________________
૩. મંત્રયોગ
લ્પ
અને વિધિવિધાનના નિષ્ણાતોમાં પ્રસિદ્ધ છે. એ બતાવે છે કે આ વિષયોના, તત્કાલીન ગુજરાતમાં વીરવિજયજી શ્રેષ્ઠ જ્ઞાતા ગણાતા હતા. તેઓ પદ્માવતી અને સરસ્વતીના આરાધક હતા, અને રક્ત-પદ્માવતીની પૂજા કરતા હતા. રક્તપદ્માવતીની પૂજાનો મંત્ર આ પ્રમાણે છે- ૐ ઢ વ નું સઃ त्रिभुवनक्षोभिणी त्रिभुवनमोहिनी ही श्री रक्तपद्यावती नमः । - વીરવિજયજીની મંત્ર સિદ્ધિ વિષે આવી વાયકા પ્રચલિત છેઃ સં.૧૮૯૯ (ઈ.સ.૧૮૪૩)માં અમદાવાદથી પંચતીર્થીનો એક સંઘ નીકળ્યો, જેમાં વીરવિજયજી પણ હતા. ગુજરાતની સરહદ વટાવી કે તુરત કૉલેરા ફાટી નીકળ્યો અને સંઘના લોકો જ્યાં ફાવ્યું ત્યાં વીખરાઈ ગયા. જે લોકો વીરવિજયજીની સાથે રહ્યા તેઓ બધા સલામત અમદાવાદ પાછા આવ્યા. પાછા વળતાં દરેક મુકામે યાત્રિકોના પડાવની પ્રદક્ષિણા કરીને વીરવિજયજી મંત્રેલું જળ છાંટતા. તેમનો સ્વર્ગવાસ સં.૧૯૦૮ (ઈ.સ.૧૮૫ર)માં થયો હતો.
જપયજ્ઞ ઈષ્ટદેવનું નામસ્મરણ જગતના સર્વધર્મોમાં છે. નામસ્મરણ અથવા પોતાને મનગમતા મંત્ર કે સ્તોત્રનું પુનરાવર્તન-અભ્યાસ એ જપ. નામસ્મરણ કે સંકીર્તન મોટેથી થાય, ધીરે સ્વરે થાય અથવા મનમાં પણ થાય. હિન્દુઓમાં જપમાલા અથવા મોટા મણકાવાળો બેરખો, મુસલમાનોમાં તસબી, ખ્રિસ્તીઓમાં “રોઝરી' અને મહાયાન બૌદ્ધોમાં પ્રાર્થનાચક્ર એ નામસ્મરણ અથવા મંત્ર જપના સાધનરૂપ છે. જૈન ધર્મ તત્ત્વતઃ જગત્કર્તા ઈશ્વરમાં માનતો નથી, પણ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને લોકમાં સર્વ સાધુઓ એ પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરતો નમસ્કાર મંત્ર નવકાર મંત્ર જૈન ધર્મમાં સર્વોત્તમ સ્થાને છે, અને એથી જૈનોમાં જપમાળાને “નવકારવાળી' કહેવામાં આવે છે.
ગીતાના દસમા અધ્યાય “વિભૂતિયોગમાં શ્રીકૃષ્ણ પોતાની વિભૂતિઓ વર્ણવતાં કહે છે–
महर्षीणां भृगुरहं गिरामस्येकमक्षरम् ।
यज्ञानां जपयज्ञोडस्मि स्थावराणां हिमालयः ॥ (અર્થાત મહર્ષિઓમાં ભૃગુ હું છું, વાણીમાં એક અક્ષરનો ૐકાર હું છું, યજ્ઞોમાં જપયજ્ઞ હું છું તથા સ્થાવરોમાં હિમાલય હું છું.)
૪. “ઉત્તરાધ્યયન સૂત્ર'ના બારમા અધ્યયન (ગાથા ૪૦-૪૨-૪૩-૪૪)માં યજ્ઞ કરનાર બ્રાહ્મણો અને જૈન મુનિ હરિકેશ બલ (જે પૂર્વાશ્રમમાં ચાંડાલ હતા) એ બે વચ્ચેનો યજ્ઞવિષયક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org