________________
૩. મંત્રયોગ
હરિભદ્રસૂરિ મોટા સુધારક હતા. ‘અષ્ટક', ‘ષોડશક', ‘પંચાશક’, આદિગ્રન્થોમાં તેમણે સરલ હૃદયથી પ્રતિપાદિત કર્યું છે કે દેવદ્રવ્યનો પોતાની જાત માટે ઉ૫યોગ કરવો અનુચિત છે. ‘સંબોધ પ્રકરણ’માં તેઓ કહે છે કે (૧) જિનદ્રવ્ય તો જિન પ્રવચનની વૃદ્ધિ કરનાર, જ્ઞાનગુણ અને દર્શનગુણની પ્રભાવના કરનાર છે. તેવા દ્રવ્યમાં વૃદ્ધિ કરનાર જીવ તીર્થંકરત્વ પામે; તે દ્રવ્ય મંગલદ્રવ્ય છે, શાશ્વત દ્રવ્ય અને નિધિદ્રવ્ય છે. (૨) અંગસૂત્રો વાંચી શ્રાવકો પાસેથી પૈસા લેવા એ સાધુધર્મને શોભે નહિ. (૩) શ્રાવકોને આગળની સૂક્ષ્મ વાતો જાણવાને અધિકારી ઠરાવવા એ અનુચિત છે. (૪) કારણ સિવાય ગમે તે અને ગમે તેટલાં વસ્ત્રો સાધુને ખપે નહિ, ઇત્યાદિ શુદ્ધ આચારની અનેક વાતો હરિભદ્રસૂરિએ સ્પષ્ટ રીતે કહી છે. ઈ.સ.ના ૧૧મા-૧૨મા સૈકામાં શ્રાવક ગૃહસ્થ નેમિચંદ્ર ભંડારીએ પ્રાકૃત ‘ષષ્ટિશતક' પ્રકરણ રચ્યું છે, એમાં ‘કુગુરુ~સર્પ’ની ભારે ટીકા કરી છે (ત્રણ બાલાવબોધો સાથે ‘ષષ્ટિશતક' પ્રકરણ પ્રાચીન ગુર્જર ગ્રન્થમાલાના પ્રથમ ગ્રન્થ તરીકે મેં પ્રગટ કર્યું છે; વડોદરા ૧૯૫૩.)
ચૈત્યવાસી આચાર્યો
૭૭
અણહિલવાડ પાટણના સ્થાપક વનરાજ ચાવડાને બાલ્યાવસ્થામાં ઉછેરનાર અને તેની માતાને આશ્રય આપનાર શીલગુણસૂરિ ચૈત્યવાસી સાધુ હતા; શીલગુણસૂરિના એક શિષ્ય દેવસૂરિ હતા; તેમણે વનરાજના ઉછેર અને શિક્ષણમાં સહાય કરી હશે. પાટણમાં પંચાસરા પાર્શ્વનાથના મન્દિરમાં વનરાજની મૂર્તિ છે તે સાથે દેવસૂરિની મૂર્તિ પણ છે. પોતે ચૈત્યવાસી હોઈ, ચૈત્યવાસીઓની અનુમતિ વિના, એમના પ્રતિસ્પર્ધી સુવિહિત અથવા સંવેગી સાધુઓ પાટણમાં નિવાસ કરી શકે નહિ, એવો આદેશ વનરાજ પાસેથી શીલગુણસૂરિએ મેળવ્યો હતો અને એ પરિપાટીનો અમલ કેટલાક સૈકા સુધી થયો હતો. આચાર્ય વર્ધમાનસૂરિએ આ પ્રતિબંધ દૂર કરાવવા માટે પોતાના બે શિષ્યો જિનેશ્વર અને બુદ્ધિસાગરને પાટણ તરફ વિહાર કરવાને કહ્યું. પણ અનેક ચૈત્યો અને ઉપાશ્રયોથી સંકીર્ણ પાટનગરમાં આ બે વિદ્વાન સાધુઓને નિવાસ માટે કોઈ સ્થાન મળ્યું નહિ. એ બંને સાધુઓ પૂર્વાશ્રમમાં બે ભાઈઓ અને વિદ્વાન બ્રાહ્મણો હતા. રાજપુરોહિત સોમેશ્વરના ઘર આગળ જઈને તેમણે મોટે સ્વરે વેદપાઠ કર્યો. (આ સોમેશ્વર મહામાત્ય વસ્તુપાલના સમકાલીન રાજપુરોહિત સોમેશ્વરનો પૂર્વજ જણાય છે.) પુરોહિતે તેમને પોતાના મકાનમાં રાખ્યા. એ સમયે પાટણનો રાજા ચૌલુક્ય દુર્લભરાજ હતો. બીજે દિવસે રાજસભામાં ન્યાય થયો અને રાજાના આગ્રહથી સુવિહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org