________________
૨. અનુયોગ
૩૩
અભૌતિક-સૂક્ષ્મ છે. પણ વિજ્ઞાનને જ્યારે આત્મા ગણવામાં આવ્યું ત્યારે આત્મા અભૌતિક તત્ત્વ છે એ મતનું સમર્થન થયું. આત્મવિચારણાની દિશામાં મોટું પરિવર્તન આવ્યું અને આત્મા મૌલિક ચેતન તત્ત્વ છે એ માન્યતા સ્થિર થઈ. પ્રજ્ઞાનની પ્રતિષ્ઠા એટલી વધી કે આંતર અને બાહ્ય સર્વ પદાર્થોને પ્રજ્ઞાન નામ મળ્યું.
આનંદાત્મા પદાર્થને જાણવો એ એક વાત છે અને એનો ઉપભોગ કરવો એ જુદી વાત છે. વસ્તુનો સંબંધ જાણવાથી જ્ઞાન થાય છે અને તે ભોગવવાથી સંવેદન થાય છે. જ્ઞાનનું સ્થાન પહેલું અને ભોગનું બીજું. વેદના અનુકૂલ અને પ્રતિકૂલ બંને પ્રકારની હોય. અનુકૂલ વેદના એ સુખ અને પ્રતિકૂલ વેદના એ દુઃખ. સુખની પરાકાષ્ઠા આનંદ છે. બાહ્ય પદાર્થોના ભોગથી સર્વથા નિરપેક્ષ અનુકૂલ વેદના એ આત્માનું સ્વરૂપ છે અને એને જ આનંદાત્મા નામ મળ્યું છે. અનુભવના સંવેદનથી પ્રજ્ઞાનાત્મા અને વિજ્ઞાનાત્માનો ભાવ પેદા થયો અને એનો પરિપાક આનંદાત્મા રૂપે થયો. મનુષ્યની બે ભાવનાઓ છે-દાર્શનિક અને ધાર્મિક, દાર્શનિક ભાવના વિજ્ઞાનાત્માને મુખ્ય માને છે. પણ દાર્શનિકોના મનમાં રહેલો ધાર્મિક આત્મા આનંદાત્માની કલ્પનાથી સંતોષ અનુભવે છે.
પુરુષ, ચેતન, આત્મા, ચિદાત્મા અને બ્રહ્મ અન્નમય આત્મા, જેને શરીર પણ કહેવામાં આવે છે તે રથ જેવો છે, એને ચલાવનારથી તે આત્મા અથવા ચેતન છે. (“મૈત્રી' ઉપનિષદુ, ૨-૩-૪, “કઠ’ ઉપનિષદ, ૧-૩-૩, “કેન” “ઉપનિષદ', ૧-૨). શરીરની સંચાલક શક્તિ આત્મા છે, પણ શરીર અને આત્મા એ બે પૃથક્ તત્ત્વ છે; આત્મા પ્રાણનો પણ પ્રાણ છે.
કેન” ઉપનિષદ (૧-૪-૬) કહે છે કે આત્મા ઇન્દ્રિય અને મનથી ભિન્ન છે. ઇન્દ્રિયો અને મન બ્રહ્માત્મા વિના કંઈ કરવાને અસમર્થ છે. ઇન્દ્રિયો આત્માની પ્રેરણાથી જ પોતપોતાનાં કાર્ય કરે છે. જેમ વિજ્ઞાનાત્માનો આત્મા અંતરાત્મા છે તેમ આનંદાત્માનો અંતરાત્મા સત રૂપ બ્રહ્મ છે. એ ઉપરથી વિજ્ઞાન અને આનંદથી પણ પર પરબ્રહ્મની કલ્પના થઈ છે.
- બ્રહ્મ અને આત્મા જુદાં નથી, પણ એક તત્ત્વનાં બે નામ છે. એ તત્ત્વને સર્વ તત્ત્વોથી પર એવો પુરુષ માનવામાં આવ્યો છે અને સર્વ ભૂતોમાં રહેલો ગૂઢાત્મા કહેવાયો છે. “કઠ ઉપનિષદમાં બુદ્ધિવિજ્ઞાનને પ્રાકૃત-જડ ગણવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org