________________
૩. મંત્રયોગ
એકવીસ દિવસ સુધી આ મંત્રનો જપ કર્યા પછી મધ્યરાત્રિએ દેવી સરસ્વતી ચંદ્રના બિંબમાંથી નીકળીને, અમરચન્દ્રની આગળ પ્રત્યક્ષ થઈ અને સર્વ નરપતિઓથી પૂજ્ય-ગૌરવિત સિદ્ધ કવિ થવાનું તેમને વરદાન આપ્યું. “પુરાતન–પ્રબન્ધ-સંગ્રહ) જણાવે છે કે અમરચન્દ્ર કોઈ વિદ્વાનને ઘાતક રોગમાંથી બચાવ્યો હતો, અને તેથી તેણે અમરચન્દ્રને સિદ્ધ સારસ્વત મંત્ર આપ્યો હતો. પ્રાચીન જૈન સાહિત્યમાં અને પ્રબન્ધોમાં સૂરિમંત્ર અને સિદ્ધ સારસ્વત મંત્રની સાધનાના ઉલ્લેખો અનેકવાર આવે છે.
આને મળતો વૃત્તાન્ત બાલચન્દ્રસૂરિનો છે. વસ્તુપાલનું જીવનચરિત આલેખતા “વસંતવિલાસ'મહાકાવ્યના પહેલા સર્ગમાં બાલચન્ટે પોતાનો જીવનવૃત્તાન્ત આપ્યો છે, એનો સાર અહીં રજૂ કર્યો છે. તેઓ મોઢેરાના ધારાદેવ નામે જિનધર્માનુયાયી સમૃદ્ધ બ્રાહ્મણના પુત્ર હતા. ચન્દ્ર ગચ્છના હરિભદ્રસૂરિના શિષ્ય તરીકે તેમણે દીક્ષા લીધી હતી. હરિભદ્રસૂરિએ, પોતાના સ્વર્ગવાસ પહેલાં બાલચન્દ્રને ગચ્છનાયક તરીકે પોતાને સ્થાને સ્થાપ્યા હતા. ચૌલુક્ય રાજાઓ જેમના ચરણમાં નમતા એવા પદ્માદિત્ય તેમના અધ્યાપક હતા. વાદી દેવસૂરિના ગચ્છના ઉદયસૂરિએ તેમને સિદ્ધ સારસ્વત મંત્ર આપ્યો હતો. એક વાર યોગ નિદ્રામાં દેવી સરસ્વતી બાલચન્દ્રને પ્રત્યક્ષ થઈ અને દેવીએ તેમને કહ્યું કે “હે વત્સ ! તારા બાલ્યકાળથી સારસ્વત કલ્પથી કરેલા મારા ધ્યાનથી હું તારા ઉપર પ્રસન્ન થઈ છું અને પૂર્વે કાલિદાસ આદિ મારી ભક્તિથી કવિ થયા તેમ તું પણ થઈશ. અને બાલચન્દ્ર કહે છે કે “આ પ્રમાણે વાગેવતાનો આશીર્વાદ પામીને વસ્તુપાલની કીર્તિ ગાવાનું સાહસ હું કરું છું.” વિના સંકોચે કહી શકાય કે આ પહેલાં સોમેશ્વર, અરિસિંહ અને ઉદયપ્રભ જેવા કવિઓએ વસ્તુપાલના જીવનને મહાકાવ્યનો વિષય બનાવ્યા છતાં એ જ વસ્તુ લઈને ચોથા મહાકાવ્યની રચના બાલચન્દ્ર સફળ રીતે કરે છે. એની વાણીમાં વિશિષ્ટ કવિતાનો આવેલ છે, જે પામંત્રી વાયડા વણિક જ્ઞાતિનો હતો અને વિદ્યા તથા સાહિત્યના શોખીન અણહિલવાડના એક સમૃદ્ધ કુટુંબમાં તેનો જન્મ થયો હતો. પદ્મને રાજા વીસલદેવ તરફથી શ્રીકરણમુદ્રા પ્રાપ્ત થઈ હતી. પદ્મ એક કવિ પણ હતો અને રોજ નવાં નવાં સ્તોત્રો રચીને તે તીર્થંકરની સ્તુતિ કરતો હતો. અમરચંદ્ર અને ગૌરગુણ નામે એક પંડિત વચ્ચે પદ્મમંત્રી સમક્ષ વાદવિવાદ થયો હતો, અને તેમાં અમરચન્દ્રના વિજયની માન્યતા રૂપે પામંત્રીએ તેમને જયપત્ર તથા “બ્રહ્મન્દુ બિરુદ આપ્યું હતું. પાટણમાં પંચાસરા પાર્શ્વનાથના મંદિર પાસે ટાંગડિયાવાડમાં, જૈન મન્દિરમાં, પંડિત મહેન્દ્રના શિષ્ય મદનચન્દ્ર સં૧૩૪૯ (ઈ.સ. ૧૨૯૩)માં પ્રતિષ્ઠિત કરાવેલી અમરચન્દ્રની સુન્દર મૂર્તિ છે. વિક્રમની ચૌદમી સદીની પહેલી પચીસીમાં અમરચન્દ્રનું અવસાન થયું તે પછી ટૂંક સમયમાં એમની મૂર્તિ પ્રતિષ્ઠિત થઈ. એ એમની ખ્યાતિ દર્શાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org