________________
યોગ, અનુયોગ, મંત્રયોગ
છે; બૌદ્ધ દર્શનની જેમ શૂન્ય અથવા વિજ્ઞાનાત્મક માનતું નથી, પણ સાંખ્ય દર્શનની જેમ પ્રકૃતિનું પરિણામ તથા અનાદિ – અનંત પ્રવાહરૂપ માને છે.
યોગશાસ્ત્રમાં વાસના, કલેશ અને કર્મનું નામ જ સંસાર છે તથા વાસનાદિનો અભાવ અને આત્માનું સ્વરૂપાવસ્થાન એ મોક્ષ છે. એમાં સંસારનું મૂલ કારણ અવિદ્યા છે અને મોક્ષના હેતુ રૂપ સમગ્ર દર્શન અથવા યોગજનિત વિવેક ખ્યાતિ છે.
આમ છતાં યોગશાસ્ત્રનો આધાર કોઈ એક દર્શન ઉપર નથી, પણ એમાં સર્વદર્શન સમન્વય છે. દાખલા તરીકે, સાંખ્યનો નિરીશ્વરવાદ નિરસ્ત થયો, પણ પતંજલિએ પોતાના યોગમાર્ગમાં ઈશ્વરોપાસનાને સ્થાન આપ્યું અને ઈશ્વર તત્ત્વનું એવું નિરૂપણ કર્યું, જે સર્વને માન્ય થાય.
પતંજલિએ ઉપાસનાની ભિન્નતા તથા ઉપાસનામાં આધારરૂપ પ્રતીકોની ભિન્નતા સ્વીકારી અને સર્વ પ્રકારના ઉપાસકોને યોગમાર્ગમાં સ્થાન આપ્યું. અન્ય દર્શનોના જે સિદ્ધાન્ત તથા પ્રક્રિયા આ યોગસાધનામાં ઉપયોગી લાગ્યાં તે તેમણે સ્વીકાર્યા. બૌદ્ધ દર્શનના વિજ્ઞાનવાદનું નિરસન તેમણે “યોગસૂત્ર'ના ચોથા પાદમાં કર્યું, છતાં ભગવાન બુદ્ધનાં ચાર આર્ય સત્યોનો સ્વીકાર કર્યો. - યોગદર્શનનું સાદૃશ્ય બીજાં દર્શનોની તુલનાએ જૈન દર્શન સાથે અધિક છે. આ સાદશ્ય મુખ્યત્વે ત્રણ પ્રકારનું છે : શબ્દનું, વિષયનું અને પ્રક્રિયાનું.
યોગશાસ્ત્ર અને જૈનદર્શન માત્ર મૂલ યોગસૂત્રમાં જ નહિ, પરંતુ એના ભાષ્યમાં પણ એવા અનેક • પારિભાષિક શબ્દો છે, જે જૈન દર્શનમાં વિશેષ પ્રસિદ્ધ છે, જેમકે ભવપ્રત્યય,
સવિતર્ક સવિચાર નિર્વિચાર, મહાવ્રત, કૃતકારિત અનુમોદિત, પ્રકાશાવરણ, સોપક્રમ, નિરુપક્રમ, વજસંહનન, કેવલી, કુશલ (જુઓ યોગસૂત્ર' ર-૨૭ ભાષ્ય તથા “દશવૈકાલિક' નિર્યુક્તિગાથા ૧૮૬), જ્ઞાનાવરણીય કર્મ, સમ્યગુ જ્ઞાન, સમ્યગુદર્શન, સર્વજ્ઞ, ક્ષીણકલેશ, ચરમદેહ, ઈત્યાદિ.
પ્રસુખ તન, આદિકલેશાવસ્થા, પાંચ યમ, યોગજન્ય વિભૂતિ, સોપક્રમ નિરુપક્રમ કર્મનું સ્વરૂપ તથા એનાં દષ્ટાન્ત, અનેક કાર્યોનાં નિર્માણ આદિ વિષયોની ચર્ચા વિશેષતઃ જૈન દર્શનની સમીપ છે.
પરિણામી નિત્યતા અર્થાત ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય પ્રકારે ત્રિરૂપ વસ્તુ | માનીને તદનુસાર ધર્મધર્મીની પ્રક્રિયાનું વિવેચન જૈન દર્શનની સમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org