________________
૩. મંત્રયોગ
પાર્શ્વનાથ મંત્ર' ('ત્રિભુવનવિજયપતાકા મંત્ર')ના નિર્દેશો પણ છે. શ્લોક ૧૭ ઉપરની અવચૂરિમાં મંત્રોદ્ગાર નોંધપાત્ર છે
ॐ सच्चं भासइ अरिहा सच्चं भासइकेवली भयवं । एएण सच्चवाएण एअं निमित्तं मा वभिचरउ स्वाहा ॥
મેઘવિજય ઉપાધ્યાય આચાર્ય હીરવિજયસૂરિની પરંપરામાં ઈ.સ.૧૭00 આસપાસ ઉપાધ્યાય મેઘવિજય થયા. તેઓ સાહિત્ય અને વ્યાકરણમાં પ્રવીણ હતા તે સાથે તેમણે અધ્યાત્મ, જ્યોતિર્વિદ્યા અને તંત્રનું પણ ઊંડું અવગાહન કર્યું હતું. વિવિધ વિષયોના તેમના અનેક ગ્રન્થો છે; વ્યાકરણના કઠિન ગ્રન્થો અને “સપ્તસંધાન” જેવા ચમત્કારિક કાવ્ય ઉપરાંત પૂર્ણભદ્રના પંચાખ્યાનનો “પંચાખ્યાનોધ્ધાર' નામથી સરલ સંક્ષેપ તેમણે કર્યો છે. પોતાના પ્રત્યેક ગ્રન્થનો આરંભ તેઓ % $ 8 વત્ન નમ: એ મંત્રથી કરતા.
જયોતિષશાસ્ત્રમાં ‘ઉદયદીપિકા' તેમણે શ્રાવક મદનસિંહ સાથેના પ્રશ્નોત્તરરૂપે લખી છે; તેમાં પ્રશ્નફલ કાઢવાનો વિધિ છે. “વર્ષપ્રબોધ' અથવા મેઘમહોદય' નામે ગ્રન્થના ૧૩ અધિકાર અને ૩૫૦૦ શ્લોકમાં ઉત્પાતપ્રકરણ, કપૂરચક્ર, પદ્મિની ચક્ર, મંડલપ્રકરણ, સૂર્ય અને ચંદ્રના ગ્રહણનું ફળ, પ્રત્યેક માસમાં વાયુનો વિચાર, વૃષ્ટિ લાવવાના અને બંધ કરવાના મંત્રયંત્ર, આઠ સંવત્સરોનાં ફલ, ગ્રહોની રાશિઓ ઉપર ઉદય અસ્ત અથવા વક્રીનું ફળ, અયન માસ પક્ષ અને દિનનો વિચાર, સંક્રાન્તિફલ, આય અને વ્યયનો વિચાર, વરસાદ જાણવાના શકુન આદિ તેમાં છે. વળી વીસા યંત્ર (વીસ અંકનો યંત્ર), અર્જુન પટલ અથવા વિજયયંત્ર, સર્વતોભદ્ર અને બીજા યંત્ર અને મંત્રો પણ એમાં છે, પ્રસ્તુત “મેઘમહોદય” તેમજ “રમલશાસ્ત્ર' એ બે ગ્રન્થો તેમણે પોતાના શિષ્ય મેરુવિજય માટે રચ્યા છે. પાસા ફેંકીને ભવિષ્ય કથનનું રમલશાસ્ત્ર આરબો દ્વારા ભારતમાં આવ્યું છે, પણ બીજા કોઈ જૈન સાધુએ એ વિષે ભાગ્યેજ ગ્રન્થરચના કરી છે; જોકે જૈન ગ્રન્થભંડારોમાં રમલ વિષે નાનકડી કૃતિઓ તથા પ્રકીર્ણ પાનાં અનેક મળે છે, એટલે જૈન પરંપરામાં રમલશાસ્ત્રનો વ્યાસંગ તો ચાલુ હતો. હસ્તસંજીવન' નામે પરપ શ્લોકના સંક્ષિપ્ત ગ્રન્થમાં મેઘવિજયજીએ હસ્તરેખા ઉપર ફલાદેશ બતાવ્યા છે; એનું બીજું નામ “સિદ્ધજ્ઞાન છે અને તે ઉપર તેઓએ સ્વોપજ્ઞ વૃત્તિ રચીને એનું વિવરણ અને સ્પષ્ટીકરણ કર્યું છે. મંત્રશાસ્ત્ર ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org