મમંત્રી સમક્ષ વાદવિવાદ થયો હતો, અને તેમાં અમરચન્દ્રના વિજયની માન્યતા રૂપે પામંત્રીએ તેમને જયપત્ર તથા “બ્રહ્મન્દુ બિરુદ આપ્યું હતું. પાટણમાં પંચાસરા પાર્શ્વનાથના મંદિર પાસે ટાંગડિયાવાડમાં, જૈન મન્દિરમાં, પંડિત મહેન્દ્રના શિષ્ય મદનચન્દ્ર સં૧૩૪૯ (ઈ.સ. ૧૨૯૩)માં પ્રતિષ્ઠિત કરાવેલી અમરચન્દ્રની સુન્દર મૂર્તિ છે. વિક્રમની ચૌદમી સદીની પહેલી પચીસીમાં અમરચન્દ્રનું અવસાન થયું તે પછી ટૂંક સમયમાં એમની મૂર્તિ પ્રતિષ્ઠિત થઈ. એ એમની ખ્યાતિ દર્શાવે છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૮ યોગ, અનુયોગ, મંત્રયોગ એની રચનાને એક આગવું વ્યક્તિત્વ અર્પે છે. સરસ્વતીની કૃપાથી કાવ્યરચનાશક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય, એ પ્રક્રિયા વર્ણવતાં બાલચન્દ્ર કહે છે ज्योतिष् तडिद्दण्डवती सुषुम्णाकादम्बिनी मूर्ध्नि यदाभ्युदेति । विशारदानां रसनाप्रणाली तदा कवित्वामृतमुद्गृणाति । (પ્રકાશમાન વિદ્યુત - દંડવાળી સુષુમ્માનાડી જયારે મસ્તિષ્ક સુધી પહોંચે છે ત્યારે વિશારદોની રચનામાંથી કવિત્વરૂપી અમૃત નીકળે છે.) યોગશાસ્ત્ર પ્રમાણે પ્રાણવાહક ત્રણ નાડીઓ પૈકી વચલી નાડી તે સુષમ્યા. બીજી બે નાડીઓ ઇડા (ઇંગલા) અને પિંગલાદ્વારા સામાન્યતઃ પ્રાણ પ્રવાહ ચાલે છે, પણ પ્રાણ જ્યારે સુષુમ્મામાં પ્રવેશ કરે છે ત્યારે કુંડલિની જાગૃત થતાં સાધકને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. “સુષુષ્ણા', આથી, “બ્રહ્મનાડી' પણ કહેવાય છે, (“સુખમના તેનું અપભ્રષ્ટ રૂપ છે) અને તેના પર્યાયવાચક શબ્દો છે-શૂન્ય પદવી, બ્રહ્મરંધ, મહાપથ, મશાન, શાંભવી, મધ્યમાર્ગ, બ્રહ્મનાડી આદિ (“સંતસાહિત્ય શબ્દકોશ, પૂ.૫૧૪). ‘ઈડા” અથવા “ઇંગલા એ પ્રાણ વહન કરનારી જમણી બાજુની નાડી છે. “ઇડાનું પ્રતીક ગંગા છે, જ્યારે પિંગલાનું પ્રતીક યમુના છે. જુઓ જ્યાં ગંગા જમુના સરસ્વતી ઝરમરતી રે શિર સતગુરુ સંત પરતાપ વરતી ઠરતી રે (સંતરામ મન્દિર, નડિયાદ પ્રકાશિત ‘પદ', ૧૭૪) અપ્રગટ રહેલી સુષુણ્ણા નાડીનું પ્રતીક સરસ્વતી છે. બાલચન્દ્રસૂરિ મંત્રયોગી હતા, એમાં શંકા નથી. તેમણે ૨૫ શ્લોકના એક સ્તોત્રરૂપે “પ્રત્યંગિરા કલ્પની રચના કરી છે અને એના છેલ્લા શ્લોકમાં તેઓ પોતાનો સ્પષ્ટ નામોલ્લેખ કરે છે श्रीमान् बालकविः कृती त्रिभुवने चंद्रः कलासंपदा विख्याते रचयांचकार यदिदं दिव्यागमोक्तक्रमात् । स्तोत्रं तत् पठतां विनम्रमनसां प्रत्यंगिरा प्रत्यहं संतुष्टाखिलसंपदः प्रकुस्ते सर्वाश्च हंत्यापदः ॥ Page #96 -------------------------------------------------------------------------- ________________ ૩. મંત્રયોગ ૮૯ ચન્દ્રસૂરિ અને સાગરચન્દ્રસૂરિ પાર્ષદેવગણિ, જે આચાર્ય થયા પછી ચન્દ્રસૂરિ તરીકે ઓળખાયા, તેઓ આગમશાસ્ત્રો અને પ્રમાણશાસ્ત્રના વિદ્વાન હોવા ઉપરાંત મંત્રયોગી પણ હતા. ભદ્રબાહુસ્વામીકૃત “ઉપસર્ગહર સ્તોત્ર ઉપર તથા પાર્શ્વનાથની શાસનદેવીના સ્તોત્ર “પદ્માવતી અષ્ટક' ઉપર પદ્માવતી દેવીનો મંત્ર તેમણે નીચે પ્રમાણે આપ્યો છે– ૩ $ હૃવત્ની ની તેવી પાવતી નમ:I (મંત્રાધિરાજ ચિત્તામણિ', પૃ. ૨૬૪) ચન્દ્રસૂરિ તેમજ સાગરચન્દ્રસૂરિ બંને બાલચન્દ્રસૂરિના વડીલ સમકાલીનો હતા. સાગરચન્દ્રસૂરિએ કમઠના “મંત્રાધિરાજ ઉપર “મંત્રાધિરાજ કલ્પ' નામે પાંચ પટલમાં ટીકા રચી છે; એમાં પાર્શ્વનાથની પૂજાવિધિ, યંત્ર, વિદ્યાદેવીઓ, શાસનયક્ષો અને શાસનયણિીઓની પૂજા, ષટ્કર્મ અને અન્યોન્ય મંત્રો છે. એની પુષ્યિકામાં કર્તા કહે છે કે પતંગિરા અને બીજી વિદ્યાઓ વિષેના નવ કલ્પોમાંનો આ એક છે. આ ગ્રન્થના ચોથા પટલમાં તેઓ કહે છે કે તેમણે અનેક પ્રાચીન કલ્પોનો સાર આપ્યો છે. ' ધર્મઘોષસૂરિ અને સોમપ્રભસૂરિ ધર્મઘોષસૂરિ એ અમરચન્દ્ર અને બાલચન્દ્રના લઘુવયસ્ક સમકાલીન હતા અને તેમને સં.૧૩૨૭ (ઈ.સ. ૧૨૭૧)માં આચાર્યપદ મળ્યું હતું. મંત્રી પૃથ્વીધર અથવા પેથડની આર્થિક સ્થિતિ સામાન્ય હતી, પણ તે આચાર્ય પાસે પોતે એક લાખ દ્રમ્મ કરતાં વધારે મૂડી નહિ રાખે, એવું પરિગ્રહ-પરિમાણનું વ્રત લેવા ગયો હતો. પરનું ભવિષ્ય વેત્તા આચાર્યો અને તે વ્રત આપ્યું નહિ; પેથડ કોટ્યાધીશ થયો. માંડવગઢ (માંડુ)ના રાજાનો મંત્રી થયો અને તેણે ધાર્મિક તથા સમાજ સેવાનાં કાર્યોમાં ભારે ધનવ્યય કર્યો. ધર્મઘોષસૂરિના શિષ્ય સોમપ્રભસૂરિ આચાર પાલનમાં પોતાના ગુરુ કરતાં વધારે ચુસ્ત હતા. ગુરુએ મંત્રવિદ્યાનો એક ગ્રન્થ તેમને સુપ્રત કર્યો, પણ એ સ્વીકારવાની તેમણે ના પાડી ! દિગંબર આમ્નાયમાં પણ એવી ઘટનાઓ બની છે કે જેમાં શિષ્ય શિથિલાચાર માટે ગુરુને પ્રાયશ્ચિત્ત આપ્યું હોય અને ગુરુએ તે સ્વીકાર્યું હોય. પણ એનો વિસ્તાર અહીં શક્ય નથી. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯૦ અંચલગચ્છ અને તપાગચ્છના મુનિસુન્દરસૂરિ ઈસવીસનના ચૌદમા-પંદરમા સૈકામાં થયેલા, અંચલ ગચ્છના મુનિસુન્દરસૂરિ વિવિધ વિદ્યાઓ અને સાહિત્યના પ્રવીણ જ્ઞાતા તથા કવિ હતા, પણ પ્રસ્તુત વિષયમાં તેમનો ‘સૂરિમંત્રકલ્પ-સારોદ્વાર’ અને ‘પદ્માવતીકલ્પ’ એ બે ગ્રન્થો મહત્ત્વના છે; એ બતાવે છે કે તેઓ માંત્રિક પણ હતા. યોગ, અનુયોગ, મંત્રયોગ તપા ગચ્છના મુનિસુન્દરસૂરિ પણ એ જ સમયમાં થઈ ગયા. નવસ્મરણ પૈકી મંત્તિનું સ્તોત્રના કર્તા તરીકે તેઓ પ્રસિદ્ધ છે. એ સ્તોત્રની બારમી ગાથામાં મુનિસુન્દરસૂરિનો સ્પષ્ટ ઉલ્લેખ છે एवं सुदिट्ठिसुरगणसहिओ संघस्य संतिजिणचंदो । मज्झवि करेउ रक्खं मुणिसुंदरसूरि थुअमहिमा || મુનિસુન્દરસૂરિએ સૂરિમંત્રની સાધના ચોવીસવાર કરી હતી. તેઓ સૂરિમંત્રના મોટા ઉપાસક હતા, એ નિશ્ચિત છે. ‘સંતિકર’ સ્તોત્રમાં તેમણે વિઘ્નનિવારણ માટે તીર્થંકર શાન્તિનાથનું તથા સૂરિમંત્રપીઠની પાંચ દેવીઓ વાણી અથવા સરસ્વતી, ત્રિભુવનસ્વામિની, શ્રીદેવી અથવા લક્ષ્મી, યક્ષરાશી અને ગણિપિટકા તેમજ શાસનદેવીઓ, યક્ષો અને યક્ષિણીઓ, ગ્રહો, દિક્કુમારિકાઓ, ઇન્દ્રો, વિદ્યાદેવીઓ, વ્યંતરો અને યોગિનીઓનું આવાહન કર્યું છે. એની એક પુષ્પિકામાં ઉલ્લેખ છે કે કર્તાએ તપાગચ્છીય ગુરુ સોમસુન્દરસૂરિની કૃપાથી મેળવેલી ગણધરવિદ્યાનો પ્રયોગ આ સ્તોત્રની રચનામાં કર્યો છે. પટ્ટાવલિઓ અનુસાર, મુનિસુન્દરસૂરિ સહસ્રાવધાની હતા અને એમનો શ૨ી૨વર્ણ શ્યામ હોઈ કાલી સરસ્વતી તરીકે પણ ઓળખાતા હતા. શુભસુન્દરગણિ શુભસુન્દરગણિ એ મુનિસુન્દરસૂરિના લઘુવયસ્ક સમકાલીન હતા અને તેઓ વિ.સં. ૧૪૩૬ (ઈ.સ.૧૩૮૦) થી સં. ૧૫૧૭ (ઈ.સ.૧૪૬૧) સુધી વિદ્યમાન હતા. તેમણે માંત્રિક પદ્ધતિએ ‘દેલવાડામંડન શ્રીઋષભ જિનસ્તોત્ર' રચ્યો છે; એમાં યંત્રો તથા ઔષધિઓના ઉલ્લેખ છે. એના પચીસમા શ્લોકમાં મુનિસુન્દર અને લક્ષ્મીસાગર એ બે સમકાલીનોનો નિર્દેશ છે. એ મંત્રની અવસૂરિ શુભસુન્દરગણિએ પોતે લખી છે; એમાં જૈનેતર લૌકિક મંત્રો અને શાબરમંત્રોનો પણ સમાવેશ થાય છે, એ બતાવે છે કે આ વિષયમાં વિવિધ ભારતીય અનુગમો વચ્ચે કેવું આદાનપ્રદાન થયું છે. વળી એમાં ‘પંચાંગુલિદેવીમંત્ર’ તથા ‘અટ્ટે મ - Page #98 -------------------------------------------------------------------------- ________________ ૩. મંત્રયોગ પાર્શ્વનાથ મંત્ર' ('ત્રિભુવનવિજયપતાકા મંત્ર')ના નિર્દેશો પણ છે. શ્લોક ૧૭ ઉપરની અવચૂરિમાં મંત્રોદ્ગાર નોંધપાત્ર છે ॐ सच्चं भासइ अरिहा सच्चं भासइकेवली भयवं । एएण सच्चवाएण एअं निमित्तं मा वभिचरउ स्वाहा ॥ મેઘવિજય ઉપાધ્યાય આચાર્ય હીરવિજયસૂરિની પરંપરામાં ઈ.સ.૧૭00 આસપાસ ઉપાધ્યાય મેઘવિજય થયા. તેઓ સાહિત્ય અને વ્યાકરણમાં પ્રવીણ હતા તે સાથે તેમણે અધ્યાત્મ, જ્યોતિર્વિદ્યા અને તંત્રનું પણ ઊંડું અવગાહન કર્યું હતું. વિવિધ વિષયોના તેમના અનેક ગ્રન્થો છે; વ્યાકરણના કઠિન ગ્રન્થો અને “સપ્તસંધાન” જેવા ચમત્કારિક કાવ્ય ઉપરાંત પૂર્ણભદ્રના પંચાખ્યાનનો “પંચાખ્યાનોધ્ધાર' નામથી સરલ સંક્ષેપ તેમણે કર્યો છે. પોતાના પ્રત્યેક ગ્રન્થનો આરંભ તેઓ % $ 8 વત્ન નમ: એ મંત્રથી કરતા. જયોતિષશાસ્ત્રમાં ‘ઉદયદીપિકા' તેમણે શ્રાવક મદનસિંહ સાથેના પ્રશ્નોત્તરરૂપે લખી છે; તેમાં પ્રશ્નફલ કાઢવાનો વિધિ છે. “વર્ષપ્રબોધ' અથવા મેઘમહોદય' નામે ગ્રન્થના ૧૩ અધિકાર અને ૩૫૦૦ શ્લોકમાં ઉત્પાતપ્રકરણ, કપૂરચક્ર, પદ્મિની ચક્ર, મંડલપ્રકરણ, સૂર્ય અને ચંદ્રના ગ્રહણનું ફળ, પ્રત્યેક માસમાં વાયુનો વિચાર, વૃષ્ટિ લાવવાના અને બંધ કરવાના મંત્રયંત્ર, આઠ સંવત્સરોનાં ફલ, ગ્રહોની રાશિઓ ઉપર ઉદય અસ્ત અથવા વક્રીનું ફળ, અયન માસ પક્ષ અને દિનનો વિચાર, સંક્રાન્તિફલ, આય અને વ્યયનો વિચાર, વરસાદ જાણવાના શકુન આદિ તેમાં છે. વળી વીસા યંત્ર (વીસ અંકનો યંત્ર), અર્જુન પટલ અથવા વિજયયંત્ર, સર્વતોભદ્ર અને બીજા યંત્ર અને મંત્રો પણ એમાં છે, પ્રસ્તુત “મેઘમહોદય” તેમજ “રમલશાસ્ત્ર' એ બે ગ્રન્થો તેમણે પોતાના શિષ્ય મેરુવિજય માટે રચ્યા છે. પાસા ફેંકીને ભવિષ્ય કથનનું રમલશાસ્ત્ર આરબો દ્વારા ભારતમાં આવ્યું છે, પણ બીજા કોઈ જૈન સાધુએ એ વિષે ભાગ્યેજ ગ્રન્થરચના કરી છે; જોકે જૈન ગ્રન્થભંડારોમાં રમલ વિષે નાનકડી કૃતિઓ તથા પ્રકીર્ણ પાનાં અનેક મળે છે, એટલે જૈન પરંપરામાં રમલશાસ્ત્રનો વ્યાસંગ તો ચાલુ હતો. હસ્તસંજીવન' નામે પરપ શ્લોકના સંક્ષિપ્ત ગ્રન્થમાં મેઘવિજયજીએ હસ્તરેખા ઉપર ફલાદેશ બતાવ્યા છે; એનું બીજું નામ “સિદ્ધજ્ઞાન છે અને તે ઉપર તેઓએ સ્વોપજ્ઞ વૃત્તિ રચીને એનું વિવરણ અને સ્પષ્ટીકરણ કર્યું છે. મંત્રશાસ્ત્ર ઉપર Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૨ યોગ, અનુયોગ, મંત્રયોગ “વીસાયંત્રવિધિ’ નામે તેમનો ગ્રન્થ છે, જે પદ્માવતી સ્તોત્ર અંતર્ગત કાવ્ય ઉપર વિવરણ રૂપે છે અને તેમાં અર્જુન પતાકા-વિજયયંત્ર'ના પ્રયોગનો વિધિ જણાવ્યો છે. અધ્યાત્મ વિષયમાં તેમની રચના “માતૃકાપ્રસાદ' નામે છે. એમાં મુખ્યત્વે ૐ નમ: સિદ્ધમ્ એ વર્ણાસ્નાયની વ્યાખ્યા આપી ઢંકારમાંથી ઉદ્ભવતાં રહસ્યો ફુટ કરી બતાવ્યાં છે. - મહાન દાર્શનિક યશોવિજયજી અને અધ્યાત્મયોગી આનંદઘનજી વિષે યોગ' વિશેના પ્રથમ વ્યાખ્યાનને અંતે સંક્ષિપ્ત વિવેચન કર્યું હોઈ, એની પુનરાવૃત્તિ અહીં નહિ કરીએ. ઉપાધ્યાય યશોવિજયજી અને અધ્યાત્મયોગી આનંદઘનજી યશોવિજયજીના સમકાલીન પણ વયમાં તેમના કરતાં જયેષ્ઠ લાભાનંદ નામે સાધુ હતા, જેઓ પાછળથી આનંદઘન તરીકે ઓળખાયા. તેઓ લોકસંગ ત્યજી વનમાં ચાલી નીકળ્યા હતા; એમનાં પદો ઉપર એવાજ અર્વાચીન સિદ્ધયોગી બુદ્ધિસાગરસૂરિએ વિવેચન કર્યું છે એ વિરલ સુયોગ છે. મારગ ચલતે ચલત ગાત આનંદઘન પ્યારે, રહત આનંદ ભરપૂર. એવી આનંદદશામાં વિહરતા આનંદઘનનો ગાઢ પરિચય યોગી અને નૈયાયિક, પણ ભક્તહૃદયી યશોવિજયજીને થયો હતો અને એથી પોતાને થયેલો આનંદ તેમણે આનંદઘનના ગુણાનુવાદ રૂપે પ્રગટ કર્યો છે જશવિજય કહે સુન હો આનંદઘન, હમ તુમ મિલે હજૂર જશવિજય કહે સુનત હિ દેખો, સુખ પાયો બહુત અભંગ. જશ કહે સો હી આનંદઘન પાવત, અંતર જ્યોત જગાવે. કોઈ આનંદઘન છિદ્ર હી પેખત, જસરાય સંગ ચડી આયા; આનંદઘન આનંદરસ ઝીલત, દેખત હી જસ ગુણ ગાયા. For Private & Personal Use,Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ૩. મંત્રયોગ આનંદ ઘનજીનો પોતાના ઉપર પડેલો પ્રભાવ પણ યશોવિજયજીએ વર્ણવ્યો છે– એરિ આજ આનંદ ભયો મેરે, તેરો મુખ નિરખ નિરખ; રોમ રોમ શીતલ ભયો અંગોઅંગ. શુદ્ધ સમજણ સમતારસ ઝીલત, આનંદઘન ભયો અનંત રંગ–એરિ. એસી આનંદદશા પ્રગટી ચિત્ત અંતર, તાકો પ્રભાવ ચલત નિરમલ ગંગ, વાહી ગંગ સમતા દોઉ મિલ રહે, જશવિજય ઝીલત તાકે સંગ–એરિ. અને મસ્ત યોગી આનંદઘનના આનંદમય વ્યક્તિત્વને મહામનીષી યશોવિજયજી અહોભાવપૂર્વક વર્ણવે છે– આનંદઘન કે સંગ સુજસ હી મિલે જબ તબ આનંદઘન સમ ભયો સુજસ, પારસસંગ લોહા જો ફરસત, કંચન હોત હી તાકે કસ. પોતાની અનેક રચનાઓમાં પરમાનંદ, પૂર્ણાનંદઘન, ચિદાનંદ, સહજાનંદ, ચિકૂપાનંદ આદિ શબ્દો મૂકીને યશોવિજયજીએ આનંદઘનજી સાથેના પોતાના વિરલ આધ્યાત્મિક સંગનું સ્મરણ તાજું રાખ્યું છે. ગુરુતત્ત્વવિનિશ્ચય'એ યશોવિજયજીનો આઠ હજાર શ્લોક પ્રમાણનો મોટો ગ્રન્થ છે. મૂલ ગ્રન્થ પ્રાકૃત ગાથામાં છે અને તે ઉપરની સ્વોપજ્ઞ ટીકા સંસ્કૃતમાં છે. પહેલી ગાથામાં એમણે શંખેશ્વર પાર્શ્વનાથને નમસ્કાર કર્યા છે અને બીજી ગાથામાં તેમણે નીચે પ્રમાણે ગુરુમહિમા વર્ણવ્યો છે– गुरुआणाए मुक्खो गुसम्पसाया उ अट्ठसिद्धीओ। गुरुभत्तीए विज्जासापलं होइ णियमेणं ।। એની સંસ્કૃત ટીકામાં તેઓ આ ગાથાનો ભાવાર્થ આમ સમજાવે છે– શુદ્ધ સામાચારીલક્ષણવાળી ગુરુ આજ્ઞાથી સર્વકર્મક્ષય જેનું લક્ષણ છે એવો મોક્ષ થાય છે; ગુરુપ્રસાદથી અણિમાદિ અષ્ટ સિદ્ધિઓનો પ્રાદુર્ભાવ થાય છે અને ગુરુભક્તિથી કાર્યસિદ્ધિ રૂપી વિદ્યાનું સાફલ્ય થાય છે.” Page #101 -------------------------------------------------------------------------- ________________ ८४ યોગ, અનુયોગ, મંત્રયોગ અહીં યશોવિજયજીએ યોગસિદ્ધિ અને વિદ્યાસિદ્ધિનો સંક્ષેપમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. પંડિત વીરવિજયજી છેલ્લે પંડિત વીરવિજયના જીવનકાર્યનો, આ વ્યાખ્યાનના વિષયને અનુલક્ષીને, સંક્ષિપ્ત નિર્દેશ કરીએ. વીરવિજયજી પૂર્વાશ્રમમાં અમદાવાદના ઔદિચ્ય બ્રાહ્મણ હતા અને તેમનો જન્મ સં. ૧૮૨૮ (ઈ.સ.૧૭૭૩)માં થયો હતો. તેમણે મુનિ શુભવિજય પાસે પાનસરમાં દીક્ષા લીધી હતી અને ગુરુ-શિષ્ય પાંચ વર્ષ સુધી ખંભાતમાં રહ્યા તે દરમિયાન વીરવિજયજીએ અનેક શાસ્ત્રોનું જ્ઞાન સંપાદિત કર્યું હતું. ઉપાધ્યાય યશોવિજયજી કૃત “અધ્યાત્મસાર'ની ટીકા સમેત અનેક સંસ્કૃત અને ગુજરાતી ગ્રન્થોની રચના તેમણે કરી છે, એમાં મંત્રયોગની દૃષ્ટિએ “પ્રશ્ન ચિન્તામણિ મહત્ત્વનો છે; એના ૬ઠ્ઠા શ્લોકમાં તેમણે સરસ્વતીની સાધના કરી હોવાનું સ્પષ્ટતયા ફલિત થાય છે श्रीशारदा शारदशर्वरीशविभाविराज्युज्ज्वलकायकान्तिः । ममोज्जवलध्यानपथावतीर्णा वाणीमपूर्वां विमलां तनोतु ॥ વીરવિજયજી આગમસાહિત્યના પારગામી હતા અને ટીકા સહિત વિશેષાવશ્યક ભાષ્ય' જેવા ગહન ગ્રન્થો ઉપર સરલ શૈલીએ વ્યાખ્યાન આપી શ્રાવકોને સમજાવતા. “બાર વ્રતની પૂજા' (સં.૧૮૮૭ ઈ.સ. ૧૮૩૧) અને પંચકલ્યાણક પૂજા' (સં.૧૮૮૯ ઈ.સ.૧૮૩૩) આદિ તેમની રચનાઓ સુગેય ગુજરાતી ભક્તિકાવ્યોના ઉત્તમ નમૂના છે. સં.૧૮૬૫ (ઈ.સ.૧૮૦૯)માં અમદાવાદમાં ભઠ્ઠીની પોળમાં એક ઉપાશ્રય બંધાયો; એ પછી વીરવિજયજી જ્યારે અમદાવાદ આવતા ત્યારે એ ઉપાશ્રયમાં નિવાસ કરતા. આથી, એ ઉપાશ્રય આજે પણ “વીરના ઉપાશ્રય' તરીકે પ્રસિદ્ધ છે. શેઠ મોતીશાએ શત્રુંજય ઉપર બાંધેલાં મદિરોની અંજન શલાકા અને પ્રતિષ્ઠાવિધિમાં વીરવિજયજીએ મુખ્ય ભાગ લીધો હતો (સં.૧૮૯૩ = ઈ.સ.૧૮૩૭) અને સં.૧૯૦૩ (ઇ.સ.૧૮૪૭)માં દિલ્હી દરવાજા બહાર શેઠ હઠીસિંહના વિખ્યાત મન્દિરની પ્રતિષ્ઠાવિધિ પણ તેમને હસ્તે થઈ હતી. (પ્રતિષ્ઠાવિધિ આદિને લગતો પાદલિપ્તાચાર્યનો ગ્રન્થ “નિર્વાણકલિકા' મંત્રયોગીઓ Page #102 -------------------------------------------------------------------------- ________________ ૩. મંત્રયોગ લ્પ અને વિધિવિધાનના નિષ્ણાતોમાં પ્રસિદ્ધ છે. એ બતાવે છે કે આ વિષયોના, તત્કાલીન ગુજરાતમાં વીરવિજયજી શ્રેષ્ઠ જ્ઞાતા ગણાતા હતા. તેઓ પદ્માવતી અને સરસ્વતીના આરાધક હતા, અને રક્ત-પદ્માવતીની પૂજા કરતા હતા. રક્તપદ્માવતીની પૂજાનો મંત્ર આ પ્રમાણે છે- ૐ ઢ વ નું સઃ त्रिभुवनक्षोभिणी त्रिभुवनमोहिनी ही श्री रक्तपद्यावती नमः । - વીરવિજયજીની મંત્ર સિદ્ધિ વિષે આવી વાયકા પ્રચલિત છેઃ સં.૧૮૯૯ (ઈ.સ.૧૮૪૩)માં અમદાવાદથી પંચતીર્થીનો એક સંઘ નીકળ્યો, જેમાં વીરવિજયજી પણ હતા. ગુજરાતની સરહદ વટાવી કે તુરત કૉલેરા ફાટી નીકળ્યો અને સંઘના લોકો જ્યાં ફાવ્યું ત્યાં વીખરાઈ ગયા. જે લોકો વીરવિજયજીની સાથે રહ્યા તેઓ બધા સલામત અમદાવાદ પાછા આવ્યા. પાછા વળતાં દરેક મુકામે યાત્રિકોના પડાવની પ્રદક્ષિણા કરીને વીરવિજયજી મંત્રેલું જળ છાંટતા. તેમનો સ્વર્ગવાસ સં.૧૯૦૮ (ઈ.સ.૧૮૫ર)માં થયો હતો. જપયજ્ઞ ઈષ્ટદેવનું નામસ્મરણ જગતના સર્વધર્મોમાં છે. નામસ્મરણ અથવા પોતાને મનગમતા મંત્ર કે સ્તોત્રનું પુનરાવર્તન-અભ્યાસ એ જપ. નામસ્મરણ કે સંકીર્તન મોટેથી થાય, ધીરે સ્વરે થાય અથવા મનમાં પણ થાય. હિન્દુઓમાં જપમાલા અથવા મોટા મણકાવાળો બેરખો, મુસલમાનોમાં તસબી, ખ્રિસ્તીઓમાં “રોઝરી' અને મહાયાન બૌદ્ધોમાં પ્રાર્થનાચક્ર એ નામસ્મરણ અથવા મંત્ર જપના સાધનરૂપ છે. જૈન ધર્મ તત્ત્વતઃ જગત્કર્તા ઈશ્વરમાં માનતો નથી, પણ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને લોકમાં સર્વ સાધુઓ એ પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરતો નમસ્કાર મંત્ર નવકાર મંત્ર જૈન ધર્મમાં સર્વોત્તમ સ્થાને છે, અને એથી જૈનોમાં જપમાળાને “નવકારવાળી' કહેવામાં આવે છે. ગીતાના દસમા અધ્યાય “વિભૂતિયોગમાં શ્રીકૃષ્ણ પોતાની વિભૂતિઓ વર્ણવતાં કહે છે– महर्षीणां भृगुरहं गिरामस्येकमक्षरम् । यज्ञानां जपयज्ञोडस्मि स्थावराणां हिमालयः ॥ (અર્થાત મહર્ષિઓમાં ભૃગુ હું છું, વાણીમાં એક અક્ષરનો ૐકાર હું છું, યજ્ઞોમાં જપયજ્ઞ હું છું તથા સ્થાવરોમાં હિમાલય હું છું.) ૪. “ઉત્તરાધ્યયન સૂત્ર'ના બારમા અધ્યયન (ગાથા ૪૦-૪૨-૪૩-૪૪)માં યજ્ઞ કરનાર બ્રાહ્મણો અને જૈન મુનિ હરિકેશ બલ (જે પૂર્વાશ્રમમાં ચાંડાલ હતા) એ બે વચ્ચેનો યજ્ઞવિષયક Page #103 -------------------------------------------------------------------------- ________________ યોગ, અનુયોગ, મંત્રયોગ એક સંસ્કૃત સુભાષિતમાં જપનું માહાભ્ય વર્ણવતાં કહ્યું છે जकारात् जन्मविच्छेदः पकार: पापनाशकः । तस्मात् जप इति प्रोक्तो जन्मपापविनाशकः ॥ (‘જ કાર વડે જન્મનો અર્થાત્ પુનર્જન્મનો વિચ્છેદ ઉદ્દિષ્ટ છે અને “પકાર પાપનાશક છે; તેથી “જપને પુનર્જન્મ અને પાપનો વિનાશક કહ્યો છે.) મહાભારતના અનુશાસન પર્વમાં, બાણશય્યા ઉપર સૂતેલા ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને ઉપદેશ આપે છે. એ ઉપદેશનો એક ખંડ “ભીખાનુસ્મૃતિ' તરીકે વિખ્યાત છે. એમાં જપના મહત્ત્વ વિષે કહ્યું છે– नमो नारायणायेति ये विदुब्रह्म साश्वतम् । अन्तकाले जपात् यान्ति तद् विष्णोः परमं पदम् ॥ સંવાદ જોવા જેવો છે अहं चरे भिक्खु वयं जयामो पावाइ कम्माइं पुणोल्लयामो । अक्खाहि नो संजय जक्खपूइया कहं सुजटुं कुसला वयंति ॥ सुसंयुडो पंचिहि संवरेहिं इह जीवियं अणवकंखमाणा । वोसट्ठकाओ सुइ चत्तदेहो महाजयं जयति जन्नसिढें ॥ के ते जोई के ते जोइठाणे का ते सुया कं च ते कारिसंगं । एहा य ते कयरा संति भिक्खू कयरेण होमेण हुणासि जोइं ॥ तवो जोईजीवो जोइठाणं जोगा सुया सरीरं कारिसंगं । कम्मेहा संजमं जोगसंती होमं हुणामि इसिणं पसत्थं ॥ (બ્રાહ્મણો:)હે ભિક્ષુ અમે કેવી રીતે યજ્ઞ કરીએ? પાપકર્મોને કેવી રીતે દૂર કરીએ? હે યજ્ઞપૂજિત સંયમી ! કુશલ પુરુષો કેવા યજ્ઞને સારો યજ્ઞ કહે છે, એ અમને કહો. (મુનિ:)પાંચ સંવર-મહાવ્રતો વડે સંવૃત-સુરક્ષિત, આ જીવનની પણ આકાંક્ષા નહિ રાખનાર, કાયોત્સર્ગ કરનાર, શુચિ અને દેહની આસક્તિથી રહિત પુરુષ મહાવિજથી શ્રેષ્ઠ યજ્ઞ આદરે છે. (બ્રાહ્મણો:)તમારો યજ્ઞ કયો છે? અગ્નિસ્થાન કયું છે? સુચાઓ - કડછીઓ કઈ છે? છાણાં ક્યાં છે ? ઇંધણાં ક્યાં છે ? એ અગ્નિમાં તમે કયો હોમ કરો છો ? (મુનિ:)તપ એ અગ્નિ છે, જીવાત્મા અગ્નિસ્થાન છે, (મન, વચન અને કાયાનો) યોગ કડછી છે; શરીર એ તારૂપી અગ્નિ સળગાવવાનું સાધન છે, કર્મરૂપી ઇંધણાં છે. એ પ્રમાણે ઋષિઓએ વખાણેલો સંયમ, યોગ અને સાત્તિરૂપી હોમ હું કરું છું. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૩. મંત્રયોગ (જેઓ શાશ્વત બ્રહ્મને જાણે છે તેઓ અંત કાળે ૩ નારાયાય નમઃ એવો જપ કરવાથી વિષ્ણુના પરમ પદને પામે છે.) વળી એમાં આગળ વિધાન છે— गत्वा गत्वा निवर्तन्ते सूर्यचन्द्रोदया ग्रहाः । अद्यापि न निवर्तन्ते द्वादशाक्षरचिन्तकाः ॥ (સૂર્યચન્દ્રાદિ ગ્રહો સ્વર્ગમાં જઈ જઈને પાછા આવે છે, પણ ૐ નમો ભાવતે વાસુટેવાય એ દ્વાદશાક્ષર મંત્રનું ચિન્તન કરનારા હજી પાછા વળ્યા નથી.) વલ્લભાચાર્ય-પ્રણીત પુષ્ટિમાર્ગમાં શ્રીવૃષ્ણ: શરણં મમ એ અષ્ટાક્ષર મંત્રનું અને શિવભક્તોમાં ૐ નમઃ શિવાય એ પંચાક્ષર મંત્રનું આવું જ વિશિષ્ટ સ્થાન છે. કર્મકાંડના હવિર્યજ્ઞ કરતાં ભક્તિમાર્ગમાં નામયજ્ઞ અથવા જપયજ્ઞનું સવિશેષ મહત્ત્વનું સ્થાન હોય એ સ્વાભાવિક છે. અહીં જપ એ જ મંત્ર છે. ભારતીય હિન્દુ ગૃહસ્થધર્મનું નિયમન કરતો ગ્રન્થ ‘માનવ ધર્મશાસ્ત્ર’ અથવા ‘મનુસ્મૃતિ’ આ વાતનું અસંદિગ્ધપણે સમર્થન કરે છે. જુઓ ‘મનુસ્મૃતિ’ના બીજા અધ્યાયમાંના શ્લોકો विधियज्ञाज्जपयज्ञो विशिष्टो दशभिर्गुणैः 1 उपांशुः स्याच्छतगुणः साहस्त्रो मानसः स्मृतः ॥८५॥ ૨૭ (કર્મકાંડની વિધિસહ થતા યજ્ઞ કરતાં જપયજ્ઞ દસગણો વિશિષ્ટ છે; તે ઉપાંશુ અર્થાત્ પાસે બેઠેલો મનુષ્ય પણ સાંભળે નહિ તેમ થાય તો સોગણો વિશિષ્ટ છે અને માનસિક એટલે જીભ અને હોઠના સંચલન વિના થાય તો સહસ્રગણો વિશિષ્ટ છે.) ये पाकयज्ञाश्चत्वारो विधियज्ञसमन्विताः 1 सर्वे ते जपयज्ञस्य कलां नार्हन्ति षोडशीम् ॥ ८६ ॥ (ગૃહસ્થે કરવાના પંચમહાયજ્ઞ-અંતર્ગત વૈશ્વદેવ હોમ બલિકર્મ, નિત્યશ્રાદ્ધ અને અતિથિ ભોજન એ ચાર પાકયજ્ઞો વિધિયજ્ઞ સહિત કરવામાં આવે, તે સર્વે જપ યજ્ઞના સોળમા અંશને પણ પાત્ર નથી.) जप्येनैव तु संसिद्धयेद् ब्राह्मणो नात्र संशयः । कुर्यादन्यत्र वा कुर्यान्मैत्रो ब्राह्मण उच्यते ઘટા (બ્રાહ્મણ અથવા બ્રહ્મજ્ઞ અથવા ભક્ત; ચૈત્ર એટલે બ્રહ્મલીન મનુષ્ય; તે જપથી જ સિદ્ધિ પામે છે, બીજું કંઈ તે કરે અથવા ન કરે.) Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ૯૮ યોગ, અનુયોગ, મંત્રયોગ ગીતા ઉપરના શંકરાચાર્યના ભાગમાં.યજ્ઞાનાં નયજ્ઞો એ શ્લોકપાદનો કેવળ શબ્દાર્થ આપ્યો છે, કંઈ વિવેચન નથી. શંકરાચાર્યે વિષ્ણુસહસ્રનામ' ઉપર ભાષ્ય રચ્યું છે; એના પ્રાસ્તાવિક માહાભ્ય-શ્લોકોમાંનો નવમો શ્લોક આ પ્રમાણે છે— एष मे सर्वधर्माणां धर्मोऽधिकतरो मतः । यद् भक्त्या पुंडरीकाक्षं स्तवैरर्चेन्नरः सदा ॥ (પુંડરીકાક્ષ વિષ્ણુની ભક્તિસહ પૂજા મનુષ્ય સદા સ્તુતિઓથી કરે તે ધર્મને હું સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ ગણું છું.) “વિષ્ણુસહસ્રનામ”ના ભાષ્યમાં શંકરાચાર્ય તિ મહામાતે એવા ઉલ્લેખપૂર્વક મહાભારતનો એક શ્લોક ટાંકે છે. (આપણા પ્રાચીન ભાષ્યકારો અને ટીકાકારો ઉદ્ધરણોનાં મૂળ સ્થાન જોઈ-તપાસી શકાય એટલી વિગતો સામાન્ય રીતે આપતા નથી.) जपस्तु सर्वधर्मेभ्यः परमो धर्म उच्यते । अहिंसया च भूतानां जपयज्ञः प्रवर्तते ॥ (જપયજ્ઞ એ સર્વધર્મોમાં ઉત્તમ ધર્મ કહેવાય છે. પ્રાણીઓની અહિંસા દ્વારા જપયજ્ઞ પ્રવર્તે છે.) એક સમયે કર્મકાંડના યજ્ઞોમાં પશુહિંસા થતી હતી, તેનો અહીં પર્યાયથી નિષેધ કર્યો છે. જપયજ્ઞ એ સૂક્ષ્મ અર્થમાં મંત્રયોગ છે. એકાગ્ર ચિત્તે અને શ્રદ્ધાપૂર્વક કરેલું નામસ્મરણ અધિક આત્મલાભ કરાવે છે અને સુખસંતોષનો ભાવ એ દ્વારા સરળતાથી સાધ્ય છે. હોમહવનો અને તંત્ર સાધના રાજસિક વૃત્તિઓને ઉત્તેજે છે, જ્યારે જપ સંપૂર્ણ સત્યનિષ્ઠ છે; એથી જ કહ્યું છે કે દ્રવ્યયજ્ઞ કરતાં જ્ઞાનયજ્ઞ શ્રેયસ્કર છે (શ્રેયાન વ્યવનિ યજ્ઞ જ્ઞાનયજ્ઞ: પરન્તપ | ગીતા ૪-) અમુક સમયમાં આત્મસાધન તરીકે અમુક જપ કરવાનો નિયમ કે પુરશ્ચરણ એ મોટા જપયજ્ઞ છે. પણ જપ સમષ્ણવાળો હોય ત્યારે જ્ઞાનયજ્ઞમાં પરિણમે છે. હોઠ ફફડાવવાની ક્રિયા એ જપ નથી, પણ જલ્પ એટલે માત્ર બબડાટ છે. આથી જ, કોઈ મંત્ર યોગીએ કહ્યું છે કે વિદ્યાપારીવ તલા મંત્રહસ્થા અર્થ મંત્રવિદ્યાનું સ્વરૂપ પકડે ત્યારે એનું રહસ્ય સમજાય છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૩. મંત્રયોગ ૯૯ મંત્ર એ શબ્દબ્રહ્મનો આવિષ્કાર હોઈ કેવળ નાદ કે ધ્વનિ નથી; એમાં અભિધા, લક્ષણા અને વ્યંજના ઉપરાંત એક લોકોત્તર શક્તિ રહેલી છે. (પ્રત્યભિશાદર્શનની બે પ્રસિદ્ધ રચના “શબ્દશક્તિ પ્રકાશિકા' અને કામકલાવિલાસ' છે) મંત્રનો જપ એ વાચક શક્તિવાળો થવો જોઈએ. કોઈ પણ ઇષ્ટમંત્ર આપણે વૈખરી વાણીથી ઉચ્ચારીએ છીએ ત્યારે એ જપ નાદ બ્રહ્મનો સક્રિય દેહ અથવા તેનું મંત્રકાય તનુ બને છે. એમાં રહેલી નાદશક્તિ પરમ તત્ત્વના કોઈ અંશ, રૂપ કે ગુણને મધ્યમામાં ઉકેલે છે. ઈષ્ટ દેવતાનું રૂપ વૈખરીમાં પ્રાણમય અને મધ્યમામાં મનોમય હોય તે પછી સતત અભ્યાસને પરિણામે પશ્યતીમાં વિજ્ઞાનમય બનવા પામે છે. * જેમ ગુરુનું નામ બોલવું નહિ તેમ ગુરુમંત્ર કોઈને કહેવો નહિ, એવી ચાલતી આવેલી એક પ્રથા છે અને કેટલાક લોકો એને મંત્રરક્ષણ ગણે છે. પણ વસ્તુતઃ એમ નથી. મંત્રને સતત અભ્યાસ અને સાધનાથી વિદ્યાનું રૂપ આપવું એ મંત્ર રક્ષણ છે, કેમ કે અનુભવને પરિણામે વિદ્યાનું રૂપ પામેલો મંત્ર ખોવાતો કે ક્ષીણ થતો નથી, પરંતુ કોઈ પણ શાસ્ત્રનું જ્ઞાન મેળવવામાં અથવા એમાં ઊંડા ઊતરવામાં સહાય કરે છે. છેલ્લે, એક મહત્ત્વની વાત કહેવાનું મન થાય છે. યોગ, અનુયોગ અને મંત્રયોગનું, આ વ્યાખ્યાનો માટે, અધ્યયન કરતાં એક તરફ જૈન અનુગમ અને બીજી તરફ અન્ય ભારતીય અનુગમો વચ્ચે આધ્યાત્મિક અનુભવો પરત્વે કેવી આંતરિક એકતા પ્રવર્તે છે, એની વિશેષ ભાવે જાણ થઈ. માત્ર એક ઉદાહરણ આપું. “પૃથ્વીચંદ્રચરિત્ર' નામે પ્રસિદ્ધ ગુજરાતી ગદ્યકાવ્યના કર્તા જૈનાચાર્ય માણિક્યસુન્દરસૂરિ (સં.૧૪૭૮ = ઈ.સ.૧૪૨૨ આસપાસ) નેમિનાથ ફાગુ'ના સંસ્કૃત મંગલાચરણમાં ચિદાનંદ સ્વરૂપ પરબ્રહ્મની કેવી સ્તુતિ કરે છે, એ જુઓ– अलक्ष्यं दक्षानामपि न च सहस्राक्षनयनैनिरीक्ष्यं यद् वाच्यं न भवति चतुर्वक्त्रवदनैः । हविभुक्तारेन्दुग्रहपतिरुचां जैत्रमनघं परं किंचिज्ज्योतिर्जयति यतियोगीन्द्रविषयम् । अर्वाचीनै रलक्ष्याय दक्षाय दुरितच्छिदे । चिदानन्दस्वरूपाय परमब ह्मणे नमः ॥ આ સાંભળી આપ કદાચ કહેશો કે માણિક્યસુન્દરસૂરિ જૈન નથી, પણ વેદાન્તી છે. પણ આવા સમન્વયનાં ઉદાહરણ તો ઠેર ઠેર છે. એમાં ભારતીય Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ યોગ, અનુયોગ, મંત્રયોગ તત્વવિદ્યાની વિવિધ શાખાઓનો પારસ્પરિક સંપર્ક, તત્ત્વબોધ માટે તત્પરતા, સહિષ્ણુતા અને સમન્વય પ્રગટ થાય છે, કેમ કે તત્ત્વવિદ્યાનું આત્યંતિક ધ્યેય વાદવિવાદ કે ખંડનમંડન નહિ, પણ સત્યશોધન છે. ભારતનો લોકપ્રિય પુરાણ ગ્રન્થ ‘ભાગવત' છે જેની સમીક્ષિત વાચના ભો.જે.વિદ્યાભવન દ્વારા તૈયાર થઈ રહી છે. ભાગવતમાં ધર્મ, તત્ત્વવિદ્યા અને કૃતિહાસ ત્રણેય એકરૂપતા પામ્યાં છે. એના મંગલાચરણના પ્રથમ શ્લોકનું છેલ્લું ચરણ છેઃ धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि । પોતાના તેજ વડે અજ્ઞાન-અંધકારને જે સદા દૂર કરે છે, એ પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ.” Page #108 -------------------------------------------------------------------------- ________________ ભો.જે. વિધાભવનનાં પ્રાપ્ય પ્રકાશનો Indian Dialectics, Vols. I & II By Dr. E.A.Solomon Rs. 160-00 પ્રબન્ધાદિમાં ઐતિહાસિક તથા સામાજિક વસ્તુ લે. ડૉ. ભોગીલાલ સાંડેસરા રૂા. 15-00 અવતારો અને અવતારવાદ લે. : ડૉલરરાય માંકડ રૂા. 10-OO Festivals, Sports and Pastimes of India By Dr. V. Raghavan | Rs. 50-00 Coins, The Source of Indian History By Dr. P.L. Gupta | Rs. 28-00 New Bearing of Indian Literary Theory and Criticism By Dr. K.Krishnamoorthy Rs. 20-00 નવપુરાતત્ત્વ લે. : ડૉ. હસમુખ સાંકળિયા રૂા. 20-00 History And Culture of Madhya Pradesh By Prof. K.D.Bajpai Rs. 100-00 A Historical And Cultural Study of The Inscriptions of Gujarat By Dr. H.G.Shastri Rs. 130-00 A Descriptive Catalogue of Gujarati, Hindi and Marathi Manuscripts of B.J.Institute Museum Part-I | Rs. 160-00 A Descriptive Catalogue of Sanskrit and Prakrit Manuscripts of B.J.Institute Museum, Part-III Rs. 120-00 A Supplement to the Catalogue of the Persian And Arabic Manuscripts of B.J. Institute Museum, Part-III Rs. 16-00 “ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રંથમાલા” સંપા. : પ્રો. 2 છો .પરીખ અને ડૉ. હ. ગં. શાસ્ત્રી ગ્રંથ 1-7 સંપા. : ડૉ.હ.ગં.શાસ્ત્રી અને ડૉ. પ્ર. ચિ. પરીખ ગ્રંથ 8-9 ગ્રંથ 3: મૈત્રકકાલ અને અનુમૈત્રકકાલ રૂા. 6-20 ગ્રંથ 5 : સલ્તનતકાલ રૂા. 25-50 ગ્રંથ 6 : મુઘલકાલ રૂા. 19-45 ગ્રંથ 7 : મરાઠાકાલ રૂા. 13-25 ગ્રંથ 8 : બ્રિટિશકાલ (ઇ.સ.૧૮૧૮ થી 1914) રૂા. 20-40 ગ્રંથ 9 : આઝાદી પહેલાં અને પછી (ઈ.સ. 1915 થી 1960) રૂા. 40-4) સાહિત્ય અને વિવેચન લે : દી બ. કેશવલાલ હ. ધ્રુવ રૂ. 120-00 ગુજરાત વિધાસભા પ્રેમાભાઈ હૉલ, ભદ્ર, અમદાવાદ-૩૮૦૦૦૧ : પ્રાપ્તિસ્થાન : ભો.જે.વિધાભવન આશ્રમ માર્ગ, અમદાવાદ-૩૮૦૦0૯ in Education international www.jaimelionatore