________________
૩૪
યોગ, અનુયોગ, મંત્રયોગ
આવ્યું છે; આથી વિજ્ઞાનાત્માની કલ્પનાથી ચિત્તકોને સંતોષ નહોતો. એનાથી પણ આગળ ચિદાત્મા, પુરુષ, ચેતનાત્માની શોધ આવશ્યક હતી અને તે પરબ્રહ્મની ધારણાથી પૂર્ણ થઈ. - વિજ્ઞાનાત્મા સ્વત: પ્રકાશિત નથી. સુષુપ્તાવસ્થામાં તે અચેતન બને છે. પણ ચિદાત્મા એવો નથી. તે વિજ્ઞાનનો પણ અંતર્યામી છે, એ સાક્ષાત છે, અપરોક્ષ છે, પ્રાણ ગ્રહણ કરનાર છે, આંખથી જોનાર છે, કાનથી સાંભળનાર છે, મનથી વિચાર કરનાર છે. જ્ઞાની છે, દ્રષ્ટા છે, શ્રોતા છે, મનન કરનાર છે, વિજ્ઞાતા છે, નિત્ય ચિન્માત્ર રૂપ છે, સર્વ પ્રકાશ રૂપ છે, ચિન્મય જ્યોતિ સ્વરૂપ છે. એ પુરુષ અથવા ચિદાત્મા અજર અમર અક્ષર અમૃત અવ્યય અજ નિત્ય ધ્રુવ શાશ્વત, અનંત છે. અશબ્દ, અસ્પર્શ, અરૂપ, અવ્યય, અરસ, નિત્ય, અગન્ધવત, અનાદિ, અનંત, મહત તત્ત્વથી પર અને ધ્રુવ એવા આત્માનું જ્ઞાન પામીને મનુષ્ય મુક્ત થાય છે– જીવન્મુક્ત થાય છે. અખાએ કહ્યું છે કે “મરતાં પહેલાં જાને મરી' !
બુદ્ધનો અનાત્મવાદ ઋષિઓને જ્યારે અતીન્દ્રિય તત્ત્વનો બોધ થયો ત્યારે તેઓ એના સ્વરૂપનો, સ્વાભાવિક રીતે વિચાર કરવા લાગ્યા. પ્રાણ મન અને પ્રજ્ઞાથી પર આત્માની કલ્પના થઈ ત્યારે ચિન્તકો સમક્ષ નૂતન પ્રશ્નો ઉપસ્થિત થયા. પ્રાણ અને પ્રજ્ઞાનું જ્ઞાન સરળ હતું, પણ આત્મજ્ઞાન શી રીતે થાય ? આત્માનું સ્વરૂપ કેવું છે? વગેરે પ્રશ્નો થયા. આત્મસુખની તુલનાએ સંસારનાં સુખ અને સ્વર્ગ એમને તુચ્છ લાગ્યાં તથા ત્યાગ અને તપની કઠિનતા એમણે સહર્ષ સહન કરી. નચિકેતા જેવો બાલક પણ (‘કઠ” ઉપનિષદ ૧-૨૩, ૨૯) આત્મજ્ઞાન માટે એવો ઉત્સુક થયો કે એને સ્વર્ગસુખ હેય લાગ્યું. મૈત્રેયી (બૃહદારણ્યક', ૨-૪-૩) જેવી વિદુષીને પોતાના પતિની સુખસંપત્તિની તુલનાએ આત્મવિદ્યા વિશેષ મૂલ્યવાન લાગી. યાજ્ઞવક્યને જગતની સર્વ વસ્તુઓ આત્માને કારણે પ્રિય લાગી (માત્મનતુ રામણ સર્વ “મુંડક', ૨-૨-૫) આથી આત્માને વિલોવો જોઈએ, સાંભળવો જોઈએ, એ વિષે વિચાર કરવો જોઈએ અને એનું ધ્યાન ધરવું જોઈએ; એમ કરવાથી બધુ જાણી શકાશે (બૃહદારણ્યક ઉપનિષદ, ૪-૫-૬).
પરન્તુ આત્મવિદ્યાનો યે અતિરેક થયો. અતીન્દ્રિય આત્મા વિષે દરેક ચિન્તક મનમાની કલ્પના કરવા લાગ્યો. આથી એની પ્રતિક્રિયા થાય એ કુદરતી હતું. ભગવાન બુદ્ધના ઉપદેશોમાં આપણને એ પ્રતિક્રિયા જોવા મળે છે. સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org