________________
૭૮
યોગ, અનુયોગ, મંત્રયોગ
સાધુઓને પાટણમાં રહેવા દેવા માટે ચૈત્યવાસીઓ સંમત થયા. આ પ્રસંગ ઈસવી સનના ૧૧મા સૈકાના પ્રારંભમાં બન્યો હતો.
વનરાજ ચાવડાએ સં.૮૦૨ (ઈ.સ.૭૪૯)માં પાટણ વસાવ્યું; એટલે શીલગુણસૂરિ આઠમા સૈકામાં થયા એ નિશ્ચિત છે. લગભગ એ અરસામાં ગુજરાતના બપ્પભટ્ટસૂરિ કનોજના રાજા આમ નાગાવલોકના ગાઢ સંપર્કમાં આવ્યા હતા. “પ્રભાવકચરિત' લખે છે કે રાજાએ છત્રચામર સાથે હાથી ઉપર બેસાડીને આચાર્યનો નગર પ્રવેશ કરાવ્યો હતો તથા ગાદી બિછાવેલ સિંહાસન ઉપર તેમને વિરાજમાન કર્યા હતા. બપ્પભટ્ટસૂરિ અને તેમના શિષ્યો ઘોડેસવારી કરતા હતા અને તેથી કનોજ અને ગુજરાત વચ્ચે તેમનું ઝડપી વિચરણ થતું હતું. ગર સિદ્ધસેનસૂરિએ બપ્પભટ્ટસૂરિને સારસ્વત મંત્ર આપ્યો હતો અને એ મંત્ર સિદ્ધ થતાં બપ્પભટ્ટ અનેક વિદ્યાઓમાં નિષ્ણાત થયા હતા. (બપ્પભટ્ટસૂરિએ પોતે રચેલું સરસ્વતી સ્તોત્ર પણ મળે છે.) તેમણે અને તેમના ગુરુબંધુ નન્નસૂરિએ એક નટની સહાયથી આમ રાજાના દરબારમાં એક વીરરસ-પ્રધાન નાટક ભજવીને રાજાને પ્રસન્ન કર્યો હતો. બપ્પભટ્ટ ચિત્રકળાના પણ ઉત્તમ જાણકાર હતા. આમ રાજા પાસે તેમણે એક ચિત્રકારને એના ઉત્તમ ચિત્ર માટે મોટો પુરસ્કાર અપાવ્યો હતો. “પ્રભાવકચરિત'કાર કહે છે કે તેમણે ચાર પ્રકાશમાન પટ ઉપર મહાવીર સ્વામીનું બિંબ ચિતરાવ્યું હતું. એમાંનો એક પટ કનોજમાં, બીજો મથુરામાં, ત્રીજો અણહિલપુરમાં અને ચોથો સતેરક (સતારા?)માં સ્થાપિત કર્યો હતો. પ્લેચ્છાએ પાટણનો ભંગ કર્યો ત્યાં સુધી એ પટ પાટણમાં મોઢ ચૈત્યમાં હતો. વિ.સં.૮૯૦ (ઈ.સ.૮૩૪)માં બપ્પભટ્ટસૂરિનો સ્વર્ગવાસ થયો હતો, એમ “પ્રભાવક ચરિત' નોંધે છે.
- શ્વેતાંબર આમ્નાયમાં જેવો સુવિહિત અથવા સંવેગી સાધુઓ અને ચૈત્યવાસીઓનો સંબંધ તેવો દિગંબર આમ્નાયમાં વનવાસી સાધુઓ અને ચૈત્યવાસીઓનો. દિગંબર સાધુચર્યા અચેલકપણાને કારણે અત્યંત કઠિન હોઈ દિગંબર સાધુઓ ગણ્યાગાંઠ્યા અને વિવિક્તસેવી, તેથી વનવાસી કહેવાયા. એમાં જેઓ ચૈત્યવાસી હતા તેઓ મઠાધીશપણાને કારણે ભટ્ટારક પણ કહેવાયા.
દિગંબર આમ્નાયમાં પણ ચૈત્યવાસનો આરંભ ક્યારે થયો, એનો કોઈ ચોક્કસ સમય-નિર્દેશ મળતો નથી. દેવસેનસૂરિએ ‘દર્શનસાર' (સં.૯૯૦ = ઈ.સ.૯૩૪)માં પાંચ જૈનાભાસનો ઉલ્લેખ કર્યો છે. આ પાંચમાંથી બે તે શ્વેતાંબર અને યાપનીય. શ્વેતાંબરને તેઓ “જૈનાભાસ' કહે એ સમજાય એવું છે. સુપ્રસિદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org