________________
૧. યોગ
કાઠિજલણ જિમ, ધરણિહિંગેહુ, કુસુમિહિં પરિમલ, ગોરસિ નેહુ; તિલિહિ તેલુ જિમ, તાઢિક નીરિ, તિમ તે નિવસઈ જગત શરીરિ. ૧૪ રાણી તાસુ ચતુર ચેતના, કેતા ગુણ બોલાઉં તેહના ? રાઉ રાણી બે મનનઈ મેલિ, ફિરિ ફિરિ કરઈ કતૂહલ કેલિ. ૧૫ નવજુવ્રણ નવરંગી નારી, સામલડી, સહજિ સવિકારી; માયા-રમણી રમતી રુલી, અન્નદિવસઈ નરવરનઈ મિલિ. ૧૬ નરપતિ નિરષઈ તેહનું રૂપ, નયણિ-ભાણિ તિણિ વિધિઉ ભૂપ; તે જાણી રાણી વીનવઈ, સ્વામી, ઊવટ કાંઈ પાંઉ ઠવઈ? ૧૭
હિવ હ્રપદ રૂડી રે રમણી મત્તગયગમણી, દેખી ભૂલ ત્રિભુવનધણી; અમૃતકુંડિ કિમ વિષ ઊછલઈ ? સમુદ્ર થકી ખેહ ન નીકલઈ-૧૭ સરવરમાહિ ન દવ પરિજલઈ, ધરણિભારિ સેષ ન સલસલઇ, રવિ કિમ વરિસઈ ઘોરંધાર, ઝરઈ સુધાકર કિ અંગાર ? ૧૮ જઈ તૂ ચૂકિસિ દેવ વિચાર, લોકતણી કુણ કરિસિ સાર ?, માયા કરિ છઈ તુમચી નારિ, એહ સંગતિ તું પડિસિ સંસારિ. ૧૯ રતા દિવસ અભાવડિ કરી, આજ કાંઈ તઈ વલિ આદરી? નારિ-ભરિયા છઈ સઘલા દેસ, ચંચલ ચમકઈ સવે સુવેસુ. ૨૦ ઠામિ ઠામિ જઈ માંડિસિ પ્રેમ, જાતિ દિવસિ દેષ મુ; આભે છાંવ ભીતિ જાજરી, બેટી ધન, ભોજનિ બાજરી. ૨૧ ઠાર ત્રહ અસતીનુ નેહુ, દેવ દેવાડઈ થહિલઉ છેટુ; માંડ બોલાવઈ પિઆરઉ મર્મ, એ પૂરક છઈ ગણિકાધર્મ. ૨૨ જે જે આગઈ એહનઈ મિલ્યા, રંકરાય જિમ તે સવિ રુલ્યા; મ કરિ અજાણી સ્ત્રી–વીસાસ, સ્ત્રી કહીઈ દોરી વિણ પાસ. ૨૩ સઉકિ ભણિ હું ન કહીં સ્વામી, બીયાબારઉં તુમ્હારી નામિ; જે સીષામણ તીણઇં કહી, ભરિયા ઘડા ઊપરિ તે વહી. ૨૪ રાખઈ તઈરાદડિ એ રીતિ, રહિય સુરમણી રાયનઈ ચીંતિ; એવડઉ ડાઘ ન સક્કઈ સહી, ચેતન કિહાંઇ લુકીનઇ રહી. ૨૫ સઉકિ તણું જઈ ટલિકે સંતાપુ, તઉ માયા માંડિલે બહુ વ્યાપુ; જિમ જિમ રાજા માયા–કલિલ, તિમ તિમ ત્રિભુવનધણી અપટલિઉ. ૨૬ તલ તિણિ માંડી વસિવા સહી, કાયાનગરી નવ બાર , જે વેંત જગપતિ નિર્દોષ, તિણિ તેતઈ માનિઉ સંતોષ. ૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org