Book Title: Yoga Anuyoga ane Mantrayog
Author(s): Bhogilal J Sandesara
Publisher: B J Institute
View full book text
________________
યોગ, અનુયોગ, મંત્રયોગ
એક સંસ્કૃત સુભાષિતમાં જપનું માહાભ્ય વર્ણવતાં કહ્યું છે
जकारात् जन्मविच्छेदः पकार: पापनाशकः ।
तस्मात् जप इति प्रोक्तो जन्मपापविनाशकः ॥ (‘જ કાર વડે જન્મનો અર્થાત્ પુનર્જન્મનો વિચ્છેદ ઉદ્દિષ્ટ છે અને “પકાર પાપનાશક છે; તેથી “જપને પુનર્જન્મ અને પાપનો વિનાશક કહ્યો છે.)
મહાભારતના અનુશાસન પર્વમાં, બાણશય્યા ઉપર સૂતેલા ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને ઉપદેશ આપે છે. એ ઉપદેશનો એક ખંડ “ભીખાનુસ્મૃતિ' તરીકે વિખ્યાત છે. એમાં જપના મહત્ત્વ વિષે કહ્યું છે–
नमो नारायणायेति ये विदुब्रह्म साश्वतम् । अन्तकाले जपात् यान्ति तद् विष्णोः परमं पदम् ॥
સંવાદ જોવા જેવો છે
अहं चरे भिक्खु वयं जयामो पावाइ कम्माइं पुणोल्लयामो । अक्खाहि नो संजय जक्खपूइया कहं सुजटुं कुसला वयंति ॥ सुसंयुडो पंचिहि संवरेहिं इह जीवियं अणवकंखमाणा । वोसट्ठकाओ सुइ चत्तदेहो महाजयं जयति जन्नसिढें ॥ के ते जोई के ते जोइठाणे का ते सुया कं च ते कारिसंगं । एहा य ते कयरा संति भिक्खू कयरेण होमेण हुणासि जोइं ॥ तवो जोईजीवो जोइठाणं जोगा सुया सरीरं कारिसंगं ।
कम्मेहा संजमं जोगसंती होमं हुणामि इसिणं पसत्थं ॥ (બ્રાહ્મણો:)હે ભિક્ષુ અમે કેવી રીતે યજ્ઞ કરીએ? પાપકર્મોને કેવી રીતે દૂર કરીએ? હે યજ્ઞપૂજિત સંયમી ! કુશલ પુરુષો કેવા યજ્ઞને સારો યજ્ઞ કહે છે, એ અમને કહો.
(મુનિ:)પાંચ સંવર-મહાવ્રતો વડે સંવૃત-સુરક્ષિત, આ જીવનની પણ આકાંક્ષા નહિ રાખનાર, કાયોત્સર્ગ કરનાર, શુચિ અને દેહની આસક્તિથી રહિત પુરુષ મહાવિજથી શ્રેષ્ઠ યજ્ઞ આદરે છે.
(બ્રાહ્મણો:)તમારો યજ્ઞ કયો છે? અગ્નિસ્થાન કયું છે? સુચાઓ - કડછીઓ કઈ છે? છાણાં ક્યાં છે ? ઇંધણાં ક્યાં છે ? એ અગ્નિમાં તમે કયો હોમ કરો છો ?
(મુનિ:)તપ એ અગ્નિ છે, જીવાત્મા અગ્નિસ્થાન છે, (મન, વચન અને કાયાનો) યોગ કડછી છે; શરીર એ તારૂપી અગ્નિ સળગાવવાનું સાધન છે, કર્મરૂપી ઇંધણાં છે. એ પ્રમાણે ઋષિઓએ વખાણેલો સંયમ, યોગ અને સાત્તિરૂપી હોમ હું કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108