Book Title: Yoga Anuyoga ane Mantrayog
Author(s): Bhogilal J Sandesara
Publisher: B J Institute
________________
૩. મંત્રયોગ
આનંદ ઘનજીનો પોતાના ઉપર પડેલો પ્રભાવ પણ યશોવિજયજીએ વર્ણવ્યો છે–
એરિ આજ આનંદ ભયો મેરે, તેરો મુખ નિરખ નિરખ; રોમ રોમ શીતલ ભયો અંગોઅંગ. શુદ્ધ સમજણ સમતારસ ઝીલત, આનંદઘન ભયો અનંત રંગ–એરિ. એસી આનંદદશા પ્રગટી ચિત્ત અંતર, તાકો પ્રભાવ ચલત નિરમલ ગંગ, વાહી ગંગ સમતા દોઉ મિલ રહે,
જશવિજય ઝીલત તાકે સંગ–એરિ. અને મસ્ત યોગી આનંદઘનના આનંદમય વ્યક્તિત્વને મહામનીષી યશોવિજયજી અહોભાવપૂર્વક વર્ણવે છે–
આનંદઘન કે સંગ સુજસ હી મિલે જબ તબ આનંદઘન સમ ભયો સુજસ, પારસસંગ લોહા જો ફરસત,
કંચન હોત હી તાકે કસ. પોતાની અનેક રચનાઓમાં પરમાનંદ, પૂર્ણાનંદઘન, ચિદાનંદ, સહજાનંદ, ચિકૂપાનંદ આદિ શબ્દો મૂકીને યશોવિજયજીએ આનંદઘનજી સાથેના પોતાના વિરલ આધ્યાત્મિક સંગનું સ્મરણ તાજું રાખ્યું છે.
ગુરુતત્ત્વવિનિશ્ચય'એ યશોવિજયજીનો આઠ હજાર શ્લોક પ્રમાણનો મોટો ગ્રન્થ છે. મૂલ ગ્રન્થ પ્રાકૃત ગાથામાં છે અને તે ઉપરની સ્વોપજ્ઞ ટીકા સંસ્કૃતમાં છે. પહેલી ગાથામાં એમણે શંખેશ્વર પાર્શ્વનાથને નમસ્કાર કર્યા છે અને બીજી ગાથામાં તેમણે નીચે પ્રમાણે ગુરુમહિમા વર્ણવ્યો છે–
गुरुआणाए मुक्खो गुसम्पसाया उ अट्ठसिद्धीओ।
गुरुभत्तीए विज्जासापलं होइ णियमेणं ।। એની સંસ્કૃત ટીકામાં તેઓ આ ગાથાનો ભાવાર્થ આમ સમજાવે છે–
શુદ્ધ સામાચારીલક્ષણવાળી ગુરુ આજ્ઞાથી સર્વકર્મક્ષય જેનું લક્ષણ છે એવો મોક્ષ થાય છે; ગુરુપ્રસાદથી અણિમાદિ અષ્ટ સિદ્ધિઓનો પ્રાદુર્ભાવ થાય છે અને ગુરુભક્તિથી કાર્યસિદ્ધિ રૂપી વિદ્યાનું સાફલ્ય થાય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106 107 108