________________
८४
યોગ, અનુયોગ, મંત્રયોગ અહીં યશોવિજયજીએ યોગસિદ્ધિ અને વિદ્યાસિદ્ધિનો સંક્ષેપમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે.
પંડિત વીરવિજયજી છેલ્લે પંડિત વીરવિજયના જીવનકાર્યનો, આ વ્યાખ્યાનના વિષયને અનુલક્ષીને, સંક્ષિપ્ત નિર્દેશ કરીએ. વીરવિજયજી પૂર્વાશ્રમમાં અમદાવાદના ઔદિચ્ય બ્રાહ્મણ હતા અને તેમનો જન્મ સં. ૧૮૨૮ (ઈ.સ.૧૭૭૩)માં થયો હતો. તેમણે મુનિ શુભવિજય પાસે પાનસરમાં દીક્ષા લીધી હતી અને ગુરુ-શિષ્ય પાંચ વર્ષ સુધી ખંભાતમાં રહ્યા તે દરમિયાન વીરવિજયજીએ અનેક શાસ્ત્રોનું જ્ઞાન સંપાદિત કર્યું હતું. ઉપાધ્યાય યશોવિજયજી કૃત “અધ્યાત્મસાર'ની ટીકા સમેત અનેક સંસ્કૃત અને ગુજરાતી ગ્રન્થોની રચના તેમણે કરી છે, એમાં મંત્રયોગની દૃષ્ટિએ “પ્રશ્ન ચિન્તામણિ મહત્ત્વનો છે; એના ૬ઠ્ઠા શ્લોકમાં તેમણે સરસ્વતીની સાધના કરી હોવાનું સ્પષ્ટતયા ફલિત થાય છે
श्रीशारदा शारदशर्वरीशविभाविराज्युज्ज्वलकायकान्तिः । ममोज्जवलध्यानपथावतीर्णा
वाणीमपूर्वां विमलां तनोतु ॥ વીરવિજયજી આગમસાહિત્યના પારગામી હતા અને ટીકા સહિત વિશેષાવશ્યક ભાષ્ય' જેવા ગહન ગ્રન્થો ઉપર સરલ શૈલીએ વ્યાખ્યાન આપી શ્રાવકોને સમજાવતા. “બાર વ્રતની પૂજા' (સં.૧૮૮૭ ઈ.સ. ૧૮૩૧) અને પંચકલ્યાણક પૂજા' (સં.૧૮૮૯ ઈ.સ.૧૮૩૩) આદિ તેમની રચનાઓ સુગેય ગુજરાતી ભક્તિકાવ્યોના ઉત્તમ નમૂના છે. સં.૧૮૬૫ (ઈ.સ.૧૮૦૯)માં અમદાવાદમાં ભઠ્ઠીની પોળમાં એક ઉપાશ્રય બંધાયો; એ પછી વીરવિજયજી જ્યારે અમદાવાદ આવતા ત્યારે એ ઉપાશ્રયમાં નિવાસ કરતા. આથી, એ ઉપાશ્રય આજે પણ “વીરના ઉપાશ્રય' તરીકે પ્રસિદ્ધ છે.
શેઠ મોતીશાએ શત્રુંજય ઉપર બાંધેલાં મદિરોની અંજન શલાકા અને પ્રતિષ્ઠાવિધિમાં વીરવિજયજીએ મુખ્ય ભાગ લીધો હતો (સં.૧૮૯૩ = ઈ.સ.૧૮૩૭) અને સં.૧૯૦૩ (ઇ.સ.૧૮૪૭)માં દિલ્હી દરવાજા બહાર શેઠ હઠીસિંહના વિખ્યાત મન્દિરની પ્રતિષ્ઠાવિધિ પણ તેમને હસ્તે થઈ હતી. (પ્રતિષ્ઠાવિધિ આદિને લગતો પાદલિપ્તાચાર્યનો ગ્રન્થ “નિર્વાણકલિકા' મંત્રયોગીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org