Book Title: Yoga Anuyoga ane Mantrayog Author(s): Bhogilal J Sandesara Publisher: B J InstitutePage 82
________________ ૩. મંત્રયોગ ૭૫ પણ ચોવીસમા તીર્થંકરના સાધુઓ વક્રજડ હોવાથી તેમને માટે અપરિગ્રહ અને બ્રહ્મચર્ય એ બે વ્રતો જુદાં પાડી પાંચ મહાવ્રત કહ્યાં છે.” આનો અર્થ એ થયો કે અપરિગ્રહમાં સ્ત્રી કે પત્નીનો સમાવેશ નહિ ગણવાને કારણે કેટલોક શિથિલાચાર પ્રવર્યો હતો, એથી મહાવીરે બ્રહ્મચર્ય વ્રત અલગ પાડ્યું. વળી મંત્રયોગ અને નિમિત્તશાસ્ત્ર પાર્શ્વનાથના સમયમાં પ્રવર્તમાન હતાં અને તીર્થકર વીતરાગ હોઈ નિગ્રહ કે અનુગ્રહ કરતા નથી, એવી સ્પષ્ટ માન્યતા જૈન પરંપરામાં હોવા છતાં “ઉવસગહર' અને બીજાં અનેક સ્તોત્રોમાં વિશેષત: પાર્શ્વનાથની અને બીજા દેવી-દેવતાઓની તથા શ્રુતદેવતા સરસ્વતી આદિની કૃપાની અને ઉપસર્ગો વિપ્નો અને ઉપદ્રવો-દૂર કરવાની યાચના છે, એ બતાવે છે કે દેવતાઓની કૃપા યાચનાની માનવસહજ માન્યતાઓ કેટલી પ્રબળ હતી. સારૂપિકો અને સિદ્ધપુત્રો કેવળ પાર્શ્વનાથના સમયમાં જ નહિ, એમની પૂર્વે પણ હતા એમ એકંદર શાસ્ત્ર પ્રમાણો જોતાં જણાય છે. મહાવીરે પ્રવર્તાવેલો ધર્મમાર્ગ ખૂબ પ્રભાવશાળી હતો, પણ એનો અર્થ એવો નહિ કે એમની પૂર્વેના ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથનો અનુગમ સર્વથા લુપ્ત થયો હતો. બુદ્ધનો મધ્યમ માર્ગ હોઈ બૌદ્ધ સાધુઓ લોકોને ઔષધ વગેરે આપતા હતા. પણ ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો પાર્શ્વનાથ બુદ્ધ કરતાં અઢી શતાબ્દી પહેલાં થઈ ગયા અને એમની પરંપરા તો એથી યે પ્રાચીન હશે. મહાવીરના આમ્નાયમાં અપરિગ્રહનો આગ્રહ એટલો કઠોર હતો કે પુસ્તકો પણ પરિગ્રહમાં ગણાતાં. પ્રારંભમાં તો પુસ્તકો હતાં જ નહિ, અને બધાં શાસ્ત્રો કિંઠસ્થ રહેતાં. પણ શાસ્ત્રો લખાવા માંડ્યાં ત્યાર પછી પણ છેદસૂત્રોમાં પુસ્તક લખવા માટે સાધુએ પ્રાયશ્ચિત્ત કરવાનું વિધાન છે. પણ જતે દિવસે, જ્ઞાનનો વિસ્તાર વધતાં સ્વીકારાયું કે પુસ્તકો પણ જ્ઞાનનું સાધન છે અને સાત ક્ષેત્રે ધન વાપરવાનો મહિમા થયો એમાં જ્ઞાન ભક્તિનો-પુસ્તકો લખવા-લખાવવાનો અને દાન આપવાનો મહિમા વધ્યો અને એ જ જૈન શાસ્ત્રોએ જ્ઞાનભંડારોની સ્થાપનાને પુણ્યકાર્ય ગણ્યું. ધાર્મિક અને સામાજિક નિયમોમાં પણ કાળાન્તરે, સંજોગાનુસાર આવું પરિવર્તન આવે છે. મહાવીર અને તેમના વિહાર દરમિયાન શિષ્યો ગણધરો આદિ નગર બહાર ઉદ્યાનમાં કે ચૈત્યમાં નિવાસ કરતા. ચૈત્ય એટલે મન્દિર, વ્યંતર આદિનાં સ્થાન, પૂર્વકાલીન મહાત્માઓનાં સમાધિસ્થાન કે સ્તુપ. (મથુરાના રૂપને એની પ્રાચીનતા અને કલાને કારણે “દેવનિર્મિત સ્તૂપ' કહેતા.) એ સમયે સાધુઓ, Jain Education International For Private.& Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108