________________
૩૨
યોગ, અનુયોગ, મંત્રયોગ
મન કેવું છે, એ વિષે બૃહદારણ્યક ઉપનિષદમાં અનેક દૃષ્ટિએ વિચાર કરવામાં આવ્યું છે. “મારું મન બીજી તરફ હતું, તેથી હું જોઈ શક્યો નહિ', મારું મન બીજી બાજૂ હતું, તેથી હું સાંભળી શક્યો નહિ' વગેરે વાક્યો બતાવે છે કે મનુષ્ય મન દ્વારા જુએ છે અને સાંભળે છે. કામ, સંકલ્પ, વિચિકિત્સા (સંશય), શ્રદ્ધા, અશ્રદ્ધા, ધૃતિ, અધૃતિ, લજ્જા, બુદ્ધિ, ભય એ બધું મન જ છે. કોઈ માણસ કોઈની પીઠને સ્પર્શ કરે તો એ મનથી જાણી લે છે. ‘બૃહદારણ્યક'માં મનને ‘પરમ બ્રહ્મ સમ્રાટ' (૪-૧-૬) અને ‘છાન્દોગ્ય” (૭૩-૧)માં “બ્રહ્મ' કહ્યું છે. “તેજોબિન્દુ ઉપનિષદ (પ-૯૮-૧૦૪)માં કહ્યું છે કે “મન જ સમસ્ત જગત છે, મન સંસાર છે, મન ત્રિલોક છે, મન જ મહાન શત્રુ છે, મન જ મહાદુઃખ છે, મન કાળ છે, મને સંકલ્પ છે, મન જીવ છે, મન ચિત્ત છે, મન અહંકાર છે, મન અંતઃકરણ છે, મન પૃથ્વી છે, મન જળ છે, મન અગ્નિ છે, મન વાયુ છે, મન આકાશ છે, મન શબ્દ છે, શબ્દ રૂપ રસ ગંધ અને પાંચ કોશ મનથી ઉત્પન્ન થયા છે, જાગરણ સ્વપ્ર સુષુપ્તિ આદિ મનોમય છે, દિપાલ વસુ દ્ર આદિત્ય પણ મનોમય છે.”
પ્રજ્ઞાત્મા, પ્રજ્ઞાનાત્મા, વિજ્ઞાનાત્મા કૌષીતકી' ઉપનિષદમાં પ્રાણને પ્રજ્ઞા અને પ્રજ્ઞાને પ્રાણ કહેવામાં આવ્યાં છે. પ્રાણાત્મા પછી જ્યારે પ્રજ્ઞાત્માની શોધ થઈ ત્યારે પ્રાચીન અને નવીનનો સમન્વય જરૂરી બન્યો (પ્રાપtfક્ષ પ્રજ્ઞાત્મા (૩-૨, ૩-૩), જે વૈ પ્રાપ: સા. પ્રજ્ઞા ય વા પ્રજ્ઞા : પ્રાપ: (૩-૩, ૩-૪). “ઇન્દ્રિયો અને મન એ બંને પ્રજ્ઞા વિના અકિંચિત્કર છે, એ વાત “કૌષીતકી'માં સ્પષ્ટ કરવામાં આવી છે. પ્રજ્ઞાનું મહત્ત્વ ઇન્દ્રિયો અને મનની તુલનાએ વિશેષ છે. પ્રજ્ઞા મનોમય આત્માનો પણ અંતરાત્મા છે. વિજ્ઞાનાત્માને મનોમય આત્માનો અંતરાત્મા બતાવીને “તૈત્તિરીય” ઉપનિષદમાં આ વાતનો સંકેત અપાયો છે. આથી પ્રજ્ઞા અને વિજ્ઞાનને પર્યાય ગણવામાં કોઈ બાધ નથી. “ઐત્તરેય ઉપનિષદમાં પ્રજ્ઞાન બ્રહ્મના જે પર્યાય આપવામાં આવ્યા છે, એમાં મન પણ છે; મનોમય આત્મા સાથે પ્રજ્ઞાનાત્માનો આ સમન્વય છે. એ ઉપનિષદમાં પ્રજ્ઞા અને પ્રજ્ઞાનને એક ગણવામાં આવ્યાં છે અને પ્રજ્ઞાનના પર્યાય તરીકે વિજ્ઞાન આપ્યું છે !
સારાંશ કે પ્રજ્ઞા, પ્રજ્ઞાન, વિજ્ઞાન સમાનાર્થ છે અને એ અર્થમાં પ્રજ્ઞાત્મા, પ્રજ્ઞાનાત્મા, વિજ્ઞાનાત્માનો સ્વીકાર કરવામાં આવ્યો છે. મનોમય આત્મા સૂક્ષ્મ છે, પણ કેટલાકના મત પ્રમાણે ભૌતિક છે અને બીજા કેટલાકના મત પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org