________________
૮૦
યોગ, અનુયોગ, મંત્રયોગ
સ્પષ્ટ છે કે દિગંબર ચૈત્યવાસીઓ પણ મન્દિરના જીર્ણોદ્ધાર કરાવતા હતા, બીજા મુનિઓને આહાર આપતા હતા. તથા દાનશાળાઓ ચલાવતા હતા. એમની જીવનચર્યા મઠપતિઓ જેવી બની હતી અને આ પ્રકારનો પરિવર્તનનો આરંભ દિગંબર આમ્નાયમાં ઈસવી સનની પાંચમી છઠ્ઠી સદી આસપાસ થયો હતો (નાથૂરામ પ્રેમી, “જૈન સાહિત્ય ઔર ઇતિહાસ', પૃ.૩પ૩-૬૧, મુંબઈ, ૧૯૪૨).
ચૈત્યવાસી વિદ્વાનોનું પ્રદાન આ સર્વ છતાં ચૈત્યવાસીઓ, જેઓ પાછળથી “પતિઓ-જતિઓ' તરીકે ઓળખાયા એમને શિથિલાચારી કહીને કેવળ ટીકાપાત્ર ગણવા એ ઉચિત નથી. યુગો થયાં જ્ઞાનની જ્યોતિને જલતી રાખવામાં એમનું પ્રદાન અમૂલ્ય છે. સુવિહિત સાધુઓ ગ્રામાનુગ્રામ વિહરતા હતા અને એમનું ધ્યાન તપશ્ચર્યામાં લાગેલું હતું તથા પુસ્તકોનો પરિગ્રહ એમને ઝાઝો નહોતો ત્યારે પરંપરાગત શ્રતના સંગોપનમાં, એના અધ્યયન-અધ્યાપન અને પ્રસારમાં તેમજ વિવિધ જ્ઞાનવિસ્તારમાં તથા અનેક વિદ્યાકલાઓના રક્ષણ, વ્યાસંગ અને વ્યુત્પત્તિમાં ચૈત્યવાસી વિદ્વાનોનું પ્રદાન અમૂલ્ય છે. તેઓ ચૈત્યોમાં નિવાસ કરતા હોઈ મઠાધીશ હતા તથા ઘણુંખરું એકજ સ્થાને લાંબો સમય રહેતા હોઈ ગ્રન્થભંડારો એમને સુલભ હતા અને તપશ્ચર્યા કરતાં વિવિધ પ્રકારના વિદ્યાવ્યાસંગ પ્રત્યે એમની વિશેષ પ્રવૃત્તિ હતી. જ્યોતિષ, વૈદ્યક અને મંત્રયોગમાં એમણે ઘણી પ્રગતિ સાધી હતી અને એની આનુષંગિક વિદ્યાઓમાં પ્રવેશ કર્યો હતો અને ઠેઠ અર્વાચીન કાળ સુધી યતિવર્ગની સરસાઈ નગણ્ય નહોતી. એમના વિદ્યાવ્યાસંગ અને મંત્રયોગનો પ્રભાવ સંવેગી સાધુઓ પર નથી પડ્યો એમ ન જ કહેવાય. મુનિ જિનવિજયજીએ ક્યાંક લખ્યું છે કે ચૈત્યવાસીઓ દૂધમાં સાકરની જેમ સમાજ સાથે સમરસ થયા હતા, જ્યારે તપસ્વી સંવેગી સાધુઓ અગ્નિની જેમ વંદ્ય રહ્યા હતા. સૌરાષ્ટ્રનાં અનેક નાનાં રાજ્યોમાં બ્રાહ્મણ રાજવૈદ્યો ઉપરાંત રાજવૈદ્ય તરીકે યતિઓ પણ હતા. જોધપુરમાં, ઘણું કરીને ૧૯૬૨માં, રાજસ્થાન પ્રાચ્યવિદ્યા પ્રતિષ્ઠાનની સલાહકાર સમિતિમાં મુનિ જિનવિજયજીના આયોજનથી હું અને પ્રો.રસિકલાલ છોટાલાલ પરીખ ગયા હતા ત્યારે જોધપુરના રાજ્યવૈદ્ય યતિશ્રી, ઉદયચંદ્રજી, જેઓ લગભગ ૯૦ વર્ષના હતા, તેમને અમે મળ્યા હતા. ત્યારે પણ વીરાસનમાં ટટ્ટાર બેસી તેઓ અનેક દર્દીઓને તપાસીને ઔષધ આપતા હતા અને નાગરિકો એમને “ગુરાંસા' (ગુરુ સાહેબ) કહીને સંબોધતા હતા. થોડાક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org