Book Title: Yoga Anuyoga ane Mantrayog
Author(s): Bhogilal J Sandesara
Publisher: B J Institute

Previous | Next

Page 95
________________ ૮૮ યોગ, અનુયોગ, મંત્રયોગ એની રચનાને એક આગવું વ્યક્તિત્વ અર્પે છે. સરસ્વતીની કૃપાથી કાવ્યરચનાશક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય, એ પ્રક્રિયા વર્ણવતાં બાલચન્દ્ર કહે છે ज्योतिष् तडिद्दण्डवती सुषुम्णाकादम्बिनी मूर्ध्नि यदाभ्युदेति । विशारदानां रसनाप्रणाली तदा कवित्वामृतमुद्गृणाति । (પ્રકાશમાન વિદ્યુત - દંડવાળી સુષુમ્માનાડી જયારે મસ્તિષ્ક સુધી પહોંચે છે ત્યારે વિશારદોની રચનામાંથી કવિત્વરૂપી અમૃત નીકળે છે.) યોગશાસ્ત્ર પ્રમાણે પ્રાણવાહક ત્રણ નાડીઓ પૈકી વચલી નાડી તે સુષમ્યા. બીજી બે નાડીઓ ઇડા (ઇંગલા) અને પિંગલાદ્વારા સામાન્યતઃ પ્રાણ પ્રવાહ ચાલે છે, પણ પ્રાણ જ્યારે સુષુમ્મામાં પ્રવેશ કરે છે ત્યારે કુંડલિની જાગૃત થતાં સાધકને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. “સુષુષ્ણા', આથી, “બ્રહ્મનાડી' પણ કહેવાય છે, (“સુખમના તેનું અપભ્રષ્ટ રૂપ છે) અને તેના પર્યાયવાચક શબ્દો છે-શૂન્ય પદવી, બ્રહ્મરંધ, મહાપથ, મશાન, શાંભવી, મધ્યમાર્ગ, બ્રહ્મનાડી આદિ (“સંતસાહિત્ય શબ્દકોશ, પૂ.૫૧૪). ‘ઈડા” અથવા “ઇંગલા એ પ્રાણ વહન કરનારી જમણી બાજુની નાડી છે. “ઇડાનું પ્રતીક ગંગા છે, જ્યારે પિંગલાનું પ્રતીક યમુના છે. જુઓ જ્યાં ગંગા જમુના સરસ્વતી ઝરમરતી રે શિર સતગુરુ સંત પરતાપ વરતી ઠરતી રે (સંતરામ મન્દિર, નડિયાદ પ્રકાશિત ‘પદ', ૧૭૪) અપ્રગટ રહેલી સુષુણ્ણા નાડીનું પ્રતીક સરસ્વતી છે. બાલચન્દ્રસૂરિ મંત્રયોગી હતા, એમાં શંકા નથી. તેમણે ૨૫ શ્લોકના એક સ્તોત્રરૂપે “પ્રત્યંગિરા કલ્પની રચના કરી છે અને એના છેલ્લા શ્લોકમાં તેઓ પોતાનો સ્પષ્ટ નામોલ્લેખ કરે છે श्रीमान् बालकविः कृती त्रिभुवने चंद्रः कलासंपदा विख्याते रचयांचकार यदिदं दिव्यागमोक्तक्रमात् । स्तोत्रं तत् पठतां विनम्रमनसां प्रत्यंगिरा प्रत्यहं संतुष्टाखिलसंपदः प्रकुस्ते सर्वाश्च हंत्यापदः ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108