________________
યોગ, અનુયોગ, મંત્રયોગ
દુઃખ હોય છે, અવિદ્યા હેયનું કારણ છે, દુઃખનો આત્યંતિક નાશ હાન છે અને વિવેક ખ્યાતિ એ હાનનો ઉપાય છે.
માનસશાસ્ત્ર અને યોગ આજના માનસશાસ્ત્રમાં જેને Impulses કહે છે તેને પ્રાચીનોએ “વેગ” તરીકે વર્ણવ્યા છે અને ક્યા વેગોને રોકવા અને કયારે નહિ એ વિષે પણ સૂક્ષ્મ માહિતી આપી છે. આજકાલ Instincts દ્વારા ભિન્ન મનોવૃત્તિઓનું વિધાન થાય છે, તેને પ્રાચીન આચાર્યોએ સૂક્ષ્મ વાસનાઓ ગણી છે. એ બાબતમાં પ્રાચ્ય અને નવીન માનસશાસ્ત્રીઓ વચ્ચે મૂળભૂત ભેદ છે. એક તરફ યોશ્ચિત્તવૃત્તિનિરોધ: કહેનાર પતંજલિ જેવો મહાયોગી અને ચિત્તક છે; બીજી તરફ ચિત્તવૃત્તિઓનું દમન કરવાથી માનસિક રોગો પેદા થાય છે અને કામેષણાવાદ જ ઇષ્ટ છે એમ કહેનાર સિગમંડ ફ્રોઈડ યંગ અને તેના અનુયાયીઓ છે તથા આધુનિક સમયમાં એવા ભારતીય ઉપદેશકો પણ છે. ભારતની પ્રાચીન વિચારધારામાં ચિત્તવૃત્તિઓના નિરોધ ઉપરાંત યમ, સંયમ, નિયમ, દપ આદિને અગત્યનું સ્થાન છે; માનસિક રોગોની ચિકિત્સામાં જ્ઞાન, વિજ્ઞાન, ધૈર્ય, સ્મૃતિ અને સમાધિ ઉપરાંત દૈવવ્યપાશ્રય ચિકિત્સા, સૂચવાયેલાં છે, કેમકે રજસ અને તમસ દૂર થાય નહિ ત્યાં સુધી માનસ રોગો મટતા નથી. “સખ્તાવજ્ય' અર્થાતુ અહિત પદાર્થોમાંથી મને ખેંચી લેવું એટલે કે મનોનિગ્રહને ત્રિવિધ ઔષધોમાં સ્થાન છે (ચરક, સૂ.૧૧). અગાઉ કહ્યું તેમ, આયુર્વેદના મૂલગ્રન્થોમાં નાડીતંત્ર છે જ નહિ. પણ હઠયોગીઓએ નાડીતંત્રનો ઊંડો અભ્યાસ કર્યો છે. એમના ગ્રન્થોમાં તથા યોગીઓએ રચેલાં, ભારતની લોકભાષાઓનાં ભજનોમાં સુષુમ્મા (Spinal Chord) DOLCLL (Right Sympathetic Trunk), (Left Sympathetic Trunk), સહસ્ત્રાર ચક્ર (Gurebrum) વગેરેના ઉલ્લેખો વારંવાર આવે છે, પણ યોગીઓ મોક્ષ માટે દત્તચિત્ત હતા, એમનો ઉદેશ ચિકિત્સા નહોતો; આથી એમના અનુભવનો સીધો લાભ ચિકિત્સાને મળ્યો નહિ. આ કારણે આયુર્વેદમાં નિદ્રાપ્રદ અને દુઃખનિવારક દવાઓ (Tranquilizers) નથી. ઔષધ લેનારને ચરક કહે છે
विधूय मानसान् दोषान् कामादीनशुभोदयान् ।
एकाग्रमनसा पीतं सभ्यग् योगाय कल्पते ॥ કામ, ક્રોધ, લોભ આદિ વિકારોથી ઉત્પન્ન થતા માનસ દોષને ફેંકી દઈ, મનને એકાગ્ર કરી પીધેલું ઔષધ સમ્યક યોગમાં પરિણમે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org