________________
યોગ, અનુયોગ, મંત્રયોગ
ચાતુર્માસ સિવાય, એક સ્થળે રહેતા નહિ, પણ ગ્રામાનુગ્રામ વિચરતા. સંભવ છે કે એ સમયે જૈન મંદિરોની સંખ્યા પણ ઝાઝી નહિ હોય. પ્રાચીન ગુર્જર દેશમાં જાબાલિપુર (જાલોર)માં શક સં.૭૦૦ (ઈ.સ.૭૭૮)માં પ્રાકૃતમાં રચાયેલી, ઉદ્યોતનસૂરિકૃત સુપ્રસિદ્ધ “કુવલયમાલાકથા'માં પુષ્કળ જૈન મન્દિરો બંધાયાનો ઉલ્લેખ છે; અન્યત્ર પણ તેમ થયું હશે. લગભગ એ સમયથી, સંભવતઃ પાર્શ્વનાથની પરંપરામાં, સાધુઓ ચૈત્યમાં વસે, એટલું જ નહિ ચૈત્યોના માલિક બને અને મઠાધીશની જેમ જીવન ગાળે એ પરિપાટી વિશેષ ધ્યાન ખેંચે છે; એની એ પર્વે, વીર નિર્વાણ પછી નવમા સૈકામાં (અર્થાત ઈ.સ.ના ચોથા સૈકામાં) “ચૈત્યવાસ” અને “ચૈત્યવાસીનો ઉદ્દભવ થયો, એવો ઉલ્લેખ ધર્મસાગરની પટ્ટાવલિમાં છે; “ચૈત્યવાસ” અને “ચૈત્યવાસી” એ શબ્દોનો પણ વિશેષ પ્રયોગ ત્યાર પછી થતો જણાય છે.
કુવલયમાલા'ના રચના-વર્ષના થોડા સમય પહેલાં જ હરિભદ્રસૂરિ થયા. એ તો નિર્વિવાદ છે કે તેમના સમય સુધીમાં ચૈત્યવાસે ઊંડાં મૂળ નાખ્યાં હતાં અને જૈન આચારને શિથિલ કર્યો હતો.
ચૈત્ય અને ચૈત્યવાસી કુવલયમાલા”ની રચના પહેલાં, થોડાક દસકા અગાઉ પાસેના શ્રીમાલ અથવા ભિન્નમાલમાં થયેલા, સમદર્શી આચાર્ય હરિભદ્રસૂરિએ “સંબોધપ્રકરણ' નામે પોતાના ગ્રન્થમાં ચૈત્યવાસીનો પ્રબલ વિરોધ કર્યો છે. હરિભદ્ર લખે છે: “તેઓ ચૈત્ય અને મઠમાં વાસ કરે છે, પૂજા માટે આરતી કરે છે, જિનમદિર અને શાળા (એટલે પૌષધશાળા-ઉપાશ્રય) ચણાવે છે, મન્દિરના દ્રવ્યનો (દેવદ્રવ્યનો) પોતાને માટે ઉપયોગ કરે છે, શ્રાવકો પાસે શાસ્ત્રની સૂક્ષ્મ વાતો કહેવા બતાવવાનો નિષેધ કરે છે, મુહૂર્ત કાઢી આપે છે, નિમિત્તો બતાવે છે, રંગેલાં સુગંધિત અથવા ધૂપિત વસ્ત્રો પહેરે છે, સ્ત્રીઓ સામે ગાન કરે છે, ધનનો સંગ્રહ કરે છે, કેશલોચ કરતા નથી, મિષ્ટ આહાર મેળવે છે અને તાંબૂલ, ઘી, દૂધ વગેરે તથા ફળફૂલ અને સચિત્ત પાણી વાપરે છે, કેડ ઉપર વિનાં કારણ કટિવસ્ત્ર રાખે છે, તેલ ચોળાવે છે, સ્ત્રીઓનો પ્રસંગ રાખે છે, દિવંગત ગુરુઓના દાહસ્થળ ઉપર સમાધિ ચણાવે છે, બલિ કરે છે, જિન પ્રતિમાઓ વેચે છે, સ્ત્રીઓ સમક્ષ વ્યાખ્યાન આપે છે, ગૃહસ્થોનું બહુમાન કરે છે, પૈસા આપીને બાળકોને ચેલા કરે છે અને એ માટે અંદરોઅંદર લઢે છે, વૈદ્યક મંત્રાદિ કરે છે અને સાધુઓની “પ્રતિમા'-વ્રતવિશેષ-પાળતા નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org