Book Title: Yoga Anuyoga ane Mantrayog Author(s): Bhogilal J Sandesara Publisher: B J InstitutePage 88
________________ ૩. મંત્રયોગ ૮૧ દસકા પહેલાં ગુજરાત અને રાજસ્થાનનાં અનેક ગામનગરોમાં આવા જ્ઞાનોપાસક યતિઓ હતા. વડોદરામાં લોકાગચ્છના યતિશ્રી હેમચંદ્રજીએ પોતાની ગુરુપરંપરાથી વારસામાં મળેલી, વિવિધ વિષયની લગભગ દસ હજાર હસ્તપ્રતો ૧૯૫૯માં વડોદરા પ્રાચ્ય વિદ્યામંદિરને ભેટ આપી હતી, પણ વૈદ્યક અને મંત્રવિદ્યાની પસંદ કરેલી હસ્તપ્રતો પોતાની પાસે રાખી હતી. ચૈત્યવાસીઓ અને સંગીત બીજી અનેક વિદ્યાઓ ઉપરાંત ચૈત્યવાસીઓએ સંગીતમાં પણ પ્રાવીણ્ય મેળવ્યું હતું. વાચનાચાર્ય સુધાકલશે “સંગીતોપનિષદ્ નામે સંગીત અને નૃત્ય વિષેનો એક બૃહદ્ ગ્રન્થ રચ્યો હતો; એ ગ્રન્થ હાલ મળતો નથી; પણ તેમણે પોતે કરેલો એનો સંક્ષેપ-સંગીતોપનિષત્કાર'નામનો, ઈ.સ.૧૩૫૦માં થયેલોમળે છે, (સંપાદક-ઉમાકાન્ત શાહ, ગાયકવાડ્ઝ ઓરિયેન્ટલ સિરીઝ, ગ્રન્થ ૧૩૩, વડોદરા, ૧૯૬૧) તે આ વિદ્યાનું એક લાક્ષણિક ઉદાહરણ છે. નૃત્યની સાથે નૃત્યાંગનાઓ પણ આવે. પ્રબન્ધચિન્તામણિના ઉલ્લેખ અનુસાર, રાજા કુમારપાળે બંધાવેલા કુમારવિહારમાં, કુમારપાલના નિમંત્રણથી જતા, હેમચન્દ્રાચાર્ય કપર્દી મંત્રીના ટેકાથી પગથિયાં ચડતા હતા ત્યારે એક નર્તકીને કમખાની કસ ખેંચતી જોઈને કપર્દીએ એક અપભ્રંશ દુહાની પંક્તિ કહી __ सोहग्गीउ सहि कंचुयउ जुत्त उत्ताणु करेइ । (સખી કંચુકી સાથે સૌભાગ્યને પણ ઊંચું કરે છે) એનો ઉત્તરાર્ધ હેમચન્દ્ર આ પ્રમાણે પૂરો કર્યો-પુર્કિંપછ તwયg , ગુ હજુ ા (જના ગુણ - એટલે દોરી, કસ અથવા સદ્ગુણ-પછી તરુણીજનો પૂંઠેથી ગ્રહણ કરે છે.) પ્રબન્ધચિન્તામણિમાં અન્યત્ર ઉલ્લેખ છે કે સિદ્ધરાજનો મહામાત્ય સાન્ત, પોતે બાંધેલી સામ્નવસહિકામાં દેવને નમસ્કાર કરવા જતો હતો ત્યારે એક નર્તિકાના ખભે હાથ મૂકીને ઊભેલા ચૈત્યવાસીને તેમણે જોયો હતો. ચૈત્યવાસીઓ અને સમાજ નાગેન્દ્ર ગચ્છના આચાર્ય વિજયસેનસૂરિ મહામાત્ય વસ્તુપાલના કુલગુરુ હતા; આબુ અને ગિરનાર ઉપર વસ્તુપાલ-તેજપાલે બાંધેલાં મન્દિરોની પ્રતિષ્ઠા વિધિ તેમને હસ્તે થઈ હતી. વિજયસેનસૂરિનાં સલાહ અને સદ્ધોધને પરિણામે એ મંત્રીઓને ગ્રન્થભંડારો સ્થાપવાની અને સંઘયાત્રા કાઢવામાં પણ પ્રેરણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108