________________
૩. મંત્રયોગ
સામાન્ય જનસમૂહમાં પ્રચલિત હોય તેવી માન્યતાઓને અનુસરતા મંત્રોનું સંકલન અથર્વવેદમાં જણાય છે. પણ એનાં મૂળ બહુપ્રાચીન હોવાં જોઈએ. એડવર્ડ કૂને બતાવ્યું છે તેમ, શારીરિક વ્યાધિઓ મટાડવા માટેના અથર્વવેદના કેટલાક મંત્રોની માત્ર વિગત નહિ પણ એમનું સ્વરૂપ પ્રાચીન કાળના જર્મન, લેટિન અને રશિયન મંત્રોને મળતું આવે છે. પતંજલિનું “મહાભાષ્ય રચાયું ત્યાર સુધીમાં અથર્વવેદને પ્રતિષ્ઠિત સ્થાન મળી ચૂક્યું હતું.
અથર્વવેદનું પ્રાચીનતમ નામ “અથર્નાગિરસ છે. અથર્વણ અને અંગિરસ . એ ઋષિકુટુંબોનાં નામ ઉપરથી આ વેદ-નામ થયું છે. આમાંના પહેલા વિભાગ વડે શુભ મંત્રો અને બીજા વિભાગ વડે ભૂતપ્રેતના વારણ માટેના મંત્રો એવો અર્થ અભીષ્ટ છે. ધર્મશાસ્ત્રના જે ગ્રન્થોમાં લૌકિક રૂઢિઓ અને રિવાજો વિષે નિરૂપણ છે ત્યાં અથર્વની વિદ્યાઓને વિશિષ્ટ સ્થાન મળેલું છે, કેમકે વૈદ્યક અને જયોતિષએ બે વિદ્યાઓનું સ્પષ્ટ રૂપ અથર્વવેદમાં જોવામાં આવે છે. મંત્ર-તંત્ર દ્વારા રાજાનું રક્ષણ કરવામાં અને શત્રુઓનો પરાજય કરવામાં સમર્થ હોય એવા પુરુષની નિયુક્તિ રાજપુરોહિત તરીકે કરવામાં આવતી, એટલે અથર્વવેદનો જાણકાર હોય એવો બ્રાહ્મણ તે સ્થાને આવતો. આમ છતાં અથર્વની વિદ્યાઓ વિષે નિન્દાનાં વચનો ધર્મશાસ્ત્રના ગ્રન્થોમાં જોવામાં આવે છે; એ સ્વાભાવિક પણ છે, કેમકે વિવિધ પ્રકારના મંત્ર તંત્ર હાનિકારક હોઈ ત્રયી અર્થાત ત્રણ વેદોની તુલનાએ અથર્વવેદ ઊતરતો અને મલિન છે એવી એક માન્યતા પ્રવર્તમાન હતી. તો પણ અથર્વવેદ ઉપયોગી ગણાયો છે. કેમકે “શત્રુઓ સામે પ્રયોજવા માટે અથર્વવેદ યોગ્ય શસ્ત્ર છે' એવાં વચન સાથે “મનુસ્મૃતિમાં અથર્વવેદનું સમર્થન કરવામાં આવ્યું છે. તંત્ર ગ્રન્થ “આસુરી કલ્પમાં દેવી દુર્ગાના મંત્ર અને ધ્યાનની ચર્ચા કરતાં દુર્ગાને અથર્વાહિતા અને તુરીયસ્થપુરી કહી છે. (અહીં ‘તુરીયવેદ' એટલે છેલ્લો વેદ-અથર્વવેદ), એ બતાવે છે કે બ્રાહ્મણ તંત્રોનું-આગમોનું મૂળ અથર્વવેદમાં છે. બૌદ્ધ તંત્રોનો વિકાસ બૌદ્ધોના મહાયાન સંપ્રદાયમાંથી થયો છે, પણ એની સહજયાન, વજયાન આદિ શાખાઓ ઉપર મહાચીન અને ભોટ અથવા તિબેટમાં પ્રવર્તમાન આચાર-વિચારોની સ્પષ્ટ અસર છે.
શેવતંત્ર - દક્ષિણ અને વામ ' શૈવ તંત્રોના બે ભેદ છે–દક્ષિણ અને વામ. દક્ષિણ સંપ્રદાય શિવ-શક્તિનો ભક્ત હોઈ વિકૃત આચારોથી મુક્ત રહ્યો; જ્યારે વામ સંપ્રદાય-વામમાર્ગ-એનું નામ સૂચવે છે તેમ, અન્ય આચારો સહ પંચમકાર” અથવા “પંચતત્ત્વમાં સરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org