________________
૧. યોગ
૧૯
યોગશાસ્ત્ર'માંથી કેટલીયે રસપ્રદ સામાજિક વિગતો મળે છે. આચાર્યશ્રી કહે છે કે વિવાહો આઠ પ્રકારના-બ્રાહ્મ, પ્રાજાપત્ય, દૈવ (ધર્મે વિવાહ), ગાન્ધર્વ. આસુર, રાક્ષસ અને પૈશાચ (અધર્મ વિવાહ). વળી તેઓ ઉમેરે છે કે-“વરવધૂને પરસ્પરમાં સ્નેહ હોય તો અધર્મ વિવાહ પણ ધર્ખ બને છે; વિવાહનું ફળ એ કે શુદ્ધ પત્નીનો લાભ થાય. શુદ્ધ પત્નીનું ફળ એ કે સારી સંતતિ થાય, ચિત્તશાન્તિ મળે, કુલીનતા અને આચારની વિશુદ્ધિ થાય તથા દેવ, અતિથિ અને બાધવોનો સારો સત્કાર થાય.”
નિષિદ્ધ કાર્યો વિષે આચાર્ય કહે છેઃ “સિન્ધ સૌવીર દેશમાં ખેતીનું કાર્ય, લાટદેશમાં દારૂ ગાળવાનું કાર્ય; વળી જાતિગત દુષ્કર્મ-બ્રાહ્મણનું સુરાપાન, તલ, મીઠા વગેરેનો વેપાર; કુલની અપેક્ષાએ નિન્દ કર્મ-જેમકે, માછીમારી, કસાઈનું કામ ઇત્યાદિ અને ચૌલુક્યોનું મદ્યપાન.”
વાસ્યાયન કામસૂત્ર'માંથી છેલ્લા દાંડક્ય રાજા ભોજનો ઉલ્લેખ રસપ્રદ છે. (આ વિષે “દ્વિરેફ'ની સુન્દર નવલિકા “છેલ્લો દાંડજ્ય ભોજ' અને યોગમાર્ગનો, શુષ્ક બુદ્ધિને પરિણામે થતો, વિપસ વર્ણવતી નવલિકા બુદ્ધિવિજય' જુઓ.) ઉપરાંત જૈમિનિની પૂર્વમીમાંસા, “મનુસ્મૃતિ', મહાભારત', “મુદ્રારાક્ષસ” અને “બૃહદારણ્યક ઉપનિષદ’નો ઉલ્લેખ તથા હરિભદ્રસૂરિકૃત પ્રાકૃત “સમરાઇન્ચ કહા'માંથી અવતરણો નોંધપાત્ર છે. અમે પુરવ: એમ નિર્દેશ કરીને પોતાના ગુરુ દેવચન્દ્રસૂરિનું આચાર્ય સંમાન કર્યું છે.
- જિનપ્રભસૂરિકૃત “ભવ્યચરિત' ઈ.સ. ના બારમા સૈકામાં રચાયેલા, જિનભદ્રસૂરિકૃત અપભ્રંશ “ભવ્યચરિત'માં સાંખ્યયોગનો સુસ્પષ્ટ પ્રભાવ વરતાય છે. ૧૪જુઓ એ કાવ્યનું મંગલાચરણ
भविय-सुणउ भवजीवहं चरिउ संखेविहिं मणु निश्चलु धरिउ । अत्थि अणाइअ भवपुर नामु मोहराउ तहिं वसइ पगामु ॥
૧૪. પ્રસ્તુત અપભ્રંશ કાવ્યના સંપાદન માટે જુઓ “શ્રી ફાર્બસ ગુજરાતી સભા સૈમાસિક', જુન-સપ્ટેમ્બર ૧૯૩૬માં મારો લેખ “ભવ્યચરિતઃબારમા શતકનું એક અપભ્રંશ રૂપક'.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org