________________
૩. મંત્રયોગ
૮૯
ચન્દ્રસૂરિ અને સાગરચન્દ્રસૂરિ પાર્ષદેવગણિ, જે આચાર્ય થયા પછી ચન્દ્રસૂરિ તરીકે ઓળખાયા, તેઓ આગમશાસ્ત્રો અને પ્રમાણશાસ્ત્રના વિદ્વાન હોવા ઉપરાંત મંત્રયોગી પણ હતા. ભદ્રબાહુસ્વામીકૃત “ઉપસર્ગહર સ્તોત્ર ઉપર તથા પાર્શ્વનાથની શાસનદેવીના સ્તોત્ર “પદ્માવતી અષ્ટક' ઉપર પદ્માવતી દેવીનો મંત્ર તેમણે નીચે પ્રમાણે આપ્યો છે– ૩ $ હૃવત્ની ની તેવી પાવતી નમ:I (મંત્રાધિરાજ ચિત્તામણિ', પૃ. ૨૬૪)
ચન્દ્રસૂરિ તેમજ સાગરચન્દ્રસૂરિ બંને બાલચન્દ્રસૂરિના વડીલ સમકાલીનો હતા. સાગરચન્દ્રસૂરિએ કમઠના “મંત્રાધિરાજ ઉપર “મંત્રાધિરાજ કલ્પ' નામે પાંચ પટલમાં ટીકા રચી છે; એમાં પાર્શ્વનાથની પૂજાવિધિ, યંત્ર, વિદ્યાદેવીઓ, શાસનયક્ષો અને શાસનયણિીઓની પૂજા, ષટ્કર્મ અને અન્યોન્ય મંત્રો છે. એની પુષ્યિકામાં કર્તા કહે છે કે પતંગિરા અને બીજી વિદ્યાઓ વિષેના નવ કલ્પોમાંનો આ એક છે. આ ગ્રન્થના ચોથા પટલમાં તેઓ કહે છે કે તેમણે અનેક પ્રાચીન કલ્પોનો સાર આપ્યો છે.
' ધર્મઘોષસૂરિ અને સોમપ્રભસૂરિ ધર્મઘોષસૂરિ એ અમરચન્દ્ર અને બાલચન્દ્રના લઘુવયસ્ક સમકાલીન હતા અને તેમને સં.૧૩૨૭ (ઈ.સ. ૧૨૭૧)માં આચાર્યપદ મળ્યું હતું. મંત્રી પૃથ્વીધર અથવા પેથડની આર્થિક સ્થિતિ સામાન્ય હતી, પણ તે આચાર્ય પાસે પોતે એક લાખ દ્રમ્મ કરતાં વધારે મૂડી નહિ રાખે, એવું પરિગ્રહ-પરિમાણનું વ્રત લેવા ગયો હતો. પરનું ભવિષ્ય વેત્તા આચાર્યો અને તે વ્રત આપ્યું નહિ; પેથડ કોટ્યાધીશ થયો. માંડવગઢ (માંડુ)ના રાજાનો મંત્રી થયો અને તેણે ધાર્મિક તથા સમાજ સેવાનાં કાર્યોમાં ભારે ધનવ્યય કર્યો.
ધર્મઘોષસૂરિના શિષ્ય સોમપ્રભસૂરિ આચાર પાલનમાં પોતાના ગુરુ કરતાં વધારે ચુસ્ત હતા. ગુરુએ મંત્રવિદ્યાનો એક ગ્રન્થ તેમને સુપ્રત કર્યો, પણ એ સ્વીકારવાની તેમણે ના પાડી ! દિગંબર આમ્નાયમાં પણ એવી ઘટનાઓ બની છે કે જેમાં શિષ્ય શિથિલાચાર માટે ગુરુને પ્રાયશ્ચિત્ત આપ્યું હોય અને ગુરુએ તે સ્વીકાર્યું હોય. પણ એનો વિસ્તાર અહીં શક્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org