Book Title: Yoga Anuyoga ane Mantrayog Author(s): Bhogilal J Sandesara Publisher: B J InstitutePage 91
________________ ૮૪ યોગ, અનુયોગ, મંત્રયોગ આચાર્ય હતા એના મૂળ સ્થાન થારાપક અથવા થરાદમાં મોકલ્યા અને ત્યાં આદિનાથના ચૈત્યમાં મૂલનાયકની ડાબી બાજુએ એક દેવકુલિકા કરાવી તથા એક મોટો રથ કરાવ્યો. ભોજરાજના આશ્રિત કવિ ધનપાલની “તિલકમંજરી' કથાનું પણ તેમણે સંશોધન કર્યું. રાજા ભીમદેવના આગ્રહથી તેઓ પાછા પાટણ આવ્યા ત્યારે જિનદેવ નામે શ્રેષ્ઠીના પા નામે પુત્રને સર્પદંશ થયો હતો; તે મૃતપ્રાય: હતો; એને અમૃત તત્ત્વનું સ્મરણ કરીને શાન્તિસૂરિએ વિષમુક્ત કર્યો હતો, એમ પ્રભાવકચરિત' લખે છે. ચૈત્યવાસી યતિઓ અને સુવિહિત સાધુઓના સંપર્ક અને સંઘર્ષના પ્રસંગો શાન્તિસૂરિના જીવનમાં પણ છે. પોતાના ચૈત્યમાં રહીને તેઓ પોતાના અનેક શિષ્યોને બૌદ્ધ તર્કશાસ્ત્રના દુર્ગમ પ્રમેયો (પ્રખેવા દુષ્પરિચ્છેદ્યા વીદ્ધતર્વસમુદ્રમવાદ) શીખવતા હતા ત્યારે મારવાડથી મુનિચંદ્રસૂરિ નામે એક સાધુ ચૈત્યપરિપાટી અર્થાત બધાં જૈન મન્દિરોમાં વંદન કરવા માટે પાટણમાં આવ્યા હતા. પુસ્તક વિના શાન્તિસૂરિના ચૈત્યમાં દસ દિવસ સુધી બેસીને મુનિચન્દ્રસૂરિએ બધો પાઠ સાંભળી – સમજી લીધો. શાન્તિસૂરિના કોઈ શિષ્ય એ દુર્ગમ પાઠ સમજાવી શક્યા નહિ, તે મુનિચન્દ્રસૂરિએ સમજાવ્યો. શાન્તિસૂરિએ પોતાની પાસે રહીને પ્રમાણશાસ્ત્રનો ભણવાનો આગ્રહ કરીને મુનિચંદ્રસૂરિને કહ્યું કે “આ નશ્વર દેહનો લાભ તું લઈ લે”. મુનિચંદ્ર બોલ્યા કે “સ્થાનના અભાવે મારે રહેવું ક્યાં ?” એનો અર્થ એ થયો કે ચૈત્યવાસીઓના પ્રાબલ્યને કારણે સુવિહિત સાધુઓ માટે પાટણમાં રહેવું મુશ્કેલ હતું. શાન્તિસૂરિએ શ્રાવકોને આગ્રહ કરીને ટંકશાળના પાછળના ભાગમાં મુનિચન્દ્રને રહેવા યોગ્ય સ્થાન અપાવ્યું અને ત્યારથી પાટણમાં સુવિહિત સાધુઓનાં વસતિગૃહો અથવા ઉપાશ્રયો થયા. શાન્તિસૂરિના નિવાસસ્થાનનો “પ્રભાવકચરિત'માં બે વાર “મઠ' તરીકે ઉલ્લેખ છે, એ બતાવે છે કે તેઓ મઠાધીશ હતા. નવસ્મરણમાંના એક બૃહત્ શાન્તિસ્તોત્રની રચના શાન્તિસૂરિએ કરી હતી. શાન્તિસૂરિના સમકાલીન આચાર્ય સૂરાચાર્ય હતા. તેઓ ક્ષત્રિય હતા. એમના પિતા એમને નાના મૂકીને અવસાન પામ્યા હતા અને એમની માતાએ પોતાના ભાઈ દ્રોણાચાર્યને શિક્ષણ માટે તેમની સોંપણી કરી હતી. એ દ્રોણાચાર્ય પણ રાજા ભીમદેવના મામા હતા. સૂરાચાર્ય પ્રમાણશાસ્ત્ર અને અલંકારશાસ્ત્રના મોટા વિદ્વાન હતા, પણ ક્રોધી એવા હતા કે બરાબર અભ્યાસ નહિ કરતા શિષ્યોને મારતાં દરરોજ તેમના રજોહરણનો લાકડાનો એક દંડ ભાંગી જતો હતો. આથી તેમણે પોતાના સેવકને કહ્યું કે “મારે રજોહરણમાં લોઢાનો દંડ કરાવવો છે !” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108