SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. યોગ योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन । योऽपाकरोत्तं प्रवरं मुनीनां पतंजलिं प्रांजलिरा नतोऽस्मि । – વિજ્ઞાનભિક્ષુ पातंजलमहाभाष्यचरकप्रतिसंस्कतैः । मनोवाक्कायदोषाणां हंऽहिपतये नमः ॥ – ચરકના ટીકાકાર ચક્રપાણિદત્ત सूत्राणि योगशास्त्रे वैद्यकशास्त्रे च संहितामतुलाम् । कृत्या पतंजलिमुनिः प्रचारयमास जगदिदं त्रातुम् ॥ – રામચન્દ્ર દીક્ષિત इति चरके पतंजलिः । – નાગોજી ભટ્ટ कायवाग्बुद्धिविषया ये मलाः समवस्थिताः । चिकित्सालक्षणाध्यात्मशास्त्रस्तेषां विशुद्धये ॥ વાક્યપદીય' ૧. ભારતપ્રસિદ્ધ એક પ્રાચીન અનુશ્રુતિ એવી છે કે પતંજલિએ “યોગસૂત્ર' રચ્યાં, આયુર્વેદમાં “ચરકસંહિતા' લખી અને શબ્દશાસ્ત્રમાં “મહાભાષ્યનું પ્રણયન કર્યું; એ અનુશ્રુતિ પતંજલિને શેષ નામનો અવતાર ગણે છે. પતંજલિ અને ચરક બંનેએ પુરુષપુર(પેશાવર) પાસેના વનમાં વસીને પોતપોતાની સંહિતાઓ રચી. ચરક પોતાને “ચરકસંહિતા'ના કર્તા નહિ, પ્રતિસંસ્કર્તા તરીકે ઓળખાવે છે; આત્રેય, પુનર્વસુ અને ભેલની પ્રાચીનતર સંહિતાઓનો સંસ્કાર એ “ચરકસંહિતા' એમ તેઓ કહે છે. વળી પતંજલિ અને ચરક સમકાલીન તેમજ નજીકનાં સ્થળોએ વસતા હોઈ પરસ્પરની કૃતિઓને સંસ્કારે એમ પણ બને. “રાજતરંગિણી' અનુસાર, આ સંસ્કરણ કાશ્મીરમાં થયું હતું. અલબત્ત, આ અનુશ્રુતિના અનુમોદનમાં, આથી વિશેષ, કોઈ ઐતિહાસિક પુરાવો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001418
Book TitleYoga Anuyoga ane Mantrayog
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherB J Institute
Publication Year1996
Total Pages108
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, Spiritual, & Occult
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy