Book Title: Yoga Anuyoga ane Mantrayog
Author(s): Bhogilal J Sandesara
Publisher: B J Institute

View full book text
Previous | Next

Page 92
________________ ૩. મંત્રયોગ ૮૫ આથી શિષ્યોએ ગભરાઈને તેમના ગુરુને ફરિયાદ કરી ત્યારે ગુરુએ સૂરાચાર્યને કહ્યું કે “આ અલ્પમતિ બાળકો પાસે થી આશા રાખવી? તું ભોજરાજાની સભામાં જા અને ત્યાંના પંડિતો ઉપર વિજય કર.” આ માટે સૂરાચાર્ય રાજા ભીમદેવની રજા લેવા માટે ગયા ત્યારે ભીમદેવે પોતાના એ સ્વજન (મામાના ભાણેજ)નો સત્કાર કરીને તેમને સુવર્ણ અને રત્નજડિત સિંહાસન ઉપર બેસાડ્યા તથા ભોજરાજાને આચાર્યના આગમન વિષે ખબર આપી. અવન્તિપતિ ભોજ હાથી ઉપર બેસીને સૂરાચાર્યનું સ્વાગત કરવા નીકળ્યો અને સામે આવેલા અમાત્યના આગ્રહથી આચાર્ય પણ હાથી ઉપર બેઠા. પછી નજીકમાં આવતાં હાથી ઉપરથી ઊતરીને બંને-રાજા અને આચાર્ય ભેટ્યા. ધારાનગરીમાં એક ચૈત્યમાં “મઠમાં સૂરાચાર્યો નિવાસ કર્યો. પણ સુરાચાર્ય સ્પષ્ટ વક્તા હતા; ભોજકૃત સરસ્વતીકંઠાભરણ' વ્યાકરણમાં તેમણે કંઈ દોષ બતાવ્યો, તેથી ભોજ તેમના ઉપર કોપાયમાન થયો, પણ ભોજના આશ્રિત કવિ ધનપાલના ઘરમાં કેટલોક સમય છુપાઈને, તેમને પકડવા માટે ઘોડેસવારોએ ચૈત્ય ઘેરી લીધું હતું ત્યારે, છુપા વેશે ગુજરાત તરફ નીકળી, મહી નદીના કિનારે પહોંચીને પોતાના ગુરુને સૂરાચાર્યે ખબર આપી, અને દેશાન્તરમાં લાગેલા અતિચારનું પ્રાયશ્ચિત કર્યું. સૂરાચાર્યના ગુરુ ગોવિન્દસૂરિના ચૈત્યમાં અભિનય, વારિત્ર અને તાલ સાથે એક નર્તકીનું નૃત્ય ચાલતું હતું ત્યારે સામાજિકો તરીકે ઉપસ્થિત કેટલાક વિશિષ્ટ પુરુષોએ એનું વર્ણન કરવા ગોવિન્દસૂરિને કહ્યું, ગોવિન્દસૂરિના સૂચનથી એનું વર્ણન સૂરાચાર્યે એક શૃંગારિક ગાથામાં કર્યું, તે ગાથા “પ્રભાવકચરિત્ર” માં ઉદ્ભત થઈ છે. આ બધી વિગતો ઉપરથી ચૈત્યવાસી પંડિતોની દિનચર્યાનો અને પ્રવૃત્તિનો કંઈક ખ્યાલ આવે છે. નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિ ચંદ્રગચ્છ (પાછળથી ખરતર ગચ્છ)ના અભયદેવસૂરિએ જૈન આગમોનાં અગિયાર અંગો પૈકી નવ અંગો ઉપર ઈ.સ.ના ૧૧મા સૈકામાં ટીકાઓ લખી હોઈ (“આચારાંગ” અને “સૂત્રકૃતાંગ” એ બે અંગો ઉપર આ પૂર્વે શીલાંકદેવે ટીકાઓ લખી હતી) તેઓ “નવાંગીવૃત્તિકાર' તરીકે ઓળખાયા. ઉપર્યુક્ત દ્રોણાચાર્ય જેમાં મુખ્ય હતા એવી એક પંડિત પરિષદ આ ટીકાઓ-વૃત્તિઓનું સંશોધન કરતી હતી. શેઢી નદીના કિનારે સ્તંભનક (થામણા) ગામના પરિસરમાં અભયદેવસૂરિના ઉપદેશથી સ્તંભન પાર્શ્વનાથનું મન્દિર બંધાયું હતું, જેની સ્તુતિ તેમણે એક અપભ્રંશ સ્તોત્રમાં કરી છે, જેનો પ્રારંભ “જય તિહુયણ' શબ્દથી થતો હોઈ તે “જય તિહુયણ સ્તોત્ર' તરીકે વિખ્યાત છે– Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108