________________
૯૦
અંચલગચ્છ અને તપાગચ્છના મુનિસુન્દરસૂરિ
ઈસવીસનના ચૌદમા-પંદરમા સૈકામાં થયેલા, અંચલ ગચ્છના મુનિસુન્દરસૂરિ વિવિધ વિદ્યાઓ અને સાહિત્યના પ્રવીણ જ્ઞાતા તથા કવિ હતા, પણ પ્રસ્તુત વિષયમાં તેમનો ‘સૂરિમંત્રકલ્પ-સારોદ્વાર’ અને ‘પદ્માવતીકલ્પ’ એ બે ગ્રન્થો મહત્ત્વના છે; એ બતાવે છે કે તેઓ માંત્રિક પણ હતા.
યોગ, અનુયોગ, મંત્રયોગ
તપા ગચ્છના મુનિસુન્દરસૂરિ પણ એ જ સમયમાં થઈ ગયા. નવસ્મરણ પૈકી મંત્તિનું સ્તોત્રના કર્તા તરીકે તેઓ પ્રસિદ્ધ છે. એ સ્તોત્રની બારમી ગાથામાં મુનિસુન્દરસૂરિનો સ્પષ્ટ ઉલ્લેખ છે
एवं सुदिट्ठिसुरगणसहिओ संघस्य संतिजिणचंदो । मज्झवि करेउ रक्खं मुणिसुंदरसूरि थुअमहिमा ||
મુનિસુન્દરસૂરિએ સૂરિમંત્રની સાધના ચોવીસવાર કરી હતી. તેઓ સૂરિમંત્રના મોટા ઉપાસક હતા, એ નિશ્ચિત છે. ‘સંતિકર’ સ્તોત્રમાં તેમણે વિઘ્નનિવારણ માટે તીર્થંકર શાન્તિનાથનું તથા સૂરિમંત્રપીઠની પાંચ દેવીઓ વાણી અથવા સરસ્વતી, ત્રિભુવનસ્વામિની, શ્રીદેવી અથવા લક્ષ્મી, યક્ષરાશી અને ગણિપિટકા તેમજ શાસનદેવીઓ, યક્ષો અને યક્ષિણીઓ, ગ્રહો, દિક્કુમારિકાઓ, ઇન્દ્રો, વિદ્યાદેવીઓ, વ્યંતરો અને યોગિનીઓનું આવાહન કર્યું છે. એની એક પુષ્પિકામાં ઉલ્લેખ છે કે કર્તાએ તપાગચ્છીય ગુરુ સોમસુન્દરસૂરિની કૃપાથી મેળવેલી ગણધરવિદ્યાનો પ્રયોગ આ સ્તોત્રની રચનામાં કર્યો છે. પટ્ટાવલિઓ અનુસાર, મુનિસુન્દરસૂરિ સહસ્રાવધાની હતા અને એમનો શ૨ી૨વર્ણ શ્યામ હોઈ કાલી સરસ્વતી તરીકે પણ ઓળખાતા હતા.
શુભસુન્દરગણિ
Jain Education International
શુભસુન્દરગણિ એ મુનિસુન્દરસૂરિના લઘુવયસ્ક સમકાલીન હતા અને તેઓ વિ.સં. ૧૪૩૬ (ઈ.સ.૧૩૮૦) થી સં. ૧૫૧૭ (ઈ.સ.૧૪૬૧) સુધી વિદ્યમાન હતા. તેમણે માંત્રિક પદ્ધતિએ ‘દેલવાડામંડન શ્રીઋષભ જિનસ્તોત્ર' રચ્યો છે; એમાં યંત્રો તથા ઔષધિઓના ઉલ્લેખ છે. એના પચીસમા શ્લોકમાં મુનિસુન્દર અને લક્ષ્મીસાગર એ બે સમકાલીનોનો નિર્દેશ છે. એ મંત્રની અવસૂરિ શુભસુન્દરગણિએ પોતે લખી છે; એમાં જૈનેતર લૌકિક મંત્રો અને શાબરમંત્રોનો પણ સમાવેશ થાય છે, એ બતાવે છે કે આ વિષયમાં વિવિધ ભારતીય અનુગમો વચ્ચે કેવું આદાનપ્રદાન થયું છે. વળી એમાં ‘પંચાંગુલિદેવીમંત્ર’ તથા ‘અટ્ટે મ
For Private & Personal Use Only
-
www.jainelibrary.org