________________
૨. અનુયોગ
૩૯
પરમાત્મા અને જીવ જુદા છે: એક કારણ છે, બીજો કાર્ય. પણ કાર્ય કારણનું જ પરિણામ હોઈ બંનેનું અદ્વૈત છે.
નિમ્બાકાચાર્યના મત પ્રમાણે, પરમાત્માનાં બે સ્વરૂપ છે–ચિત અને અચિત. બંને પરમાત્માથી ભિન્ન છે અને અભિન્ન પણ છે. જેમ વૃક્ષ અને પાંદડાં, દીપક અને પ્રકાશ વચ્ચે ભેદભેદ છે તેમ પરમાત્મામાં પણ ચિત અને અચિત બંનેનો ભેદભેદ છે. જીવ પરમાત્માનો અંશ છે; આથી અંશ અને અંશી વચ્ચે ભેદભેદ છે. જીવ અનેક છે, નિત્ય છે, અણુપરિણામ છે. અવિદ્યા અને કર્મને કારણે જીવ માટે સંસારનું અસ્તિત્ત્વ છે. મુક્તિમાં પણ જીવ અને પરમાત્માનો ભેદ છે, પણ જીવ પોતાને પરમાત્માથી અભિન્ન ગણે છે.
વેદાન્તદર્શનનો ભાગ હોવા છતાં મધ્વાચાર્યનું દર્શન અદ્વૈત નહિ, પણ દ્વૈત છે. રામાનુજાર્ય વગેરેએ જગતને બ્રહ્મનું પરિણામ માન્યું છે અર્થાત બ્રહ્મ એ જગતનું ઉપાદાન કારણ છે, અને એ રીતે તેમણે અદ્વૈતવાદનો પુરસ્કાર કર્યો છે. મધ્વાચાર્યે પ્રકૃતિને નિમિત્તકારણ માનીને પ્રકૃતિને જગતનું ઉપાદાન કારણ ગણી છે. રામાનુજ વગેરેએ જીવને પરમાત્માનું કાર્ય, પરિણામ અને અંશ માનીને બંનેનો અભેદ પ્રતિપાદિત કર્યો છે, પરન્તુ મધ્વાચાર્યે જીવ અનેક માનીને એમનો પરસ્પર ભેદ ગણ્યો છે તે સાથે ઈશ્વરથી પણ એ સર્વનો ભેદ માન્યો છે. આમ મધ્વાચાર્ય ઉપનિષદોની અદ્વૈત પ્રવૃત્તિનું સૂકાન ફેરવી નાંખ્યું. એમના મત પ્રમાણે, જીવ અનેક, નિત્ય અને અણુપરિમાણ છે; જેમ બ્રહ્મ સત્ય છે તેમ જીવ પણ સત્ય છે, પરંતુ તે પરમાત્માને અધીન છે.
વિજ્ઞાનભિક્ષુના મતાનુસાર, પ્રકૃતિ અને પુરુષ–જીવ-બ્રહ્મથી ભિન્ન હોઈ વિભક્ત રહી શકે નહિ, પણ તેઓ એમાં અંતતિ, ગુપ્ત, અવિભક્ત છે; આથી વિજ્ઞાનભિક્ષુનો મત “અવિભાગદ્વૈત' કહેવાય છે. જીવ અને બ્રહ્મનો સંબંધ પિતાપુત્ર સમાન છે—જેમ જીવ બ્રહ્મમાં હતો, બ્રહ્મમાંથી જ પ્રગટ થાય છે તથા પ્રલયકાળે બ્રહ્મમાં જ લીન થાય છે. ઈશ્વરની ઇચ્છાથી જીવ અને પ્રકૃતિનો સંબંધ થાય છે અને જગતની ઉત્પત્તિ પણ થાય છે.
શ્રી ગૌરાંગ – ચૈતન્યના મત પ્રમાણે, શ્રી કૃષ્ણ જ પરમ બ્રહ્મ છે. શ્રીકૃષ્ણની અનંત શક્તિમાં અનેક જીવોની શક્તિ પણ સંમિલિત છે અને એ શક્તિમાંથી અનેક જીવોનો આવિર્ભાવ થાય છે. આ બધા જીવો અણુપરિમાણ છે, બ્રહ્મના અંશ છે અને બ્રહ્મને સ્વાધીન છે. જીવ અને જગત પરમ બ્રહ્મથી ભિન્ન છે અને બ્રહ્મને અધીન છે; આ એક અચિજપ વિષય છે. આથી ચૈતન્યનો મત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org