________________
૨. અનુયોગ
‘ન્યાયવાર્તિક’કાર ઉદ્યોતકરે કહ્યું છે કે આત્માના અસ્તિત્વ વિષે દાર્શનિકોમાં વિવાદ નથી ! જો વિવાદ હોય તો, આત્માનું સ્વરૂપ કેવું, એ વિષે છે. કોઈ શરીરને આત્મા માને છે, કોઈ બુદ્ધિને, કોઈ ઈન્દ્રિયને, કોઈ મનને તો કોઈ સંઘાતને આત્મા માને છે. કેટલાક દાર્શનિકો એવા પણ છે, જે સર્વ તત્ત્વોથી ભિન્ન એવા આત્માનું અસ્તિત્વ માને છે.
દ્વૈતવાદ
પ્રાચીન જૈન આગમ- ‘આચારાંગ’, ‘સૂત્રકૃતાંગ’ ‘ઉત્તરાધ્યયન', ‘ભગવતી-વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ-પાલિ ત્રિપિટક અને સાંખ્ય દર્શનથી એ હકીકત પ્રમાણભૂત ઠરે છે કે અદ્વૈત ધારાથી સમાન્તર દ્વૈત ધારા પણ હતી. જૈન, બૌદ્ધ અને સાંખ્ય દર્શન અનુસાર, વિશ્વના મૂળમાં કેવળ એક ચેતન કે અચેતન તત્ત્વ નહિ, પણ ચેતન અને અચેતન એવાં બંને તત્ત્વ છે. જૈનોએ એને જીવ અને અજીવ નામ આપ્યું. સાંખ્યોએ તેને પુરુષ અને પ્રકૃતિ તરીકે ઓળખાવ્યાં અને બૌદ્ધોએ નામ-રૂપ તરીકે વર્ણવ્યાં. આને દ્વૈત પરંપરા નામ આપવામાં આવ્યું, એ તાર્કિક દૃષ્ટિએ ઠીક નથી. વસ્તુતઃ સાંખ્ય અને જૈન મતાનુસાર કેવલ ચૈતન્ય એક નથી, પણ વ્યક્તિભેદથી ચૈતન્ય અનેક છે. જડ અને ચેતન એ બંને તત્ત્વોનો સ્વીકાર કરવાથી ન્યાય અને વૈશેષિક દર્શનનો સમાવેશ પણ દ્વૈતધારામાં થાય. પરન્તુ એમના મતમાં પણ ચેતન અને અચેતન એ બંને સાંખ્ય-સંમત પ્રકૃતિ જેવું મૌલિક તત્ત્વ નથી, પણ જૈન-સંમત ચેતન અને અચેતન સમાન અનેક તત્ત્વ છે. આ દાર્શનિક પરિસ્થિતિમાં આ સમગ્ર પરંપરા બહુવાદી અથવા નાનાવાદી ગણવી જોઈએ. આ બહુવાદી વિચારધારામાં ઉપર્યુક્ત બધાં દર્શન આત્મવાદી છે, પણ જૈન દર્શન અને પાલિ ત્રિપિટક એ વાતની સાક્ષી પૂરે છે કે આ બહુવાદી વિચારધારામાં અનાત્મવાદી પણ થયા છે. એમાં એવા પણ વિચારકો થયા છે, જેઓ વિશ્વના મૂળમાં ચાર અથવા પાંચ ભૂતનો સ્વીકાર કરે છે. એમના મતાનુસાર ચાર અથવા પાંચ ભૂતમાંથી આત્માની ઉત્પત્તિ થાય છે; આત્મા નામનો કોઈ મૌલિક પદાર્થ છે જ નહિ. દાર્શનિક સૂત્રોનાં ભાષ્ય, વાર્દિક અને ટીકાઓમાં જ્યાં ચાર્વાક, નાસ્તિક, લોકાયત અથવા બૃહસ્પતિના મતનું ખંડન કરવામાં આવ્યું છે ત્યાં ચાર ભૂત અથવા પાંચ ભૂતના વાદનું ખંડન છે. આથી સ્પષ્ટ છે કે ઉપનિષદોના પ્રાચીન સ્તરના અદ્વૈતવાદી, અનાત્મવાદી નહોતા, પણ એને સ્થાને નાનાભૂતવાદીઓ હતા. એ નાનાભૂતવાદીઓ માનતા હતા કે ચાર અથવા પાંચ ભૂતોના એક વિશિષ્ટ સમાહારને પરિણામે આત્મા અથવા ચૈતન્યનો
Jain Education International
૨૭
For Private & Personal Use Only
www.jainelibrary.org