________________
૧૨
યોગ, અનુયોગ, મંત્રયોગ
હેમચન્દ્રાચાર્યે “યોગશાસ્ત્રની રચના કરી હતી, એ વાતનો ઉલ્લેખ તેમણે આ પ્રમાણે કર્યો છે–
વિવેકી પરિષદના ચિત્તને ચમત્કારમાં નાખી દેનાર યોગની આ ઉપનિષદ, શાસ્ત્રથી ગુરથી અને કંઈક અનુભવથી જાણીને, ચૌલુક્ય વંશના કુમારપાલ રાજાની અત્યંત અભ્યર્થનાથી મેં–હેમચન્દ્ર-વાણીના માર્ગમાં, સ્થિર કરી છે” (યોગશાસ્ત્ર, પ્રકરણ ૧, શ્લોક ૨ની વૃત્તિ).
* આ શ્લોક ઉપર વિશેષ વિચારણા કરતાં આચાર્યે જણાવે છે: “કુમારપાલને પોતાની ઉપાસના પ્રિય હતી, તેણે અન્ય શાસ્ત્રો જોયાં હતાં. આથી તેને પુરોગામી યોગશાસ્ત્રથી વિશિષ્ટ યોગશાસ્ત્ર સાંભળવાની ઈચ્છા થઈ.” આમ “યોગશાસ્ત્ર”ની રચનામાં કુમારપાલ નિમિત્ત હતો, પણ આખોયે ગ્રન્થ હેમચન્દ્ર સર્વ મુમુક્ષુઓને લાભ થાય એવી રીતે લખ્યો છે. આ માટે અનેક દૃષ્ટાન્ત-સભર વિસ્તૃત ટીકા તેમણે રચી છે. એ વિષે પ્રસ્થના આરંભમાં તેઓ જણાવે છે-“જેમને અભુત યોગની સંપત્તિ સિદ્ધ છે અને જેઓ મુક્તિથી વિરાજિત છે એવા શ્રી મહાવીરને નમસ્કાર કરી, મારા “યોગશાસ્ત્રના અર્થનો વિસ્તૃત નિર્ણય ભવ્ય અથવા મુમુક્ષુ જનોના બોધ માટે હું રચું છું.”
વૃત્તિની અંતિમ પ્રશસ્તિમાં આચાર્ય કહે છે– “ચૌલુક્ય રાજાએ કરેલી પ્રાર્થનાથી પ્રેરણા પામેલા મેં, સ્વરચિત, તત્ત્વજ્ઞાનરૂપ અમૃતના સમુદ્ર સમાન યોગશાસ્ત્રની આ વૃત્તિ રચી છે; જૈન ધર્મના ઉપદેશથી શોભતી તે વૃત્તિ, સ્વર્ગ, ભૂમિ અને પાતાળ એમ ત્રણેય લોકમાં આનંદપૂર્ણ બની પ્રસરી ! યોગશાસ્ત્રમાંથી અને તેની વૃત્તિમાંથી મેં જે સત્કર્મ પ્રાપ્ત કર્યું હોય તે વડે ભવ્યજન ધર્મના બોધરૂપી લાભમાં પ્રણયવાળો થાઓ !”
યોગશાસ્ત્રમાં આચાર્યશ્રીએ ત્રણ સાધન જણાવ્યાં છે. શાસ્ત્ર, સદ્ગુરુની વાણી અને આત્માનુભવ. આ ઉપરાંત અન્યત્ર તેમણે કહ્યું છે: “શ્રમરૂપી સમુદ્રમાંથી, સદ્દગુરુના સંપ્રદાયમાંથી અને સ્વાનુભવથી આ “યોગશાસ્ત્ર' રચાય છે.” બારમાં પ્રકાશના આરંભમાં તેઓ જણાવે છેઃ “શ્રુતસમુદ્રમાંથી અને ગુરમુખેથી મેં જે જાણ્યું તે સમ્યફ પ્રકારે અહીં બતાવ્યું છે. હવે મને જે અનુભવ સિદ્ધ થયું તે સર્વતત્ત્વ પ્રગટ કરું છું”—
श्रुताम्भोधेरधिगम्य सम्प्रदायाश्च सद्गुरोः ।
स्वसंवेदनतश्चापि योगशास्त्रं विरच्यते ॥ અને આગળ ઉમેરે છે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org