________________
૨. અનુયોગ
૪૯
નથી, પણ આવા પ્રસંગમાં એનો શિષ્ય તરીકે સ્વીકાર કરવો એ કર્તવ્ય બની જાય છે. (“બૃહત્ કલ્પસૂત્ર' ગાથા ૨૪૩૯).
શ્રમણ વિના કારણે રથયાત્રામાં જાય નહિ, એવો નિયમ છે; રથયાત્રામાં સામેલ થવાથી અનેક દોષ લાગે છે. (બૃહત્ કલ્પ ભાષ્ય', ગાથા ૧૭૭૧થી આગળ). પણ કંઈ વિશેષ કારણ હોય તો રથયાત્રામાં અવશ્ય જવું જોઈએ; અરે ! ન જાય તો તેને પ્રાયશ્ચિત્ત લાગે, એવું વિધાન છે. (ારપુ તુ સમુસ્પષ પ્રકૃચ્ચે ફિ ન પ્રવિતિ તલા ત્રવારો : . ('બૃહત કલ્પસૂત્ર', આચાર્ય ક્ષેમકીર્તિની ટીકા, ગાથા ૧૭૮૯).
રથયાત્રામાં જોડાવાનાં અનેક કારણો ગણાવતાં “બૃહત્ કલ્પ ભાષ્ય' (ગાથા ૧૭૯૨)માં કહ્યું છે- માં પાછું વિઘં રિઝ વારું અને વિસ | અર્થાત પરદર્શનનો કોઈ કુશળ વાદી રથયાત્રામાં વિઘ્ન નાખે નહિ, એટલા માટે વાદવિદ્યામાં કુશળ શ્રમણે રથયાત્રામાં જવું જોઈએ. એમ જવાથી શો લાભ?
नवधम्माण थिरत्तं पभावणा सासणे य बहुमाणो । अभिगच्छंति य विदुसा अविग्घ पूया य सेयाए ॥
(ગાથા ૧૭૯૩) વાદી શ્રમણ પ્રતિવાદીનો પરાજય કરે છે ત્યારે નવા શ્રાવકો જૈન ધર્મમાં દઢ થાય છે; બીજા લોકો પણ વાદ સાંભળીને જૈન ધર્મ પ્રત્યે આદર રાખે છે.
ધર્મપ્રભાવકોમાં વાદીનું પણ સ્થાન છે; જુઓ “બૃહકલ્પ ભાષ્ય', ક્ષેમકીર્તિની ટીકા, ગાથા ૧૭૯૮ની વૃત્તિમાં ઉદ્ભત ગાથા
प्रावचनी धर्मकथी वादी नैमित्तिकस्तपस्वी च ।
जिनवचनज्ञश्च कविः प्रवचनमुद्भावयन्त्येते ॥ કોઈ વાર ધ્યાન અને સ્વાધ્યાય છોડીને પણ શ્રમણોને વાદકથામાં જોડાવું પડતું હતું, આથી ગચ્છ છોડીને કોઈ એકાન્ત સ્થળે ચાલ્યા જવાનું તેઓ વિચારે છે. આ પ્રસંગે ગુરુ એમને નહિ જવાની આજ્ઞા કરે છે; તો પણ તેઓ સ્વેચ્છાએ ગચ્છ છોડીને ચાલ્યા જાય છે. સ્વાધ્યાય અને વાદ વચ્ચે આવો આત્યંતિક વિરોધ છે. (જુઓ “બૃહત કલ્પ ભાષ્ય', ગાથા પ૬૯૧, પદ૯૭ ઇત્યાદિ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org