Book Title: Yoga Anuyoga ane Mantrayog
Author(s): Bhogilal J Sandesara
Publisher: B J Institute

Previous | Next

Page 89
________________ ૮૨ યોગ, અનુયોગ, મંત્રયોગ મળી હતી. વિજયસેનસૂરિ અને વસ્તુપાલના કુટુંબનો સંબંધ પુરોહિત અને યજમાન વચ્ચે હોય એવો નિકટનો હતો. આ નિકટતા વર્ણવતો એક લાક્ષણિક પ્રસંગ “પ્રબન્ધ ચિન્તામણિ' (પૃ. ૧૦૪-૫)એ નોંધ્યો છે. તે લખે છેઃ “(તેજપાલની પત્ની) અનુપમાદેવીનું અવસાન થતાં તેજપાલના હૃદયમાં આરૂઢ થયેલી શોકગ્રન્થિ કેમેય દૂર થતી નહોતી; તેથી ત્યાં આવેલા વિજયસેનસૂરિ જેવા ઉત્તમ પુરુષે એને ટાઢો પાડ્યો, એટલે કંઈક ચેતના આવતાં (પોતાની નબળાઈ માટે) શરમાતા તેજપાલને સૂરિએ કહ્યું : “અમે આ પ્રસંગે તમારો દંભ જોવા આવ્યા છીએ.” ત્યારે વસ્તુપાલે પૂછ્યું “એ વળી શું?' એટલે ગુરુએ જવાબ આપ્યો “અમે બાળક તેજપાલ માટે ધરણિગ પાસે એની પુત્રી અનુપમાનું માગું કર્યું હતું અને પછી એ સંબંધ નક્કી થયો હતો. પણ એ કન્યા કદરૂપી છે એમ સાંભળીને એ સંબંધ તોડવા માટે ચન્દ્રપ્રભજિનના મન્દિરમાં પ્રતિષ્ઠિત ક્ષેત્રપાલને આઠ દ્રમ્મનો ભોગ ધરાવવાની માનતા તેજપાલે કરી હતી. હવે તે સ્ત્રીના વિયોગથી આ દુઃખી થાય છે; તો આ બે વાતમાં સાચું શું?” આ મૂલ સંકેતથી તેજપાલે પોતાના હૃદયને દઢ કર્યું." વિજયસેનસૂરિના શિષ્ય ઉદયપ્રભસૂરિ મોટા વિદ્વાન હતા. વ્યાકરણની તત્ત્વચર્ચાને લગતો “શબ્દબ્રહ્મોલ્લાસ' નામે “ગ્રન્થ' તેમણે રચ્યો હતો, જે અધૂરો જ મળે છે. “આરંભસિદ્ધિ' નામે, જ્યોતિષશાસ્ત્રનો એમનો ગ્રન્થ જાણીતો. વસ્તુપાલની એક સંઘયાત્રાનું અને સાથે નેમિનાથ ચરિત્રનું વર્ણન કરતું, એમનું મહાકાવ્ય “ધર્માલ્યુદય” અથવા “સંઘપતિચરિત્ર” સં.૧૨૦ (ઈ.સ.૧૨૩૪)માં વસ્તુપાલના પોતાના હસ્તાક્ષરોમાં નકલ થયેલું, ખંભાતના ગ્રન્થ-ભંડારમાં છે. વસ્તુપાલ-તેજપાલે બાંધેલાં મદિરોનાં શિલાલેખરૂપ પ્રશસ્તિકાવ્યોમાંના કેટલાંક ઉદયપ્રભસૂરિની રચના છે. મહારાષ્ટ્રમાંથી ચાચરિયાક નામે કથાકાર આવ્યો હતો અને એની રામાયણ કથા સાંભળવા માટે રાત્રે લોકો મોટી સંખ્યામાં જતા હતા. (ચાચરિયાક એ વિશેષનામ નહિ હોય પણ “ચાચર-ચત્વર-ચોગાનમાં કથા ૧. યજમાનના પુત્ર કે પુત્રીના સગપણ કે લગ્નનું નક્કી કરવા માટે ગોર કે પુરોહિત થાય, એના જેવો આ પ્રકાર થયો. વસ્તુપાલની સંઘયાત્રા અને વાસક્ષેપનો વિધિ કરવા માટે પોતાના માતૃપક્ષે ગુરુ નચંદ્ર સૂરિને (એમનું “નારચંદ્ર જયોતિષ' પ્રસિદ્ધ છે) વસ્તુપાલે વિનંતી કરી ત્યારે તેમણે એ આશયનો ઉત્તર આપ્યો કે “તમારા કુલગુરુ વિજયસેનસૂરિ એ વિધિ કરે એ ઉચિત છે પરિણામે વિજયસેનસૂરિ અને તેમના શિષ્ય ઉદયપ્રભસૂરિને મારવાડથી ખાસ નિમંત્રણ આપી તેડાવવામાં આવ્યા હતા. વિજયસેનસૂરિએ અપભ્રંશ કાવ્ય “રેવંતગિરિ રાસુ” રચ્યું છે; અને સમકાલીન કવિપંડિતોએ એમના કવિત્વની પ્રશંસા કરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108