________________
યોગ, અનુયોગ, મંત્રયોગ
અચિન્ત્યભેદા-ભેદવાદ કહેવાય છે. ભક્તના જીવનનું પરમ ધ્યેય આ છે—જીવ બ્રહ્મસ્વરૂપ કૃષ્ણથી ભિન્ન હોવા છતાં કૃષ્ણભક્તિમાં લીન થઈ એમ અનુભવવા લાગે કે પોતાનું વિસ્મરણ કરીને કૃષ્ણમય થઈ રહ્યો છે.
૪૦
પુષ્ટિમાર્ગના પ્રવર્તક વલ્લભાચાર્યના મતાનુસાર જગત બ્રહ્મનું પરિણામ છે, તોપણ બ્રહ્મમાં કોઈ પ્રકારનો વિકાર પેદા થતો નથી. સ્વયં શુદ્ધ બ્રહ્મ જગતરૂપે પરિણામ પામે છે. એને માયા કે અવિદ્યાનો સંબંધ નથી; આથી એ શુદ્ધ કહેવાય છે; અને એ શુદ્ધ બ્રહ્મ જ કારણ તેમજ કાર્યરૂપ છે. આથી વલ્લભમત શુદ્ધાદ્વૈતવાદ કહેવાય છે. એ ચર્ચામાંથી આ નિષ્કર્ષ નીકળે છેઃ-કારણ બ્રહ્મની જેમ કાર્યબ્રહ્મ અર્થાત્ જગત પણ સત્ય છે, મિથ્યા નથી. “બ્રહ્મમાંથી જીવનો ઉદ્ગમ અગ્નિમાંથી સ્ફુલિંગ ઉત્પન્ન થવા સમાન છે. જીવમાં બ્રહ્મના સત્ અને ચિત્ એ બે અંશ પ્રગટ થાય છે, આનંદ અંશ અપ્રગટ રહે છે; જીવ નિત્ય અને અણુપરિમાણ છે, બ્રહ્મનો અંશ છે, પણ બ્રહ્મથી અભિન્ન છે—
सत्यपि भेदापगमे नाथ तवाहं न मामकीनस्त्वम् । सामुद्रो हि तरंगः वचन समुद्रो न तारंगः ॥
જીવની અવિદ્યાને કારણે એનો અહિંસા-મમતાત્મક સંસાર પેદા થાય છે. વિદ્યાથી અવિદ્યાનો નાશ થતાં સંસાર બંધન પણ દૂર થાય છે.
શૈવ મત અથવા પ્રત્યભિજ્ઞા દર્શન
વેદ અને ઉપનિષદને પ્રમાણભૂત માની અદ્વૈત બ્રહ્મસ્વરૂપ પરમાત્માને માનનાર વેદાન્તીઓએ જીવોને અનેક માનવાનું, પોતાને ઈષ્ટ પ્રમાણો દ્વારા, સિદ્ધ કર્યું છે. પણ હવે છેલ્લે, શૈવ મતનો વિમર્શ કરવાનું પ્રાપ્ત થાય છે. શૈવો વેદ અને ઉપનિષદને પ્રમાણ માનતા નથી અને વૈદિકોએ ઉપદેશેલા વર્ણાશ્રમનો અસ્વીકાર કરે છે; છતાં અદ્વૈતમાર્ગનો સ્વીકાર કરે છે અને એ દ્વારા જીવોની અનેકતા સિદ્ધ કરે છે. આ મતને પ્રત્યભિજ્ઞાદર્શન કહે છે; એનો ઉદ્ભવ કાશ્મીરમાં થયો હતો અને એના પ્રવર્તક અભિનવગુપ્ત આદિ આચાર્યો પણ કાશ્મીરમાં થયા હતા.
પ્રત્યભિજ્ઞાદર્શનમાં બ્રહ્મને સ્થાને અનુત્તર નામનું એક તત્ત્વ છે. એ સર્વશક્તિમાન નિત્ય પદાર્થ છે; એને શિવ અથવા મહેશ્વર પણ કહે છે. જીવ અને જગત એ બંને શિવની ઇચ્છાથી પ્રગટ થાય છે; આથી એ બંને મિથ્યા નથી, પણ સત્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org